ધૂન લાગી - 9 Keval Makvana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધૂન લાગી - 9




"ચાલો બચ્ચાઓ! જમવાનું તૈયાર છે. બધાં હાથ-પગ ધોઈને આવી જાઓ." અંજલીએ ફળિયામાં રમતાં બાળકોને કહ્યું. પછી તે કરણ અને કૃણાલ પાસે ગઈ. "જમવાનું તૈયાર છે, તમે આવી જાઓ." અંજલીએ કહ્યું.


"હા. ચાલો, ચાલો. આજે તો ખુબ ભૂખ લાગી છે." કૃણાલ બોલ્યો.


બધાં જમવા માટે બેસી ગયાં હતાં. ત્યાં કરણ અને કૃણાલ પણ સાથે હતાં. બધાં બાળકોએ પહેલાં બે હાથ જોડીને, વેંકટેશ્વરાને 'થેન્ક્યુ' કહ્યું અને પછી જમવાનું શરૂ કર્યું. આ જોઈને કરણ અને કૃણાલને નવાઈ લાગી.


"આશ્રમમાં રહેતાં આટલાં નાનાં બાળકો પણ સંસ્કારી હોઈ શકે છે, તે મને આજે ખબર પડી." કૃણાલ બોલ્યો.


"જેમની પાસે જે ન હોય, એ જ વ્યક્તિ તેની કિંમત સમજી શકે છે." આમ કહીને કરણે પણ જમવાનું શરૂ કર્યું.


"મેં મુંબઈમાં ઢોસા તો ઘણી જગ્યાએ ખાધાં છે, પણ આ ઢોસા ખરેખર બહુ ટેસ્ટી છે." કૃણાલ બોલ્યો.


"ટેસ્ટી તો હોય જ ને, અમારી અંજલી અક્કાએ બનાવ્યાં છે." વિજય બોલ્યો.


"અરે વાહ અંજલીજી! તમે તો ખૂબ સારાં ઢોંસા બનાવો છો." કૃણાલ બોલ્યો.


"મને રસોઈ બનાવતાં અમ્માએ જ શીખવ્યું છે, તો આ તેમનાં આશીર્વાદ છે." અંજલી અમ્મા તરફ જોઈને બોલી.


"અંજલીજી! તમે અને તમારી બહેન અમારી સાથે જમવા નહિ બેસો?" કૃણાલ બોલ્યો.


"જો હું જમવા બેસી ગઇ, તો તમારાં માટે ગરમાગરમ ઢોસા કોણ બનાવશે? અને રહી વાત મારી બહેનની, તો તેને હું સાથે બેસાડીને જમાડીશ તો જ એ જમશે. આથી પછી અમે પછી જમી લેશું. અત્યારે તો તમે ઢોસાનો આનંદ લો." અંજલી બોલી.


કરણ જમતાં-જમતાં માત્ર અંજલીને જોઈ રહ્યો હતો. તે વિચારી રહ્યો હતો, કે અંજલી સાથે બદલો કઈ રીતે લેવો?


"કરણજી! તમે સાંભાર લેશો?" અંજલીએ કરણનાં વિચારોમાં ભંગ પાડતાં કહ્યું.


"જી નહીં અંજલીજી! મેં જમી લીધું છે." કરણ અંજલી સામે દાંત પીસીને બોલ્યો. તેનો ચહેરો જોઈને, હવે વધારે કંઈ ન બોલવાનું જ યોગ્ય સમજ્યું હોય તેમ અંજલી ત્યાંથી ચાલી ગઈ.


"અનુ! આપણાં આશ્રમમાં મહેમાન આવ્યાં છે. તું જઇને તેમને મળી તો લે." અંજલીએ અનન્યા પાસે જઈને કહ્યું.


"મારે નથી મળવું કોઈને." અનન્યાએ મોબાઇલ ચલાવતાં જવાબ આપ્યો.


"કંઈ નહીં. તો નહીં મળતી બસ..! ચાલ હવે, જમી લે. આજે ઢોસા બનાવવાનાં હતાં, એટલે હું જમવા ન બેઠી. ચાલ હવે આપણે જમી લઈએ."


"અક્કા! પાંચ મિનિટ આપોને. હું આવું છું."


"પાંચ મિનિટવાળી. ચાલ હવે, નાટકબાજ છોકરી!" આમ કહીને અંજલી અનન્યાને ખેંચીને પોતાની સાથે લઈ ગઈ.


બધાં જમીને ફળિયામાં બેઠાં હતાં.


"ચાલોને આપણે કોઈ રમત રમીએ." વિજય બોલ્યો.


"હા કેમ નહીં. પણ આપણે શું રમીશું?" કૃણાલ બોલ્યો.


‌ "એ... આપણે passing the pillow રમીએ તો કેવું રહેશે." દિવ્યા બોલી.


"હા, આઈડીયા તો મસ્ત છે." કૃણાલ બોલ્યો.


"તો ચાલો. રાહ કોની જુઓ છો?" કરણ બોલ્યો.


બધાં રમવા માટે એક ગોળાકારમાં ગોઠવાઈ ગયાં. અનન્યા અને અંજલી સાથે બેઠાં હતાં. અંજલીની સામે કરણ અને કૃણાલ બેઠાં હતાં. અપ્પા મ્યુઝિક ચલાવી રહ્યાં હતાં અને અમ્મા કોઈ ચેટિંગ ન કરે તે જોઈ રહ્યાં હતાં.


રમત શરૂ કરવામાં આવી. અપ્પાએ મ્યુઝિક શરૂ કર્યું અને બધાં પિલો પાસ કરવાં લાગ્યાં. મ્યુઝિક બંધ થયું અને પિલો વિજય પાસે આવી ગયું.


"ચાલ વિજય, હવે તારે તારી સામે બેઠેલી વ્યક્તિ એટલે કે ક્રિષ્ના જે કહે તે કરવું પડશે." કૃણાલ બોલ્યો.


"બોલ ક્રિષ્ના! વિજય શું કરશે?" અંજલી બોલી.


"વિજય, તું ભરતનાટ્યમ્ કરીને દેખાડ." ક્રિષ્ના થોડું વિચારીને બોલી.


"શું? હું અને ભરતનાટ્યમ્. ના ના ના ના. મારાંથી નહીં થાય." વિજય બોલ્યો.


"તારે કરવું જ પડશે." બધાં એને કહેવા લાગ્યાં.


"કરી લે ને વિજય." કરણ બોલ્યો.


"સારું તો, કરણભાઈએ કહ્યું એટલે હું કરું છું."


"મ્યુઝિક." ક્રિષ્ના બોલી અને અપ્પાએ મ્યુઝિક શરૂ કર્યું અને વિજય ભરતનાટ્યમ્ કરવાં લાગ્યો. તેનું ભરતનાટ્યમ્ જોઈને બધાં હસીને લોથપોથ થઈ ગયાં.


"ચાલો, હવે વિજય ગેમની બહાર." અંજલી બોલી.


ફરીથી મ્યુઝિક શરૂ કરવામાં આવ્યું અને આ રીતે રમત આગળ વધતી ગઈ‌. સૌથી છેલ્લે અંજલી અને કરણ બાકી રહ્યાં હતાં. અપ્પાએ મ્યુઝિક ચાલુ કર્યું. થોડીવાર સુધી પિલો એકબીજાને આપ્યાં પછી મ્યુઝિક બંધ થઈ ગયું અને પિલો અંજલી પાસે આવી ગયું. બધાં બાળકો ચીસો પાડવા લાગ્યાં. અંજલીએ બધાંને શાંત કર્યા.


"બોલો કરણભાઈ, અંજલીઅક્કા શું કરશે?" દિવ્યા બોલી.


"અંજલી કોઈ સારું સોંગ ગાઈને, આપણને સંભળાવશે." કરણે કહ્યું.


"ઓકે, તો સાંભળો." આમ કહીને અંજલી ગીત ગાવા લાગી, "મુજે માફ કરના ઓ સાંઈ રામ". અંજલીનું ગીત સાંભળીને બધાંએ તાળીઓનો ગળગળાટ કર્યો.


"ચાલો ચાલો, હવે આપણે સૂઈ જવું જોઈએ. કાલે સવારે તમારે સ્કૂલે પણ જવાનું છે." અંજલીએ કહ્યું.


બધાં બાળકો આશ્રમની અંદર જઈને, કાલે સ્કૂલે જવા માટે તેમનાં બેગ તૈયાર કરવાં લાગ્યાં.


"તમારી સૂવાની વ્યવસ્થા રસોડાની બાજુનાં રૂમમાં કરેલી છે. તો તમે ત્યાં આરામ કરો. કંઈ જોઈતું હોય તો કહેજો." અમ્માએ કરણ અને કૃણાલને કહ્યું.


"Ok. આમ કહીને કરણ અને કૃણાલ સૂવા માટે ચાલ્યાં ગયાં.


===========================


હવે આગળ શું થશે? કરણ અને અંજલી વચ્ચેની આ લડાઇ ક્યાં સુધી ચાલશે?

જાણવાં માટે વાંચતાં રહો... ધૂન લાગી