ધૂન લાગી - 16 Keval Makvana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધૂન લાગી - 16




અનન્યા અને તેની સાથે રહેલાં વ્યક્તિને જોઈને, કરણ અને અંજલી આશ્ચર્ય પામી ગયાં.

"કૃણાલ! તું અહીંયા અનન્યા સાથે શું કરે છે અને એ પણ આટલી રાત્રે?" કરણે પૂછ્યું.

"ભાઈ! આ તો હું બજારમાંથી પાછો આવી રહ્યો હતો અને મેં અનન્યાને અહીંયા જોઈ, એટલે હું તેને સાથે લઈ જવાં આવી ગયો." કૃણાલે કહ્યું.

"અમે પણ બજારમાંથી જ આવી રહ્યાં છીએ. અમને તો તમે ક્યાંય ન દેખાયાં." અંજલીએ કહ્યું.

"એ તો... એ તો..." કૃણાલ અચકાતો બોલવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

"ઓ... તો હવે સમજાયું. અનન્યા તું આખો દિવસ કોઈ વ્યક્તિ સાથે વાતો કરે છે અને તેનું નામ તારાં ફોનમાં K નામથી સેવ કરેલું છે, એ K એટલે કે કૃણાલ તો નથી ને? મેં તને ઘણી વખત પૂછ્યું પણ હતું કે આ K કોણ છે, ત્યારે તું એમ કહેતી કે મારી ફ્રેન્ડ કૃતિ છે."

"આપણે કહી દઈએ, હવે વધારે નહીં છુપાવી શકીએ." અનન્યા કૃણાલ સામે જોઈને બોલી.

"તમે શું કહેવાની વાત કરો છો?" કરણે કહ્યું.

"Actually, અમે બંને 2 વર્ષથી એકબીજાંને ઓળખીએ છીએ અને 1 વર્ષથી રિલેશનશિપમાં છીએ." કૃણાલે કહ્યું

"શું? તમે રિલેશનશિપમાં છો?" કરણે કહ્યું.

"હા અક્કા! અમે થોડો સમય એકબીજાંને ઓળખવા ઈચ્છતાં હતાં અને પછી અમે બધાંને જણાવવાનું નક્કી કર્યું હતું." અનન્યાએ કહ્યું.

"અનુ! તું સિરિયસ છે? મતલબ કે તે સમજી વિચારીને આ નિર્ણય લીધો છે?"

"હા અક્કા! હું કૃણાલ ને ખૂબ ચાહું છું અને કૃણાલ પણ મને ખૂબ ચાહે છે."

"ચાલો! અત્યારે ખૂબ મોડું પણ થઈ ગયું છે. આપણે આશ્રમમાં જઈને આ વિશે આગળ વાત કરીશું." કરણે કહ્યું.

"સારું ચાલો." આમ કહીને અંજલી અને બાકી બધાં આશ્રમ તરફ પાછાં ફર્યાં.

આશ્રમમાં પહોંચીને કરણે કહ્યું "હું પહેલાં કૃણાલ સાથે વાત કરવાં ઈચ્છું છું, પછી આપણે સવારે વાત કરીશું."

"હું પણ અનુ સાથે વાત કરવા ઈચ્છું છું." અંજલીએ કહ્યું.

કરણ અને કૃણાલ રૂમમાં ચાલ્યાં ગયાં. અંજલી અને અનન્યા ફળિયામાં બેસીને વાતો કરી રહ્યાં હતાં.

"જો અનુ, આ જીવનનો ખૂબ મહત્વનો નિર્ણય છે. એક ખોટાં નિર્ણયથી આખી જિંદગી બરબાદ થઈ શકે છે." અંજલીએ કહ્યું.

"અક્કા! કૃણાલ એક સારો માણસ છે અને તે સારાં ઘરમાંથી આવે છે. તે બિઝનેસ પણ કરે છે." અનન્યાએ કહ્યું.

"પણ તારું કરીયર, એનું શું?"

"મારો કોલેજનો અભ્યાસ તો પૂરો થઈ ગયો છે. હવે હું આગળ જ્વેલરી ડિઝાઇનરનું કામ કરવાં ઈચ્છું છું. જે મુંબઈ જઈને પણ થઈ શકશે અને કૃણાલ પણ આ ફિલ્ડમાં પોતાનું કરિયર બનાવવા ઈચ્છે છે. જો બંને સાથે હોય, તો સારું રહેશે."

"ઠીક છે. તને જેમ યોગ્ય લાગે તેમ."

"પણ તમે અમ્મા-અપ્પાને વાત કરશો ને?"

"હું પહેલાં કાલે કરણજી સાથે વાત કરી લઈશ, પછી અમે નક્કી કરીશું કે આગળ શું કરવું. ચાલ હવે, સૂઈ જઈએ. ખૂબ મોડું થઈ ગયું છે." આમ કહીને અંજલી અનન્યાને લઈને સૂવા ચાલી ગઈ.

અનન્યા તો સૂઈ ગઈ હતી, પણ અંજલીને ઊંઘ નહોતી આવતી. તે વિચારી રહી હતી "હે વેંકટેશ્વરા! આ છોકરીને કઈ રીતે સમજાવું કે આ સંબંધ શક્ય નહીં બને. કૃણાલ એ શ્રીમંત પરિવારમાંથી આવે છે અને અમે અનાથઆશ્રમમાં મોટાં થયેલાં છીએ. તેનાં પરિવારવાળા આ સંબંધને કઈ રીતે સ્વીકારશે?"

"કૃણાલ! ભાઈ! તું તો છુપો રુસ્તમ નીકળ્યો. છોકરીને મળવાં હું આવ્યો હતો અને પ્રેમ પ્રકરણ તારું શરૂ થઈ ગયું." કરણે કહ્યું.

"ભાઈ! મારે તો છેલ્લાં 1 વર્ષથી ચાલે છે."

"તો તે મને કહ્યું કેમ નહીં? બાકી તો બધી વાતો મારી સાથે શેર કરે છે અને આટલે મહત્વની વાત તે મને ન કહી?"

"વાત એમ છે કે, અમે બંને પહેલાં શ્યોર ન હતાં કે આ રિલેશનશિપને આગળ વધારવી છે કે નહીં. પછી અમને અહેસાસ થયો કે અમે બંને એકબીજા વગર નહીં રહી શકીએ એટલે પછી અમે રિલેશનશિપને આગળ વધારવાનું નક્કી કર્યું."

"જો ભાઈ, આ મજાકની વાત નથી. પૂરી લાઈફનો સવાલ છે, એટલે તું જે પણ કરે, સમજી વિચારીને કરજે. હું તારાં દરેક નિર્ણયમાં તારી સાથે છું."

"Ok. Thank You ભાઈ!"

"ચાલ હવે, સૂઈ જઈએ." આમ કહીને કરણ અને કૃણાલ સૂઈ ગયાં.


_____________________________



શું કૃણાલ અને અનન્યાનાં સંબંધની વાત આગળ વધી શકશે? કરણ અને અંજલી શું નિર્ણય લેશે?

જાણવાં માટે વાંચતાં રહો... ધૂન લાગી