ધ સ્કોર્પિયન - પ્રકરણ -58 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ સ્કોર્પિયન - પ્રકરણ -58

રાય બહાદુરે બહાર આવીને દેવને સમાચાર આપ્યાં કે તારી મોમ 4-5 કલાકમાં સ્પે જેટમાં (નાના પ્લેનમાં) બાગડોગરા આવી જશે ત્યાંથી મેજરનાં આસીસ્ટન્ટ અહીં લઇ આવશે. દેવ તમે લોકો અહીં બેઠા છો ? ...દુબેન્દુને બોલાવ એ મારી સાથે આવે સર્કીટ હાઉસ. મારુ રોકાણ ત્યાં છે હું અને તારી મોમ ત્યાં રોકાઈશું પછી મી. રસેલને ત્યાં સાથે જવા નીકળી જઈશું.

ડીનર પતાવીને દુબેન્દુને સાથે લઈને રાય બહાદુર સર્કીટ હાઉસ પુરી સુરક્ષા વચ્ચે જવા નીકળી ગયાં. સિદ્ધાર્થ અને દેવ એકદમ રીલેક્ષ બેઠાં હતાં. ત્યાં દેવે કહ્યું “સર સરસ ઠંડક છે અને મીઠો ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે એકાદ ડ્રીંક થઇ જાય ?” સિદ્ધાર્થે કહ્યું “યસ ચલ હમણાં કોઈ અરજન્સી નથી હું પવનને તાકીદ કરી દઉં પછી વાંધો નહીં.”

દેવનાં મંગાવ્યાં પ્રમાણે ડ્રીંક આવી ગયું બંન્ને કોન્ફરેન્સમાંથી નીકળીને બારમાંજ આવી ગયાં અને એક સરસ માઉન્ટેઇન સાઈડ વીન્ડો પાસે આવીને બેઠાં હતાં.

સીપ લઈને દેવે કહ્યું “સર સોફીયા સાથે વાત કરીને સંતોષ થયો જો તમારી પાસે બધી માહિતી આવીજ ગઈ છે. આલોકોની આગળ શું કાર્યવાહી થવાની ?”

સિદ્ધાર્થે કહ્યું “આ બે જણ એટલેકે સોફીયા અને ડેનીશને કદાચ યુ.એસ. જવા દેવામાં આવશે કાયમ માટે ભારતના વિઝા બેન કરીને અને બાકીનાં ચાર જણાંને કોલકોતા હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવશે એ પછી કોર્ટનાં ઓર્ડર પ્રમાણે કાર્યવાહી થશે. સોફીયા ડેનીશ તો કદાચ કાલે બપોરે ફ્લાઈટમાં કોલકોતા જતાં રહેશે.”

દેવે કહ્યું “ઓહ ઓકે...” પછી થોડીવાર ચૂપ રહ્યો પાછી સીપ લઈને કહ્યું “સર એકવાત મારાં મનમાંથી હટતી નથી અમે લોકો કોલકોતાથી આવવા નીકળ્યા એ પહેલાંથી પોલીસને બધી ખબર હતી કે આ ટુરીસ્ટ શંકાસ્પદ છે તો મારીજ કંપનીમાં કેમ આવવા એલાઉ કર્યા ?બીજું એલોકોને સીધા એરેસ્ટ કેમ ના કર્યા ? એલોકો પાસે ઓલરેડી ડ્રગ્સ હતું...કંઈક ન બનવાનું બની ગયું હોત તો?”

સિદ્ધાર્થે થોડીવાર ચૂપ રહ્યો દેવને સાંભળતો રહ્યો. પછી એણે ડ્રીંક લીધું પણ કંઈ બોલ્યો નહીં દેવની વાત જાણે સાંભળીજ ના હોય એમ વર્તી રહ્યો.

દેવને આશ્ચર્ય થયું એણે કહ્યું “સર તમે કંઈ જવાબ ના આપ્યો. મેં તમને એક પ્રશ્ન કર્યો છે.” સિદ્ધાર્થે ઝડપથી પેગ પૂરો કર્યો અને બોલ્યો “દેવ અમુક પ્રશ્નનાં જવાબ નથી હોતાં. આમતો તને બધાંજ જવાબ મળી ચૂક્યાંજ છે...મારી પાસે હવે કોઈ જવાબ નથી કારણકે અમુક જવાબ પ્રશ્ન વિનાનાં હોય છે અને અમુક પ્રશ્નનાં જવાબજ નથી હોતાં બાય ધ દેવ તું રસેલ સરનાં કાર્યક્રમમાં જાય છે ખુબ મોટી તક છે મારી દ્રષ્ટિએ...”

દેવે કહ્યું “મારાં માટે તક એટલે ?” સિદ્ધાર્થે કહ્યું “દેવ ત્યાં આપણાં રાજ્ય,દેશ, વિદેશથી સેલીબ્રીટીસ, મહાનુભાવો આવશે જેનાં આજ સુધી ફક્ત નામ જ સાંભળ્યાં છે એ બધાંને જોવા મળવા મળશે બીજું આપણી અહીં ફીલ્મ ઇન્ડસ્ટ્રીનાં ધુરંધરો આવશે. પ્રખ્યાત એક્ટર્સ, એક્ટ્રેસીસ પ્રોડ્યુસર, ડાઈરેકટર, ગઝલ સમ્રાટ કેટ કેટલી સેલીબ્રીટીને બોલાવી છે... જે મારી પાસે માહિતી છે એ પ્રમાણે..”.

"પણ દેવ મને એક વાત નથી સમજાતી...? દેવે પૂછ્યું "કેમ શું" ? સિદ્ધાર્થ કહે “એ જરૂર માનું છું કે રુદ્ર રસેલ ખુબ મોટાં સામ્રાજ્યનાં માલિક, દેશ વિદેશ ખુબ ધંધા ચાલે, ખરબો પતિ છે... એ લોકોને પૈસા ખર્ચવા માટે,દેખાડો કરવા, શો બાજી અને પાર્ટીઓ કરવાનો શોખ હોય સમજી શકાય છે પણ..."

દેવે કહ્યું "પણ એટલે ? તમને મનમાં શું પ્રશ્ન છે ? " સિદ્ધાર્થે કહ્યું “પોતાની રાજકુંવરી (દીકરી) ની વર્ષગાંઠ માટે આટલો ખર્ચો ? પાર્ટીની જગ્યાએ મહોત્સવ ? કોરોડોનો ખર્ચ કરશે ? મને નવાઈ લાગી રહી છે મને લાગે એ બહાને દીકરીનો સ્વયંવર કરી દેશે સીધે સીધું કહી દે તો મનમાં જે વિચાર્યું હોય એ ના થાય. અને સીક્યુરીટી માટે પ્રશ્ન થાય.”

દેવે સિદ્ધાર્થને સાંભળીને કહ્યું “અરે સિદ્ધાર્થ સર તમે કેવી વાત કરો છો ? એમને દીકરીનો સ્વયંવર જ કરવો હોય તો એમને રોકનાર કોણ છે ? એ ડરે શા માટે ? જાહેર કરીને ભવ્ય રીતે સ્વયંવર ના કરે ? એમ પણ બધાં એમને ત્યાં પ્રસિદ્ધ અને અરબોપતિ જ આવવાનાં છે.

સિદ્ધાર્થ થોડું દાઢમાં હસ્યો પછી બોલ્યો "દેવ હજી તું આવા મોટાં માણસોને ઓળખતો નથી એક પગલું અને 100 નિશાન હોય એમનાં ચહેરાં પર મોહરાં હોય મહોરું નહીં... એમનાં ચાવવાનાં અને દેખાડવાનાં દાંત જુદા હોય... જે તને સમજાવું...”

દેવે પેગ પૂરો કરી ગ્લાસ મુક્યો અને બેરાને બોલાવી બંન્નેમાં બીજો પેગ બનાવવા સંજ્ઞા કરી...

દેવે સિદ્ધાર્થ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું સિદ્ધાર્થ બોલ્યો "દેવ અહીં ઘણાં સમયથી વર્ચસ્વની લડાઈ ચાલે છે ધંધામાં અને મિલ્કતો વસાવીને સામ્રાજ્ય વધારવા માટે ગળા કાપ હરીફાઈ ચાલે છે. છતાં આજ સુધી રુદ્ર રસેલને કોઈ હરાવી કે હંફાવી નથી શક્યું એમનું અચળ રાજ છે.”

“બીજું કે એમને એકનું એક સંતાન એક દીકરીજ છે દેવમાલિકા ...એ એટલી બધી સુંદર છે કે દેશ વિદેશની બધીજ હીરોઇનો પાણી ભરે... દેખાવ તો સુંદર છેજ પણ ખુબ સંસ્કારી અને વિનયી છે. આજકાલની છોકરીઓ જેવી સ્વછંદી, ઘમંડી કે ઉછાંછળી નથી એ એક મોટો ગુણ છે...રુદ્ર રસેલ આર્યવાદી શિવભક્ત છે મહાદેવને પૂજનારા નાગવંશી છે કહેવાય છે કે એમને શેષનારાયણનાં સાક્ષાત દર્શન થયેલાં છે”.

“રુદ્રરસેલ નાગવંશી ગણાય છે એમનાં હિમાલયની તળેટીમાં મંદિરો,મઠ અને ગૌશાળાઓ છે એ જગ્યાએ જવાં માટે કોઈને પરમીશન નથી માત્ર એમનાં પંથનાં નાગગુરુઓજ ત્યાં જઈ શકે રહી શકે છે ત્યાં રોજે રોજ હવનયજ્ઞ અને મંત્રોચ્ચાર, જપ થાય છે ત્યાં વેદની ઋચાઓ અને પંચતત્વની શક્તિઓનો સાક્ષાત્કાર થાય છે રુદ્ર રસેલ પાસે માત્ર પૈસો નહીં પણ આધ્યાત્મિક પાવર પણ એટલોજ છે.”

“મારી પાસે જાણકારી છે એ મુજબ એમની દિકરી દેવમાલિકા પણ ખુબ જ્ઞાની અને અધ્યાત્મમાં માનનારી છે... રુદ્ર રસેલ એને કુદરતે આપેલી અમૂલ્ય મૂલ્યવાન શક્તિ ગણે છે.”

“મૂળવાત પર આવતાં પહેલાં એક એક છેલ્લો પેગ થઇ જાય આમ વાત કરતાં કરતાં બે લાર્જ પુરા થઇ ગયાં ખબર પણ ના પડી... બેરાને કહે ઝડપથી બનાવે તારે સર્કીટ હાઉસ જવાનું છે મારે ઓફીસે... કેટલાય મેઈલ અને મેસેજ આવીને પડ્યાં હશે...”

દેવે બેરાને બોલાવીને પેગ તૈયાર કરાવ્યાં અને સિદ્ધાર્થને કહ્યું “સર આગળ કહોને આમ વચ્ચે વાતની દોર તૂટે મજા નથી આવતી આ વ્યક્તિનું વ્યક્તિત્વ અને વાતો ખુબ રસપ્રદ છે કહોને...”

અને સિદ્ધાર્થે એક સીપ મારીને કહ્યું... "દેવ ...


વધુ આવતા અંકે - પ્રકરણ 59