કૃષ્ણવિવર મૃગતૃષ્ણા mrigtrushna" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 51

    હોટેલમાંથી આડા આડા ચાલતાં પેટ પકડીને  આડો થઇને સીટમા બે...

  • ભાગવત રહસ્ય - 142

    ભાગવત રહસ્ય-૧૪૨  જડભરતજીએ –રાજા રહૂગણને તત્વજ્ઞાનનો ઉપદેશ કર...

  • સોલમેટસ - 2

    આગળના ભાગમાં તમે જોયું કે અદિતિ સ્યુસાઈડ કરે છે. જેનું કારણ...

  • સંઘર્ષ - પ્રકરણ 18

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • જીવન રંગ - 4

    નવા જીવન ની આશા સાથે કિસન ઉઠ્યો, પોતાનાં નિત્ય ક્રમ માં જોડા...

શ્રેણી
શેયર કરો

કૃષ્ણવિવર

આ રચના સંપૂર્ણ કાલ્પનિક છે. એનો કોઈ વ્યક્તિ વિશેષ કે ઘટના સાથે કોઈ સંબંધ નથી.
*****************

"આજકાલ કંઈક અલગ જ અનુભવ થાય છે. હું અંધકાર બની રહ્યોં છું. મારામાં બધું જ સતત ખેંચાઈને ઉડતું, અફડાતુ, ઘૂમરાતુ જણાય છે જાણે કંઈ જ અકબંધ નહીં રહે, બધું જ તૂટી જશે . અંધકાર, ઉજાસ મારાંમાંથી કંઈપણ બહાર નથી જઈ રહ્યું ઉલ્ટાનું બધું અંદર પ્રવેશી રહ્યું છે.

મને મારું અસ્તિત્વ અનુભવાય છે પણ નથી દેખાઇ રહ્યું. હું જાણે એક પોલી વસ્તુમાં પરિવર્તિન પામ્યો છું. જેની ઘનતા વધતી જાય છે. આ શું થઈ રહ્યું છે મને! નથી સમજાતું વેદ. મને નથી સમજાતું." માથું પકડી શ્યામ ડૉ. વેદને પોતાની વેદના કહી રહ્યો છે.

"હમમમ્..... આવું ક્યારથી થાય છે શ્યામ?" ડૉ. વેદે પ્રતિપ્રશ્ન કર્યો.

"જ્યારથી હું પાછો ફર્યો છું." શ્યામે ચિંતિત સ્વરે કહ્યું.

"તારી કેસ ફાઈલ મેં જોઇ છે શ્યામ પણ મારે તારા મોંઢે સાંભળવું છે. એક એક ક્ષણ વિશે, એક એક નાની ઘટના. તારી આસપાસ બનેલી દરેક નાની મોટી ઘટનાઓ વિશે વિગતવાર જણાવ."

"વેદ, કોઇ મારી વાત માનતું નથી. કોઈને મારા પર વિશ્વાસ જ નથી. મને બધાં પાગલ ગણે છે. શું તું વિશ્વાસ કરીશ?!"

"હા બિલકુલ... મને તારા પર પૂરેપૂરો ભરોસો છે. નિશ્ચિત થઇ બોલી નાખ દોસ્ત."

"તું એ તો જાણે જ છે કે હું અવકાશયાત્રી છું."

"હા. ભલે આપણે વર્ષોથી દૂર હતાં પણ એનો મને ખ્યાલ છે. શાળાનાં સમયથી એ તારું સપનું રહ્યું હતું જે તે સાકાર કર્યું."

"હમમમ્.... તો સાંભળ. પરંતુ તું મારી વાત પર ભરોસો તો કરીશ ને!!!"

"મેં કહ્યું ને કે હું તારા પર વિશ્વાસ કરું છું. વાત ગમેતેવી હોય, હું વિશ્વાસ કરીશ તારી ઉપર કારણ કે હું જાણું છું કે દરેક અંધશ્રદ્ધા પર વિદ્યાર્થીકાળમાં સવાલ ઉઠાવનાર મારો મિત્ર કોઈ વાત એમનેમ તો ન જ કરે."

"તારો ખૂબ ખૂબ આભાર વેદ... તો સાંભળ. આમ તો હું ચાર સફળ અવકાશયાત્રાઓ કરી ચૂક્યો છું પણ છેલ્લી યાત્રા વખતે કંઈક એવું બન્યું કે જે નથી મને સમજાતું કે નથી બીજાં કોઈને."

"એવું તે શું થયું હતું!?"

"વાત પંદર દિવસ પહેલાંની છે. એ દિવસે અમારે બે જણાએ પૃથ્વી ૨.૦ પર જવાનું હતું પણ સાથી અવકાશયાત્રી વાતદબાણ કસોટીમાં અસફળ રહેતા મારે એકલાં જવું પડે એવી સ્થિતિ ઉત્પન્ન થઈ. એકતરફ નિષ્ણાતો મને એકલો મોકલવાના પક્ષમાં નહોતાં પણ પૃથ્વી ૨.૦ પર પહોંચવું પણ જરૂરી હતું. મારે કેટલાક વનસ્પતિ બીજો ત્યાંનું વાતાવરણ બદલાય એ પહેલાં પહોંચાડવાના હતાં. સમય હતો માત્ર પૃથ્વીના સાત દિવસ. છેવટે મારી પાછલી સફળતાઓ ધ્યાનમાં રાખી મને એકલો મોકલવામાં આવ્યો. મારી પાસે સમય ઓછો હતો અને ૧૮૦૦ પ્રકાશવર્ષનું અંતર કાપવાનું હતું. મારું અવકાશયાન ૬૦૦ પ્રકાશવર્ષ પ્રતિદિનની ઝડપે ઉડી શકે એમ હતું પણ નિર્દેશાનુસાર એની ઝડપ ૩૦૦ પ્રકાશવર્ષ પ્રતિદિનથી વધું ન કરવા સલાહ અપાઇ હતી કારણકે મહત્તમ ઝડપ કદાચ અવકાશયાનને દિશાહીન કરી શકે. આ અવકાશયાન નવું હતું, આ એની પહેલી વહેલી ઉડાન હતી. બે દિવસ હું નિર્દેશિત ઝડપ સાથે જ આગળ વધ્યો પણ પછી મારી ધીરજે જવાબ આપી દીધો. મને ડર હતો કે હું સમયસર ન પહોંચ્યો તો પૃથ્વી ૨.૦ પર આવતાં સો વર્ષ સુધી વૃક્ષ નહીં ઉગાડી શકાય એટલે મેં ઝડપ વધારી ૫૦૦ પ્રકાશવર્ષ પ્રતિદિન કરીને અવકાશયાનની કામગીરી ચકાસી થાકીને સૂઇ ગયો. ઉઠ્યો ત્યારે હજી એક જ દિવસ પસાર થયો હતો.

થોડાં જ સમયમાં મને લાગ્યું કે, કોઈ યાનને ખેંચી રહ્યું છે. યાન દિશા ભટકી ગયું છે એ મને સમજાય ગયું હતું. મેં જોવાનો પ્રયત્ન કર્યો કે એ શું છે જે યાનને ખેંચી રહ્યું છે અને મેં જે જોયું તેનાં લીધે મારા શરીરમાંથી ભયમિશ્રિત કંપારી પસાર થઈ ગઈ અને સુકાયેલાં ગળામાંથી દબાયેલી ચીસ નીકળી...ને મારાથી બોલી જવાયું 'આ તો....'....."

શ્યામને પૂર્ણ વાતાનુકૂલિત ઓરડામાં પણ પરસેવે રેબઝેબ અને સ્તબ્ધ જોઇ વેદે એને હલાવી નાંખતા પૂછ્યું,
"આ તો...!!! આ તો શું? શ્યામ શું હતું એ? બોલને?"

સુકાતાં ગળાને થોડું પાણી વડે પલાળી શ્યામે કહ્યું, "કૃષ્ણ વિવર"

"કૃષ્ણ વિવર!!!? એટલે?"

"હું બીજાં અવકાશીય ગોળાઓ અને પ્રકાશ સાથે એ મહાશક્તિશાળી અંધકાર તરફ આગળ વધી રહ્યો હતો. થોડાં સમય માટે તો લાગ્યું કે આ રહ્યું મૃત્યુ. પણ પછી વિચાર્યું કે આમ શરણાગતિ નહીં ચાલે, આમ હિંમત હારવી નહીં ચાલે. મેં પાછળ સરકી રહેલાં પરંતુ હજુ ચાલુ એવાં યાનની ઝડપ મહત્તમ કરી દીધી અને પૃથ્વી પરના તજજ્ઞોને પણ આ વિકટ પરિસ્થિતિની જાણ કરી દીધી. યાને ગતિ પકડી પણ થોડાં જ સમયમાં એ મહાકાય ચુંબક સામે સર્વશ્રેષ્ઠ તકનીક પરાજિત થઈ. યાને કાર્ય કરવાનું બંધ કરી દીધું અને ફરી કૃષ્ણ વિવર તરફ આકર્ષાય એ દિશામાં ગતિ શરું કરી. મેં વિચારી લીધું કે આજે તો અંત નિશ્ચિત અને યાનના તૂટવાની અને મારા અસ્તિત્વનાં ચૂરેચૂરા થવાની રાહ જોવા લાગ્યો. તાણથી મારા મગજની નસો ફાટી રહી હતી ને હું બેશુદ્ધ થઈ ગયો."

ઉઠ્યો ત્યારે એક લેબમાં હતો જ્યાં કેટલાક નિષ્ણાતો અને ડૉક્ટર મારી તપાસ કરી રહ્યાં હતાં. કેટલીય સિરિન્જ મારાં શરીરમાં ટોચાયેલી હતી, કેટલાયે મશીનો મારી શારિરીક અને માનસિક સ્થિતિનો ખ્યાલ આપતાં હતાં. પહેલાં તો મને શંકા પડી કે હું પૃથ્વી પર છું કે ક્યાંક બીજે! એથી પણ વધુ આશ્ચર્ય મને મારા જીવતાં હોવાં પર થયું. આ શક્ય જ નહોતું. કૃષ્ણ વિવરમાં પ્રવેશ પછી અકબંધ નીકળવું અસંભવ છે. જ્યાં તોતિંગ અવકાશીય ગોળાઓ શક્તિહીન સાબિત થાય તેમાંથી હું કઈ રીતે બચી ગયો!!!"

"આશ્ચર્ય તો કહેવાય પણ બચી ગયો એ તો સુખદ ઘટના કહેવાય. તું પૃથ્વી પર પરત કઈ રીતે આવ્યો એ જાણવા મળ્યું!?" વેદે શ્યામને વચ્ચેથી જ રોકતાં કહ્યું.

"હા... પણ મને ભરોસો નથી બેસતો."

"કેમ? એવું તે શું જાણવા મળ્યું?" ડૉ. વેદે ઉત્સુકતાથી પૂછ્યું.

"એ લોકોનું કહેવું છે કે એમણે આખું યાન સમયચકમાંથી ખેંચી લીધું."

"હા, તો એમાં અવિશ્વાસ ન કરવા જેવું શું છે? સમય યાત્રા તો હાલ સહજ છે."

"હા, ભૂત-ભવિષ્યની સમય યાત્રા સહજ છે, ઘટનાઓ ઘટિત થતી પણ અટકાવી શકાય છે પણ એ કૃષ્ણ વિવર હતું વેદ... કૃષ્ણ વિવર!!! જ્યાં કોઇપણ પરિમાણનું હોવું સંભવ નથી ત્યાં તેનાં આધારિત કોઈપણ વસ્તુનું કાર્યશીલ હોવું શક્ય નથી જ. જો કદાચ સમય નામનો પરિમાણ ત્યાં અસ્તિત્વ ધરાવે તો પણ કૃષ્ણ વિવર સર્વ શક્તિમાન છે એની અસર તળે બીજી કોઈ પણ વસ્તુનું કાર્યરત હોવું લગભગ અશક્ય છે. મને વધુ ચિંતા મારી આ સ્થિતિની થાય છે. મને કોઈ સતત ખેંચતું હોય એવું લાગે છે અંદર તરફ. એ અનુભૂતિને ભૂલવાની ભરપૂર કોશિશ કરું છું પણ એક અજાણ્યો ડર મને એનાં ભરડામાં લઈ લે છે. મારા અસ્તિત્વની અનિશ્ચિતતા મારા પર હાવી થઈ જાય છે અને મારી સ્થિર થવાની સઘળી કોશિશ ગંજીફાનાં મહેલની જેમ કડડભૂસ થઇ જાય છે. વેદ... મારી મદદ કર. મને કોઈ તો રસ્તો બતાવ." શ્યામ વેદ સામે દયામણી નજરે જોતાં જોતાં બોલ્યો.

"ચિંતા ન કર. ધીરે ધીરે બધું જ સારું થઇ જશે. તારા મનોમસ્તિષ્કમાં કૃષ્ણ વિવર હાવી થઈ ગયું છે બીજું કંઈ નહીં. થોડી રિલેકસેશન થૅરાપી પછી તને સારું લાગશે. પ્રાણાયામ અને મનપસંદ પ્રવૃત્તિઓમાં મન પરોવ."

"હા, એ શક્ય છે. તારી સાથે વાત કરી સારું લાગ્યું. ચાલ હવે હું નીકળું. મનગમતી પ્રવૃત્તિ શોધી લઉં. કાલે ફરી મળીશ."

શ્યામ ગયો અને વેદનો ફૉન રણક્યો.
"એ ગયો... તમે ચિંતા ના કરો હું બધું જ સંભાળી લઇશ." એમ કહી વેદે ફૉન મૂકી દીધો.

બીજાં દિવસથી વેદે શ્યામની સારવાર શરૂ કરી. થોડું હિપ્નોટિઝમ, થોડી રિલેકસેશન થૅરાપી, એન્ટિડિપ્રેશન્ટ દવાઓ અને રોજેરોજ કેટલાંય ટેસ્ટ. આમ કરતાં દસ દિવસ પસાર થઈ ગયાં. વેદે એક સારા મિત્ર તરીકે શ્યામને આત્મવિશ્વાસ આપ્યો, સાથ આપ્યો અને કાબેલ ડૉક્ટર બનીને તેની સારવારમાં દિન-રાત એક કરી નાખ્યાં.

રોજ શ્યામનાં ગયાં પછી વેદનો ફૉન રણકતો અને રોજ વેદ એક જ વાત કરતો, "તમે ચિંતા ના કરો. હું બધું સંભાળી લઈશ." સામેથી ફૉન કટ થઇ જતો અને વેદનાં ચહેરા પર રહસ્યમય સ્મિત ફરકતું.
***************
વેદની આંખો ખૂલી તો એ એનાં રૂમમાં નહોતો. એ જગ્યા જોઈને એ ચોંકી ગયો. એને સમજ ન પડી કે એ અહીં કઈ રીતે આવ્યો. ત્યાં જ એને એક પરિચિત અવાજ સંભળાયો.
"વેદ... કેવું લાગે છે અહીં આવીને!"

"કોણ છે? મને અહીં શું કામ લાવ્યો છે?"

"કેમ એટલે શું? તે શ્યામની સારવાર કરી છે એને સાજોનરવો કર્યો, એનું ઈનામ તો તને મળવું જ જોઈએ ને!"

"કોણ છે તું? શ્યામ વિશે શું જાણે છે તું?"

"બધું જ... અને તારા વિશે પણ."

"મારા વિશે!!! મારા વિશે શું જાણે છે તું?"

"એ જ કે તું હકીકતમાં કોણ છે? અને તે શું રમત રમી છે."

"રમત!! કેવી રમત? તારું મગજ તો ઠેકાણે છે!"

"હાહાહા... વેદ હજું પણ છૂપાવીશ! તું ક્યાં છે એ જોયાં પછી પણ ન સમજે એટલો નાદાન તો નથી જ તું... બરાબર ને!!"

"તું શું કહેવા માગે છે? મને કંઈ નથી સમજાતું."

"કંઈ નથી સમજાતું? શ્યામ... આ નામ તો સાંભળ્યું છે કે પછી એ પણ અજાણ્યું છે!"

"શ્યામ.... એ તો મારો મિત્ર છે."

"હા... અને દુશ્મન પણ. બરાબરને વેદ?"

"એએએએ....વુ કંઈ નથી. "

"હાહાહા... તું કોને બનાવે છે? શ્યામનું કૃષ્ણ વિવરમાં ફસાવું, એનું બચી જવું અને તારા ઈલાજનો દેખાડો. શું આ સાચું નથી!"

"તને કેવી રીતે ખબર આ બધી? કોણ છે તું?"

"એ હું પછી જણાવીશ. પહેલાં એ કહે કે તે આ બધું શા માટે કર્યું? નહિ તો શ્યામ તો પાછો આવ્યો હતો તું નહીં આવી શકે. શું દુશ્મની છે તારી એની સાથે?"

"તને શું લાગે છે કે હું તારી ધમકીથી ડરી જઈશ! હમણાં થોડી જ વારમાં ...."

"ના ના.. ડૉ. વેદ. તમે વિચારો છો એવું કંઈ જ નહીં બને. આજે શું આવતાં દસ દિવસ સુધી આ જગ્યાએ કોઈ પ્રવેશી નહીં શકે. બહાર પણ તમને કોઈ નહીં શોધે કારણ કે તમે તો આઉટ ઑફ કન્ટ્રી ગયા છો પોતાના પર્સનલ કામથી. આવો તમે જ મૅસેજ કર્યો છે અવકાશ સંશોધન સંસ્થાનાં વડાને."

"મેં!!! મેં કોઈ મૅસેજ નથી કર્યો. ઓહ... તો મૅસેજ તે કર્યો પણ તું કોણ છે? તારે શું દુશ્મની છે મારી સાથે?"

અત્યાર સુધી જેનો માત્ર અવાજ આવતો હતો એ વ્યક્તિ વેદની સામે અચાનક ધસી આવ્યો અને આવેશમાં બોલ્યો,
"મારી તો કોઈ જ દુશ્મની નથી તારી સાથે વેદ પણ તે કઈ દુશ્મની કાઢી મારી સાથે?"

"શ્યામમમમ્... તું?"

"હા.. હું. જવાબ આપ વેદ. હું ક્યાં તને નડ્યો જીવનમાં? તે મારી સાથે આવું શા માટે કર્યું?"

"મારી રિસર્ચ પૂરી કરવા. બ્લેકહોલની વ્યક્તિ પર થતી અસરો જાણવા."

"માત્ર એટલાં માટે તે મારો જીવ જોખમમાં મૂક્યો?"

"ના.. તારો જીવ જોખમમાં મૂકવાનો મારો કોઈ ઈરાદો નહોતો, મારો ઈરાદો તો તને ખતમ કરવાનો હતો."

"પણ કેમ?"

"કેમ શું? ભૂલી ગયો? રાધિકા યાદ છે શ્યામ?"

"રાધિકા... "

"હા. રાધિકા... મારી જિંદગી, મારો પ્રેમ.. જેને તે મારી નાંખી."

"ઓહહહ્... વેદ એ માત્ર એક્સિડન્ટ હતો. મેં રાધિકાને નહોતી મારી. કૉલેજ પાર્ટીમાં એનો પગ લપસ્યો ને એ ટૅરેસ પરથી પડી ગઈ. મેં એને બચાવવા માટે હાથ લંબાવ્યો પણ ન બચાવી શક્યો."

"જુઠ્ઠું... જુઠ્ઠું બોલે છે તું. મેં એ સમયનો વિડિયો જોયો છે જેમાં તે રાધિકાને ધક્કો માર્યો એ સ્પષ્ટ દેખાય છે."

"એ વિડિયો સાચો છે પણ અર્થઘટન ખોટું કર્યું છે , જેણે તને એ વિડિયો બતાવ્યો એણે તને ભરમાવ્યો છે વેદ."

"પણ એ એવું શા માટે કરે?"

"કારણ કે એ વ્યક્તિ મારા પિતાથી નફરત કરે છે. પહેલાં નહોતો જાણતો પણ બચી ગયા પછી મેં તપાસ કરી તો એ વ્યક્તિનો અસલી ચહેરો સામે આવ્યો."

"તારા પિતા સાથે નફરત!!!"

"હા. ડૉ. અવસ્થી. આ બ્લેકહૉલનુ આર્ટિફિશિયલ સ્ટ્રકચર મારા પિતાએ બનાવ્યું હતું ને ડૉ. અવસ્થી પણ એનાં પર કામ કરતાં હતાં પણ સફળ મારા પિતા થયાં, એમને નૉબૅલ પ્રાઈઝ મળ્યું અને ડૉ. અવસ્થીને પોતાની મહેનતનાં બદલામાં કંઈ ન મળ્યું એવું લાગ્યું જેનાં જવાબદાર એ મારા પિતાને ગણતાં રહ્યા. એ દુશ્મનીની અગ્નિ જે બુઝાવા આવી હતી એ મારી ઓળખ થતાં ફરી સળગી ઉઠી પણ હું બચી ગયો."

"આ આર્ટિફિશિયલ બ્લૅકહૉલ તારા પિતાએ બનાવ્યું છે એટલે જ તું બચી ગયો, બરાબર!!!"

"હા... આની ડિઝાઇન હજું પણ મારા પિતાની પર્સનલ ડાયરીમાં છે. આપાતકાલીન સ્થિતિમાં જો કોઈ આમાં ફસાઇ જાય તો બહાર કંઈ રીતે નીકળવું/કાઢવું એ એમાં લખ્યું છે."

"ઓહહહ્.... એટલે જ તું બચી ગયો. પણ તને કેવી રીતે ખબર પડી કે તું અસલી નહીં પણ નકલી બ્લૅકહોલમાં છે? અને આ જગ્યા વિશે તને કેવી રીતે ખબર પડી? એ તો માત્ર અમે બે જ જાણતાં હતાં"

"કામડાઉન....બધાં જ જવાબો મળશે ડૉ. વેદ. પહેલાં તો મને લાગ્યું કે હું સાચે જ ફસાયો છું પણ જ્યારે કોઈ પણ ધસમસતા અવકાશીય ગોળાઓ યાન સાથે ન ટકરાયા તો મને શંકા ગઈ ધ્યાનથી જોતાં મને આ મારા પિતાએ બનાવેલા અવકાશીય ગોળાઓના ૩-ડી ગ્રાફિક્સ યાદ આવ્યાં. તપાસ કરતાં કૅમેરા પણ દેખાય ગયાં જેનાથી વિશેષજ્ઞો મારી પર નજર રાખતાં હતાં. હું નજર ચૂકવીને અહીંથી બહાર નીકળવાનું વિચારતો હતો પણ મારે સત્ય જાણવું હતું એટલે મેં બેહોશ થવાનું નાટક કર્યું અને..."

"અને બીજાં વિશેષજ્ઞો સામે અમારે તને બચાવવો પડ્યો."

"હા... કારણકે એ પણ એમ જ સમજતાં હતાં કે હું સાચે જ અસલી બ્લેકહૉલમાં છું બરાબરને! પણ તું મને મારવા જ માંગતો હતો તો મારી સારવાર કેમ કરી?"

"બે કારણથી, એક તો ડૉ. અવસ્થીનાં કહેવાથી અને બીજું કારણ નવી રીતે તને મારવા..."

"તારે હજુ પણ મને મારવો છે?"

"સત્ય જાણ્યાં પછી તો કદાચ ના પણ હવે તું અમારી અસલિયત જાણે છે એટલે........ પણ તું અમારા સુધી પહોંચ્યો કઈ રીતે?"

"તારી સારવાર લઈ જ્યારે હું એક સાંજે નીકળ્યો ત્યારે યાદ આવ્યું કે મારે તને કંઈ પૂછવાનું રહી ગયું તો સાંભળ્યું તું ફૉન પર મારું નામ લઈને કોઈ સાથે વાત કરી હસી રહ્યો હતો, પહેલાં તો શંકા કરવી યોગ્ય ન લાગી પણ મનનાં સમાધાન માટે તારા એ ફૉનની જાણકારી મેળવી ને પહોંચ્યો ડૉ. અવસ્થી સુધી, થોડું નાટક કરતાં એ બધું બોલી ગયાં પણ તારી દુશ્મનીનું કારણ જાણવું બાકી હતું એ આજે જાણી લીધું."

"ડૉ. અવસ્થી સાથે તે શું કર્યું?"

"કંઈ નહીં... અહીંની જેમ જ લાઈવ પ્રસારણ કરી. અવકાશીય સંસ્થાનાં બધાં જ હોદ્દાદારોએ બધું જ જોઈ - સાંભળી નિર્ણય લીધો. અત્યારે પણ એ લોકો એમના ફોનમાં બધું જોઈ અને સાંભળી રહ્યાં છે. તારો નિર્ણય પણ એ લોકો જ કરશે."

"બાય ડૉ. વેદ." એમ કહી શ્યામ ત્યાંથી નીકળી ગયો અને વેદ અવકાશીય સંસ્થાનાં રક્ષકોથી ઘેરાઇ ગયો.
***************

કોઇની પણ વાતમાં આવી કે લાગણીવશ થઈ દુશ્મનાવટ કરવી કે બદલો લેવા તૈયાર થઇ જવું એ ખોટાં રસ્તે વાળે છે. દુશ્મની કે દ્વેષથી કોઈનું ભલું નથી થતું.

(સમાપ્ત)

- મૃગતૃષ્ણા
🌼🌼🌼