Mrugtrushna - 4 books and stories free download online pdf in Gujarati

મૃગતૃષ્ણા - ભાગ 4

( RECAPE )
સંજય સર પાયલ થી ખૂબ ગુસ્સે હોય છે અને પછી પાયલ ને તે ઇગનોર કરવા લાગે છે, પાયલ એમના પાસે પોતાની ભૂલ ની માફી માંગે છે, દિવ્યા પાયલ ને કહે છે કે એ કોઈ ને પ્રેમ કરે છે એ વાત થી પાયલ ખૂબ આશ્ચર્ય માં પડી જાય છે

( હવે આગળ )
પાયલ : વૉટ????
દિવ્યા : જે તે સાંભળ્યું
પાયલ : હા પણ આવું કંઈ રીતે બની શકે.. કાલ સુધી તોહ કોઈ નતું, રાતો રાત પ્રેમ ક્યાં થી છલકાયો 😳😂
દિવ્યા : પાયલ તને મજાક લાગે છે ને , ઓકે જા હવે નઈ કેવું કંઈ મારે .
પાયલ : અરે દી...એક મિનિટ એક મિનિટ , પણ આ છે કોણ ??એન્ડ તમે લોકો મળ્યા ક્યાં અને અચાનક આ પ્રેમ ની વાત ક્યાં થી .
દિવ્યા : પાયલ અચાનક કંઈ જ નથી. એકચ્યુલ અમે 3 મહિના થી એક બીજા ને ઓળખીયે છે . અને જીનલ ના લગ્ન માં મળ્યા હતા અને પછી..
પાયલ :( પાયલ એક ઉત્સાહ થી પૂછે છે ) દી પછી શું ?
દિવ્યા : પછી એક દિવસ એમનો મેસેજ આવ્યો મારા પર , એન્ડ અમે વાતો કરતા હતા અને ફાઈનલી એમને મને પૂછ્યું કે લગ્ન કરીશ મારી સાથે
પાયલ : હે..શું કીધું ,લગ્ન 😂😂આવું સુધારેલું પ્રાણી આ જગત માં હજી છે ... વાહ લગ્ન 😂😂😂
દિવ્યા: પાયલ..શું બોલે છે
પાયલ : સોરી સોરી દી😂હું મજાક કરું છું
( પાયલ દિવ્યા ને ખભા પર હાથ મૂકી ને પૂછે છે )
પાયલ : એમને લગ્ન માટે પૂછ્યું તો મારી દી એ શું જવાબ આપ્યો એમને બોલો તો.
દિવ્યા : ( થોડું શરમાઈ ને અને ચહેરા પર એક નાનું મુસ્કાન કરી ને ) મે હા કીધી 😊
( પાયલ એક આશ્ચર્ય સાથે દિવ્યા ને પૂછે છે)
પાયલ : દી..તમે આર યું સ્યોર ?? કારણ કે મને લાગે છે કે તમારે હજી વિચારવું જોઈએ..તમે ખાલી 3 મહિના થી ઓળખો છો એ વ્યક્તિ ને
દિવ્યા : પાયલ મારે હવે કંઈ જ જાણવા નું નથી. મે તને એટલે કીધું કારણ કે તું એમને મળી લે. અને પછી મને કહે કે મારો નિર્ણય સાચો છે કે નઈ . પાયલ આદિત્ય એક ખરેખર સારો વ્યક્તિ છે .
પાયલ : ઓહ આદિત્ય😄😄😄 વાહ..શું નામ છે 😂
દિવ્યા : જો પાછું તે મજાક ચાલુ કર્યું
પાયલ : 😂😂

( બહાર થી દિવ્યા ની મમ્મી નો અવાજ આવે છે"દિવ્યા - પાયલ ચાલો જમવા જલ્દી)
પાયલ : હા કાકી એક મિનિટ.
(દિવ્યા અને પાયલ હસતા હસતા જમવા જાઈ છે )

બીજા દિવસે સવારે ૮ વાગે

( પાયલ ઓફીસ માં આવે છે અને બધા નું ધ્યાન પાયલ પર જાઈ છે.)


દેવ : અરે વાહ ! આને રાણી સાહેબા નું સવાર વહેલું થઈ ગયું.

કરણ : સવાર વહેલી નથી પણ પાયલ વહેલી છે.

આકાશ : ના હોય ( હસતા હસતા)🤣🤣

રાધિકા : આ બધો સંજય સર નો કમાલ છે.

( બધાં હસવા લાગે છે )

પાયલ : હાવ આર યુ ???

(સંજય સર આવે છે.)

સંજય સર : બધા એક દમ મજામાં છે.હવે તું બધી ફાઈલ લઈ ઉપર રવાના થા.જલ્દી જલ્દી.

પાયલ : હાં..હવે જાવ છું ને
( પાયલ ફાઈલ લઈ ને સીડી થી ઉપર જાઈ છે અને ઓફીસ નો દરવાજો ખોલે છે.)

પાયલ : મે આઇ કમિંગ સર ????

( અનંત લેપટોપ પર કામ કરી રહ્યા હોય છે)

અનંત : હમમ (ઈશારા થી અંદર આવા માટે કહે છે.)

પાયલ : સર આ બધી એકાઉન્ટસ ની ફાઈલ છે અને (ખુરશી પર બેસી જાઈ છે )

અનંત :Did I tell you to sit down ??
પાયલ : આઈ એમ સોરી સર 😔
અનંત : ફાઈલ આપો

( પાયલ અનંત ને ફાઈલ આપે છે એન્ડ પાયલ ના ફોન ની રીંગ વાગે છે )
Music : મેરી મમ્મી નું પસંદ નીયો તું
પાયલ ફોન ઉઠાવે છે
પાયલ : ( ધીમા અવાજે ) હેલ્લો..દી હું કામ માં છું પછી કોલ કરું.
અનંત : ( ગુસ્સા માં ) આ ફાઈલ માં એક પણ એન્ટ્રી સાચી નથી . પાયલ અનંત ના હાથ માં થી ફાઈલ લઈ ને જોવા લાગે છે.

પાયલ: ઓહ.. સોરી સર .. એકચ્યુલી આ ૨૦૧૭ ની ફાઈલ છે .આ લો ૨૦૨૦ ની ફાઈલ
( પાયલ અનંત ને જલ્દી જલ્દી ફાઈલ આપવા જાય છે અને ટેબલ પર પડેલો પાણી નો ગ્લાસ અનંત ની ઈમ્પોર્ટન્ટ ફાઈલ પર ઢોળાઈ જાય છે , અને અનંત ગુસ્સા માં ખુરશી પર થી ઉઠે છે.)

અનંત : આર યુ મેડ??😡😡😡

પાયલ : ( ડરી ને ) સોરી સર સોરી

અનંત : get out ...( મોટે થી )

પાયલ : સર આઇ એમ સોરી .

( અનંત ગુસ્સા માં પાયલ નો હાથ પકડી તેને નીચે લઈ જાય છે.પાયલ ને આવી રીતે જોઈ બધા જ ચોકી જાઈ છે. સંજય સર આશ્ચર્ય માં બંને ને નીચે આવતા જોવે છે )
સંજય સર : શું થયું સર??

અનંત : ( સંજય સર ને ) આ છે તમારા એમ્પલોય 😡😡જેને શું કરવું ?? શું ના કરવું??કોની સામે કઈ રીતે જવું એનું જરા પણ ભાન નથી .આ બધા તમારી કંપની ને દુનિયા માં નંબર 1 બનાવશે .તમને બીજા કોઈ મળતા જ નથી.મારી એક વાત સાંભળી લો .મને એક એક વસ્તુ કમ્પલેટ જોઈએ છે.અને હા પ્લીઝ બીજી વખત આવા જોકરો ને મારી પાસે મોકલ્યા પહેલા ૧૦૦ વખત વિચારજો.

( અનંત જોર થી પાયલ નો હાથ છોડે છે.અને ઉપર જતા રહે છે.)

પાયલ ગુસ્સા માં અનંત ને જોઈ રહી હોય છે.

સંજય સર : ( ગુસ્સા માં ) પાયલ ઓફીસ ઓવર ,ઘરે જા

પાયલ : પણ સર મે કંઇજ નઈ...

સંજય સર : ( મોટે થી ) (ગુસ્સા માં ) પાયલ એક વખત કીધું ને ગેટ આઉટ .

( પાયલ એને બીજા બધા જ સંજય સર ને આ રીતે જોઈ ને ચોકી જાઈ છે.પાયલ ની આખો માં આંસુ આવી જાય છે. કારણ કે પેહલી વાર સંજય સર પાયલ પર આટલા ગુસ્સે થયા હતા )

રાધિકા : પાયલ હમણાં ઘરે જા.( પાયલ ની પાસે જાઈ ને)

( પાયલ ઈશારા માં ના પાડે છે)

આકાશ : પાયલ પ્લીઝ હમણાં ઘરે ચાલ.પ્લીઝ .. સમજ

( પાયલ હાં પાડે છે. અને રાધિકા ઓફિસ ની બાર લઈ જાય છે )
( પાયલ ઘરે પોહચી તરત પોતાના રૂમ માં જઈને રૂમ બંધ કરી દેઇ છે. )


{ Next day }

[ પાયલ ઘરે બોવ જ રડે છે અને અનંત પર ગુસ્સે થાય છે.અનંત એમના ઘરે જાઈ છે જ્યાં એમના ભાઈ ,ભાભી ,અને બીજા પરીવાર ના લોકો એમને મળે છે.]

BE BACK IN NEXT EPISODE ❤️
મૃગ તૃષ્ણા ✍️

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED