મૃગતૃષ્ણા - ભાગ 26 Hiral Zala દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મૃગતૃષ્ણા - ભાગ 26

[ RECAP ]


( ધનરાજ અને દેવાંગી વચ્ચે થોડો જગડો થઈ જાઈ છે. નરેન દિવ્યાસાથે એનાં લગ્ન ની વાત કરે છે. દિવ્યા લગ્ન માટે હા કરી પાડી દેઈ છે.પાયલ દિવ્યા ને મનાવા નો ટ્રાય કરે છે પણ દિવ્યા ત્યાં થી ગુસ્સે થઇ જતી રહે છે. )


---------------------------
NOW NEXT
---------------------------


( પાયલ ઓફિસ માં એન્ટર થાઈ છે. અને પોતાના ટેબલ પાસે આવી ને બેસે છે. સામે થી દેવ એને એક પેન નું ઢાકણું મારે છે. અને પાયલ તરત ગુસ્સે થઈ જાઈ છે. )

પાયલ : શું પ્રોબ્લેમ છે તારે? સીધું સીધું તારા કામ માં ધ્યાન આપ ને


રાધિકા : પાયલ શું થયું આટલો ગુસ્સો કેમ કરે છે.


પાયલ : હા ....તો જો ને સવાર સવાર માં મગજ બગાડે છે મારો. કોઈ માણસ નું મૂડ હોય ના હોય એ તો જો.


આકાશ : એ આઇટોમ બોમ શાંત. દેવ સોરી કઈ દે ચાલ.

દેવ : સોરી મારી માં , ભૂલ થઈ ગઈ મારા થી હવે માફ કર.
આકાશ : પાયલ જો સોરી પણ કીધું ને એને , ચાલ જવા દે ,સવાર ની પોર માં તારું મગજ ખરાબ નઇ કર. બોલ કૉફી લઈશ.


પાયલ : કઈ નથી જોતું. આઇ એમ ઓકે.તમે લોકો કામ કરો જાવ. હું ઓકે છું.
રાધિકા : પાયલ અમે લોકો અમારું કામ કરી લઈશું. તું ચિંતા નઇ કર અને હવે એ કે કે થયું શું?


પાયલ : રાધિકા પ્લીસ હમણાં મારે આ કોઈ જ વાત નથી કરવી.

( દેવ પાયલ મારે કૉફી લઈ આવે છે અને કહે છે.)
દેવ : મારા તરફ થી સોરી સમજી લે બસ.


પાયલ : આઇ એમ સોરી...પણ પ્લીજ આજે મજાક નઇ કર.મૂડ બોવ જ ખરાબ છે.

રાધિકા : સારું...હવે મૂડ સરખો કર , અને તારું કામ પતાવ.સર એ કાલે PPT બનાવા આપ્યા હતા ને એ પૂરું કર.


--------------------------------
( અનંત ની કેબિન માં સંજય બેઠાં હોય છે.)


અનંત : શું પ્રોબ્લેમ છે તમને ? કલાક થી કેમ આવા વાહિયાત એક્સ્પ્રેસન આપો છો.અને હા....કોઈ પાયલ પુરાણ નઇ કાઢતાં ,કારણ કે હું હવે કંટાડયો છું .

સંજય : અનંત વાત પાયલ ની નથી. વાત તારી છે. કોઈ એમ્પ્લોય સાથે આવું વર્તન કેમ કરી શકે તું.થોડું તો વિચાર કોઈ માણસ રાત જાગી આટલી મેહનત કરે જેનો કોઈ મતલબ જ નથી.

અનંત : આવી ગયા પાયલ નામ ના ટોપિક પર.આ વખતે તો તમે ખરેખર હદ કરી છે. અને હા મતલબ વગર નું કોઈ કામ નથી.એને જ સિખવા મળશે.


સંજય : અનંત પાયલ ને PPT બનાવવા સિવાય પણ બધા બોવ કામ આવડે છે.

અનંત : હા....એ તો મે જોયું છે કે કામ કરતાં આવડે છે કે બગાડતાં. હું અહિયાં ના હોવ ત્યારે જે કરવું હોય એ કરજો પણ હમણાં તો એને PPT જ બનાવા દો.
( અચાનક કેબિન નો ડોર ખૂલે છે. અનંત અને સંજય ની નજર પાયલ ઉપર પડે છે.)


પાયલ : મે આઈ કમિંગ સર.
સંજય : આવો.

પાયલ : તમને નઇ હું અનંત સર ને પૂછું છું.સર આવું હું અંદર

અનંત : હમમમમ

પાયલ : આઇ એમ સોરી મે ડિસ્ટર્બ કર્યા તમને , આઇ થિંક તમે કોઈ જરૂરી ટોપિક પર વાત કરી રહ્યા હતા.એક્ચુઅલ્લી અનંત સર કાલે તમે જે કામ આપ્યું હતું ને એ જ આપવા આવી હતી. બની ગયા તમારા PPT. બસ બીજું કોઈ કામ નતું.તમે લોકો તમારી વાત ચાલું રાખો.

( પાયલ જતી હોય છે અને તરત ઊભી રહી અનંત ને કહે છે.)

પાયલ : સર બીજા આગળ ના 10 વર્ષ ના PPT જોતાં હોય તો પણ મને કેહજો. મારી પાસે બધી ડીટેલ અવિલેબલ છે. કારણ કે હું ઓબ્રોય ઇંડસ્ટ્રી નું ઇન્ફોર્મેશન કોમ્પુટર છું. અહિયાં બધા ને ખબર છે કે આપડી કોઈ પણ ડીલ ની ખબર કોમ્પુટર કરતાં પણ પેહલા મારા પાસે મળી રેહસે.
( અનંત પોતાની ખુરશી પર થી ઊભા થઈ આગડ આવી ને કહે છે.)


અનંત : નો પ્રોબ્લેમ...બનાવી દો. ધિસ ઈસ ગૂડ ફોર યોર હેલ્થ .


સંજય : અનંત આપડે પછી વાત કરીશું હમણાં કઈ જ નઇ.

અનંત : પછી કેમ હમણાં જ વાત કરીયે , હા તો ઇન્ફોર્મેસન કોમ્પુટર શું કીધું તમે. એક કામ કરો આ કંપની ની બધી ડીટેલ ના PPT બનાવી દો. મને કોઈ પ્રોબ્લેમ નથી.


પાયલ : પણ મને છે સર, PPT બનાવવા હોય તો કોઈ 10 પાસ ને સોધો , કારણ કે મારે મારા નવા પ્રોજેકટ પર કામ કરવા નું છે. આ કંપની માં મારું જે કામ છે એ હું જ કરીશ. કારણ કે એ કામ ની જ હું સેલેરી લવ છું. અને મે તમને કહ્યું હતું મારી વાત ખાલી મારા સાથે થવી જોઇયે , સંજય સર સાથે નઇ.

અનંત : પ્રોજ્ક્ટ ભૂલી જજે.
પાયલ : નઇ ચાલે ને સર , મારો એક નિયમ છે , કે જે મારા કામ માં વચ્ચે પડસે ને હું એનું કામ નઇ થવા દવ.


સંજય : પાયલ બસ કર....

પાયલ : નઇ કેમ બસ...એમને ખુદ ને પોતાના એમ્પ્લોય ની કદર નથી તો હું એમની રિસ્પેક્ટ કેમ કરું. તમને થોડી પણ શરમ નથી આવતી સર આટલું નીચલા લેવલ નું કામ કરીને. તમને આવે કે નઇ આવે મને આવે છે. અને હા વાત ગમે એ હોય પણ આ પ્રોજેકટ માં પાયલ હતી , છે , અને રેહશે. બીજી એક ઇમ્પોર્ટેંટ વાત કે હવે ખરેખર જો તમે અનંત ઓબ્રોય હોવ ને તો વાત મારી સાથે કરજો. સંજય સર સાથે નઇ.


( આટલું બોલી ને પાયલ નીચે જતી રેય છે. અનંત પોતાની નજર સંજય તરફ કરી ગુસ્સે થઈ જાઈ છે .)

સંજય : અનંત....
અનંત : બસ....હવે હું મારી રીતે જોઈ લઈશ. મારે હવે કોઈ ની સલાહ જોતી પણ નથી અને મારે કોઈ ની સલાહ ની જરૂર પણ નથી. સલાહ આપવા કરતાં તમારા કામ પર ધ્યાન આપો .

______________________________


( આદિત્ય પોતાની કેબિન માં એમના ટેબલ પાસે બેસી રહ્યા હોઈ છે .રૂમ મા બસ આદિત્ય ના હાથ મા રહેલી પેન ના ટિક ટિક. નો જ અવાજ હતો. આદિત્ય ના મન માં એક જ વાત ચાલી રહી હતી કે એ દિવ્યા ને મળ્યા નથી. એ ક્યાં હાલ માં હસે , શું વિચારતી હશે આદિત્ય માટે , વિચાર સાથે સાથે આદિત્ય પોતાને દિવ્યા ના દોષી પણ માનતા હતા. એમણે દિવ્યા ને સાથે રહેવા માટે જે વચન આપ્યું હતું આદિત્ય એ ના નિભાવી શક્યા એની શરમ પણ હતી. આદિત્ય પોતાના વિચારો માં ખોવાઈ ગયા હતા.અચાનક રૂમ ના દરવાજા ના ખુલવા નો અવાજ આવે છે. આદિત્ય તરત ભાન માં આવી ઉપર જોઈ જાઈ છે. આદિત્ય જોવે છે કે અજીત એક ફાઈલ લઈ ને આવ્યા હોઈ છે.

અજીત : તો કેમ છે મિત્ર???બરાબર છે બધું..


આદિત્ય : હા...બધું બરાબર.


અજીત : વેરી ગુડ...તો ભાઈ તો આજે મિટિંગ માટે બાર છે તો અહીંયા ની મિટિંગ માટે આપડે જવાનું છે સાંજે 6 વાગે..તો ત્યાં સુધી તારું કામ પતાવી લે તું...પછી આપડે નીકળી જઈશું.


આદિત્ય : કાકા...એક વાત પૂછું?

અજીત : બોલ ને બિંદાસ બોલ


આદિત્ય : તમે ક્યારે પણ પપ્પા ના ફેંસલા ને વિરૂદ્ધ ગયા છો?

અજીત આદિત્ય નો સવાલ સાંભળી આદિત્ય ના સામે પડેલી ખુરશી પર બેસી જાય છે.


અજીત : આદિત્ય...હા ગયો હતો અને જે વાત નું દુઃખ
પષ્યાતાપ બંને મને આજે પણ છે. સાચું કવ તો હું એટલું કોઈ બાબત પર વિચારતો નથી પણ મને નથી લાગતું કે આજ સુધી ધનરાજ ભાઈ એ કોઈ ફેંસલો લીધો હોય અને એના થી કોઈ ને પણ નુકશાન ગયું હોય. મને એટલું ખબર છે કે એમને મને એક દીકરા ની જેમ સાચવ્યો. હા...મે એમને દુઃખી કર્યા એક સમયે...પણ ખરેખર આજે જોવ છું તો મને એમની વાત સાચી લાગે છે. ભાઈ ઈઝ ગોલ્ડ ફોર મી...અને મને નથી લાગતું કે આના થી શ્રેષ્ઠ બીજો કોઈ વડીલ મે ક્યારે પણ જોયો...ભાઈ એમના જીવન ના દરેક સંબંધ મા હિટ છે.


આદિત્ય એક ખુશી થી સ્માઇલ આપે છે.અને હસતા અવાજે કહે છે " પપ્પા એક નઈ પણ તમે ત્રણેય ભાઈ હિટ છો અને
રેહસો "


અજીત : સારું ચાલો...હું મારું પછી 6 વાગે નીકળવાનું છે.

આટલું કહી અજીત રૂમ ની બાર જતાં રહે છે. આદિત્ય બસ એમને જોઈ રહ્યા હોય છે. એમના ગયા પછી આદિત્ય શાંતિ થી 1 વખત આંખો બંધ કરી 5 સેકંડ પછી આંખો ખોલી નીચે પડેલી પેન ઉઠાવી પોતાનું કામ કરવા લાગે છે.

__________________________________


( દિવ્યા એમના ક્લિનિક માં કામ કરતા હોય છે અને ત્યાં એમના ફોન પર મેસેજ આવે છે. દિવ્યા ફોન હાથ માં લઇ ને જોવે છે કે મેસેજ એના ફાધર નો હોઈ છે. દિવ્યા સમજી જાઈ છે કે આ શેનો મેસેજ છે એટલે તરત એ ફોન કરી બાજુ માં મૂકી દેઇ છે અને ટેબલ પર પડેલી ફાઈલ જોવા લાગે છે. દિવ્યા થોડા જ ટાઈમ માં ફાઈલ ફરી બાજુ પર મૂકી દેઈ છે.દિવ્યા માં માં વિચારે છે

" કેમ આદિત્ય કેમ...નઈ થવું જોઈતું હતું આ બધું.એના થી સારું તો એ હોત કે આપડે મળ્યા જ ના હોત. "


દિવ્યા તરત પોતાની આંખો માં આવેલા આંસુ ને લૂછી પોતાનું બેગ અને ફોન લઈ ઘરે આવવા માટે નીકળી જાય છે.

_______________________________


અજીત પોતાની મિટિંગ માટે કાર માં બેસે છે. અને ડ્રાઇવર ને પૂછે છે

અજીત : તને કહ્યું હતું ને કે આદિત્ય ને ઓફિસ થી પિકઅપ કરી લેજે..

વિજય : સર મે જઈ ને આવ્યો.. સર એ મને કીધું કે તું જા મારે કામ છે એ પતાઈ ને હું મારી ગાડી થી આઈશ.

અજીત : સારું ચાલો... ચલાઓ ગાડી.

__________________________________


[ NEXT DAY ]

( આદિત્ય ઘરે નથી આવતા એટલે બધા ટેન્શન માં આવી જાય છે અને દેવાંગી ની તબિયત ખરાબ થઈ જાય છે. અનંત આદિત્ય પાસે બેસી ને વાત કરે છે. બીજા દિવસે દેવાંગી પાસે આદિત્ય જઈ ને રડવા લાગે છે અને દેવાંગી પાસે થી પ્રોમિસ લેઇ છે કે આજ પછી એ આ વાત ને હંમેશા હંમેશા માટે ભૂલી જશે. )

BE THE BACK IN NEXT EPISODE ❤️
મૃગતૃષ્ણા ✍️

Writers Love : આપ સૌનો ખૂબ ખૂબ આભાર... મૃગતૃષ્ણા નવલ કથા ને આટલો પ્રેમ આપવા બદલ. 25 એપિસોડ પૂરા થઈ ગયા પણ સફર થોડો લાંબો છે. ઘણાં લોકો છે જે કથા ને ખુબ પસંદ કરે છે અને હંમેશા વાચે છે. તમારા આ પ્રેમ બદલ હું તમારા સૌના આભારી રહીશ. પ્રયાસ મારો એ જ છે કે ફક્ત વાર્તા નહિ પણ એ વાર્તા પાછળ એનો બોધ પણ એટલો દ્રઢ હોઈ. બાકી સરપ્રાઈઝ તો બધા બોવ છે જે મળતાં રેસે.

Thank You 🙏🏻❤️

Email : thehiralzala@gmail.com