( RECAP )
( આદિત્ય ઘરે આવે છે અને દેવાંગી ને શાંત રાખે છે. ધનરાજ આદિત્ય પર બોવ ગુસ્સે થઈ જાય છે. ધનરાજ ગુસ્સા માં અનંત ના રૂમ માં થી નીકળી ને જતાં રહે છે. આદિત્ય દેવાંગી ને જમાડે છે. વૈશાલી અજીત સાથે બોવ ખરાબ રીતે વાત કરે છે. અને અજીત એમને ચૂપ કરી જતાં રહે છે. )
____________________________________
NOW NEXT
_____________________________________
( ધનરાજ રાત્રે 12 વાગે એમના રૂમ માં આવે છે, અને રૂમ ની લાઈટ ચાલુ કરવા જાઈ છે. દેવાંગી ને સૂતા જોઈ એ જાગી જશે એ વિચાર થી ધનરાજ રૂમ ની લાઈટ બંધ જ રેહવા દેઇ છે. ધનરાજ બેડ પાસે આવી દેવાંગી ની બાજુ માં બેસી જાય છે. થોડી વાર એમને જોઈ જ રહે છે, પછી અચાનક એમનો હાથ દેવાંગી ને માથે ફેરવવા જતાં અટકી જાય છે. અને દેવાંગી ને જગાડ્યા વિના ધનરાજ સુઈ જાઈ છે. )
________________________________________
( આદિત્ય નીચે કિચન માં પાણી નો બાટલો લેવાં આવ્યા હોઈ છે અને બહાર જતા વખતે એમને સામે અનંત મળે છે. આદિત્ય થોડી શરમ અને થોડા ડર સાથે અનંત પાસે જાય છે.
અનંત : અહિયાં વાત નથી કરવી , બાર ગાર્ડન માં ચાલો
આદિત્ય અને અનંત બંને બાર ગાર્ડન માં આવે છે. આદિત્ય નો ચેહરો નીચે હોઈ છે એટલે અનંત તરત સવાલ કરે છે.
અનંત : ચેહરો નીચે શરમ ના લીધે છે કે ભૂલ ના લીધે.
આદિત્ય : કાકા મને નતી ખબર કે વાત આટલી આગળ વધી જશે. ખ્યાલ હોત તો હું ક્યાંય જાત પણ નઈ. મને મારી ભૂલ સમજાઈ છે.
અનંત : ક્યાં ગયો હતો તું , હવે સાચું બોલ , તું ખોટો છે એવું નથી કેહતો હું પણ તે જે કહ્યું એ અડધું જ સત્ય છે. કેફે માંથી ઉઠી ને જતાં રેહવા નું શું કારણ હતું ?
આદિત્ય : દિવ્યા...
( આદિત્ય ને સાંભળી અનંત થોડા વિચાર માં પડી જાય છે. અને આદિત્ય આગળ વાત કહે છે.)
આદિત્ય : કેફે માં દિવ્યા એના કોઈ ફ્રેન્ડ સાથે હતી , અને મને જોઈ અચાનક એ અનકંફોર્ટેબલ થઈ ગઈ , એટલે હું ત્યાં થી નીકળી ગયો.
અનંત : ફ્રેન્ડ સાથે હતી , ફ્રેન્ડ કોણ હતું છોકરી કે છોકરો?
આદિત્ય : છોકરો....કાકા મે મારી લાઈફ માં નજીક ના સમય માં બધાં બોવ ના દિલ તોડ્યા છે. બધાં બોવ ને દુઃખ આપ્યું છે. અને ખરેખર કહું તો મે મોમ ને ના પણ કહી હતી આ વાત પર આટલું વિચારવા ની , પણ એ પપ્પા સાથે મારા માટે લડતાં રહ્યા અને વાત આટલી બધી ગઈ.
અનંત : આદિત્ય હંમેશા એક વાત નઈ ભૂલવા ની , આપણા જીવન ના દરેક કદમ પર વિચારવા નું કે આપડી સાથે કેટલાં લોકો જોડાયેલા છે. અને આપણા એ કદમ થી એ લોકો ના જીવન માં શું બદલાવ આવશે. હું એવું નથી કહેતો કે તું ખોટો છે પણ આજે છે થયું એ તારી નજર માં સાચું છે?
આદિત્ય : નથી...હું માનું છું કે મારી ભૂલ છે.
અનંત : આદિ...મે હંમેશા તને એક મિત્ર તરીકે સમજાવ્યો છે અને આજે પણ સમજાવું છું. જે વસ્તુ કરો એ વિચારી ને કરો. ભાઈ અને ભાભી બન્ને એક બીજા ની તાકાત છે. એ બંને ના લીધે જ આ જે ઓબરોય અને આ ઓબરોય મેન્શન છે. બંને પરિવાર ના મજબૂત પાયા છે. અને હા મે મારા જીવન માં લગ્ન પછી ધનરાજ ઓબરોય ને બોવ ઓછી વખત એકલતા અનુભવતા જોયા છે. જેમાં નો એક દિવસ આજ નો પણ છે.
આદિત્ય : હું પ્રોમિસ કરું છું. હવે ક્યારે પણ આવી ભૂલ નઈ કરું , મારા લીધે એ બંને વચ્ચે કોઈ પ્રોબ્લેમ નઈ થવો જોઈએ.
અનંત : એમને કોઈ પ્રોબ્લેમ નઈ થાય , બસ ખાલી સમજી ને ચાલો , અને પરિવાર હસતો રમતો રહે એવો પ્રયાસ કરો 😊જાવ હવે સુઈ જાવ
આદિત્ય : પપ્પા ક્યાં છે? એ જમ્યા?
અનંત : હા એ જમી ને રૂમ માં ગયા , સુઈ જાવ અને કાલ થી એક શરૂઆત કરો.
આદિત્ય : તમે પણ ચાલો અંદર , સૂવું નથી
અનંત : હું તો આવીશ જ ને , ક્યાં જઈશ બીજે , ચાલો
_______________________________
( સવારે 6 વાગે અનંત કિચન માં આવે છે અને દેવાંગી ને નાસ્તો બનાવતા જોવે છે. )
અનંત : ભાભી....તમે શું કરવા ઉઠયા , જાવ આરામ કરો
દેવાંગી : અનંત , આઈ એમ ઓકે...
અનંત : ઓકે...ઓકે કંઈ નઈ તમે જાવ હું કરું છું બધું
દેવાંગી :🤣 તું કરીશ?
અનંત : 😟હસવું આવે છે તમને
દેવાંગી : અનંત કંઈ નથી થયું મને , અને તને ખબર છે મને ખાલી બેડ પર પડી રેવા નું નથી પસંદ , હમણાં તમે બધા ઓફિસ જાવ પછી આરામ છે ને.
અનંત : મને ખબર નઈ પડતી કે આ ઘર માં કોઈ એક બીજા ની વાત માનતું કેમ નહિ?
દેવાંગી : બીજા નું તો ખબર નઈ પણ હું જેની સાથે રૂમ માં રહું છું મને એનો જ સંગ છે અને એનો જ રંગ છે🤣🤣
( અનંત ના ચેહરા પર અચાનક એક સ્માઈલ આવી જાય છે,)
અનંત : મે આદિત્ય ને સમજાવ્યો કાલે
દેવાંગી : અનંત એને સમજાવવા ની જરૂર જ નથી કોઈ , એ એની રીતે બરાબર છે. તું રીતે વિચાર શું ભૂલ છે એની , રાજ ની એક ના પર એને એનો સંબંધ તોડી નાખ્યો , હવે બીજું શું માંગીએ આપણે એના થી. મને નઈ લાગતું બીજો કોઈ છોકરો હોત તો આવી હિંમત કરેત , પોતાના માં - બાપ માટે.
અનંત : હું માનું છું પણ હું બસ એટલું કહું છું કે હમણાં લગ્ન નઈ કરવા જોઈએ એને બસ
દેવાંગી : પોતે તો નઈ કરવા ના એને પણ નઈ કરવા દેવા ના 🤣
અનંત : ભાભી...હવે મારા લગ્ન વાળી વાત નઈ કરતા તમે😟
દેવાંગી : 🤣🤣શું વાંધો છે, ચાલો આદિત્ય ની ઉંમર નથી લગ્ન ની પણ તારી તો નીકળવા આવી , હવે તો કર..
અનંત : સારું ઉંમર જતી રહે તો....પ્રોબ્લેમ જાઈ જીવન માંથી
દેવાંગી : એટલે લગ્ન પ્રોબ્લેમ છે એવું ??
અનંત : પ્રોબ્લેમ નથી તો સોલ્યુશન પણ નથી,.ભાભી હું બોવ અલગ વ્યક્તિ છું, મને મારા પર્સનલ જીવન માં કોઈ વ્યક્તિ આવે પેલા થી નઈ પસંદ , અને મારે પડવું પણ નથી આ બધાં માં. મારે મારા જીવન માં કોઈ ને નથી આવવા દેવું
દેવાંગી : અને કોઈ આવી ગઈ તો શું કરીશ?🤣
અનંત : આપડે મારાં લગ્ન ની વાત કેમ કરી રહ્યા છે? આદિત્ય ની વાત કરો.
દેવાંગી : બોવ હોશિયાર છે તું🤣
અનંત : ભાભી....હું બસ એટલું ઈચ્છું છું કોઈ પણ વ્યક્તિ ના લીધે મારું આ ઘર દુઃખી નઈ થાવું જોઈએ.
દેવાંગી : અનંત....સુખ દુઃખ એ સમય ની વાત છે, અને સંબંધ પણ એક અલગ વાત છે.
( પાછળ થી ધનરાજ આવી ને બોલે છે. )
ધનરાજ : કોને દુઃખ પડ્યું?😄
દેવાંગી : મને
ધનરાજ : એ તો રોજ નું છે કઈક નવી વાત કર , તો મજા આવે મને.
દેવાંગી : નવું કંઈ નથી , જે છે એ સામે જ છે.
ધનરાજ : સારું તો જૂનું ચલાવી લઈશ , 28 વર્ષ કાઢ્યા તો બીજા નીકળી જશે. આ તો મે ખાલી પૂછ્યું કદાચ બીજો ઓપ્શન મળે તો.
અનંત : ભાઈ...શું કરવા હેરાન કરો છો એમને
ધનરાજ : જો આ કેવુ બોલે મને , દેવાંગી તું સાંભળ્યા રાખીશ ખાલી , લડ મારા માટે.
દેવાંગી : નથી લડવું કોઈ ની સાથે.
ધનરાજ : કેમ શું થયું તાવ ઉતર્યો નઈ કાલ નો , મગજ નો અને.....
દેવાંગી : અને?????
ધનરાજ : 😄😄😄 ચાલો અનંત બાર બેસીએ , નકર આજે અહીંયા લાવા ગરમ છે , જ્વાળામુખી ફાટવા નો ડર રહશે મને.🤣🤣🤣
દેવાંગી : અહીંયા થી જવા માં જ ભલાઈ છે.
ધનરાજ : અચ્છા એટલે તું ક્યાંય જાઈ છે, મને છોડી ને 😄😄😄મૂકવા આવું.
અનંત: ભાઈ શું કરવા હેરાન કરો છો એમને?
ધનરાજ : જો ભાઈ...હું ક્યારેય કોઈ ને હેરાન નહિ કરતો , લોકો ને પોતાની જાતે હેરાન થવું હોઈ તો એમાં હું કંઇજ ના કરી શકું.
દેવાંગી : કોઈ એ કંઈ જ કરવા નું કહ્યું પણ નથી. અને હા સંભળાવવા નું હું ચાલુ કરીશ તો પછી સંભળાશે નઈ...
ધનરાજ : બોલ ને શું કેહવુ છે તારે... મન માં રાખી ને કોઈ મતલબ નથી, એટલે સંભળાવી દે....તારી હેલ્થ માટે સારું છે. 😌 અને હા કામ એવા કરશો તો સાંભળવું તો પડશે અને એ તો નક્કી જ છે.
( દેવાંગી ચૂપ થઈ પોતાનું કામ ચાલુ રાખે છે. )
અનંત : ભાઈ હવે બાર જઈએ આપડે?
ધનરાજ : હા...હવે ચાલો🤣🤣
( અનંત અને ધનરાજ બાર ડાઇનિંગ ટેબલ પર આવી બેસે છે. અને દેવાંગી ચૂપ ચાપ એમનું કામ કરે છે. )
અનંત : ભાઈ...શું મતલબ છે આ બધાં નો , પછી કહો છો કે મારી સામે થાય છે , હેરાન કેમ કરો છો એમને.
ધનરાજ : કેટલા વર્ષ થયાં તને લગ્ન ના , મને 28 થયાં. બૈરા ને હેરાન કરતા પણ આવડે છે અને મનાવતા પણ આવડે છે 🤣🤣એટલે તું ચૂપ ચાપ નાસ્તો કર , આવશે હમણાં ગરમ નાસ્તો પણ અને મારું ગરમ બૈરું પણ🤣.
( દેવાંગી નાસ્તો બાર લઈ ને આવે છે. ધનરાજ એમની સામે જોઈ રહ્યા હોય છે. અને સ્માઇલ કરે છે. )
ધનરાજ : દેવાંગી ચા માં સાકાર છે કે મરચું?😄😄
( દેવાંગી એમની સામે ગુસ્સે થઈ જોવે છે. )
ધનરાજ : અરે તું ગુસ્સે નઈ થઈશ , આ તો મે મારા ભલા માટે પૂછ્યું.
દેવાંગી : ઝેર છે ચા માં , પીશો ?
ધનરાજ : તો તો આજે બધો ચા મારો ,😄😄😄
( ધનરાજ ચા ને પોતાના કપ માં લઇ લેઇ છે , અનંત એમને જોઈ રહ્યા હોય છે,એટલે ધનરાજ અનંત ને કહે છે. )
ધનરાજ : મને શું જોવે છે 🤣મજાક કરે છે આ નહિ ઝેર આમાં. ટ્રાય કરવો છે?
દેવાંગી : એ એની ગ્રીન ટી પીવે છે.
ધનરાજ : હા આ સારું નઈ , રોજે અલગ અલગ કલર નો ચા , ક્યારેક લીલો , ક્યારેક કાળો, કાલ થી આપડે એવું કરીએ કંઇક નવું 😄😄
દેવાંગી : તમે વિચારી ને ઉઠયા છો આજે?
ધનરાજ :🤣🤣કે આજે તારા હાથ નો માર ખાઈ ને જ રહીશ.
( ધનરાજ ની વાત સાંભળી દેવાંગી હસી જાઈ છે. )
ધનરાજ : જો મને ખબર જ હતી , મને માર પડે એટલે મેડમ ખુશ ના થાય એવું તો ના બંને🤣🤣
દેવાંગી : જલ્દી નાસ્તો કરો , અને ઓફિસ નીકળો , આજ માટે આટલો દુખાવો બસ છે.
ધનરાજ : 😄😄😄😄😄સારું ચાલ આરામ થી નાસ્તો કર. કંઈ નઈ બોલું હું.
અનંત : ચાલો ભાભી હું નીકળું....કલાક માં મારે ત્યાં હાજર થવું પડશે.
ધનરાજ : સાંભળ....સાચવી ને જજે...અને આજે સાંજે મારે કામ છે એટલે ઘરે જલ્દી આવી જજે.
અનંત : વાંધો નઈ.
( અનંત ત્યાં થી જતાં રહે છે . ધનરાજ દેવાંગી સાથે વાત કરે છે.)
ધનરાજ : મે કંઇક વિચાર્યું છે આદિ માટે ....આશા રાખીશ કે એ વાત માં મારો સાથ આપીશ.
દેવાંગી : શું વિચાર્યું છે??
ધનરાજ : કેમ ભરોસો નથી મારા પર?
દેવાંગી : બધી વાત ભરોસે આવી ને કેમ અટકે છે.
ધનરાજ : કારણ કે મને એની જ જરૂર છે. સાંજે એક વાત છે જે હું કરીશ , આગળ એ વાત માનવી ના માનવી તમારા બધાં ઉપર છે.
દેવાંગી : સારું...વાંધો નઈ 😌
ધનરાજ : મારે પણ આજે કામ છે એટલે જલ્દી જ જાવ છું , આદિત્ય ને સાચવી ને ઓફિસ મોકલજે. અને તારી તબિયત સાચવજે , આદિત્ય ની જરુર હોઈ તો ઘરે રાખ આજે એને.
દેવાંગી : ના ઓફિસ આવી જશે એ, કામ માં માં લાગશે એનું.
ધનરાજ : સારું...હું નીકળું , તું આરામ કર હવે😌
( ધનરાજ ત્યાર થી નીકળી જાય છે અને દેવાંગી ની નજર એમના પર જ હોઈ છે અને એમના ચેહરા પર નાનકડી મુસ્કાન આવી જાઈ છે. )
________________________________
( દિવ્યા ના ઘરે સવારે 7 વાગે બધાં સાથે નાસ્તો કરવા બેસે છે. દિવ્યા કાલ રાત ની વાત ને લઇ થોડા ટેન્શન માં હોઈ છે. )
પાયલ : દી...પેલા શાંતિ થી નાસ્તો કરી લો પ્લીઝ...
નરેન : દિવ્યા...એક વાત કહું?
દિવ્યા : હા...પપ્પા બોલો ને
નરેન : તું કાલે રિષભ ને મળી?
દિવ્યા : હા...સાંજે જ મળ્યા અમે.
નરેન : જો સીધું સીધું કહું છું રોહિત ભાઈ નો ફોન હતો , રિષભ ની હા છે , એને એવું કહ્યું છે કે જો દિવ્યા ની હા હોઈ તો હું રાજી છું લગ્ન માટે.
પાયલ : કાકા....આ લોકો કાલે ફક્ત એક જ વાર મળ્યા છે. કોઈ પણ નિર્ણય આટલી જલ્દી નઈ લેવો જોઈએ ને. દી...ને થોડો ટાઈમ આપીએ આપણે.
અક્ષિતાં : પાયલ ની વાત સાચી છે. આટલી જલ્દી પણ નથી આપડે કોઈ , આરામ થી વિચારીયે. દિવું બેટા આપણે કોઈ જલ્દી નથી , તું શાંતિ થી વિચાર.
નરેન : હા.. એ પણ છે. તું મારી વાત માની એટલું બોવ છે હવે જે થશે તારી ઈચ્છા પ્રમાણે😄
( બધાં ફરી નાસ્તો કરવા લાગે છે અને થોડા જ સેકંડો માં દિવ્યા કહે છે. )
દિવ્યા : પપ્પા....મારી હા છે.
( પાયલ ના હાથ માંથી ચમચી નીચે પડી જાઈ છે. નરેન અને અક્ષિતા દિવ્યા ને જ જોઈ રહ્યા હોઈ છે.)
_________________________________________
[ NEXT DAY ]
( NO SPOILER FOR SOME EPISODES🥰 )
THANK FOR READING 🙏🏻
BE BACK IN NEXT EPISODE ❤️
મૃગતૃષ્ણા ✍️.