ધ સ્કોર્પિયન - પ્રકરણ-67 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ સ્કોર્પિયન - પ્રકરણ-67

દેવમાલિકા એનાં પિતા પાસે પહોંચી ત્યારે રુદ્રરસેલ અને સૂરમાલિકા એને લઇને પૂજાકક્ષથી થોડે દૂર એક ખાસ બેઠક વ્યવસ્થા હતી ત્યાંથી પૂજા અને બધો ઉત્સવ સરસ રીતે દેખાતો હતો અને ત્યાં એનાં નાના ચંદ્રમૌલીજી અને નાની ઉમામાલિકા બેઠા હતાં. રુદ્રરસેલ, સૂર માલિકાએ બંન્નેને નમીને આશીર્વાદ લીધાં. દેવમાલિકાએ પણ ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધાં.

ચંદ્રમૌલીજી અને ઉમામાલિકા ત્યાં બેઠાં હતાં એમની આગળ પણ પૂજા સામગ્રી, તરભાણુ લોટો પવાલુ બધું સોનાનું મૂકેલુ હતું અને એક મહારાજ ત્યાં ઉપસ્થીત હતાં એવું લાગતું હતું કે તેઓ પણ સાથે સાથે કોઇ સંકલ્પ પૂજા કરી રહેલાં. રુદ્રરરેલે કહ્યું “પિતાજી આશા રાખું છું કે તમને કોઇ પણ વિધ્ન વગર સરસ રીતે તમારી સંકલ્પ પૂજા કરી શક્યા હશો”.

“તમારી પૂજા સાવ અનોખી અને પવિત્ર હોય છે. એનાંથી સિધ્ધી.... સિધ્ધ હસ્ત થાય છે. હું આપનો સેવક અને શિષ્ય છું. આપનાં આશીર્વાદથી જે કંઇ છે એ મને મળેલું છે. મારાં માતાં પિતાનાં સ્વર્ગવાસ પછી તમારોજ આશરો રહ્યો છે અને તમને તો દેવાધીદેવ મહાદેવ અને શેષનારાયણ ભગવાન સાક્ષાત છે આજથી આ પ્રાણપ્રતિષ્ઠા પૂજા થી આપ સંતુષ્ટ હશો.”

ચંદ્રમૌલીજીએ આશીર્વાદ આપતાં કહ્યું “હું ખૂબ સંતુષ્ટ છું અહીંથી અમે બધુંજ સરસ રીતે નિહાળી રહેલાં પણ રુદ્ર એક પ્રશ્ન પુછું ?”

રુદ્રરસેલે કહ્યું “પૂછોને પિતાજી...” ચંદ્રમૌલીજીએ કહ્યું “અહીં મારી સંકલ્પ પૂજા ચાલુ હતી હું અને ઊમા એમાં ઓતપ્રોત હતાં ત્યાં શેષનારાયણ ભગવાનને સંબોધતી ઋચાઓ અને શ્લોકો એક યુવાન બોલી રહેલો... અર્ધ્ય આપી રહેલો એ કોણ હતો ? આટલી નાની ઊંમરે આવી રૂચા શ્લોકો કંઠસ્થ હોય અને આવી રીતે ભક્તિમય એક સરસ આરોહ અવરોહમાં એ બોલી રહેલો શામવેદી સંસ્કાર હતાં હું એનામાં ખોવાઇ ગયેલો એ યુવાન છે કોણ ?”

રુદ્રરસેલે હસતાં હસતાં કહ્યું "પિતાજી તમારી વાત સાચી છે એની રુચાઓ સાંભળીને વ્યાસપીઠ છે પર બેઠેલાં ઋષિ કંદર્પજી પણ આશ્ચર્ય પામી ગયેલાં.. એ મારાં મિત્ર રાયબહાદુર રોય જે કોલકતાનાં DGP છે એ અહીં કોલીપોંન્ગ ડ્યુટી પર હતાં પેલાં સ્કોર્પીયનને એરેસ્ટ કરેલો. મને બધી જાણ હતી હું એમનાં સંપર્કમાં હોઉ છું મને એમ પણ બધી ખબર મળી હતી એ યુવાનને હું કોલીપોંન્ગ એક પાર્ટીમાં મળ્યો હતો રાયબહાદુરનો દીકરો છે જાણીને મેં એમનાં કુટુંબને અહીં આવવા માટે આમંત્રણ આપેલું.”

“પિતાજી તેઓ ખૂબ ધાર્મિક પવિત્ર સામવેદી બ્રાહ્મણ છે DGP તો છે પણ ખૂબ બહાદુર છે હમણાં હમણાં સેક્ર્ટરી તરફથી જાણવા મળ્યું છે તેમને ખૂબ સારું પ્રમોશન મળ્યું છે પૂજાની વ્યસ્તતા ને કારણે મારો આગળ વાત નથી થઇ.”

ચંદ્રમોલીજીનાં ચહેરાં ઉપર આનંદ અને સંતોષ છવાયો. એ થોડીવાર બધું સાંભળી રહ્યાં પછી બોલ્યા ”રુદ્ર ખૂબ સારું કર્યું મહાદેવ ઇચ્છે એવું થશે આજની મારી સંકલ્પ પૂજા સફળ થઇ...” પછી ત્યાં ઉમામાલિકાજીએ કહ્યું “ હા પૂજા પુરી થયાં પછી તારાં પિતા સમાપન ક્રિયામાં હતાં અને મારી નજર દેવમાલિકા તરફ પડી.” પછી દેવમાલિકાને કહ્યું “તું એ દેવ અને એની સાથે છોકરી હતી એને લઇને આપણાં ગાર્ડનમાં લઇ જઇ રહી હતી.”

દેવમાલિકાએ શરમાતાં કહ્યું “એ એની બહેન આકાંક્ષા છે.” પછી પોતાનાં પિતા રુદ્રરસેલ સામે જોઇને બોલી પિતાજીએ કહેલું. “એ લોકોને કુદરત અને આવી વૃક્ષો, ઝરણાં વગેરેની ખૂબ ચાહ છે અને શિવઉમા વૃક્ષનાં ફૂલોની સુંગધ અને ફૂલ કેવા હોય એ બતાવવા લઇ ગઇ હતી.”

રુદ્રરસેલે કહ્યું “દેવી સારુ થયું સાચેજ એ છોકરાને આવી સૃષ્ટિ જોવી ખૂબ ગમે છે એને મળ્યો ત્યારેજ મને એનાં માટે ભાવ થયેલો એ જે પ્રોફેશનમાં છે એના માટે.. અને હાં એને મારી હેલ્પની પણ જરૂર હતી બધું સમાપન થયાં પછી હું એને બોલાવી વાત કરીશ દેવી એમાં પણ તું એને મદદ કરી શકે.” ત્યાં બહારથી સેવક આવ્યો અને બોલ્યો “ભગવન આપને ઋષિ કંદર્પજી યાદ કરે છે”. રુદ્રરસેલે ત્યાંથી રજા લીધી...

ઉમામાલિકાએ કહ્યું “ચંદ્રમોલીજી તમે જે યુવાનની વાત કરી એનાં શ્લોક ઋચાઓ સરસ રીતે એકદમ ઓતપ્રોત થઇ બોલ્યો... મેં નોંધ્યુ કે અહીં મહેમાન છે અહીથી સાવ અજાણ્યો હોવા છતાં પૂજામાં ના સંકોચ દેખાયો ના ગભરાટ. એ લક્ષણ મને ખૂબ ગમ્યાં..”

ચંદ્રમૌલીજીએ કહ્યું “દેવી એ આત્મવિશ્વાસ નીડર અને પ્રભુને સમર્પિત ભાવનાં લક્ષણ છે આવાં યુવાનો ખૂબ ઓછા હોય છે”. દેવમાલિકા પ્રસન્ન થઇને દેવ અંગેની વાતો સાંભળી રહી હતી.

***************

રાયબહાદુર રોયે આકાંક્ષા અને દેવને બોલાવ્યાં હતાં બંન્ને પાપા પાસે પહોંચી ગયાં રાયબહાદુરે કહ્યું “દીકરા ખૂબ સરસ સમાચાર સૌ પ્રથમ તમને આપી રહ્યો છું કોલીપોંન્ગ પેલા સ્કોર્પીયન ઉર્ફે સૌનીકબસુને એરેસ્ટ કર્યો અને ત્યાંથી બધી કાર્યવાહીથી ખુશ થઇને મને પ્રમોશન મળી રહ્યું છે મને ચીફ સેક્રટરી મિશ્રાજીએ કહ્યું છે”.

દેવ કહ્યું “વાહ પાપા કોનગ્રેચ્યુલેશન.. કંઇ પોસ્ટ પદવી મળી ?” રાયબહાદુરે કહ્યું “આ એક ખબર છે હજી પ્રમોશનનું નામ નથી પાડ્યું તેઓ કોલકતા જઇને પછી એનાઉન્સ કરશે અને એ અંગેનાં પેપર્સ વગેર મળશે. પ્રમોશન પાકુ છે એવી માહિત એમણે આપી.”

દેવે તો ખુશ થઇ રાયબહાદુરનો હાથ ચૂમી લીધો અને બોલ્યો “પાપા એ તમારો હક છે. તમે જે રીતે થોડાં સમયમાં પગલાં લીધાં વ્યૂહ રચ્યો અને મીશન સફળ થયું કેટલાય વર્ષોથી એ સ્કોર્પીયનનાં વિસ્તારમાં કહર હતો.” આકાંક્ષા વળગી પડીને બોલી “કોન્ગ્રુચ્યુલેશન પાપા...” અને બે આંખો એમને જોઇ રહી હતી....



વધુ આવતા અંકે ---- પ્રકરણ-68