( RECAP )
( દિવ્યા રિષભ ને મળવા જાય છે, ત્યાં આદિત્ય એમના કામ થી પોહચે છે , અને એ દિવ્યા ને રિષભ સાથે જોઈ જાઈ છે. આદિત્ય ગુસ્સા માં રેસ્ટોરન્ટ માંથી જતાં રહે છે. અજીત ઘરે વાત કરે છે અને પછી બધાં આદિત્ય ની ચિંતા કરવા લાગે છે. )
_______________________________
NOW NEXT
_______________________________
ધનરાજ : મારો નઈ આપણો છોકરો...અને લડવું હોઈ તો પછી આરામ થી લડી લેજો...પણ અત્યારે રડી ને તબિયત ખરાબ નઈ કરો.
રૂહાંન : હા... મમ્માં , ભાઈ આવશે તો તમને આવી રીતે જોઈ ટેન્શન માં આવી જશે વધારે.
( બહાર થી અજીત ના વાઇફ અને એમની છોકરી આવે છે. )
નિધિ : મોટી મમ્માં...શું થયું રડો છો કેમ?અને પપ્પા , કાકા , આદિત્ય ભાઈ ક્યાં છે.
વૈશાલી : એક મિનિટ હું અજીત ને ફોન લગાવું.
ધનરાજ : વૈશાલી નઈ...તમે ફોન ના કરો એ આદિત્ય ને શોધવા ગયો છે.
નિધિ : ક્યાં ગયા આદિત્ય ભાઈ ?
ધનરાજ : ક્યાંય નઈ બેટા.. આવશે હમણાં ,તમે જાઓ અને જમી લો. વૈશાલી આને જમાડી દો.
વૈશાલી : ચાલ...પછી હોમવર્ક પણ બાકી છે તારું.
નિધિ : બાય..મોટા પપ્પા ...
ધનરાજ : બાય બાય બેટા...
_______________________________________
( રાત ના 9 વાગી ગયા હોઈ છે, પાયલ સંજય સર ના ઘરે હતી એટલે એને આવવા માં મોડું થઈ જાય છે. એનો મૂડ ખરાબ હોય છે એટલે એ ધીરે ધીરે રાધિકા સાથે વાત કરતાં કરતાં ઘરે જતી હોય છે. )
પાયલ : રાધિકા...મને ખબર નથી પડતી કે હું પાગલ છું કે મારા સાથે જે બધાં છે એ લોકો માં બુદ્ધિ નથી.
રાધિકા : પણ તું શું કરવા બધી વાત દિમાગ પર લેઇ છે. તને ખબર છે કે સર છે જ એવા , અને તું ગમે એટલું બોલીશ તો કંઈ બદલાશે નહીં.
પાયલ : એ બદલે કે ના બદલે મારે નઈ જોવું , પણ હા મારા કામ માં વચ્ચે આવ્યા તો પછી હું બોલીશ.
રાધિકા : એ બધું જવા દે , સંજય સર એ શું કહ્યું?
પાયલ : એ શું કહેવા ના , મને કેઈ છે કે થોડો ટાઇમ સમજી જા , પછી અનંત સર જતાં રેશે પણ રાધિકા સવાલ જાઈ ના જાઈ નો નથી , પણ મારું છે કામ હોઈ એ પણ મારે નઈ કરવા નું.
રાધિકા : સાંભળ...રાજ એ મને શું કહ્યું , એ પણ એ જ કહે છે કે કોઈ ફાયદો નથી અનંત સર સાથે લડવા નો, ઉલ્ટા ની તું એમાં અટવાઈ જઈશ.
( ચાલી ને આવતા આવતા પાયલ ને દિવ્યા એક બાકડા પર રડતાં રડતાં દેખાઈ છે. )
રાધિકા : ઓય... ચૂપ કેમ થઈ ગઈ
પાયલ : હું પછી ફોન કરું હા..
( પાયલ ફટાફટ એનો ફોન કટ કરી , દિવ્યા પાસે જાઈ છે)
પાયલ : દી....શું થયું અહીંયા કેમ બેઠા છો.
( દિવ્યા કંઇજ જવાબ આપ્યા વગર સીધાં ઊભા થઈ પાયલ ને હગ કરી લેઇ છે. અને ખુબ જ ઈમોશનલ થઈ રડવા લાગે છે. )
પાયલ : શું થયું , આટલું કેમ રડો છો, તમે તો પેલા છોકરા ને મળવા ગયા હતા ને , કંઈ બોલ્યો એ તમને
( દિવ્યા એના દર્દ થી ભરાયેલા અવાજ માં ખાલી એક જ શબ્દ બોલે છે. )
દિવ્યા : આદિત્ય........
( આદિત્ય નું નામ સાંભળી પાયલ થોડી વાર માટે સ્તબ્ધ થઈ જાય છે. અને એ સમજી નથી સકતી કે થયું છે શું. )
પાયલ : દી....તમે આદિત્ય ને મળવા ગયા હતા?
દિવ્યા થોડો પાછળ જઈ પાયલ ની આંખો માં જોઈ ને પાયલ ને ઈશારા માં ના કહે છે.
પાયલ : તો શું થયું ? ફોન આવ્યો એમનો ? કંઈ કીધું એમને? તમે તો પેલા છોકરા ને મળવા ગયા હતા તો આદિત્ય ?
( દિવ્યા ફરી એમનું માથું નીચું કરી રડવા લાગે છે. પાયલ કહે છે , " દી બેસો અહીંયા તમે અને રડશો નહિ, જે હોઈ એ મને આખી વાત કહો " )
પાયલ : બોલો ને શું થયું? એ છોકરા એ તમને કંઈ કહ્યું ? એ બોલ્યો કંઈ તમને?
દિવ્યા : પાયલ... હું રિષભ ને મળવા ગઈ હતી અને..
પાયલ : અને શું?
દિવ્યા : અને આદિત્ય ત્યાં આવી ગયા. એમને મને જોઈ બીજા કોઈ સાથે અને ત્યાં થી અચાનક ગુસ્સા માં ઉઠી ને જતાં રહ્યા.
પાયલ : આદિત્ય ત્યાં શું કરવા આવ્યા હતા?
દિવ્યા : નઈ ખબર મને.
પાયલ : દી...તમને આદિત્ય જતાં રહ્યાં એ ના ગમ્યું કે પછી એમને તમને બીજા કોઈ સાથે જોયા એ પ્રોબ્લેમ છે તમને?
દિવ્યા : પાયલ...આદિત્ય બોવ હર્ટ થઈ ગયા મારા લીધે , પેહલા પણ અને આજે પણ.
પાયલ : તમારા લીધે દી...આદિત્ય એમના પોતાના લીધે હર્ટ થયાં છે. તમે તો તૈયાર જ હતા ને એમને સાથ આપવા , પણ એમને જ હાર માની લીધી , એક વાર મનાવા નો પણ ટ્રાય નઈ કર્યો. એક વખત કહી ને તો જોતા , મનાવી ને તો જોતા એમના પેરેન્ટ્સ ને. પણ એમને તો કહી દીધું ને કે મુવ ઓન કરી લે. અને હવે જ્યારે તમે તમારી લાઈફ માં આગળ વધો છો નો એમને શેનો ગુસ્સો છે.
દિવ્યા : પાયલ એવું નથી.
પાયલ : આવું તમને લાગે છે , દી...પ્રેમ માં એટલા ગાંડા નઈ બની જાવ કે સામે વાળા ની ભૂલ હોવા છતાં તમે એની ભૂલ ના જોઈ શકો. અને એમને જો તમારો સાથ આપવો હોત તો એ તમારો આ સમય એ હાથ નઈ છોડી દેતા. હું એવું નથી કેહતી કે એ ખરાબ છે. પણ હવે જે પણ થશે એના જિમ્મેદાર આદિત્ય પોતે હસે. એમને તમારા પર ગુસ્સો કરવા ની કોઈ નથી જરૂર.
દિવ્યા : પાયલ એ મને કંઈ નઈ બોલ્યા , એ બસ પોતે દુઃખી થાય છે.
પાયલ : દી....10 વાગશે...ઘરે બધાં આપની રાહ જોતા હસે. પ્લીઝ હવે ઘરે જઈએ નકર કાકા ચિંતા કરશે.
( દિવ્યા ફટાફટ પોતાની આંખો માંથી આંસુ લૂછી નાખે છે અને પાયલ ને કહે છે , " હા... ચાલ" )
___________________________________
રૂહાંન : પપ્પા ભાઈ ગયા ક્યાં હસે પણ અત્યારે 10 વાગ્યા
દેવાંગી : કદાચ દિવ્યા પાસે.... રૂહાંન ફોન કર છે ને તારી પાસે નંબર.
રૂહાંન : હા...મમ્મી કરું.
ધનરાજ : એક મિનિટ રૂહાંન , હમણાં કોઈ ને ફોન નથી કરવો , એક વાર અનંત ને આવી જવા દે.
દેવાંગી : પણ પ્રોબ્લેમ શું છે તમને?
( દેવાંગી ખુબજ ગુસ્સે થી ધનરાજ સામે બોલી જાય છે. થોડી સેકન્ડ ધનરાજ એમની આંખો માં જ જોયા કરે છે.)
ધનરાજ : કોઈ પ્રોબ્લેમ નથી મને , પણ ઘડિયાળ માં જો 10 વાગ્યા , આ ટાઈમ પર કોઈ છોકરી ને ફોન કરી ને પૂછીશ તું કે મારો છોકરો ક્યાં છે. આટલી વખત કીધું તને કે આવશે એ, બીજે ક્યાંય નથી જવાનો એ. જે છોકરો એના બાપ ને એની વાત ના કહી શકે એના મા ઘર છોડી ને જવાની હિંમત નથી.
( પાછળ થી વૈશાલી બધું સંભાળી લેઇ છે.)
વૈશાલી : શું આદિત્ય ઘર છોડી ને જતો રહ્યો
ધનરાજ : ક્યાંય નથી ગયો એ.....
___________________________
( અનંત કાર ડ્રાઇવ કરતા હોય છે. અને આજુ બાજુ નજર કરી ને જોવે છે. )
અજીત : અનંત...ક્યાં ગયો હસે આ?
અનંત : જોઈએ હવે...ઓફિસ માં ફોન કર્યો ?
અજીત : હા...6 વાગે નીકળ્યો હતો એ જ , પછી નથી ગયો એ. પણ આજે આદિ ને પેલી વાર ગુસ્સા માં જોયો. નોર્મલી ક્યારે પણ એ આવું નથી કરતો.
અનંત : એ જ વાંધો છે....
_____________________________________
( રાત્રે 11 વાગે અનંત અને અજીત ઘરે પાછા આવે છે. ધનરાજ ની નજર દરવાજા પર જ હોઈ છે. અનંત ને જોઈ દેવાંગી એની પાસે જાઈ છે. )
દેવાંગી : અનંત આદિ ક્યાં છે??
અનંત : ભાભી...અને જોયું પણ આદિત્ય ક્યાંય નથી.
ધનરાજ : નથી એટલે શું ? શોધવાં ગયા તા ને એને.
અજીત : બોવ જગ્યા એ જોઈ લીધું પણ આદિત્ય ની કોઈ ખબર નથી. એ એનો ફોન લઈ ગયો હોત તો પ્રોબ્લેમ નતી પણ એને હવે કોન્ટેક્ટ જ કંઈ રીતે કરવો.
( અનંત થોડા વિચારો માં હોઈ છે અને એ ધનરાજ સમજી જાય છે. )
ધનરાજ : અનંત...વાત શું છે એ સીધું સીધું બોલ ચાલ..
અનંત : ભાઈ...વાત નાની તો નથી આ , હું માનું છું કે આદિત્ય સમજદાર છે તો પણ છે તો હજી નાદાન. આપણાં માટે આ વાત નાની હોઈ શકે એના માટે તો નઈ. અને હમણાં જે બધું થયું એના લીધે આદિત્ય માં થોડો બદલાવ તો દેખાઈ છે. એ કંઈ કહેતો નથી પણ અંદર ને અંદર એના મન માં બધું બોવ ચાલે છે.
ધનરાજ : હા...પણ ભાગી જવું તો કોઈ રસ્તો નથી ને. અંદર ને અંદર હેરાન થાય છે તો બોલવા માટે કોણ ના કહે છે એને. અને 26 વર્ષ નો છે એ, ના સમજ તો નથી. અને હવે એ બાજુ પક્ષ નઈ ખેંચ તું.
અનંત : પક્ષ ખેચવા ની વાત નથી , પણ હવે મને લાગે છે કે હવે વાત વધી ગઈ છે , પોલીસ કંપ્લેન કરી દઈએ આપણે. કારણ કે ક્યાં નથી એ. બે કલાક થી શોધીએ છે એને.
( ધનરાજ અચાનક ગુસ્સે થઈ ને બોલે છે. )
ધનરાજ : અનંત...ઘર છોડી ને નથી ભાગ્યો એ. કોઈ કંપ્લેન નઈ થાય.અને હા વાત ને એટલી નઈ વધારો કે આદિત્ય ને લાગે કે હું સામે વાળા ને ઈમોશનલ બ્લેક મેઇલ કરી શકું. એ નાદાન હોઈ શકે પણ તમે લોકો નાના નથી.
( પાછળ થી દેવાંગી બોલે છે. )
દેવાંગી : અનંત જાઓ પોલીસ કંપ્લેન કરો.
( ધનરાજ ગુસ્સા માં દેવાંગી સામે જોઈ રહ્યા હોય છે. )
દેવાંગી : અનંત કીધું ને જા...
અજીત : ભાઈ અનંત સાચું કહે છે , આદિત્ય 6 કલાક થી ગયો છે. અને કોઈ ખબર નથી એની , અને એલો ફોન આવ્યો ને અચાનક... એટલે હવે જરૂરી છે કે પોલીસ કંપ્લેન કરી દઈએ.
રૂહાંન : પપ્પા કોઈ પ્રોબ્લેમ હોત તો ભાઈ આપણ ને કોઈ પણ રીતે કોન્ટેક્ટ તો કરતાં ને , પણ ભાઈ ની કોઈ ખબર નથી.
ધનરાજ : ચાલો બધાં સુઈ જાવ....આવી જશે એ સવાર સુધી.અને આ વાત આગળ વધે એની પેલા અહીંયા જ પતાવો.
દેવાંગી : આટલી જલ્દી વાત પતે..હજી બોવ બધું બાકી છે.
( ધનરાજ રૂમ માં જતાં જતા ઊભા રહી જાય છે અને દેવાંગી ને ગુસ્સા માં જવાબ આપે છે. )
ધનરાજ : હા...તો એ જે બાકી છે એને હું જોઈ લઈશ. લડી લેતા આવડે છે. તારા છોકરા ની જેમ ભાગી જતા નઈ.
દેવાંગી :( ગુસ્સા માં ) રાજ........ એ ભાગ્યો નથી. અને કદાચ ભાગ્યો હોઈ તો એનું કારણ કોણ છે એ તમે પણ જાણો છો વાંક મારા છોકરા નો નથી.
( અનંત ફટાફટ દેવાંગી પાસે જઈ એમને સમજાવે છે. )
અનંત : ભાભી બેસો અહીંયા અને મારી વાત સાંભળો. હું પ્રોમિસ આપું છું કે આદિત્ય ને કંઈ નઈ થાય. અને નું શોધી લાવીશ એને. હું પાછા જઈ એને બીજે શોધું છું.
( દેવાંગી હજી પણ રડતી આંખો એ ધનરાજ સામે જોઈ રહ્યા છે. ધનરાજ ગુસ્સા માં પોતાની આંખો ફેરવી લેઇ છે. )
રૂહાંન : મમ્મી ચાચું કરેક્ટ કેઈ છે. તમે સુઈ જાવ હમણાં , 11 વાગી ગયા. પ્લીઝ...ટેન્શન લેશો તો પછી તમે બીમાર પડશો.
( અચાનક પાછળ દરવાજા પર થી અવાજ આવે છે. )
આદિત્ય : મોમ......
( દરવાજા પર આદિત્ય ને જોઈ દેવાંગી ખુશ થઈ જાય છે. આદિત્ય ફટાફટ ભાગી દેવાંગી પાસે આવી એમની બાજુ માં બેસી જાઈ છે. દેવાંગી એમને જલ્દી થી હગ કરી લેઇ છે. અને રડવા લાગે છે. )
આદિત્ય : મોમ....શું થયું ? આટલું કેમ રડો છો. કાકા શું થયું મોમ ને
______________________________
[ PREVIEW ]
( અનંત આદિત્ય સાથે બેસી બધી વાત ક્લીઅર કરે છે અને બીજા દિવસે આદિત્ય દેવાંગી પાસે થી પ્રોમિસ લેઇ છે કે એ હવે ક્યારે પણ દિવ્યા ની વાત ઘર માં નઈ કરે. )
THANK FOR READING 🙏🏻
BE BACK IN NEXT EPISODE ❤️
મૃગતૃષ્ણા ✍️.