એ છોકરી - 15 Violet દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 36

    મુંબઇમા વાન્દ્રા  વેસ્ટમા હીલ રોડના બીજા છેડે એક રેસ્ટો...

  • આશાબા

    સુરજ આજે અસ્તાચળ પર હતો છતાં પણ કાઈક અલગજ રોશની ફેકી રહ્યો હ...

  • ભાગવત રહસ્ય - 107

    ભાગવત રહસ્ય-૧૦૭   જ્ઞાની પુરુષો –પરમાત્માના રૂપમાં એવા મળી જ...

  • ખજાનો - 74

    " તારી વાત પરથી એવું લાગી રહ્યું છે કે તમે લોકો મિચાસુને ઓળખ...

  • મૂર્તિનું રૂપાંતર

    મૂર્તિનું રૂપાંતર ગામની બહાર, એક પથ્થરોની ખાણ હતી. વર્ષો સુધ...

શ્રેણી
શેયર કરો

એ છોકરી - 15

ભાગ – 15

" એ છોકરી "

(ભાગ-14 માં આપણે જોયું કે રૂપાલીને લઈને હું શોપીંગ કરવા અને બ્યુટીપાર્લરમાં ગઈ હતી) હવે આગળ જુઓ

રૂપાલી અને હું બહારના બધા કામ પતાવીને ઘરે આવ્યા. રૂપાલી હતી તેનાથી પણ હવે વધુ સુંદર દેખાતી હતી. ઘરે આવ્યા ત્યારે હું રૂપાલીને લઈને કારમાંથી ઉતરીને ઘરમાં આવી તો મહારાજ, કામવાળા બાઈ અને રોનક તો રૂપાલીને એકીટશે જોવા લાગ્યા. રોનક તો આશ્ચર્યભરી નજરે જોતા હતા અને મહારાજ અને બાઈને તો જાણે કોઈ પરી ઊતરી આવી હોય તેમ એકીટશે તાકી રહ્યા હતા. રૂપાલી શરમાતી હતી, મૌન છવાઈ ગયું હતું, તે તોડવા મેં કહ્યું ઓ હેલો ? આ તમે બધા કેમ આટલા ગૂપચૂપ થઈ ગયા છો ? આ રૂપાલી છે બીજુ કોઈ નથી હું સવારે જેને લઈને ગઈ હતી તે જ છે. રોનક બોલ્યા અરે વીણા તેં તો આનો લૂક જ બદલી નાખ્યો ને કંઈ ? શું વાત છે ખરેખર ખૂબ જ સુંદર લાગે છે છોકરી. રૂપાલી હતી જ એવી ને કે દુશ્મનને પણ વહાલી લાગે. મેં કહ્યું સારૂ સારૂ અને છોકરી નહીં એનું નામ રૂપાલી છે હોં, હવે તમે બધા એને આમ તાકી તાકીને જોયા ના કરો જોતા નથી કેટલું શરમાય છે તે. રોનક બોલ્યા અરે રૂપાલી ચિંતા ના કર તું. આ તારૂ જ ઘર છે એમ બિન્દાસ્ત રહે અને કોઈ પણ જાતની જરૂર હોય અમે છીએ. અમારી દિકરી જેવી છે તું.

આ પછી એક અઠવાડિયુ હું રૂપાલીને લઈને અલગ અલગ સ્થળોમાં ફરવા ગઈ, જેથી તેને વધુ સારી રીતે શહેરની સમજણ પડે. મૂવી જોવા પણ લઈ ગઈ તે ખુબ ખુશ હતી. શહેરની રોનકમાં તેને ખરેખર મજા પડતી હતી. એક બે દિવસે તે તેના પિતા અને ભાઈ-બહેન સાથે પણ વાત કરતી અને બધુ જણાવતી હતી. મેં રૂપાલીને નવો મોબાઈલ પણ લઈ આપ્યો હતો અને ઓપરેટ કરતાં પણ શીખવાડી દીધું હતુ જેથી મારી ગેરહાજરીમાં તેને કંઈ જરૂર પડે તો તે મારો કોન્ટેક્ટ કરી શકે.

જોતજોતામાં એક અઠવાડિયુ પૂરુ થવા આવ્યુ હતું. રવિવારે સાંજે હું તેને લઈને ગાર્ડનમાં બેઠી હતી. મેં કહ્યું જો રૂપાલી હવે આવતીકાલે મારી રજાનો છેલ્લો દિવસ છે, મારી રજા પૂરી થશે. પછી દિવસે તું એકલી હોઈશ ઘરમાં અને તારા ટ્યુશન ક્લાસીસ પણ આવતી કાલથી શરૂ થશે. તારા ટીચર મૃણાલીબહેન આવતીકાલથી દરરોજ બપોરે 2.30 વાગ્યે આવશે. તારી ભાષા, ચાલવું, બેસવુ, ઊઠવું, ક્યાં કોની સાથે કેવી રીતે વાત કરવી વગેરે બાબતો તને શીખવાડશે. આ ઉપરાંત ઈંગ્લીશ બોલતા, લખતા અને વાંચતા પણ શીખવાડશે. છ મહિના સુધી આ રોજનો તારો કાર્યક્રમ રહેશે. તારે ફક્ત તારા અભ્યાસમાં ધ્યાન આપવાનું છે. ઘરમાં તારી જોઈતી જરરૂરિયાતની વસ્તુઓ મળી રહેશે આ ઉપરાંત તને કંઈ પણ જરુર હોય મને કહેજે લાવી આપીશ. છ મહિના પછી હું તને સ્કૂલમાં આગળ અભ્યાસ માટે મૂકીશ ત્યાં તારે આગળ ભણવાનું છે. મને વિશ્વાસ છે કે તને જે પણ શીખવાડવામાં આવશે તું ચોક્કસ સારી રીતે શીખીશ જ. તારા ભણવાની બધી જ વસ્તુઓ તને મૃણાલી આપશે તેથી તે બાબતે પણ નિશ્ચિંત રહેજે.

રૂપાલી બોલી બહેન તમે ચિંતા ના કરતા હું ચોક્કસ ખૂબ મહેનત કરીશ અને ચોક્કસ આગળ વધીશ.

મેં મૃણાલી સાથે પણ વાત કરીને મારૂ એડ્રેસ તેને વોટ્સઅપ કરી દીધુ હતું. તે આવતી કાલે 2.30 વાગે પહોંચવાની હતી.

બસ હવે રૂપાલીના ક્લાસીસ શરૂ થાય અને તે આગળ વધે તે જ મારો ધ્યેય હતો.

(શું થશે આગળ રૂપાલી કરી શકશે મહેનત ? ભણી શકશે ? ખૂબ અઘરૂ છે પણ તે તેમાં પાર પડી શકશે ? જુઓ આગળ ભાગ-16)