SHRIJIBAVA books and stories free download online pdf in Gujarati

શ્રીજીબાવા

*નાથદ્વારામાં જે સ્વરૂપ બિરાજમાન છે એ પ્રગટ પુરુષોત્તમ છે.. કોઈ મૂર્તિ નથી. શ્રીજી પ્રગટ સ્વરૂપે બિરાજમાન છે. દ્વાપરયુગમાં કરેલી લીલાઓ જેમકે માખણ ચોરી વગેરે કળિયુગમાં પણ કરી છે. શ્રીમહાપ્રભુજી.. શ્રીગુંસાઈજીના સમયમાં શ્રીજી આપણી જેમ જ હરતાં ફરતાં.. સૌ જોડે વાતો કરતાં. નાથદ્વારામાં શ્રીજીની મૂર્તિ પ્રતિષ્ઠા નથી થઈ.. પોતાનાં ભક્ત એવા મેવાડનાં રાજકુમારી અજબકુંવર બાઈનું વચન પાળવા શ્રીજી સ્વયં વ્રજથી નાથદ્વારા પધાર્યાં છે. માટે "શ્રીનાથજીની મૂર્તિ" એમ ક્યારેય નથી બોલાતું.. આ વાતની સાવચેતી જરૂર રાખવી."*
**️"ગર્ગ સંહિતા" જે આચાર્ય ગર્ગ દ્વારા રચિત ગ્રંથ છે. ગર્ગાચાર્યજી ગોલોકધામનાં દિવ્યાત્મા અને યદુકુળનાં રાજ પુરોહિત હતાં, એમણે ભગવાને કરેલી લીલાઓ, ગોલોકધામનું વર્ણન વગેરે જેવી ઘણા ઉલ્લેખો ગર્ગ સંહિતામાં કર્યો છે. શ્રીજીનું પ્રાગટ્ય આજથી લગભગ ૬૦૦ વર્ષ પહેલાં છે અને એમની ભવિષ્યવાણી હજારો વર્ષ પહેલાં દ્વાપરયુગમાં રચિત ગર્ગ સંહિતામાં જોવા મળે છે.*

**️ગુઢ લીલા એ છે કે, જ્યારે અક્રૂરજી ભગવાનને મથુરા લઈ જવાં માટે આવે છે. ત્યાંરે નંદબાવા તો હૃદય પર ભાર મુકીને પ્રભુને મથુરા જવાની પરવાનગી આપે છે, પરંતુ માતા યશોદા કોઈ વાતે માનતા નથી. પ્રભુ મનાવવાના ઘણાં પ્રયત્નો કરે છે. છેવટે જ્યારે યશોદાજી નથીં માનતા ત્યારે ભગવાન એમની સામે ઠાડા (ઊભા) રહ્યાં.*

*ભગવાન કહે, "માં..અત્યાર સુધી મેં કેટલીયે લીલાઓ કરી. એમાંથી આપને કઈ લીલાં સૌથી વધું પસંદ છે?"*

*યશોદાજી કહે, "લાલા.. જ્યારે ઇન્દ્રયાગ ના બદલે ગોવર્ધનયાગ કર્યો હતો અને ઇન્દ્રએ વર્ષા વૃષ્ટિ કરી ત્યારે તે ગિરિરાજ બાવાને પોતાનાં શ્રીહસ્તમાં ઉંચકી વ્રજવાસીઓની રક્ષા કરી હતી.. એ લીલાં મને અત્યંત પ્રિય છે. ત્યારે તું ગોવર્ધનનાથ કહેવાયો."*

*પ્રભુ એ જ રીતે યશોદા માં સામે ઠાડા થયા. ડાબો શ્રીહસ્ત ઉંચો કર્યો. જમણો શ્રીહસ્ત કમર પર ધર્યો અને ભગવાને પોતના શ્રીઅંગમાંથી જ પોતાનું એ ગોવર્ધનનાથનું સ્વરૂપ પ્રગટ કર્યું. માતા યશોદાને કહ્યું, માં.. હું આ સ્વરૂપે તારી સાથે રહીશ. આ હું જ છું. જેમ મને લાડ લડાવતી એમ મારા આ સ્વરૂપને પણ લાડ લડાવજે.*

*જ્યાં સુધી યશોદાજી અને નંદબાવા ભૂતલ પર હતાં ત્યાં સુધી એ સ્વરૂપ એમની સાથે જ રહ્યું અને જ્યારે આપ બંન્ને એ ભૂતલનો ત્યાગ કર્યો ત્યાર બાદ એ શ્રીગોવર્ધનનાથજીનું સ્વરૂપ ગિરિરાજ પર્વત (ગિરિરાજ બાવા)ની અંદર ગુપ્ત રીતે સમાઈ ગયું.*

*આ રીતે શ્રીગોવર્ધનનાથજી (શ્રીનાથજી)નુ સ્વરૂપ ખરેખર દ્વાપરયુગમાં પ્રગટ થયું છે.. અને એ જ સ્વરૂપ આજે નાથદ્વારા બિરાજમાન છે. એ કોઈથી મૂર્તિકારે સિદ્ધ કરેલું સ્વરૂપ નથી.*

*અજબ કુંવરનું કાંડુ પકડી ચાલ્યો મારો શ્રીનાથજી ! આ કાવ્ય ઇન્દીરા બેટીજીનું પ્રસિધ્ધ છે.*
*નાથદ્વારાના હાલના શ્રીનાથજીને લાવનાર અજબકુંવરી પરમ વૈષ્ણવ થઈ ગયા. અજબકુંવરી મૂળ સિંહાડ ગામના હતા. શ્રી નાથજીનું પ્રાક્ટય શ્રી ગોવર્ધનગિરિની કંદરામાંથી થયેલું છે. અજબકુંવર બાઈની ત્યાં પ્રેમવશથી શ્રીનાથજી ચોપર્ટ રમવા આવતા હતા. એકવાર શરત મુકી કે જે ચોપટમાં હારે તે બીજાની શરત પાળે. ચોપાટમાં શ્રી નાથજી હારી ગયા. શરત મુજબ શ્રી નાથજીને અજબકુંવર બાઈને વરદાન માંગવાનું કહ્યું ત્યારે અજબ કુંવરબાઈએ કહ્યું કે પ્રભુ ! હવે આપ વ્રજમાંથી મારે ઘેર પધારો. શ્રી નાથજીએ કહ્યું કે હું વ્રજ છોડી મેવાડમાં કેવી રીતે આવું ?*

*અજબકુંવર બાઈએ કહ્યું કે તમો મેવાડમાં આવો તો મારૂ મેવાડ વ્રજ બને શ્રી નાથજીએ કહ્યું કે હું ચોપાટમાં તમોને વચન આપી ચૂક્યો છું તેથી 150 વર્ષ પછી મેવાડ આવીશ. પ્રભુ વ્રજ છોડીને નાથદ્વારા 1858-1864માં આવ્યા. શ્રીનાથજી પ્રથમ શ્રી ગોવર્ધન પર બિરાજ્યા હતા તે બધાં સ્થાન શ્રી ગોવર્ધનનાથજી શ્રી નાથજી ચરણ ચોકી તરીકે જાણીતાં છે. સં.1623ના માઘ વદી સપ્તમીને દિવસે. શ્રી ગુંસાઈજીને ત્યાં મથુરામાં શ્રી ગિરધરજી ત્યાં બિરાજ્યા. જુના ગ્વાલિયર રાજ્ય (માળવા)માં ચંબલ ઉપર દંડોતધારમાં શ્રીજીનો રથ અટક્યો હતો. ત્યાંથી કૃષ્ણપુરી (આગ્રા) ત્યાંથી કિશનગઢ જોધપુર (મારવાડ) ચાંપાસેમાં ત્યાંથી મહારાણા રાયસિંહના સમયમાં ઉદેપુર શ્રીજી બિરાજ્યા હતા ત્યાંથી સિંહાડમાં ઇ.સ.1728 માઘ વદીમાં બિરાજ્યા હતા. શ્રી નાથજીને મેવાડ (નાથદ્વારા)માં પધારતા 29 માસ અને સાત દિવસ થયા હતા. આજે જ્યાં શ્રીનાથજી બિરાજે છે તે અજબ કુંવર બાઈની કોટડી (ઘર) છે. અજબકુંવરે શ્રી ગુસાંઈજીના પરમ ભગવદીય સેવક હતા. આ મંદિરે રાયસીંહજીએ બનાવી સં.1728ના મહાવદી 7 ને શનિવારે 10-2-72 ના રોજ પાટ ઉપર બેસાડયા. આ દિવસ પુષ્ટિમાર્ગમાં ‘શ્રી નાથજી પાટોત્સવ’ તરીકે ઓળખાય છે. રંગે ચંગે આ ઉત્સવ ઉજવવામાં આવે છે. શ્રી નાથજી બાવા જ્યારે વ્રજ માંથી મેવાડ પધારતા હતા ત્યારે એમની સાથે ગંગાબાઇ હતા અને જે રથ માં આવતા હતા એ રથ ની આગળ ભોળાનાથ મસાલ લઇ ચાલે છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED