પથ Jatin Bhatt... NIJ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

પથ

' નિજ ' રચિત એક સ _રસ વાર્તા

' પથ '

બહુ વખત પછી રમણીક અને કલાવતીને નિરાંત મળી ને એ બન્ને જણા વાતોએ વળગ્યા, બે જણને બેસાય એવો ઝુલતો હીંચકો અને એવીજ ઝુલતી જુની યાદો,
અલક મલકની વાતો માં સરળ અને ખૂબ સારા સ્વભાવ ના પથિક ની વાતો નીકળી , બહુ પહેલાથી પથિક અમેરિકા સેટ થઈ ગયો હતો,
​​​​​' તને યાદ છે? આપણી મિનુ ના લગન હતા તે વારે આપણે જમાઈ ને આપવાની ચેઈન ખોવાઈ ગઈ હતી? '
રમણીક ને કલાવતી હીંચકે ઝુલતા ઝુલતા વાતો એ ચડી ગયા હતા,
' હા, યાદ તો હોય જ ને, તમારો પેલો સરપ્રાઈઝ નો રાજા પથિક, જો એણે એ વખતે મદદ ન કરી હોત તો આપણને બહુ અઘરું પડતે '
' હા, સાવ સાચી વાત છે, એ સરપ્રાઈઝ નો રાજા પછી તો અમેરિકા સેટ થઈ ગયો, ને ત્યાંથી જ એ બધાને એટલે સગાવહાલા અને મિત્રો ને મદદ કરી રહ્યો છે અને એ પણ ખબર ના પડે એવી રીતે '
' હમ '
' એક વખત તો ગુણવંતની બર્થડે હતી ને ગુણીયો રહે પાછો ઝૂપડામાં, પણ આ પથિકીયા એ સરપ્રાઈઝ પાર્ટી એરેંજ કરીને બધાને એટલે કે આજુબાજુ ના ઝૂપડા વાળાઓને પણ ખુશ કરી દીધેલા,એક વખત તો પેલા બિરેન ના છોકરાની MBBS ની ફી ભરવાની હતી, ને બિરેન ખૂબ જ ટેન્શન માં હતો, પણ એને ખબર ના પડે એવી રીતે પથિકે ફી ભરી દીધેલી, ને પેલા કમલિયા ને કોરોના થયો ત્યારે દસ લાખ નો ખર્ચો પણ એણે જ ઉઠાવેલો, ભાભી અને એનો છોકરો બીટ્ટુ પણ કહ્યાગરા, જરાય વાંધો ના ઉઠાવે '
' હા, અને તમારા પેલા મિત્ર તપનને મકાન માં રૂપિયા ઉમેરવાના હતા ને સરપ્રાઈઝલી એના ખાતા માં રૂપિયા જમા થઈ ગયેલા , આ બધુ જ ખબર છે પણ આ બધી વાતો હમણાં કેમ ઉખેડી?'
' ને એવું પણ નહીં કે ગુજરાત ના દોસ્તો કે સગાવહાલાઓની મદદ કરે,
અમેરિકા વસતા ગુજરાતીઓની પણ એટલી જ મદદ કરે, અરે આપણા ગુજરાતમાંથી કોઈને અમેરિકા સેટ થવું હોય તો એણે એના બંગલા માં એવા લોકો માટે તો એક ગેસ્ટ રૂમ પણ બનાવ્યો છે',
' આ બધી વાતો તો ખબર જ છે મને, આજે કેમ યાદ આવે છે?
' એટલા માટે કે આજે એ અમેરિકા થી આવે છે, એમ તો અમે બધાજ મિત્રો દર પંદર દિવસે ઝૂમ પર વાતો કરીએ છીએ, પણ આ વખતે આપણને સરપ્રાઈઝ આપવા એણે ફોન નથી કર્યો, પણ એના છોકરા બીટ્ટુ એ ખાનગી માં મને ફોન કરી દીધેલો કે અંકલ તમે બધા એરપોર્ટ પર હાર લઈને આવી જજો , આ વખતે સરપ્રાઈઝ આપવાનો નો વારો તમારા લોકો નો , મેં બધાને ફોન કરી દીધો છે, બસ કલાક પછી આપણે નીકળીએ '
' ઓકે '
કલાક પછી પથિક ના પાંચ અંગત મિત્રો સપત્ની એરપોર્ટ જવા નીકળ્યા,
"Your attention please.......,,.,......"
પ્લેન લેન્ડિંગ થયું, બધા હારતોરા લઈને સજ્જ, સામેથી પથિક ની નજર ના પડે એવી રીતે ઊભા રહ્યા, ક્યારે પથિક આવે ને ક્યારે અમે સરપ્રાઈઝ આપીએ,
ને પથિકનો બીટ્ટુ દોડતો દોડતો આવ્યો ,
'કેમ છો અંકલ, આંટી,'
બધા પ્રશ્નાર્થ નજરે બીટ્ટુ સામે જોવા માંડ્યા,
' બસ અંકલ, પાછળ ધીમે ધીમે આવેજ છે, હવે ઘૂંટણ જવાબ આપે છે ને '
બધાની નજર પાછી એરપોર્ટ ની લોબી ભણી ગઈ, એક કોફિન ધીમે ધીમે પાસે આવ્યું એમાં નિતાંત નિરાંત વાળુ હાસ્ય પોઢીને સૂતેલા પથિકને જોઈ બધાજ સડક થઈ ગયા, પથિક હવે એવા એકમાર્ગિય પથ પર હતો, જ્યાંથી ક્યારેય પાછો નઈ આવે ,
' અંકલ ,એમની છેલ્લી ઈચ્છા પણ એ જ હતી કે જતા જતા પણ બધાને સરપ્રાઈઝ આપતો જાઉં '
' અમને બધાને કાંટા વગર ના પથ પર ચડાવી ને તું પોતે અનંત પથ પર નીકળી ગયો, પથિક' ને બધા મિત્રો એકબીજા ને વળગી ને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા...
.
.
.
જતીન ભટ્ટ (નિજ)
94268 61995