ધૂન લાગી - 34 Keval Makvana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

ધૂન લાગી - 34




ઓફિસનું કામ કરીને સાંજે કરણ ઘરે આવ્યો. તેણે પોતાનાં રૂમમાં જઈને, જોયું તો અંજલી ત્યાં ન હતી. થોડીવાર સુધી તેણે અંજલીને ઘરમાં શોધી. ઘરમાં પણ અંજલી ન મળતાં, તે ફરી રૂમમાં ગયો.

રૂમમાં આવીને તેનું ધ્યાન, ટેબલ પર પડેલાં લેટર પર ગયું. તેણે તે લેટર ખોલીને વાંચ્યો. લેટર વાંચીને કરણ ધૂંઆપૂંઆ થઈ ગયો. તે ગુસ્સામાં નીચે હોલમાં ગયો.

"મોમ...! ડેડ...! કૃણાલ...!" કરણ મોટેથી ચીસો પાડવાં લાગ્યો.

કરણની ચીસો સાંભળીને બધાં હોલમાં પહોંચી ગયાં.

"શું થયું, કરણ?" શર્મિલાજીએ પૂછ્યું.

"એ તો મારે તમને પૂછવું જોઈએ. એવું તો શું થયું, કે તમને માણસો કરતાં જમીન વધારે મહત્વની લાગવા લાગી?"

"તું શું બોલે છે? અમને કંઈ સમજાય તેમ બોલ." મનીષજીએ કહ્યું.

"ઠીક છે, તો સાંભળો. તમે કેરેલાનાં અનાથાશ્રમની જમીન મેળવવા માટે મારો ઉપયોગ કર્યો હતો. મારાં લગ્ન અંજલી સાથે કરાવીને, તમે એ જમીન તમારાં નામ પર કરાવવાં ઈચ્છતાં હતાં. તમારે ત્યાં અનાથાશ્રમની પુણ્યભૂમિ પર શું બનાવું હતું, મોલ!" કરણે કહ્યું.

કરણની વાત સાંભળીને કૃણાલને નવાઈ લાગી, પણ મનીષજી અને શર્મિલાજી ડરી ગયાં.

"ચાલો! માનીએ લઈએ, અંજલી તો હજું બહારથી આવી હતી. પણ તમે તો મને પણ ન છોડ્યો. તમે મારો પણ ઉપયોગ કર્યો!"

"કરણ... કરણ..." શર્મિલાજી અચકાતાં બોલવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં.

"રહેવા દો. તમે કંઈ બોલી પણ નહીં શકો અને હું કંઈ સાંભળીશ પણ નહીં. તમારાં કારણે મારી પત્ની અંજલી આ ઘરને અને મને છોડીને, કેરેલા જતી રહી છે." કરણે કહ્યું.

"શું? ભાભી પાછાં કેરેલા જતાં રહ્યાં છે?" કૃણાલે પૂછ્યું.

"હા કૃણાલ! આ બંને માણસોનાં કારણે, તે પાછી જતી રહી છે. બસ! હવે હું તમારી સાથે કોઈ સંબંધ રાખવા ઈચ્છતો નથી. તમારો બિઝનેસ અને પ્રોપર્ટી, તમને મુબારક! હું આ ઘરને અને તમને છોડીને, મારી અંજલી પાસે જઈ રહ્યો છું." કરણે કહ્યું.

"ભાઈ! મારે પણ આવાં માણસ સાથે નથી રહેવું. હું પણ તમારી સાથે આવીશ." કૃણાલે કહ્યું.

કરણ અને કૃણાલ પોતાનાં રૂમમાં ગયાં અને બેગ પૅક કરીને ઘરની બહાર નીકળી ગયાં. તેઓ મુંબઈથી કેરેલાની ફ્લાઈટ લઈને, કેરેલા ચાલ્યાં ગયાં

રાત્રે આશ્રમમાં બધાં જમીને બેઠાં હતાં. સૌનાં મોંઢા પર ઉદાસી છવાયેલી હતી. અંજલી રૂમમાં અનન્યાનાં ખોળામાં માથું રાખીને, સૂઈ રહી હતી. કરણ અને કૃણાલ આશ્રમમાં આવ્યાં અને અંદર ગયાં.

તેમને આવેલાં જોઈને અમ્માએ કહ્યું "હવે તમે અહીં શું લેવાં આવ્યાં છો?"

"અમ્મા! માત્ર એક વખત મારી વાત સાંભળી લો. પછી તમે જે કરશો, તે મને મંજૂર હશે." કરણે કહ્યું.

"આટલું બધું થયાં પછી પણ, હવે જે બાકી રહ્યું હોય તે બોલી દો." અમ્માએ કહ્યું.

કરણે અમ્મા સામે તેની વાત રજૂ કરી.

"મને તો વિશ્વાસ નથી આવતો, કે તારાં માતાપિતાએ તારો ઉપયોગ તેમનાં સ્વાર્થ માટે કર્યો." અમ્માએ કહ્યું.

"વિશ્વાસ તો મને પણ નથી આવતો, પણ એ જ હકીકત છે અને તેનો સ્વીકાર કરવો પડશે. Please, તમે મને એક વખત અંજલી સાથે વાત કરવા દો."

"તે રૂમમાં છે, જઈને વાત કરી લે." અમ્માએ કહ્યું.

કરણ અંજલી પાસે રૂમમાં ગયો. કરણને જોતા જ અંજલી ઊભી થઈ ગઈ.

"તું અહીંયા કેમ આવ્યો છે? ચાલ્યો જા અહીંયાથી." અંજલીએ ગુસ્સામાં કહ્યું.

"અંજલી, Please! મારી વાત સાંભળ."

"મારે તારી કોઈ વાત નથી સાંભળવી."

કરણને સમજાઈ ગયું હતું, કે અંજલી તેની કોઈ વાત નહીં સાંભળે. તેણે અનન્યાને બહાર જવાનો ઇશારો કર્યો. અનન્યા જેવી બહાર ગઈ, કે તરત જ કરણે રૂમનો દરવાજો બંધ કરી દીધો અને અંજલીને બાંધી દીધી. પછી તેનાં મોં પર રૂમાલ બાંધી દીધો.

"અંજલી! તને જે વાત ખબર છે, તે અધૂરી વાત છે. તું એ જાણે છે, કે મારાં ડેડએ રમીલાજીને તમારી પાસે મોકલ્યાં હતાં. પણ તું એ નથી જાણતી, કે તેમની આ યોજનાની મને જાણ પણ ન હતી. મેં તને સાચા મનથી પ્રેમ કર્યો છે. હું મારી મૃત્યુ પામેલી મોમનાં સમ ખાઈને કહું છું." કરણે કહ્યું.

પોતાની વાત કહ્યાં પછી, કરણે અંજલીને ખોલી લીધી અને રૂમનો દરવાજો પણ ખોલી દીધો.

"હું તને જે કહેવા ઇચ્છતો હતો, તે મેં કહી દીધું. હવે તને જે યોગ્ય લાગે, તે તું કરી શકે છે." આમ કહીને કરણ ઉદાસ મોં સાથે, અંજલીની સામે ઊભો રહી ગઈ ગયો.

અંજલી કરણને આવેગથી ભેટી પડી અને બોલી "I'm really sorry, કરણ! મારે એક વખત તારી સાથે વાત કરવાની જરૂર હતી‌. પણ હું શું કરું? ત્યારે હું એ હાલતમાં જ ન હતી, કે હું કંઈ પણ વિચારી શકું. મને ત્યારે જે પણ યોગ્ય લાગ્યું, તે મેં કર્યું." અંજલીએ કહ્યું.

"કંઈ વાંધો નહીં. ત્યારે વાત નહોતી થઈ, તો હવે થઈ ગઈ. અત્યારે તો તું મારી સાથે છો, એ જ મારાં માટે જ ખુશીની વાત છે" કરણે કહ્યું.

"ચાલ! હવે તું થાકી ગયો હોઈશ એટલે સૂઈ જઈએ." અંજલીએ કહ્યું.

"Ok. પણ પહેલાં બધાંને આપણી વાત જણાવી દઈએ એટલે તેઓ પણ શાંતિથી સૂઈ શકે." કરણે કહ્યું.

"હા, ચાલ." આમ કહીને અંજલી અને કરણ બહાર ગયાં અને બધાંને પોતાની વાત કહી.

પછી કરણ અને કૃણાલ રૂમમાં જઈને સૂઈ ગયાં અને અંજલી, અનન્યા અને બધાં બાળકો સાથે બહાર હોલમાં સૂઈ ગઈ.


_____________________________



શું મનીષજી અને શર્મિલાજીને તેમની ભૂલ સમજાશે? કરણનો તૂટેલો પરીવાર ફરીથી એક થશે?

જાણવાં માટે વાંચતાં રહો... ધૂન લાગી