ક્રાંતિકારી બિસ્મિલ DIPAK CHITNIS. DMC દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • એક ષડયંત્ર.... - ભાગ 79

    (સિયાએ રોમા સાથે વાત કરી એ બદલ તેને ઢોરમાર મારવામાં આવે છે અ...

  • ટચૂકડી ક્ષણ છે જીંદગી

    થોડા દિવસો પહેલા મારા કાકા નું નાની ઉંમર માં હાર્ટ એટેક આવવા...

  • ભીતરમન - 27

    હું બાપુનું કામ જોઈ રહ્યો હતો અને મન અચાનક વિચારે ચડી ગયું હ...

  • ખજાનો - 15

    ચારેયના મનમાં એક જ પ્રશ્ન થતો હતો કે ,“હવે શું કરશું ?” માથા...

  • ભાગવત રહસ્ય - 47

    ભાગવત રહસ્ય-૪૭   નારદજી કહે છે કે-સાંભળો.હું સાત-આઠ વર્ષનો હ...

શ્રેણી
શેયર કરો

ક્રાંતિકારી બિસ્મિલ

શહિદ ક્રાંતિકારી રામપ્રસાદ બિસ્મિલ

…………………………………………………………………………………………………………………………..

DIPAKCHITNIS (dchitnis3@gmail.com)

બ્રિટીશ સલ્તનતની ઉંધ ઉડાડી દેનાર ભારતનો સપુત

"સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ,

દેખના હૈ જોર કિતના બાજુ- એ-કાતિલ મેં હૈ"

 

આ પંક્તિઓ આપે ઘણીવાર સાંભળી હશે, પણ જાણો છો એની રચના કોણે કરી હતી ?

હા....એના રચનાકાર છે આપણા શહિદ ક્રાંતિકારી રામપ્રસાદ બિસ્મિલ.

રામપ્રસાદ બિસ્મિલનો જન્મ ૧૧ જૂન ૧૮૯૭એ ઉત્તરપ્રદેશના શાહજહાંપુર જિલ્લામાં થયો હતો. તેમણે પોતાના ક્રાંતિકારી જીવનમાં મૈનપુર અને કાકોરીકાંડને અંજામ આપ્યો. ભારતના મહાન ક્રાંતિકારી અમર શહીદ રામપ્રસાદ બિસ્મિલ જે આજે પણ આપણા લાખો યુવાઓના પ્રેરણા સ્ત્રોત છે. અમરકથાઓ

જેમણે પોતાની બહાદુરી અને સુઝબુઝથી બ્રિટિશ હુકૂમતની ઊંઘ ઉડાવી દીધી હતી. તે એક મહાન ક્રાંતિકારી જ નહીં બલ્કે બહુભાષાવિદ, સાહિત્યકાર, ઉચ્ચ કોટિના કવિ, શાયર અને અનુવાદક પણ હતા. તે પોતાની કવિતાઓ 'બિસ્મિલ ઉપનામથી અને રામ તથા અજ્ઞાત નામથી લખતા હતા. તેમણે પોતાના ૧૧ વર્ષના ક્રાંતિકારી જીવનમાં ઘણા પુસ્તકો લખ્યા અને સ્વયં જ તેને પ્રકાશિત કર્યા પરંતુ તેમના તમામ પ્રકાશિત પુસ્તકોને અંગ્રેજી હુકૂમતે જપ્ત કરી લીધા.

બિસ્મિલ આર્ય સમાજની સાથે જોડાયેલા હતા. જ્યા તેમને 'સત્યાર્થ પ્રકાશ' નામના પુસ્તકથી પ્રેરણા મળી. સત્યાર્થ પ્રકાશને સ્વામી દયાનંદ સરસ્વતીએ લખ્યું હતું. પોતાનાં ગુરૂ અને આર્ય સમાજનાં પ્રચારક સ્વામી સોમદેવના માધ્યમથી તેમનો લાલા હરદયાસ સાથે સંપર્ક થયો હતો. તેઓ હિન્દુસ્તાની રિપબ્લિકન એસોસિએશન નામના ક્રાંતિકારી સંગઠનના સંસ્થાપક સભ્ય છે.

શુ હતુ કાકોરી કાંડ ?

રામ પ્રસાદ બિસ્મિલના નેતૃત્વમાં ૧૦ લોકોએ સુનિયોજીત કાર્યવાહી હેઠળ ૯ ઓગષ્ટ, ૧૯૨૫ના રોજ લખનઉના કાકોરી નામના સ્થળે દેશભક્તોએ રેલ્વે વિભાગની લઇ જઇ રહેલી સંગ્રહિત રકમને લૂંટી. તેમણે ટ્રેનના ગાર્ડને બંદુકની અણીએ કાબુ કર્યો. ગાર્ડને ડબ્બામાં લોખંડની તિજોરીને તોડીને આક્રમકકારી દળ ચાર હજાર રૂપિયા લઇને ફરાર થઇ ગયા. કાકોરી કાંડમાં અશફાકઉલ્લા, ચંદ્રશેખર આઝાદ, રાજેન્દ્ર લાહિડી, શચીન્દ્ર સાન્યાલ, મન્મથનાથ ગુપ્ત, રામ પ્રસાદ બિસ્મિલ વગેરેનો સમાવેશ થાય છે.

કાકોરી કાંડે બ્રિટિશ શાસનને હલાવી નાખ્યું હતું. કાકોરી કાંડના ક્રાતિકારીઓને ધરપકડ કરવા માટે બ્રિટિશ સરકારે ઇનામની જાહેરાત કરી હતી. ક્રાંતિકારીઓ સુધી બ્રિટિશ પોલીસને પહોંચાડવામાં મોટી ભુમિકા ઘટના સ્થળ પરથી મળી આવેલી ચાદરે નિભાવી હતી. ચાદર પર લાગેલા ધોબીના નિશાન પરથી ખબર પડી કે ચાદર બિસ્મિલના સાથી બનારસીલાલની હતી. આ પ્રકારે પોલીસ તે જાણવામાં સફળ રહી કે કાકોરી કાંડ કોણે કર્યો હતો. ત્યાર બાદ ક્રાંતિકારીઓની એક પછીએક ધરપકડ થવા લાગી.

તેમણે મૈનપુરી ષડયંત્ર અને કાકોરી કાંડને અંજામ આપ્યોત્યારે આનાથી અકળાયેલી અંગ્રેજી હુકૂમતે અશફાકઉલ્લાખાં, રાજેન્દ્રલાહિડી અને રોશનસિંહની સાથે રામપ્રસાદ બિસ્મિલ ને પણ ફાંસીની સજા સંભળાવી

બિસ્મિલને કાકોરી કાંડ માટે ફાંસીની સજા કરવામાં આવી. ૧૯ ડિસેમ્બર ૧૯૨૭નાં રોજ તેમને ફાંસી આપવામાં આવી.

જેલ રેકોર્ડસ અનુસાર બિસ્મિલે ગોરખપુર જેલમાં ઘણા પત્ર લખ્યા. ફાંસીના ત્રણ દિવસ પહેલા તેમણે પોતાની માં અને મિત્ર અશફાકઉલ્લાહ ખાનને પત્ર લખ્યો. તેમની માં ને પત્રમાં પોતાની ફાંસી મુદ્દે સાંત્વના આપી હતી. તેમણે પોતાની માં ને અફસોસ નહી કરવા માટે ક્હ્યું હતું. તેમણે લખ્યું હતું કે આાખો દેશ તેમને યાદ કરશે. તેમણે માં ને પ્રાર્થના કરવા માટે કહ્યું જેથી પોતાનું જીવન માતૃભુમિને સમર્પીત કરી શકે. અશફાકઉલ્લાહ ખાનને લખેલા પત્રમાં તેમણે પોતાના ભાઇ અને લેફ્ટિનેંટ ગણાવ્યો હતો. તેમણે અશફાકને લખેલા પત્રના અંતમાં શેર લખ્યો કે 'असगर रहीम इश्क में हस्ती ही जुर्म है, रखना कभी न पांव यहां सर लिए हुए।'

ફાંસી આપતા પહેલા જ્યારે તેમને અંતિમ ઇચ્છા પુછવામાં આવી તો તેમણે કહ્યું કે હું બ્રિટિશ શાસનનો અંત જોવા માંગુ છું. ત્યાર બાદ તેમણે વૈદિક મંત્રના ઉચ્ચાર સાથે વિરતા પુર્વક હસ્તા મોઢે અંતિમ શ્વાસ લીધા.માં ભારતી માટે હસતા હસતા ફાંસીએ ઝુલી ગયેલા તમામ શહિદ ક્રાંતિકારીઓને કોટી કોટી વંદન.