મૃગતૃષ્ણા - ભાગ 31 Hiral Zala દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મૃગતૃષ્ણા - ભાગ 31

( RECAP )

( અનંત આદિત્ય ને ફરી ભૂલ ન કરવા સમજાવે છે , સવારે અનંત અને દેવાંગી ની આદિત્ય વિશે વાત થાય છે અને ત્યાં ધનરાજ આવી દેવાંગી ને હેરાન કરે છે, જેના લીધે દેવાંગી ગુસ્સે થઈ જાય છે. ધનરાજ એક નિર્ણય લેવા દેવાંગી નો સાથ માંગે છે, દિવ્યા રિષભ સાથે લગ્ન ની હા પાડી દેઇ છે. )

____________________________________
NOW NEXT
____________________________________

( દિવ્યા ની વાત સાંભળી પાયલ ના હોશ ઉડી જાય છે. નરેન ના ચેહરા પર ખુશી સાફ સાફ દેખાઈ રહી હતી. નરેન ડાઇનિંગ ટેબલ પર થી તરત ઊભા થઈ ગયા અને ખૂબ ઉત્સાહ સાથે દિવ્યા તરફ જોઈ ને દિવ્યા ને સવાલ કરે છે
" દિવ્યા તું ખરેખર તારા મન થી રાજી છે , જો બેટા મારા તરફ ની તમે કોઈ જ ફોર્સ નથી , તું મળી આવી એટલું મારા માટે બોવ છે "

નરેન ની વાત સાંભળી તરત પાયલ દિવ્યા ની સામે જઈ ને બોલે છે " દી....આટલી જલ્દી કોઈ ફેંસલો કેમ લો છો , થોડો વિચાર કરો , આવી રીતે વગર કઈ જાણ્યા વગર કેમ તૈયાર થાવ છો".


દિવ્યા : પાયલ મે કહ્યુ ને મને કોઈ પ્રોબ્લેમ નથી.

અક્ષિતાં દિવ્યા પાસે આવી દિવ્યા ને પૂછે છે " દીવું....જો તું રાજી હોઈ તારા મન થી તો જ હા કરજે , પપ્પા કંઈ નઈ કેઈ તને.


દિવ્યા : મમ્મી મે મળી લીધું , મને કોઈ પ્રોબ્લેમ નથી , રિષભ સારો વ્યક્તિ છે.

પાયલ તરત નરેન પાસે જાઈ છે અને નરેન ને મનાવવા નો ટ્રાય કરે છે " કાકા....આટલું જલ્દી કેમ બધું , થોડા ટાઈમ આપીએ દી ને ...પ્લીઝ બન્ને વ્યક્તિ એક બીજા ને જાણી શકે એટલો ટાઈમ તો આપીએ.


નરેન : પાયલ....દિવ્યા એ કહ્યું કે એને ગમે છે, તું ટેન્શન લઈશ. આપણે તરત કંઈ નઈ કરીએ , હજી બોવ સમય છે. અને બંને જો રાજી હોઈ તો પછી શું વાંધો છે?

પાયલ : કાકા...વાંધો કોઈ જ નથી , પણ

દિવ્યા : પાયલ...પણ કંઈ જ નઈ
દિવ્યા તરત નરેન પાસે જઈ એમને સમજાવી દેઇ છે.
" પપ્પા તમે જે કરશો એ મને મંજૂર છે. "

થોડી વાર નરેન બસ દિવ્યા ને જોયા કરે છે અને ઈમોશનલ થઈ જાય છે. નરેન દિવ્યા ના બંને ગાલ પર હાથ રાખી દિવ્યા ને સમજાવે છે. " જો હું વાત કરી લવ રોહિત ભાઈ સાથે બરાબર" દિવ્યા તરત જ નરેન ને ગળે મળી જાઈ છે અને થોડી રડવા જેવી થઈ જાય છે. બધી વાત બાદ દિવ્યા પોતાના રૂમ માં જતી રહે છે અને પાછળ પાયલ એના પર ગુસ્સે થઈ રૂમ માં આવે છે. દિવ્યા જોબ જવા માટે પોતાના પર્સ માં ફાઈલ મૂકી રહી હોઈ છે , પાયલ એમનો ડાબો હાથ પોતાના તરફ ખેંચી દિવ્યા નું ધ્યાન પોતાની તરફ કરે છે.


પાયલ : તમને ભાન છે કે તમે શું કરો છો ? હજી કાલ ની વાત છે તમારા આંસુ રોકાતા નતા અને આજે લગ્ન માટે તૈયાર પણ થઈ ગયા તમે.


દિવ્યા : તું આટલી શું કરવા ચિંતા કરે છે. અને મારે કોની સાથે લગ્ન કરવા જોઈએ એ મારો ફેંસલો છે.


પાયલ : દી....કરવા તકલીફ આપો છો પોતાની જાત ને , શું મળશે તમને આ બધું કરી ને , જવા વાળો તો જતો રહ્યો પણ તમારી લાઈફ ને આ રીતે કૂવા માં નઈ નાખો તમે , અને આ છે છોકરો છે એને એક જ વાર મળી ને તમે સમજી ગયા કે એ સારો છે. થોડો ટાઈમ તો લો.


દિવ્યા : પાયલ...હવે છે ને તું વધારે કરે છે. મારે કોઈ ટાઈમ નઈ જોતો , અને મારી લાઈફ છે મારે જે કરવું હોઈ એ કરીશ.

પાયલ ને આટલું કહી દિવ્યા પોતાનું કામ કરવા લાગે છે.

પાયલ : સારું....પણ હવે ચૂપ નઈ રવ. હું કાકા સાથે વાત કરી ને રહીશ હવે બધી....બધી જ


પાયલ રૂમ ની બાર જતી હોય છે અને દિવ્યા એને રોકી લેઇ છે.અને ખૂબ જ ગુસ્સા માં કહી દેઇ છે.

દિવ્યા : તારી પ્રોબ્લેમ છે શું? મારી લાઈફ છે હું જે પણ કરું તારે વચ્ચે પડવા ની જરૂર નથી. અને હા કંઈ જ નથી કેહવુ મમ્મી પપ્પા ને. મે આ લગ્ન માટે હા પાડી છે અને આ જ ફાઇનલ પણ છે.


પાયલ : મને પ્રોબ્લેમ એ છે કે તમે આ બધું પેલા આદિત્ય ને ભૂલવા કરી રહ્યા છો , એ તો જતો રહ્યો ને તમને મૂકી ને , પણ એના માટે પોતાની લાઈફ બગાડવા ની જરૂર નથી. એને તમારી કંઈ પડી હોત ને તો આવી રીતે મૂકી ને ચાલ્યો ના ગયો હોત.

દિવ્યા : પાયલ...મારો ફેંસલો ફાઇનલ છે. અને હું કોઈ ને ભૂલવા માટે લગ્ન નથી કરતી. આ મારી મરજી છે.


પાયલ : કોના સામે જુઠ્ઠું બોલો છો. આજ થી થોડાં દિવસ ઓ પેહલા જે મને આદિત્ય ના પ્રેમ ના હવાલા આપતા હતા એ આવું બોલે છે.અને થોડા દિવસ શું કાલે એને કેફે માં જોઈ ને જ તમે પોતાને નઈ સંભાળી શક્યા અને કહો છો કે મારી મરજી છે.


દિવ્યા : મારે તારી કોઈ ફાલતુ વાત નથી સાંભળવી, હું જાવ છું ઓફિસ.


દિવ્યા પાયલ પર ગુસ્સે થઈ પોતાનું હેન્ડ બેગ લઈને ઓફિસ માટે નીકળી જાઈ છે.પાયલ રૂમ માં બેઠા બેઠા શું કરવું એ વિચારી રહી હોઈ છે. અચાનક બધું આવી રીતે પલટી જશે એને એવો વિચાર પણ ન હતો. પાયલ ને એક સમય આદિત્ય પર પૂરો વિશ્વાસ હતો કે એ દિવ્યા ને ક્યારે પણ એકલા નઈ મૂકે. આજે એ જ આદિત્ય થી દુર થઈ જવા નો દિવ્યા નો ફેંસલો પાયલ ને ખૂબ જ ચિંતા માં નાખી ગયો હતો.


____________________________________


ધનરાજ ઓફિસ માં એમની ફાઈલ ને વાચી રહ્યા હોઈ છે. બાર થી કોઈ ડોર ખખડાવે છે. ધનરાજ ધીરે થી કહે છે " કમિંગ".

ડોર ખોલી શાંતિ થી તરુણ અંદર આવે છે અને ધનરાજ સાથે વાત કરે છે.

" ગુડ મોર્નિંગ સર"

ધનરાજ : ગુડ મોર્નિંગ , કોઈ કામ ?

તરુણ : સર તમે મને એક કામ સોપ્યું હતું , એ જ આપવા આવ્યો હતો.

ધનરાજ તરત જ એમની ફાઈલ બાજુ પર કરી સોફા ઉપર થી ઉભા થઈ જાય છે. અને તરુણ ને કહે છે " હા , થઈ ગયું કામ "

તરુણ : હા સર

ધનરાજ : that's good 😊


તરુણ પોતાના હાથ માં રહેલી ફાઈલ ધનરાજ ને આપે છે. ધનરાજ ફાઈલ લઈ તરુણ ને Thank you કહે છે, અને તરુણ રૂમ માંથી બહાર જતો રહે છે. તરુણ ના બહાર ગયા બાદ ધનરાજ ફાઈલ ખોલે છે અને એમના ચેહરા પર એક સ્માઈલ આવી જાય છે. આ ફાઈલ માં દિવ્યા ની બધી જ ઇન્ફોર્મેશન હતી. ફાઈલ જોઈ ધનરાજ મન માં જ વિચારે છે
" મે કહ્યું તું દેવાંગી , હું જેમ કહીશ એમ થશે , આદિત્ય કહેશે એમ નઈ , કાલે રાત્રે આદિત્ય એ જે કહ્યું એ કોઈ રીતે પણ માનવા યોગ્ય નથી એટલે હવે મારે આ જ પગલું ભરવું પડશે"

ફાઇનલ લઈ ધનરાજ એમની બીજી મિટિંગ માટે ઓફિસ થી નીકળી જાય છે.

________________________________________



બીજી તરફ અનંત એમની ઓફિસ માં કામ કરી રહ્યાં હોઈ છે પણ એમના મગજ માં આદિત્ય ની ચિંતા જ ચાલી રહી હોઈ છે. અનંત ને આમ જોઈ સામે થી સંજય એમની પાસે આવી પાણી નો ગ્લાસ અનંત તરફ કરે છે. અને અનંત એમની સામે જોવે છે.સંજય ખૂબ જ શાંતિ થી સવાલ કરે છે.

સંજય : શું થયું શેના ટેન્શન માં છે?

અનંત : કંઈ નઈ....

સંજય અનંત ની સામે ખુરશી પર બેસી જાય છે અને હસી ને કહે છે.

સંજય : આ કંઈ નઈ ના પાઠ બીજા કોઈ ને ભણાવ જે , મને ખાલી એટલું કેહ પ્રોબ્લેમ શું છે , કંઈ થયું.

અનંત : એક જવાબ આપો , આ ઈમોશન વ્યક્તિ ને આટલું ખોખલું કેમ બનાવી દેઇ છે. એટલું ખોખલું કે વ્યક્તિ પોતાની વિચારવા ની શ્રમતા જ ખોઈ બેસે.


સંજય અનંત સામે થોડી વાર સ્માઇલ કરી એક ખૂબ સરસ જવાબ આપે છે.


" અનંત ઈમોશન વ્યક્તિ ને ખોખલું નથી બનાવતું , પણ એની પાછળ જે દુઃખ રહેલું હોઈ છે ને એ દુઃખ વ્યક્તિ ને એ હદ સુધી નરમ બનાવી દેઇ છે કે વ્યક્તિ એક સમય એ પોતાને હારેલો માનવા લાગે છે. ઈમોશન થી ક્યારે કોઈ વ્યક્તિ ખોખલું નથી થયું , જેમ કે તું અને ધનરાજ ભાઈ તમારા બન્ને વચ્ચે એક ઇમોશન છે , શું આ ઈમોશન એ ક્યારે પણ તને ખોખલો કર્યો? , અનંત સુખ અને દુઃખ જીવન માં અનિવાર્ય છે , આ જ બધું માણસ ને જીવન માં મજબૂત બનાવે છે. જેમ જ્યારે કોઈ દુખાવો થયો હોઈ અને પછી તમે એની દવા લો ,ત્યારે એ દુખાવો થોડી વાર માટે ખૂબ વધી જાય , અને પછી એ દુખવા ને રુઝાવ આપે , ઈમોશન એ જ છે. પેહલા એ વ્યક્તિ ને ખુબ હારેલો મેહસૂસ કરાવશે અને પછી જ વ્યક્તિ ને સખત મજબૂત બનાવશે."


અનંત 2 મિનિટ સુધી સંજય ની સામે કોઈ પ્રતિકાર આપ્યા વગર બસ જોઈ રહે છે. અચાનક સંજય ના નંબર પર રાજ નો ફોન આવે છે. સંજય તરત કોલ રિસિવ કરે છે.


સંજય : હા...રાજ , બોલ બેટા

રાજ : સર....હું અહીંયા મેઈન બ્રાન્ચ પર છું અને અહીંયા પેલા ડિસ્ટ્રીબ્યુટરસ આવ્યા છે. મારે પાયલ નું કામ છે મે એને કોલ કર્યા પર એ ફોન જ નથી ઉઠાવતી.

સંજય : એક મિનિટ , હું નીચે જઈ વાત કરાવું એની સાથે.

સંજય ફટાફટ નીચે પાયલ ના ટેબલ પર આવી પાયલ ને શોધે છે પણ પાયલ ત્યાં નથી હોતી , બાજુ માં થી દેવ સંજય સર ને પૂછે છે " શું થયું સર"

સંજય : દેવ પાયલ ક્યાં છે...એને જલ્દી બોલાવ

દેવ : સર આજે પાયલ આવી જ નથી.

સંજય : આવી જ નથી એટલે શું , 11 વાગ્યા...અત્યારે તો એને અહીંયા હોવું જોઈએ

દેવ : હા...હોવું તો જોઈએ , સર કદાચ આજે એ લીવ પર હોઈ શકે.

સંજય : ના...હોઈ ને , લીવ પર હોઈ તો કાલે એપ્લિકેશન આપી હોઈ અને ના આવવા ની હોઈ તો પેહલા એ મને જણાવતી હોઈ છે.

સંજય સર તરત ચાલુ કોલ પર રાજ સાથે વાત કરે છે.

સંજય : હા...રાજ હું પાયલ સાથે વાત કરી લવ , પછી ફોન કરી તને.

રાજ : ઓકે સર....

સંજય તરત રાજ નો કોલ કટ કરી પાયલ ના નંબર પર કોલ કરે છે. 3 કોલ કર્યા બાદ પણ પાયલ ફોન નથી ઉઠાવતી એટલે સંજય થોડાં ટેન્શન માં આવી જાય છે.

_________________________________



( આદિત્ય પોતાના રૂમ માં બેસી લેપટોપ પર કામ કરી રહ્યા હોઈ છે અને અચાનક કેબિન નો દરવાજો ખૂલે છે. આદિત્ય ઉપર જોવે છે, તો સામે રૂહાંન હોઈ છે. રૂહાંન ને જોઈ આદિત્ય હજી તો કંઈ બોલવા જ જાઈ છે ત્યાં આદિત્ય રૂહાંન ની સાથે પાયલ ને પણ જોઈ જાઈ છે અને તરત પોતાની ખુરશી પર થી ઉભા થઈ જાય છે. પાયલ ને જોઈ આદિત્ય એક દમ સુન્ન થઈ ગયા હતા. પાયલ કેબિન માં થોડી અંદર આવી આદિત્ય ના સામે ઊભી રહી જાય છે. આદિત્ય પોતાની નજર રૂહાંન સામે કરી લેઇ છે , કારણ એ પાયલ સામે કંઈ બોલી પણ નથી સકતા અને નજર પણ નથી મિલાવી શકતા. પાયલ તરત એમની સામે બોલે છે


" પેહલી વાર જ્યારે આપણે મળ્યાં હતાં ત્યારે તમારી આખો માં એક અલગ આત્મવિશ્વાસ હતો , તો આજે એ જ આંખો માં આટલી શરમ કેમ છે આદિત્ય ઓબરોય? "

★★★★★★★

[ NEXT DAY ]

( NO SPOILER FOR SOME EPISODES🥰 )

THANK FOR READING 🙏🏻
BE BACK IN NEXT EPISODE ❤️
મૃગતૃષ્ણા ✍️.