Dhun Lagi - 14 books and stories free download online pdf in Gujarati

ધૂન લાગી - 14



"જુઓ, તે દિવસે મંદિરમાં મારાથી ભૂલથી તમારાં શર્ટ પર તેલ ઢોળાઈ ગયું હતું. મેં જાણીજોઈને કંઈ નહોતું કર્યું. છતાં પણ મારે તમને યોગ્ય રીતે Sorry કહેવું જોઈતું હતું, પણ મેં ન કહ્યું. આજે પણ મેં તમને જાણ્યાં વગર જ તમારાં વિશે અનુમાન લગાવી લીધું અને તમને ચેલેન્જ આપી દીધી. હું આ બંને વાત માટે તમને Sorry કહેવા આવી છું. જો બની શકે તો મને માફ કરી દેજો." અંજલી બોલી.

"જો ક્રિકેટવાળી વાત માટે તો તમારે માફી માંગવાની જરૂર જ નથી. કેમકે તમારી ચેલેન્જનાં કારણે બાળકોને ખૂબ જ મજા આવી અને તેનાં માટે તો મારે તમને Thank you કહેવું છે. રહી વાત મંદિરવાળી વાતની, તો એનાં માટે તમને માફી તો નહીં મળે, પણ સજા જરૂર મળશે." કરણ બોલ્યો.

"શું સજા છે?"

"તમે મારો શર્ટ ખરાબ કર્યો હતો એટલે હવે તમારી પાસે બે વિકલ્પ છે. પહેલો વિકલ્પ એ છે, કે તમે મને શર્ટ પહેલાં જેવો સાફ કરી આપો અને બીજો વિકલ્પ એ છે, કે તમે મને નવો શર્ટ લઈ આપો."

"હે વેંકટેશ્વરા! મારી પાસે તો એટલાં પૈસા પણ નથી. અરે હા! હું ડાન્સ ક્લાસ કરાવું છું, તેના પૈસામાંથી આમને શર્ટ અપાવી શકું." અંજલી વિચારવા લાગી.

"તમે શું વિચારો છો?"

"તમારાં શર્ટ પર તેલનાં ડાઘ પડ્યાં હતાં એટલે એ તો સાફ નહીં થાય, પણ હું તમને નવો શર્ટ અપાવી દઈશ."

"Ok. તો મને મારો શર્ટ ક્યારે મળશે?"

"કાલે સવારે તો મારાં ડાન્સ ક્લાસનો સમય હશે અને બપોરે બાળકોને હોમવર્ક કરાવવાનું હશે. તો આપણે સાંજે શ્રી પદ્મનાભસ્વામી મંદિરે જઈશુ અને હું ત્યાંથી તમને શર્ટ અપાવી દઈશ."

"By the way, મને તમારાં ડાન્સમાં રસ છે. જો તમને કંઈ વાંધો ન હોય, તો કાલે હું પણ તમારાં ડાન્સ ક્લાસમાં જોડાઈ શકું હું? હું ડાન્સ કરીશ તો નહીં, પણ ડાન્સ ઈન્જોય કરીશ."

"હા, મને કોઈ વાંધો નથી. તમે આવી શકો છો."

"Ok. Good Night." આમ કહીને કરણ ત્યાંથી ચાલ્યો ગયો.

અંજલીએ ટેબલ પરથી કપ લઈ, તેને ધોઈને મૂકી દીધો. બધું કામ પૂરું કરીને, તે સૂવા માટે ગઈ.

દરરોજની જેમ અંજલી સવારે પોતાની શિષ્યાઓને ડાન્સ શીખવી રહી હતી. કરણ એક તરફ બેસીને તેનો ડાન્સ જોઈ રહ્યો હતો. તેનાં ડાન્સથી, હાવભાવથી અને શીખવાડવાની રીતથી કરણ પ્રભાવિત થયો હતો. ડાન્સ ક્લાસનો સમય પૂર્ણ થયાં પછી કરણ અંજલી પાસે ગયો.

"તમે એક સારાં ડાન્સર છો અને એક સારાં ગુરુ પણ." કરણ કહ્યું.

"Thank you."

"તમે ક્યારેક કોઈ જગ્યાએ ડાન્સ પર્ફોર્મન્સ આપ્યાં છે?"

"હા, સ્કૂલ અને કોલેજનાં ફંકશનમાં ઘણી વખત મેં ડાન્સ કર્યો છે."

"I think તમારે કોઈ ડાન્સ શૉ જોઈન કરવાની જરૂર છે."

"એ બધું મારાં માટે નથી અને એમ પણ હું ડાન્સ દુનિયાને દેખાડવા માટે નહીં, પણ પોતાની ખુશી માટે કરું છું."

"Okk."

"તમે પણ કાલે સારૂં ક્રિકેટ રમ્યાં હતાં. તમે ક્યારેય પ્રોફેશનલ રીતે ક્રિકેટ રમ્યા છો?"

"કોલેજ ટાઇમ પછી મેં કાલે પહેલી વખત ક્રિકેટ રમ્યું હતું. કોલેજ પુરું થયાં પછી હું બિઝનેસમાં જોડાઈ ગયો અને પછી તો આ બધાં માટે ટાઈમ જ ન રહ્યો."

"તો પણ પોતાને જે કામમાં આનંદ મળતો હોય એ તો કરવું જ જોઈએ. બીજાનાં માટે જીવીએ એ સારી વાત છે, પણ પોતાની સાથે અન્યાય કરીને નહીં."

"તમારાં વિચારો ઘણાં ઊંડા છે." કરણ આટલું બોલ્યો, ત્યાં તેનો ફોન રણક્યો. "excuse me." એમ કહીને કરણ બહાર ચાલ્યો ગયો.

કરણ અને અંજલીની વાતો અમ્મા-અપ્પા સાંભળી રહ્યાં હતાં.

"શું લાગે છે વૈશાલી, અંજલી અને કરણ પ્રેમનાં બંધનમાં બંધાશે?" અપ્પા બોલ્યાં.

"હા, જરૂરથી અને તેની શરૂઆત હવે થતી હોય તેવું લાગે છે. કરણ પહેલો એવો છોકરો છે, જેની સાથે અંજલી આવી રીતે વાત કરે છે." અમ્માએ કહ્યું.

"હવે તો જલ્દીથી બંનેનાં મન મળી જાય એટલે બંનેનો સંબંધ નક્કી થાય."

"તમે તૈયારી શરૂ કરી દો, તમારી અંજલીનાં કલ્યાણમની. ટૂંક જ સમયમાં અંજલી અને કરણ એક થઈ જશે." આમ કહીને અમ્મા ત્યાંથી ચાલ્યાં ગયાં.

"હેલ્લો!" અનન્યાએ ફોન પર વાત કરતાં કહ્યું.

"હેલ્લો! આજે સાંજે આપણે મળીએ છીએ ને?" સામેથી કોઈ યુવકનો અવાજ આવ્યો.

"હા, હું મંદિર પાસેનાં ગાર્ડનમાં આવી જઈશ. પણ મારે અંજલી અક્કાને કહ્યાં વગર જ આવવું પડશે. જો કહીશ તો, એ ઘણાં સવાલો પૂછશે."

"હું સાંજે તારી રાહ જોઇશ, Bye."

"Ok. Bye." આમ કહીને અનન્યાએ ફોન મૂકી દીધો.


_____________________________



અનન્યા કોને મળવાં જવાની હશે? શું અંજલીએ અનન્યાની આ મુલાકાતની જાણ થશે?

જાણવાં માટે વાંચતાં રહો... ધૂન લાગી


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED