//કેળાના પાનનું મહત્વ//
હિન્દૂ ધર્મ પ્રમાણે કોઈપણ ઘરમાં જ્યારે સત્યનારાયણની કથા હોય ત્યારે કેળાના પાનનો અચૂક ઉપયોગ થાય છે. એ સિવાયગુરુવારની પૂજા હોય કે પછી અન્ય કોઈ શુભ પ્રસંગે કેળાનો પ્રસાદ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.શુ તમે ક્યારેય એવું વિચાર્યું છે કે કેમકેળાના પાનનો જ ઉપયોગ થાય છે બીજા કોઈ ફળના ઝાડના પાનનો કેમ નહિ? તો ચાલે આજે અમે તમને જણાવીએ કે કયા કારણસર કેળાનાપાનનો પૂજામાં ઉપયોગ થાય છે.
એક માન્યતા પ્રમાણે બૃહસ્પતિ દેવનું વ્રત કરીએ ત્યારે કેળાની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કેળામાં ભગવાનનો વાસ છે. એવું પણ માનવામાં આવે છે કે આ રીતે સાત ગુરુવારનું વ્રત કરવામાં આવે તો બધી મનોકામના પૂર્ણ થાય છે. તો ચાલો જાણીએ કેળાને પૂજવા પાછળનું કારણ
પુરાણોમાં જણાવ્યા અનુસાર કેળાના ઝાડમાં સાક્ષાત ભગવાન વિષ્ણુ વાસ કરે છે. અને આ જ કારણે ગુરુવારના દિવસે એની પૂજા કરવામાં આવે છે. જેના કારણે ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે અને ધન અને સંપત્તિમાં વધારો થાય છે. કેળાના ઝાડન શુભ માનવામાં આવે છે તેમજ સમૃદ્ધિનું પ્રતીક પણ ગણવામાં આવે છે.
ગુરુવારના દિવસે કેળના ઝાડની પૂજા કરવાથી વ્યક્તિની કુંડળીમાં તેનો ગુરુ મજબૂત થાય છે. આવી દશામાં જ વ્યક્તિના લગ્નના યોગ બને છે. આથી જ કુંવારા લોકોને કેળના ઝાડની પૂજા અચૂક કરવી જોઈએ.
પૂજાથી મળે છે ગુરુ દોષમાંથી મુક્તિ.
ધર્મ શાસ્ત્રો પ્રમાણે કેળાના ઝાડની પૂજા કરવાથી વ્યક્તિમાં રહેલો ગુરુ દોષ દૂર થઈ જાય છે. અને સાથે સાથે ઘરમાં પણ શુભ અસર જોવા મળે છે. કેળાના પાન ઘરની બહાર લગાવવા એ વાતનું હમેશા ધ્યાન રાખવું જોઈએ. ક્યારેય ઘરની અંદરની તરફ કેળાના પાન ન લગાવો. નહિ તો એ જીવનમાં બાધક પણ બની શકે છે. એટલે એને ઘરના આંગણે લગાવો અને દરરોજ પૂજા પાઠ કરો.
જે લોકોના જન્માક્ષરમાં મંગળ દોષ હોય તેઓના લગ્ન કેળના વૃક્ષ સાથે કરવામાં આવે છે. માનવામાં આવે છે કે આમ કરવાથી મંગળ દોષનું નિવારણ થાય છે.
કોઇપણ પૂજા કે માંગલિક એટલે કે શુભ કાર્યોમાં ઘરના દરવાજા પર કેળના પાન લગાવવા શુભ માનવામાં આવે છે.
ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને કેળા અર્પણ કરવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે, તથા દાંપત્ય જીવન સુખમય બને છે. તથા આ દેવી દંપતિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
હિંદુ ધર્મમાં કેળાનું તેમજ કેળાના પાનનું મહત્ત્વ ખૂબ જ છે.
કોઇપણ ધાર્મિક પૂજા હોય ત્યારે ફરાળ તરીકે તથા પ્રસાદ તરીકે કેળાનો ઉપયોગ તો આપણે કરીએ છીએ.
વિષ્ણુજી ની પૂજામાં ( સત્યનારાયણની) કેળના વૃક્ષના પાનથી તેમનો મંડપ બાંધવામાં આવે છે. હિન્દુશાસ્ત્ર મુજબ, કેળાનું ઝાડ ભગવાન વિષ્ણુને સમર્પિત છે તેમજ કેળના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ છે. લક્ષ્મીજીને કેળા નો ભોગ ચડાવવામાં આવે છે જેથી ભગવાન વિષ્ણુ પણ ખુશ થાઈ છે.
એવું કહેવાય છે કે, કેળના ઝાડની પૂજા કરવાથી જીવનમાં સુખ શાંતિ આવે છે. આ ઉપરાંત પરિવારના સભ્યો વચ્ચે પ્રેમભર્યો સંબંધ રહે છે. આમાં તો વિજ્ઞાન અને હિંદુ ધર્મ અરસપરસ સંકળાયેલા છે. આ જ કારણે હિન્દુને ધર્મ ન માનતા કેટલીક વાર પરંપરાનું નામ આપી દેવામાં આવે છે. એટલે કહી શકાય કે, હિંદુ ધર્મ એક વૈજ્ઞાનિક પરંપરાનું જ નામ છે.
હિંદુ માન્યતામાં વિવિધ ધાતુઓમાં બનેલા ભોજનનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે પરંતુ આજકાલ આપણે વગર વિચાર્યે ધાતુના વાસણોનો રસોઈમાં ઉપયોગ કરીએ છીએ જે આપણી લાઈફ પર નકારાત્મક અસર કરી શકે છે.
દક્ષિણ ભારતમાં આજે પણ કેળાના પાંદડા પર ભોજન કરવાનો રિવાજ છે. કેમ કે,
· કેળાના પાનની અંદર વિશેષ એન્ટિ બેક્ટેરિયલ ગુણ હોય છે.
· કેળાના પાન શરીરમાંથી ઝેરી તત્વોને બહાર ફેંકે છે. તે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને વ્યક્તિને સ્વસ્થ જીવન જીવવામાં મદદરૂપ બને.
· કેળાના પાન પર કુદરતી રીતે જ વેક્સ જેવું એક કોટિંગ હોય છે. આ કોટિંગને કારણે ભોજનનો સ્વાદ અનકેગણો વધી જાય છે. તમે પોતે અનુભવશો કે કેળાના પાન પર ભોન કરવાથી ભોજનનો કંઈક વધુ સરસ ટેસ્ટ આવશે.
DIPAK CHITNIS (dchitnis3@gmail.com) DMC