ધૂન લાગી - 26 Keval Makvana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

ધૂન લાગી - 26






અંધારી રાતને પૂર્ણ કરવાં સૂર્ય આકાશમાં ઊગ્યો. સૂર્ય ઊગતાં સૌ પોતાનાં નિત્યક્રમમાં ગોઠવાઈ ગયાં. બાળકો સ્કૂલે ચાલ્યાં ગયાં હતાં. અંજલી તેનાં ડાન્સ ક્લાસ કરાવી રહી હતી અને અમ્મા અપ્પા તેમનાં રૂમમાં હતાં.

"હેલ્લો!" અમ્માએ કોઈને કોલ કરીને કહ્યું.

"હેલ્લો અમ્માજી! વડક્કમ્!" સામેથી અવાજ આવ્યો.

"વડક્કમ્ પંડિતજી!"

"બોલો, બોલો, આજે અચાનક કેમ ફોન કર્યો?"

"વાત એમ છે, કે મારાં આશ્રમની દીકરી અંજલીનું કલ્યાણમ્ કરવાનું છે એટલે તેનું મૂહુર્ત કઢાવવા માટે મેં તમને ફોન કર્યો છે."

"હા, તો તમે કોલ પર રહો. હું મૂહુર્ત જોઈને જણાવું છું."

"ઠીક છે."



"હેલ્લો અમ્માજી!" થોડીવાર પછી પંડિતજી બોલ્યાં.

"હા, બોલો પંડિતજી!"

"કલ્યાણમ્ માટે 3 ત્રણ દિવસ પછીનું મૂહુર્ત છે."

"3 દિવસ પછી? આ તો બહુ વધારે વહેલું થઈ જશે. 3 દિવસમાં બધી તૈયારીઓ કઈ રીતે થશે? એ સિવાય કોઈ બીજું મૂહુર્ત હોય તો જણાવો."

"ઠીક છે. જોઉં છું... બીજું મૂહુર્ત તો 6 મહિના પછીનું છે."

"ઠીક છે. હું બધાં સાથે વાત કરીને પછી તમને જણાવું છું. ધન્યવાદ! વડક્કમ્!" આમ કહીને અમ્માએ ફોન રાખી દીધો.

"કરણ...!" અમ્માએ કરણને બોલાવતાં કહ્યું.

"જી અમ્મા!" કરણ ત્યાં આવીને બોલ્યો.

"મેં અત્યારે પંડિતજી સાથે વાત કરી. તેમણે તમારાં કલ્યાણમ્ માટે બે મૂહુર્ત આપ્યાં છે, એક મૂહુર્ત 3 દિવસ પછીનું છે અને બીજું મૂહુર્ત છ મહિના પછીનું છે. તો કઈ રીતે કરીશું?"

"હું મોમ સાથે તમારી વાત કરાવી દઉં છું. તમે તેમની સાથે ચર્ચા કરી લો." આમ કહીને કરણ પોતાનાં મોબાઈલમાંથી તેનાં મોમને કૉલ કરવાં લાગ્યો. "હેલ્લો મોમ!"

"હા કરણ! બોલ." સામેથી અવાજ આવ્યો.

"હું અહીં આશ્રમમાં છું. મારાં અને અંજલીનાં કલ્યાણમ્ વિશે, અમ્મા તમારી સાથે કંઈક વાત કરવા ઈચ્છે છે. લો, તેમની સાથે વાત કરો." આમ કહીને કરણે અમ્માને ફોન આપ્યો.

"હેલ્લો!" અમ્માએ કહ્યું.

"નમસ્કાર અમ્માજી!" કરણનાં મોમ બોલ્યાં.

"વડક્કમ્! હા, તો મેં પંડિતજી સાથે વાત કરીને કરણ અને અંજલીનાં કલ્યાણમ્ માટે મૂહુર્ત કઢાવ્યું છે. તેમાં એક મૂહુર્ત 3 દિવસ પછીનું છે અને બીજું મૂહુર્ત 6 મહિના પછીનું છે. તો કેમ કરવું છે?"

"અમ્માજી! બે મિનિટ ફોન હોલ્ડ કરજો ને. હું મનીષજી સાથે વાત કરી લઉં." આમ કહીને શર્મિલાજીએ કૉલ હૉલ્ડ પર રાખી દીધો. "મનીષજી! તેમણે બે મૂહુર્ત કઢાવ્યા છે. એક 3 દિવસ પછીનું અને બીજું 6 મહિના પછીનું છે. તો શું કરું?"

"તેમને કહી દે, કે 3 દિવસ પછી જ આપણે લગ્ન કરાવીશું અને તેઓ તૈયારીઓની કોઈ ચિંતા ન કરે. બધું આપણે સંભાળી લેશું." મનીષજીએ કહ્યું.

"ઠીક છે." આમ કહીને શર્મિલાજીએ કૉલ રીસ્ટૉર કર્યો અને બોલ્યાં "હેલ્લો અમ્માજી!"

"હા શર્મિલાજી!"

"આપણે 3 દિવસ પછી જ કલ્યાણમ્ કરીશું."

"પણ 3 દિવસોમાં બધી તૈયારીઓ કેમ થશે?"

"એ બધું અમે સંભાળી લેશું. તમે માત્ર કલ્યાણમ્ માં હાજરી આપજો, ઠીક છે! અને હા, અમે આજે સાંજે ત્યાં આવી જઈશું, જેથી તૈયારીઓ શરૂ કરી શકીએ."

"ઠીક છે. અમને તમારી રાહ રહેશે. વડક્કમ્!"

"નમસ્કાર!" આમ કહીને શર્મિલાજીએ ફોન રાખી દીધો.

"કરણ! ખુશ થઈ જાઓ. 3 દિવસ પછી તમારું કલ્યાણમ્ છે."

"Ok." આમ કહીને કરણ પોતાનાં ચહેરાની ખુશી છુપાવતો રૂમમાં ચાલ્યો ગયો.

અમ્મા અપ્પા પાસે રૂમમાં ગયાં અને બોલ્યાં "તમે હવે જલ્દીથી સ્વસ્થ થઈ જાઓ. 3 દિવસ પછી તમારી અંજલીનું કલ્યાણમ્ છે."

"શું? 3 દિવસ પછી? આટલું જલ્દી કેમ?" અપ્પાએ પૂછ્યું.

"પંડિતજીએ બીજું મૂહુર્ત 6 મહિના પછીનું આપ્યું હતું, એટલે કરણનાં માતા-પિતાએ 3 દિવસ પછીનું મૂહુર્ત જ રાખવાનું કહ્યું."

"ઠીક છે. જેટલું જલ્દી થઈ જાય, એટલું સારું છે. એમ પણ આ શરીરનો કોઈ ભરોસો નથી. હવે અંજલીનું કલ્યાણમ્ જોઈને પછી મૃત્યુ આવે, તેવી ઈચ્છા છે."

"તમારી વાત સાચી છે." અમ્માએ કહ્યું.

"કરણનાં માતા-પિતા તો તૈયારી કરશે. આપણે પણ અંજલીનાં માતા-પિતા તરીકે તૈયારી તો કરવી જ પડશે ને!"

"કલ્યાણમ્ ની બાકી બધી તૈયારીઓ તો એ લોકો કરી લેશે, પણ આપણે અંજલીને ભેટ શું આપીશું?"

"મેં તને આપણાં લગ્નની 10મી એનિવર્સરી એ જે નેકલેસ ગિફ્ટ કર્યું હતું. એ જ તું અંજલીને આપી દેજે. એમ પણ અંજલીએ આપણાં માટે ઘણું કર્યું છે."

"હા, એ બરાબર રહેશે. હું તેને કલ્યાણમ્ પૂરું થયાં પછી, વિદાયની વેળાએ તે નેકલૅસ ભેટ તરીકે આપી દઈશ." અમ્માએ કહ્યું.


_____________________________



શું કરણ અને અંજલીનાં આટલી જલ્દીથી લગ્ન કરાવવા પાછળ મનીષજીની કોઈ યોજના હશે?

જાણવાં માટે વાંચતાં રહો... ધૂન લાગી