Mrugtrushna - 27 books and stories free download online pdf in Gujarati

મૃગતૃષ્ણા - ભાગ 27

( RECAP )

[ પાયલ નું મૂડ બોવ ખરાબ હોઈ છે જેના લીધે એ દેવ પર ગુસ્સે થઈ જાય છે. સંજય અને અનંત વચ્ચે ની વાત સાંભળી પાયલ અનંત ને ઘણું સંભળાવી દેઇ છે,આદિત્ય અને અજીત વચ્ચે વાત થાય છે. ]

________________________________
NOW NEXT
__________________________________


( દિવ્યા ઘરે આવી પોતાના રૂમ માં તૈયાર થાય છે. એની નજર અને મન ફોન માં જ હતા. કે કાશ આદિત્ય એમને ફોન કરી લેઇ એક વખત , દિવ્યા પોતાનાં હાથ માં વોચ પહેરતા હોય છે ત્યાં એમનો ફોન વાગે છે. દિવ્યા ફટાફટ ફોન પાસે જતા રહે છે. ફોન ને જોવે છે. કોઈ અજાણ્યા વ્યક્તિ નો ફોન હોઈ છે. દિવ્યા ફોન ઉઠાવી ને વાત કરે છે.

દિવ્યા : હેલ્લો

રિષભ : હાય...હું રિષભ , તમારા ફાધર એ તમને વાત કરી હશે. આજે આપણે મળીએ છે ને.

હેલ્લો મિસ દિવ્યા
( દિવ્યા થોડી વાર ચૂપ રહી બોલે છે.)

દિવ્યા : હા..હું આવી રહી છું.

રિષભ : ઓકે...હું તમને એડ્રેસ મેસેજ કરી દવ છું. હું વેટ કરીશ ત્યાં.

દિવ્યા : જી...

( દિવ્યા ફોન બંધ કરી બેડ પર બેસી જાય છે. અને રડવા લાગે

છે . એનામન ની હાલત ખરાબ થઈ જાય છે અને અચાનક એ આદિત્ય નો નંબર ડાયલ કરી કોલ કરવા જાઈ છે, અને આદિત્ય ની વાત યાદ આવતા એ ફોન કરતાં કરતા અટકી જાય છે. દિવ્યા ફટાફટ એમનો ચેહરો સાફ કરી એમનું બેગ અને ફોન લઈ રિષભ ને મળવા નીકળી જાય છે. )

______________________________


( રિષભ રેસ્ટોરન્ટ ની બહાર દિવ્યા નો વેટ કરી રહ્યા હોઈ છે અને વારે વારે ફોટાની ઘડિયાળ માં ટાઈમ જોવે છે. અને અચાનક એમના ફોન માં રીંગ વાગે છે. )

રિષભ : હા...આવી ગયા તમે.

દિવ્યા : કંઈ બાજુ છો આપ. હું અહીંયા છું રેસ્ટોરન્ટ પાસે.

રિષભ : હું પણ ત્યાં જ છું , તમે ક્યાં છો?

( રિષભ થોડું આજુ બાજુ જોઈ ને દિવ્યા ને શોધે છે. અને એક સામે એક સુંદર છોકરી દેખાઈ છે. 2 સેકન્ડ એ છોકરી ને જોઈ રિષભ દિવ્યા ને ફોન પર કહે છે. )

રિષભ : હેલ્લો...તમે બ્લૂ કુર્તો પેહેર્યો છે?

દિવ્યા : જી...

રિષભ : તમારી ડાબી બાજુ જોવો

( દિવ્યા રિષભ ની વાત સાંભળી ડાબી બાજુ જોવે છે. એને કાર પાસે રિષભ ઉભેલા દેખાઈ છે. રિષભ તરત એમની પાસે આવે છે. અને હળબડી માં હાય કરી હાથ મિલાવવા પોતાનો હાથ આગળ કરે છે. એના લીધે દિવ્યા થોડા અન્કંફોરટેબલ થઈ જાય છે. અને પછી એ પણ હાથ મિલાવી લે છે. )


રિષભ : હું અહીંયા ક્યારનો વેટ કરતો હતો તમારો..😊

દિવ્યા : સોરી...એકચ્યુલી , હું ઓફિસ માં હતી .

રિષભ : અરે...નો પ્રોબ્લેમ...તમે આવ્યા એટલું બોવ છે. તો આપણે જઈએ અંદર , ત્યાં આરામ થી વાત થશે..

દિવ્યા : હા..
( રિષભ અને દિવ્યા અંદર રેસ્ટોરન્ટ માં જાઈ છે. અને એક ટેબલ પાસે જઈ રિષભ દિવ્યા ને ખુરશી બહાર કહી બેસવા નું કહે છે. )

દિવ્યા : થનક્યું...

રિષભ :( સ્માઈલ આપી ને બોલે છે. ) વેલકમ. તો કોઈ પ્રોબ્લેમ તો નઈ થઈ અહીંયા આવવા માટે?

દિવ્યા : નઈ... નઈ.

રિષભ : તો શું મંગાવું...શું ભાવે તમને.

દિવ્યા : કંઈ નઈ...મારે હમણાં નઈ નથી ખાવું.

રિષભ : દિવ્યા જી....એક વાત કવ... આઇ એમ સોરી કદાચ તમને મારું બીહેવ્યર ના ગમ્યું હોઈ તો... એકચ્યુલી મને આ બધાં નો કોઈ એક્સપીરિઅન્સ નથી.

દિવ્યા : ના એવું કંઈ નથી.

રિષભ : ઓકે..તોહ કેમ કઈ બોલતા નહિ..મળ્યા ત્યારનો હું જ બકબક કરું છું.🤣

દિવ્યા : સોરી...મને એટલું બધું બોલવું નથી પસંદ.

રિષભ : બોલવું નથી પસંદ...કે હું પસંદ નઈ આવ્યો.

દિવ્યા : જી...

રિષભ : મજાક કરું છું....તોહ શું કરો છો હમણાં તમે.

દિવ્યા : હું MD છું. આરવ હોસ્પિટલ માં.

રિષભ : ઓહ...આ તો અહીંયા ની બોવ ફેમસ હોસ્પિટલ છે. આઈ એમ ગ્લેડ કે હું એક ડોક્ટર સાથે વાત કરી રહ્યો છું.

દિવ્યા : થેન્ક્યુ

રિષભ : સો કોઈ બોયફ્રેન્ડ??

( રિષભ ને દિવ્યા વાત કરી રહ્યા હોઈ છે. રિષભ ના સવાલ થી દિવ્યા થોડા અન્કંફોટેબલ થઈ જાય છે. દિવ્યા આદિત્ય નો ખ્યાલ કરવા લાગે છે. )

રિષભ : ઓ મેડમ , ક્યાં ખોવાઈ ગયા, ના કેવું હોઈ તો કંઈ નઈ કોઈ જબરદસ્તી નથી😌

દિવ્યા : ક્યાંય નઈ , થોડી તબિયત નથી સારી આજે એટલે.

રિષભ : અરે ! કોઈ તકલીફ હોત તો કાલે મળી લેત આપણે, કોઈ જલ્દી નતી , તબિયત સારી ના હોઈ તો હું ઘરે મૂકી જાવ તમને.

( વાત કરતા કરતા અડધો કલાક જતો રહે છે. અચાનક દિવ્યા નો ફોન એમના હાથ માંથી નીચે પડી જાય છે. દિવ્યા જેવો ફોન ઉઠાવી ઉપર જોવે છે ત્યાં આદિત્ય એમનું બ્લેઝર અને ફોન હાથ માં લઇ રેસ્ટોરન્ટ ની અંદર આવી રહ્યા હોઈ છે. અચાનક આદિત્ય ને જોઈ દિવ્યા સ્તબ્ધ થઈ જાય છે અને થોડા ગભરાઈ પણ જાઈ છે. આદિત્ય ની અહીંયા મિટિંગ હોઈ છે. એ સામે ની તરફ ના ટેબલ પર જ્યાં અજીત અને બીજા ક્લાઈન્ટ બેઠા હોય છે ત્યાં જાઈ છે. )


અજીત : આદિત્ય...આવો

ક્લાઈન્ટ : હેલ્લો સર....
( આદિત્ય એમની સાથે હાથ મિલાવી એમને બેસવા કહે છે. અને પોતે પણ અજીત સાથે બેસી જાય છે.
અજીત : આદિત્ય..મે વાત કરી ડીલ ઓલ મોસ્ટ રેડી છે.

આદિત્ય : ઓલ મોસ્ટ એટલે...બાકી શું છે?

ક્લાઈન્ટ : સર બસ ફાઈલ ને લીગલ અપ્રુવમેન્ટ મળી જાય એટલે ડીલ ડન.

( દિવ્યા એની આંખો ની સામે ના કાચ માં આદિત્ય ને જોઈ રહ્યા હતા થોડા ડર થી. ક્લાઈન્ટ અજીત અને આદિત્ય ને પ્રેઝન્ટેશન બતાવે છે. અચાનક આદિત્ય ની નજર કાચ પર પડી જાય છે અને એમને દિવ્યા દેખાઈ જાઈ છે. દિવ્યા આદિત્ય ને જોઈ ફટાફટ એમનો ચેહરો નીચો કરી છૂપાવી દેઈ છે. આદિત્ય બે મિનિટ સુધી એ કાચ માં જોયા રાખે છે. દિવ્યા સાથે કોઈ છોકરો છે એ આદિત્ય સમજી જાય છે. થોડા સેકન્ડ પછી દિવ્યા ઉપર જોવે છે , અને એમને દેખાઈ છે કે હજી પણ આદિત્ય એમને જોઈ રહ્યા છે. આદિત્ય પોતાની નજર ફેરવી લેપટોપ બાજુ કરી લેઇ છે. અને ક્લાઈન્ટ સાથે વાત કરવા લાગે છે. છતાં પણ એમનું ધ્યાન દિવ્યા તરફ હોઈ છે. બીજી તરફ રિષભ અને દિવ્યા વાત કરે છે. )

______________________________


( અચાનક આદિત્ય ત્યાં થી ઉભા થઈ થોડા ગુસ્સા માં પોતા નો ફોન લીધા વગર ફટાફટ રેસ્ટોરન્ટ માંથી બહાર નીકળી જાય છે . અજીત એમને રોકવા માટે અવાજ આપે છે. " આદિત્ય...".પણ ત્યાં સુધી આદિત્ય જતાં રહ્યાં હોઈ છે

દિવ્યા આદિત્ય ને જતાં જોઈ બોવ ઈમોશનલ થઈ જાય છે. પણ રિષભ ના લીધે એ કંઈ નથી બોલતા. રેસ્ટોરન્ટ ની બાર આવી આદિત્ય ફટાફટ પોતાની કાર ચાલુ કરી જલ્દી માં ત્યાં થી નીકળી જાય છે. )

રિષભ : દિવ્યા....તું ઓકે છે..

દિવ્યા : હા...હું બિલકુલ ઓકે છું. તમે બોલો ને.

________________________________________
( અજીત ફટાફટ ઘરે આવી દેવાંગી ના રૂમ માં જાઈ છે. દેવાંગી અને રૂહાંન વાતો કરી રહ્યા હોઈ છે.)

અજીત : ભાભી....આદિત્ય ઘરે આવ્યો?
( દેવાંગી ચોંકી જાય છે)

રૂહાંન : કાકા ભાઈ તો ઓફિસ માં છે.

અજિત : ના..અમારી એક મિટિંગ હતી , અચાનક આદિત્ય કોઈ ને કોઈ ગુસ્સે થઈ ત્યાં થી નીકળી ગયો.

દેવાંગી : કોને જોઈ ને?

અજીત : મારું ધ્યાન આદિત્ય પર હતું એટલે હું ફટાફટ ઘરે આવ્યો.

( દેવાંગી પેલા થી ટેન્શન માં હોઈ છે અને હવે એમનું ટેન્શન ખૂબ વધી જાય છે. )

રૂહાંન : મમ્મી ડોન્ટ વરી હું ફોન કરું ભાઈ ને.

અજીત : એનો ફોન મારી પાસે છે ,ત્યાં જ મૂકી ને જતો રહ્યો તો એ.
( દેવાંગી અચાનક થોડા ઈમોશનલ થઈ જાય છે. )

દેવાંગી : કોઈ એ કંઈ કીધું એને ત્યાં ,કોણ હતું ત્યાં

અજીત : ભાભી તમે ટેન્શન ના લો

રૂહાંન : મમ્માં...હું હમણાં પપ્પા ને ફોન કરું.

( રૂહાંન ધનરાજ ને ફોન કરવા જાઈ છે અને ધનરાજ રૂમ ની બાર થી બોલે છે. )

રૂહાંન : કોઈ ને નઈ ફોન કરવો , આવી ગયો હું....
( ધનરાજ અંદર આવી ને અજીત ને કહે છે. )
અજીત તમારી મિટિંગ હતી ને , ઘરે કેમ

રૂહાંન : પપ્પા ભાઈ ક્યાં ક જતાં રહ્યાં..

ધનરાજ : જતાં રહ્યાં એટલે શું....ક્યાં ગયો.

અજીત : અને લોકો મિટિંગ માટે ગયા હતા ને એ ત્યાં થી ગુસ્સા માં નીકળી ગયો. મને કંઈ કીધું પણ નઈ , કોઈ જવાબ નઈ આપ્યો.

ધનરાજ : ફોન કર એને...

રૂહાંન : કાકા પાસે છે ફોન , ભાઈ ત્યાં ભૂલી ને જતાં રહ્યા.

( ધનરાજ દેવાંગી સામે જોવે છે અને દેવાંગી ને જોઈ એ સમજી જાઈ છે કે દેવાંગી બોવ ઈમોશનલ થઈ ગયા. )

ધનરાજ : રૂહાંન એના ફ્રેન્ડ ને ફોન કર પૂછ એ ક્યાં છે?

રૂહાંન : હા પપ્પા હું કરું.

ધનરાજ : દેવાંગી કંઈ નઈ થાય એને. કામ થી ગયો હસે ક્યાંય.

દેવાંગી : ગુસ્સા માં ગયો એ.

( આટલું બોલી દેવાંગી રડવા લાગે છે. )

અજીત : ભાભી હું અને રૂહાંન હમણાં જઈએ , કદાચ એ ઓફિસ પણ ગયો હોઈ , કંઈ ખરાબ નઈ વિચારસો તમે હું કોલ કરું છું ઓફિસ પર.

ધનરાજ દેવાંગી ની પાસે આવી ને કહે છે , " રડે છે શું કામ , કીધું ને આવી જશે , ઘર છોડી ને નથી ગયો એ.

દેવાંગી ગુસ્સા માં બોલી દેઇ છે , " ગયો હોઈ તો શું કરી લેશો તમે ?

ધનરાજ : આટલી મોટી વાત નથી , આવી જશે એ ઘરે કીધું ને, અને રડી રડી ને મને ટેન્શન નઈ આપ તું. આવી જશે એ. વાત નું વતેસર નઈ કર.

દેવાંગી : નઈ આવે એ

ધનરાજ : દેવાંગી હું શોધી લાવીશ ને એને , કંઈ નઈ થાય આદિ ને.

રૂહાંન રૂમ માં આવી ને ધનરાજ ને કહે છે , " પપ્પા મે કોલ કર્યો પણ એમના ફ્રેન્ડ બધાં કેઈ છે કે ભાઈ એમને થોડા દિવસ થી મળ્યા જ નથી.

અજીત આવી ને રૂહાંન ને કહે છે , કોઈ ખબર પડી?
ભાઈ મે ઓફિસ માં પૂછ્યું , આદિત્ય ત્યાં નથી

ધનરાજ : રૂહાંન મમ્મી પાસે રે અને અહિયા રૂમ માં નઈ આગળ બેસો બંને, અજીત ચાલ આપડે જોઈ આવીએ.

રૂહાંન : પપ્પા હું આવું?

ધનરાજ : નથી જરૂર , અહીંયા મમ્મી નું ધ્યાન રાખ , અને આદિ આવે તો ફોન કરજે મને.

ધનરાજ દેવાંગી ને આગળ લઈ આવે છે અને સોફા પર બેસાડી ને કહે છે , " આદિત્ય હમણાં આવી જશે , મારા કરતાં તારી ચિંતા અને વધારે છે. એટલે ક્યાંય નઈ જાઈ એ, ઘરે જ આવશે એ.

દેવાંગી : તો જતો રહ્યો?

ધનરાજ : મારા પર થોડો ગુસ્સે હસે એટલે કોઈ જગ્યા પર શાંતિ થી બેસી ગયો હશે. એ આવે પછી બંને માં દીકરો મારા પર ગુસ્સો કરી લેજો , પણ અત્યારે ચૂપ થઈ જા.

અજીત : આદિત્ય હમણાં આવી જશે ભાભી

" ક્યાં ગયો આદિત્ય......"
અનંત દરવાજા પાસે બધું સાંભળી જાઈ છે

બધાં અનંત સામે જોવે છે.

અનંત અંદર આવી દેવાંગી ને રડતાં જોઈ એમને પૂછે છે
" ભાભી શું થયું ક્યાં છે આદિત્ય "

રૂહાંન : ચાચું , ભાઈ મિટિંગ માં ગયા હતા અને ત્યાં થી અચાનક એમનો ફોન ત્યાં જ મૂકી ને ક્યાંયક જતાં રહ્યાં.

અનંત : જતાં રહ્યાં એટલે ?

અજીત : અનંત આદિત્ય મારી સાથે હતો , અને મિટિંગ માં સાથે હતા અને પછી એ કંઈ કહ્યા વગર જ નીકળી ગયો.

( દેવાંગી અનંત સામે ખૂબ ઈમોશનલ થઈ ને બોલે છે , "/ અનંત આદિત્ય બોવ ટેન્શન માં છે , એ કંઈક )

અનંત : તમે એક શાંત થઇ જાવ ,અને સોફા બેસો ,
" કંઈ નઈ થાય આદિત્ય ને હું શોધી લાવીશ , રડશો નહિ તમારી તબિયત ખરાબ થશે.

ધનરાજ : અજીત ચાલ આપડે નીકળીએ , અનંત અહીંયા રે તું

અનંત દેવાંગી તરફ ઈશારો કરી ને ધનરાજ ને કહે છે

અનંત : ભાઈ....હું જાઉં છું , તમે અહીંયા રહો ને

ધનરાજ : જલ્દી જા....

અનંત અને અજીત આદિત્ય ને શોધવા નીકળતા જ હોઈ છે, અને અચાનક અનંત ના ફોન ઉપર કોલ આવે છે.

અનંત : હેલ્લો

Unknown : ઓબરોય??

અનંત : કોણ બોલો ?

Unknown : અહીંયા તમારી ગાડી નું એક્સિડન્ટ

( અચાનક નેટવર્ક જતું રહે છે અને ફોન કટ થઈ જાય છે. )

અનંત : હેલ્લો....હેલ્લો
વૉટ ધ હેલ..

ધનરાજ : કોણ છે?

અનંત : કોઈ નો ફોન હતો , કેઈ છે તમારી ગાડી નું એક્સિડન્ટ. આટલું કહી ને અચાનક ફોન કાપી નાખ્યો.

ધનરાજ થોડા હાઇપર થઈ જાય છે , " પાછો ફોન કર નંબર પર "

અનંત ફરી 2 વખત કોલ કરે છે પણ ફોન સ્વીચ ઓફ બતાવે છે.

દેવાંગી : મે કહ્યુ તું ને એની વાત માનો.

( ધનરાજ દેવાંગી તરફ જોઈ કંઈ બોલવા જાઈ છે અને અનંત એમને રોકી લેઇ છે. )

રૂહાંન : આ બધું પપ્પા એ ના પાડી એટલે થયું.

અનંત :( ગુસ્સા માં બોલે છે ) રૂહાંન..... અત્યારે આ કોઈજ વાત નઈ.

દેવાંગી : વાત સાચી છે તો છે.

ધનરાજ : અનંત તું જા જલ્દી અને જે હોઈ એ ફોન કરી ને જણાવ.
( અનંત અને અજીત આદિત્ય ને શોધવા નીકળી જાય છે.)

_________________________


ધનરાજ દેવાંગી માટે કિચન માંથી પાણી લઈ આવે છે. અને દેવાંગી ની પાસે આવી એમને પાણી આપે છે.

ધનરાજ : કીધું ને તને...ટેન્શન નઈ લઈશ.
( દેવાંગી ધનરાજ એ આપેલો પાણી નો ગ્લાસ સાઇડ માં કરી દેઇ છે. )

દેવાંગી : મારો છોકરો ક્યારે આવશે?

______________________________


[ PRIVIEW ]

( અનંત આદિત્ય પાસે બેસી ને વાત કરે છે. બીજા દિવસે દેવાંગી પાસે આદિત્ય જઈ ને રડવા લાગે છે અને દેવાંગી પાસે થી પ્રોમિસ લેઇ છે કે આજ પછી એ આ વાત ને હંમેશા હંમેશા માટે ભૂલી જશે. )

THANK FOR READING 🙏🏻
BE BACK IN NEXT EPISODE ❤️
મૃગતૃષ્ણા ✍️.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED