Dhun Lagi - 10 books and stories free download online pdf in Gujarati

ધૂન લાગી - 10






જગતને નિંદ્રામાંથી જગાડવા માટે સૂર્ય આળસ મરડીને ઊગ્યો અને સમગ્ર વસુંધરા પર પોતાનો પ્રકાશ પાથર્યો. વૃક્ષોનાં કારણે મળતી શીતળતા અને પક્ષીઓનો મધુર કલરવ વાતાવરણને વધુ મનમોહક બનાવી રહ્યો હતો.

આશ્રમનાં બધાં બાળકો ઊઠીને સ્કૂલે ચાલ્યાં ગયાં હતાં. અમ્મા અને અપ્પા પોતાનાં નિત્યક્રમ મુજબ, અખબાર અને પુસ્તક વાંચવામાં મશગૂલ હતાં.

લાલ રંગનો અનારકલી ડ્રેસ પહેરીને, વાળ બાંધીને, પગમાં ઘૂંઘરું બાંધીને, "ધિ ન તા દા રે દા ની, ધિ ન તા દા રે દા ની, ધિ ન તા રા ધિ ન ધિ ન તા" સંગીત પર અંજલી પોતાની વિવિધ મુદ્રાઓ રજૂ કરીને ભરતનાટ્યમ્ કરી રહી હતી અને તેની શિષ્યાઓને શીખવી રહી હતી. બધી શિષ્યાઓ તેને અનુસરી રહી હતી.

"અરે યાર! આટલી સવાર સવારમાં કોણ આવું મ્યુઝિક વગાડે છે!" કરણ પથારી પર બેઠો થઈને ગુસ્સામાં બોલ્યો. તેણે પોતાની બાજુમાં જોયું તો કૃણાલ હજુ આરામથી સૂઈ રહ્યો હતો. "આવાં બધાં આવાજમાં આ કઈ રીતે સૂઈ શકે છે?" આમ બોલીને કરણ પથારી પરથી ઊભો થયો અને રૂમમાંથી હૉલમાં ગયો. હોલમાં અંજલીને નૃત્ય કરતી જોઈને, તેનો ગુસ્સો શાંત થઈ ગયો. તે અંજલીને પલક ઝપકાવ્યા વગર જોઈ જ રહ્યો.

"અરે! તમે આટલી જલ્દી ઊઠી ગયાં?" અમ્મા કરણ પાસે આવીને બોલ્યાં.

"મુંબઈમાં તો ઓફિસે જવાનું હોવાથી, હું વહેલો જ ઊઠી જાઉં છું. પણ અહીંયા ખબર નહિ કઈ રીતે, મારી ઊંઘ જ ન ખુલી. Thanks to this music, જેનાં લીધે હું ઊઠી ગયો.

"સારું, હવે તમે ઊઠી ગયાં છો, તો ફ્રેશ થઈ જાઓ. હું તમારાં માટે નાસ્તાની વ્યવસ્થા કરું છું." અમ્માએ કહ્યું.

"પહેલાં તો આંટી તમે અમને આટલું બધું માન ન આપો. તમે અમારાથી મોટાં છો, તો પ્લીઝ તમે અમને 'તુ' કહીને જ બોલાવો. In fact it's sound better." કરણ હસીને બોલ્યો.

"ઠીક છે. હવે 'તમે' નહીં કહું, બસ! જા અને જઈને ફ્રેશ થઈ જા." અમ્માએ કહ્યું.

"Ok." આમ કહીને કરણ ફ્રેશ થવા ચાલ્યો ગયો.

અંજલીનાં ડાન્સ ક્લાસનો સમય સમાપ્ત થઈ ગયો હતો. અંજલી રસોડામાં કરણ અને કૃણાલ માટે નાસ્તો બનાવી રહી હતી.

"મેં કાલે કેટલી ટ્રાય કરી, sorry કહેવાની, પણ ના; એ મહાશયનો ગુસ્સો તો ઉતરતો જ નથી. એમને તો બદલો જ લેવો છે, તો લઈ લે બદલો. બીજું શું?" અંજલી પોતાની સાથે વાત કરતી હોય તેમ બોલી.

"અરે! તું એકલી એકલી શું બોલે છે?" અમ્માએ રસોડામાં આવીને કહ્યું.

"કંઈ નહીં અમ્મા!"

"તો હવે ઝડપથી નાસ્તો બનાવીને, તેમને આપી દે. ઠીક છે!" આમ બોલીને અમ્મા ત્યાંથી ચાલ્યાં ગયાં.

"આ મહાશય તો અહીંયા મારી પાસે સેવા કરાવવાં જ આવ્યાં છે. મદદ આપીને જશે કે નહીં, એ તો ખબર નથી. પણ તેનો બદલો જરૂર લઈને જશે." આમ બોલીને અંજલી, કરણ અને કૃણાલ માટે નાસ્તો લઈને ગઈ.

કરણ અને કૃણાલ હોલમાં બેઠાં હતાં. હોલમાં બેસીને કૃણાલ ટી.વી. પર ક્રિકેટ જોઈ રહ્યો હતો અને કરણ પોતાનાં મોબાઈલમાં વ્યસ્ત હતો. અંજલીએ ત્યાં જઈને તેમને નાસ્તો આપ્યો.

"તો તમે ક્રિકેટ પણ જુઓ છો?" અંજલીએ તેમને પૂછ્યું.

"ના, ભાઈ તો ક્રિકેટ કદી જોતાં જ નથી, પણ હું એક પણ મેચ મિસ કરતો નથી." કૃણાલ બોલ્યો.

"સારું છે. ક્રિકેટ એમનાં માટે છે પણ નહીં. કોઈ વાર મેદાનમાં રમવા માટે જશે, તો એક પણ રન નહીં કરી શકે." અંજલીએ કરણ તરફ જોઈને કહ્યું. આ સાંભળીને કૃણાલ હસવા લાગ્યો. કરણે તેની સામે જોયું, એટલે તે હસતો બંધ થઈ ગયો.

"મિસ અંજલી! તમે કઈ રીતે કરી શકો છો, કે ક્રિકેટ મારાં માટે નથી." કરણે અંજલીને પૂછ્યું.

"તમને જોતાં જ ખબર પડી જાય છે, કે ક્રિકેટ તમારાં માટે બન્યું જ નથી." અંજલી હસીને બોલી.

"તો હું પણ તમને કહી શકું ને, કે ડાન્સ તમારાં માટે બન્યો જ નથી."

"હું તો સારો ડાન્સ કરું છું, તમે હમણાં જ જોયું ને?"

"મેં તમને ડાન્સ કરતાં જોયાં, એટલે હું કહી શકું કે તમે ડાન્સ સારો કરો છો. પણ તમે મને ક્યારેય ક્રિકેટ રમતાં જોયો જ નથી, તો તમે કઈ રીતે કહી શકો છો કે ક્રિકેટ મારાં માટે નથી."

"કંઈ વાંધો નહીં, તો આજે સાંજે થઈ જાય એક મેચ. હું તમને ચેલેન્જ આપું છું, કે તમે નહીં જીતી શકો."

"તમારી ચેલેન્જ મંજૂર છે. સાંજે ક્રિકેટનાં મેદાનમાં મળીએ." આમ કહીને કરણ ત્યાંથી ચાલ્યો ગયો.

"અઈયો રામા! મેં જોશમાં ચેલેન્જ તો આપી દીધી, પણ મને તો ક્રિકેટ રમતાં આવડતું જ નથી. એમાં પણ તે સારો ખેલાડી નીકળ્યો તો? કંઈ વાંધો નહીં, જે થશે તે જોયું જશે." આમ કહીને અંજલી ત્યાંથી ચાલી ગઈ.

"આજે સાંજે મજા આવશે. કરણભાઈ અને અંજલીજીને આમનેસામને જોવાની." કૃણાલ બોલ્યો.


===========================


શું અંજલીએ કરણને ચેલેન્જ આપીને કોઈ ભૂલ કરી છે? સાંજે મેચ કોણ જીતશે?

જાણવાં માટે વાંચતાં રહો... ધૂન લાગી


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED