એ છોકરી - 3 Violet દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

  • સિંદબાદની સાત સફરો - 7

    7. આજે શરૂથી જ આતુર અને સંપૂર્ણ મૌન સભાને ઉદ્દેશી સિંદબાદે આ...

  • નિતુ - પ્રકરણ 48

    નિતુ : ૪૮ (ટાઈમ્સનું પુનરાવર્તન) નિતુએ અચાનક ટકોર કરી અને બો...

  • ચમકતી આંખો

    હું એક કેમિકલ પ્લાન્ટમાં કામ કરું છું, એ જ રોજીંદુ કામ. પરંત...

  • ફરે તે ફરફરે - 34

    "આપણે હંમેશા નાચકણામા કુદકણુ કેમ હોય છે ? " મારો પ્રશ્ન &nbs...

શ્રેણી
શેયર કરો

એ છોકરી - 3

ભાગ – 3

" એ છોકરી "

(ભાગ-૨ માં આપણે જોયું કે હું ગામડે ગઈ હતી અને મને રૂપલી મળી ખેતરમાં અને મારે અને રૂપલીને વાતો થઈ અને મેં મનોમન એક નિર્ણય લીધો હતો. શું નિર્ણય લીધો આવો જાણીએ)

રૂપલીની વાતો સાંભળીને મારા મનમાં અનેક વિચારો આવ્યા અને મેં મનોમન એક નિર્ણય લીધો. સાચું કહું તો રૂપલીને હું થોડી ક્ષણો પહેલાં ઓળખતી પણ ન હતી, તે પણ મને ઓળખતી ન હતી. પરંતુ કોણ જાણે કેમ તેની સાથેની થોડી ક્ષણની વાતોમાં મારે તો તેની સાથે આત્મીયતા બંધાઈ ગઈ હતી અને મેં રૂપલીને મારી સાથે શહેરમાં લઈ જવાનો નિર્ણય લીધો, હવે રૂપલીની શું મંજૂરી છે તે વિશે મારે જાણવાનું હતું.

મેં રૂપલીને પૂછ્યું હેં રૂપલી તું શાળામાં જાય છે ? ભણી છે કાંઈ ? રૂપલીએ જવાબ આપ્યો, બૂન શાળામાં જતી હતી, સાત ચોપડી સુધી ભણેલી છું, પણ પછી મારા બા ગુજરી ગયા એટલે ઘરમાં હું મોટી છું બૂન તો ઘરનું કામ કોણ કરે ? એટલે મારા બાપુએ મને આગળ ભણવાની ના પાડી. રૂપલીની વાત કરવાની રીત-ભાત જોઈ મને લાગ્યું કે ચોક્કસ આ છોકરી હોંશિયાર છે અને જો એને સાથ આપવામાં આવે તો પાક્કુ એ આગળ વધી શકશે.

પછી મેં બીજો સવાલ રૂપલીને પૂછ્યો, તો રૂપલી ધારો કે માની લે કે તને કોઈ આગળ ભણાવે અને તારા ભણતરનો બધો ખર્ચ ઉપાડી લે, શહેરમાં લઈ જાય તો તું શું કરે ? જાય એમની સાથે ?

આ સાંભળીને રૂપલી તો ફરી પાછી વિચારોમાં ડૂબી ગઈ, પછી ધીમે રહી બોલી બૂન એવું તો કોણ માણહ હોય કે મારા માટે આટલું બધું કરે ? અત્યારે તો પોતાનું લોહી પણ પોતાનું નથી થતું બૂન તો કોઈ પારકું જણ થોડી મારા માટે આ બધું કરે ?

મેં કહ્યું કે રૂપલી એ બધું તુ છોડને એ બધું આપણે પછી વિચારીશું. પણ તું કહે તો ખરી કે જો કોઈ તને ભણાવવા, તારો ખર્ચો ઉપાડવા રાજી થાય તો તું શહેરમાં જઈશ ? એટલે રૂપલીના મોં પર એક ચમક આવી ગઈ અને બોલી હા બૂન કેમ ના જઉ હું, મને તો બહુયે ઈચ્છા છે શહેરમાં જઈને કંઈક કરવાની, બનવાની પણ અમે રહ્યા ગરીબ માણહ એટલે મનની મનમાં જ રહી જાય, પણ બૂન એ તો કો કે કોણ છે એવું જે મને લઈ જાય? એની પર ભરોસો તો કરાય ને બૂન જમાનો બહુ ખરાબ છે એટલે પૂછુ બૂન, તમે માઠું ના લગાડતા હોં બૂન.

મેં કહ્યું રૂપલી તને મારા પર વિશ્વાસ છે ? આપણે તો હમણાં જ મળ્યા છીએ તો પણ આટલી વાતો કરી તો હું તને કેવી લાગી ? તને મારા પર વિશ્વાસ છે ? તું મારા પર ભરોસો કરી શકે ? અને એ રૂપલી જો તને આ બધામાં કોઈ પણ જાતનું દબાણ નથી હોંકે, તું રાજી હશે તો જ તારું શહેરમાં જવાનું નક્કી થશે.

રૂપલી કહે બૂન તમારામાં તો મને જાણે કે એવું લાગ્યું કે મારી માં જણી બૂન મારી આગળ આવીને ઊભી છે, એટલો વિશ્વાસ આવી ગયો છે. મેં કહ્યું તો બસ રૂપલી હું તને મારી સાથે શહેરમાં લઈ જઈશ અને આગળ ભણાવીશ, તારો બધો ખર્ચ હું ઉપાડીશ.

રૂપલીના ગુલાબી ચહેરા પર હાસ્ય ફરી વળ્યુ, પણ થોડીક ક્ષણો પછી એ પાછી વિચારોમાં ખોવાઈ ગઈ. મેં કહ્યું ઓ રૂપલી શું થયું પાછું ? કહે બૂન તમારી બધી વાત સાચી પણ એક મુશ્કેલી છે. મેં પૂછ્યું શી ? તો કહે તમારે આ માટે મારા બાપુને વાત કરવી પડશે, હું કોઈ નિર્ણય લઈ શકું નહી બૂન.

શું થશે ? હું રૂપલીના બાપુને મળીશ ? વાંચો આગળ ભાગ - 4