ધ સ્કોર્પિયન - પ્રકરણ-68 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ સ્કોર્પિયન - પ્રકરણ-68

રુદ્રરસેલનાં સામ્રાજ્યના કલગી સમાન મહાદેવજી અને શેષનારાયણજી નાં મંદિરની પ્રાણપ્રતિષ્ઠા પૂજા ધામધુમથી પુરી થઇ હતી આવનાર મહેમાનોને મહાપ્રસાદીમાં 101 વાનગીઓનો રસમધુર રસથાળ ચાંદીની થાળીમાં પીરસવામાં આવ્યો હતો એનાં માટે સમગ્ર ભારતમાંથી શ્રેષ્ઠ રસોઈયાઓ બોલાવામાં આવ્યાં હતાં. આંગળી ચાટી જાય એવી સ્વાદીષ્ટ રસોઈ બધાં સંતૃપ્ત થઈને જમ્યાં હતાં. આવનાર દરેક મહેમાનોને મોંઘી અમૂલ્ય ભેટ સોગાદો આપવામાં આવી હતી. દરેકનાં મોઢે આજ વાત હતી કે આવાં ભવ્ય પ્રસંગ આવી મહેમાનગતિ માણી ના હોત તો જીંદગીભર અફસોસ રહીં જાત.

મોટાં ભાગનાં મહેમાનો વિદાય લઇ રહ્યાં હતાં અને ખાસ ખાસ આમંત્રિત મહેમાનો રુદ્રરસેલને મળીને એમનો આભાર વ્યક્ત કરી જઈ રહ્યાં હતાં. એમાંય સીએમ અને એમનાં સેક્રેટરી પણ સહકુટુંબ હાજર રહ્યાં હતાં. મુખ્યમંત્રીશ્રીએ રુદ્રરસેલને કહ્યું “આજે ભવ્યતા આજે અહીંનો તમારો મોભો આ સ્વર્ગસમી ભૂમિ પર તમે રહીને કાર્ય કરી રહ્યાં છો એની પાત્રતા તમે ધરાવો છો એટલે હક પણ છે તમને. આપણી સરકાર તરફથી તમને જે કંઈ સહકાર મદદની જરૂર હોય જણાવજો હું વિના સંકોચે તમને સહકાર આપીશ”. પછી ઝીણી આંખ કરીને કહ્યું “આવતા વર્ષે ચૂંટણી આવી રહી છે આશા રાખું છું કે દર ચૂંટણી વખતે તમારો જે સહકાર મને મારી પાર્ટીને મળ્યો છે એ પણ અમને મળશે..” એમ કહીને ખડખડાટ હસ્યાં.

રુદ્ર રસેલે કહ્યું “ગોવિંદજી તમારો અને મારો તમારાં માટે સહકાર અવિરત ચાલુંજ રહેશે તમે નિશ્ચિંત રહેજો તમે ઈશારો કરશો અને તમને જોઈતો સહકાર મળી જશે”. બાજુમાં ઊભેલાં સેક્રેટરીએ વચમાં ટાપસી પુરાવતાં કહ્યું “રસેલ સરને કહેવું ના પડે સમય પહેલાં બધી મદદ પહોંચતી કરે છે” પછી કહ્યું “તમારાં મિત્ર રાયજીને પણ સરકાર પુરષ્કાર આપવાનું નક્કી કરી ચુકી છે તમારાં માણસ છે... મહેનતુ અને દેશ માટે વફાદાર સૈનિક સમાન છે.

રુદ્ર રસેલે કહ્યું “ગોવિંદજી તમારા સેક્રેટરી પ્રદ્યુમ્નજીએ સારી વાત કરી. મારી પણ ભલામણ છે એમની યોગ્યતા અને કામ પ્રમાણે યોગ્યથી વધુ વાજજો” ગોવિંદજીએ કહ્યું “નક્કીજ છે તમારે કહેવું નહીં પડે.@

અહીં મોટેરાં વાતો કરી રહેલાં અને સી એમ ગોવિંદજીનો દીકરો રાયજી કુટુંબ પાસે પહોંચીને એમની સાથે વાતે વળગ્યો હતો. આર્યન દેવ અને આકાંક્ષા સાથે જાણે વરસોથી ઓળખતો હોય એમ વાતો કરી રહેલો. એણે વિદાય લેતાં પહેલાં મળવા આવ્યો હોય એમ બોલ્યો "દેવ તમે અને આકાંક્ષા કોલકોતા આવો જરૂર મળજો એક નવી ઓળખાણ ને આપણી દોસ્તીનું નામ આપીશું.” એમ કહીને આકાંક્ષા સામે જોઈ રહેલો.

દેવે કહ્યું “શ્યોર આપણે મળીશું ઇન્વિટેશન માટે થેન્ક્સ@. આર્યને આગળ વધતાં કહ્યું “આ મારુ કાર્ડ એમાં બધી કોન્ટેક્ટ ડીટેઈલ્સ છે.” એમ કહી કાર્ડ દેવ અને આકાંક્ષા બંન્નેને આપ્યું દેવે કહ્યું “મારો મોબાઈલ નં...... આગળ બોલે પહેલાં આર્યને કહ્યું “મારી પાસે બધીજ તમારી ડીટેઈલ્સ છે. થેન્ક્સ... આપણે કોલકોતા શાંતિથી બધી વાત કરીશું.” એમ કહી હાથ મિલાવીને ગોવિંદજી હતાં ત્યાં ગયો. ગોવિંદજીએ સેક્રેટરીને કહ્યું “તમે બધાને બોલાવી લો આપણે નીકળવાનું છે.

******

સી એમ ગોવિંદરાય પંત અને ફેમીલીને વિદાય કર્યા પછી રુદ્ર રસેલ રાય બહાદુર પાસે આવ્યાં અને બોલ્યાં “મોટાં ભાગનાં મહેમાનોને વિદાય આપી પણ... ત્યાં રાય બહાદુરે કહ્યું “અમને પણ રજા આપો અમે અહીંથી કલીંપોંન્ગ જઈશું ત્યાંથી કોલકોતા જવાં નીકળીશું...

રુદ્ર રસેલે કહ્યું “તમને વિદાય નથી આપવાની તમારે અમારી સાથે અહીં 4-5 દિવસ રોકાવાનું છે આવો ઉત્તમ સમય વારે વારે નથી મળતો પછી તમને જ્યાં જવું હશે ત્યાં મૂકી જઈશું.

દેવ સાંભળી રહેલો એને અંદર ને અંદર આનંદ થયો. પાપા માની જાય તો સારું એણે પાપા સામે જોયું. રાયજીએ કહ્યું “પણ મારે રીપોર્ટીંગ માટે કોલકોતા પહોંચવું પડે એમ છે પેલા સ્કોર્પીયનને કોલકોતા મોકલ્યો છે કોર્ટમાં પેશકી છે ઘણાં કામ નિપટાવવાનાં છે દેવ અને આકાંક્ષાને અહીં 2-3 દિવસ રોકાવું હોય તો રોકાઈ શકે છે. રુદ્ર રસેલે કહ્યું “ના આખી ફેમીલીએ રોકાવાનું છે.” ત્યાં દૂરથી રુદ્ર રસેલનાં અને રાયબહાદુર રોયનાં પત્નિઆવી રહ્યાં હતાં. રુદ્ર રસેલે આવકારતાં કહ્યું “તમારી સ્ત્રી મંડળની વાતો પુરી થઇ ગઈ લાગે છે... રુદ્ર રસેલનાં પત્નિએ કહ્યું “મેં અવંતિકાજીને થોડો વખત રોકવા કીધું છે. રુદ્ર રસેલે કહ્યું “જો હું એમને એજ કહી રહ્યો હતો. ત્યાં અવંતિકા રોયે કહ્યું “મેં મન બનાવી લીધું છે કે 4-5 દિવસ અહીં રોકાઈએ મારે મઠનાં દર્શન કરવા છે બધાં જે પંડિતો ઋષિઓ શાસ્ત્રાર્થ કરે છે જોવાં સાંભળવાં છે”.

રાય બહાદુરે કહ્યું “રસેલજી અંતે તમારું ધાર્યુંજ થયું. કંઈ નહીં હું મેઈલ કરીને જાણ કરી દઉ છું તમારી મહેમાનગતિ થોડી વધારે માણી લઈએ”. બધાં ખુશ થઇ ગયાં ત્યાં દેવની નજર દેવમાલિકા પર પડી એમની તરફ આવી રહી હતી.

રુદ્ર રસેલે દેવમાલિકાને વ્હાલ કરતાં કહ્યું “બેટા મેં રાય બહાદુરજીને રોકાવા માટે મનાવી લીધાં છે એમને મઠ દર્શન અને શાસ્ત્રાર્થ જોવા સાંભળવા છે અહીંનું સમાપન કરીને એમને દર્શને લઇ જવાનાં છે હવે એમની મહેમાનગતિની જવાબદારી તારી...

દેવ અને આકાંક્ષા પણ ખુશ થઇ થઇ ગયાં દેવે કહ્યું ”અહીંનું સ્વર્ગીય વાતાવરણ અને સુંદરતા માણવા માટે તક મળી ગઈ”. એમ કહીને હસ્યો ત્યાં આકાંક્ષાએ કહ્યું “સાચી વાત દેવભાઈને અહીંની સુંદરતા સ્પર્શી ગઈ છે.” બધાં ખડખડાટ હસી પડ્યાં.

દેવમાલિકાએ કહ્યું “હવે તો પાપાએ જવાબદારી મારાં શિરે નાંખી છે એટલે બધાં પ્રોગ્રામ હું નક્કી કરીશ...એણે દેવ સામે જોયું અને મલકી...

દેવમાલિકાએ કહ્યું “પાપા, નાનાજીએ કહ્યું છે કે રાય અંકલ ફેમીલીને એમને મળવું છે બોલાવે છે”. રુદ્ર રસેલે કહ્યું “હું એમની પાસેજ લઇ આવતો હતો ચાલો મારાં ગુરુ સમાન સસરાજીને અને સાસુને મળીએ તેઓ દેવની ઋચાઓ સાંભળી ખુશ થઇ ગયાં હતાં.

દેવ અંદરને અંદર ખુશ થયો... હ્ર્દયમાં એનાં ધબકાર વધી ગયાં એને આશંકા થઇ કે જો વિદ્વાન માણસજ હશે તો મારી મનસ્થિતિ સમજી જશે ? બધાં નાનાજી પાસે જવા નીકળ્યાં અને ક્યારની બે આંખો લોકોની ખબર રાખી રહી હતી પણ પાછળ ચાલી...

વધુ આવતા અંકે -પ્રકરણ -69