ધૂન લાગી - 25 Keval Makvana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધૂન લાગી - 25





"અરે! અરે! શું કહેવું છે? કોઈ એક બોલી દો, એટલે અમને પણ કંઈ ખબર પડે." અમ્માએ તેમનો ઝઘડો રોકતાં કહ્યું.

"Ok. તો હું જ કહી દઉં છું. અમ્મા! તમે જાણો છો, કે હું અહીં અંજલીને મળવાં માટે આવ્યો હતો. તો મને અંજલી પસંદ છે." કરણે કહ્યું.

કરણ તરફથી હકારાત્મક જવાબ સાંભળીને અમ્માએ અંજલી તરફ જોયું.

"મને પણ કરણ પસંદ છે." અંજલીએ કહ્યું.

"વાહ! સરસ! આ બધું ક્યારે થયું?" અમ્મા બોલ્યાં.

"કરણે કાલે મને પ્રપોઝ કર્યું હતું. ત્યારે અપ્પાની તબિયત ખરાબ થઈ જવાથી, હું તેને જવાબ નહોતી આપી શકી. એટલે આજે મેં તેને પ્રપોઝ કર્યું હતું." અંજલીએ કહ્યું.

"સારું કર્યું. કરણ જે કામ માટે આવ્યો હતો, એ તો થઈ ગયું."

"અરે! અંજલીની સામે આ નહોતું બોલવાનું, તેને આ વાતની ખબર નથી." અપ્પાએ કહ્યું.

"ના અપ્પા! કરણે મને પહેલાં જ આ વાત જણાવી દીધી હતી." અંજલીએ કહ્યું.

"કરણે તને કહી દીધું, એ સારું થયું." અપ્પાએ કહ્યું.

"કરણ! હવે તારાં માતા-પિતા સાથે પણ વાત કરવી પડશે ને?" અમ્માએ કહ્યું.

"મેં તેમની સાથે વાત કરી લીધી છે. તેમણે જણાવ્યું છે, કે તમે પંડિતજી પાસેથી કલ્યાણમનું મુહૂર્ત કઢાવો અને પછી તેમને તારીખ મોકલી દો. તેઓ અહીં આવી જશે." કરણે કહ્યું.

"સારું. તો કાલે સવારે જ પંડિતજીને બોલાવીને મૂહુર્ત કઢાવી લઈએ."

"Ok. તો હું ફ્રેશ થવા જાઉં છું." આમ કહીને કરણ ચાલ્યો ગયો.

"અરે! અંજલી! તું તો કહેતી હતી ને, કે તું ક્યારેય કલ્યાણમ્ જ નહીં કરે. તો અત્યારે તારો વિચાર કેમ બદલાઈ ગયો?" અમ્માએ અંજલી સાથે મજાક કરતાં કહ્યું.

"એ તો તમે કરાવો છો એટલે, નહિતર હું તો નહોતી જ કરવાની. મારે રસોઈ કરવાની છે, હું જાઉં છું." આમ કહીને અંજલી રસોડામાં ચાલી ગઈ.



બધાં બાળકો જમીને સૂઈ ગયાં હતાં. અમ્મા-અપ્પા તેમનાં રૂમમાં આરામ કરી રહ્યાં હતાં. કરણ, અંજલી, કૃણાલ અને અનન્યા ફળિયામાં બેસીને વાતો કરી રહ્યાં હતાં.

"કરણભાઈ! તમે તો સેટ થઈ ગયાં." કૃણાલે કરણ સાથે મજાક કરતાં કહ્યું.

કરણે તેની સામે જોયું એટલે કૃણાલે કહ્યું "અંજલીજી! ઓ... Sorry! અંજલીભાભી! ભાઈને કહો ને, મને આંખોથી ડરાવે છે."

"અરે વાહ! હજું તો કલ્યાણમની તારીખ પણ નથી આવી‌ અને ભાભી કહેવાનું શરૂ પણ કરી દીધું." અનન્યાએ કહ્યું.

"હા તો, મારે આદત તો પાડવી પડશે ને!" કૃણાલે કહ્યું.

"તો હવે મારે પણ 'કરણજી' નહીં, પણ 'કરણજીજુ' કહેવાનું શરૂ કરવું પડશે." આમ કહીને અનન્યાએ અંજલીને ખભાથી ટક્કર મારી અને તે હસવા લાગી.

"ચૂપ કરો તમે બંને. બહુ વધારે ખુશ ન થાઓ." અંજલીએ કહ્યું.

"અરે! અરે! તમને કેમ આટલો બધો ગુસ્સો આવે છે?" કરણે કહ્યું.

"આ બંને ક્યારનાં આપણને ચીડવી રહ્યાં છે અને તું ચૂપ બેઠો છે!"

"ઓય! હવે તમે બંને એને ચીડવતા નહીં. બસ! હવે ખુશ?" આમ કહીને કરણ પણ હસવા લાગ્યો.

"જાઓ! મારે કોઈની સાથે વાત જ નથી કરવી." આમ કહીને અંજલી અંદર ચાલી ગઈ.

"હવે મારે પણ જવું પડશે, Good Night!" આમ કહીને અનન્યા પણ અંજલીની પાછળ ચાલી ગઈ.


"ભાઈ! તમને આ બધું થોડું અજીબ નથી લાગી રહ્યું?"

"શું?"

"આમ અચાનક આટલી જલ્દી બધું થાય છે એ."

"હા, શરૂઆતમાં થોડું અજબ તો લાગ્યું હતું. પણ પછી થયું કે જે થાય છે, તે સારું થાય છે."

"હમમ... એ પણ છે. By the way, તમારો કોઈ પ્લાન છે? તમારાં કલ્યાણમ્ મતલબ કે લગ્ન માટેનો?"

"બધું એટલું જલ્દી થઈ રહ્યું છે, કે કંઈ પ્લાન કરવાનો સમય જ નથી મળ્યો."

"અરે! તો પ્લાન બનાવો. લગ્ન જીવનમાં એક જ વાર થાય છે. તો જેટલું ઇન્જોય કરી શકો, તેટલું કરી લો."

"પણ શું કરું?"

"તમારે કઈ રીતે લગ્ન કરવાં છે? મતલબ ડેસ્ટિનેશન વેડિંગ કે નોર્મલ વેડિંગ?"

"ના, ના. ડેસ્ટિનેશન વેડિંગ તો નથી જ કરવાં. મારી તો નોર્મલ વેડિંગ કરવાની ઈચ્છા છે."

"ભાઈ! તમે વિચારો તો ખરાં! આ કેરેલા છે!અહીંયા તો નોર્મલ વેડિંગ પણ ડેસ્ટિનેશન વેડિંગ જેવાં થઈ શકે છે. અહીંયા સાઉથ ઇન્ડિયન સ્ટાઈલમાં તમે બીચ વેડિંગ કરી શકો છો, ટેમ્પલ વેડિંગ પણ કરી શકો છો."

"Actually! આ મારો અને અંજલીનો, બંનેનો નિર્ણય હોવો જોઈએ. હું એકલો કંઈ નક્કી ન કરી શકું."

"Ok. તો તમે એક વખત તેમની સાથે વાત કરી લો. પછી આપણે આગળ ચર્ચા કરીશું."

"હા. ચાલ, તો હવે સૂઈ જઈએ. આજે તો દોડધામ કરી છે એટલે ખૂબ ઊંઘ આવે છે."

"ચાલો" આમ કહીને કૃણાલ અને કરણ‌ અંદર ચાલ્યાં ગયાં.


_____________________________



કરણ અને અંજલીનાં લગ્ન કેવી રીતે થશે? ખૂબ ભવ્ય ડેસ્ટિનેશન વેડિંગ કે નોર્મલ વેડિંગ?

જાણવાં માટે વાંચતાં રહો... ધૂન લાગી