મૃગતૃષ્ણા - ભાગ 25 Hiral Zala દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મૃગતૃષ્ણા - ભાગ 25


[ RECAP ]

( પાયલ દિવ્યા સાથે વાત કરે છે. સંજય ને અનંત વાર માં આવતાં આવતા વાત કરી રહ્યા હોઈ છે અને ત્યારે અનંત કહે છે કે એ એમના પ્રોજેક્ટ માં પાયલ નું કોઈ ઈન્વોલમેંટ નથી ચાહતા. ધનરાજ ઘરે આવી દેવાંગી ને સોધે છે. અનંત ના આવ્યા પછી ધનરાજ અને અનંત સાથે જમે છે. સવારે દેવાંગી અને ધનરાજ વચ્ચે ફરી એક વાર આદિત્ય ની વાત થાય છે. )


________________________
NOW NEXT
________________________


ધનરાજ : કેટલાં સમય થી આપડે લડ્યા નતા નઈ. મોકો મળી ગયો તમને એટલે હવે એક દમ વસૂલ કરશો બરાબર ને.


દેવાંગી : મને કોઈ જ સોખ નથી સવાર સવાર માં રોજ એક જ વાત લઈ ને બેસી જવાનો.


ધનરાજ : પણ પાછી ચાલુ તો તમે કરી જ દીધી ને.


દેવાંગી : રાજા મે કોઈ વાત ચાલુ નથી કરી.અને જાણી જોઈ ને કોઈ ને હેરાન કરવા નો શું મતલબ છે. શું બોલાવવું છે તમારે મારી પાસે.કોઈ ની વાત માનવી પણ નથી અને કોઈ ને ચૂપ પણ નથી રેહવા દેવું.


ધનરાજ : કોણ કેઈ છે એવું....તું ચૂપ રેઇ તો તો હું ચાર ધામ ફરી આવું...પણ હવે 28 વર્ષ કાઢ્યા છે બોલી બોલી ને તોહ છેલ્લે છેલ્લે તું ચૂપ રહીશ તો મને મજા નઈ આવે ને. થોડું ગુસ્સે થા , નારાજ થા , થોડા નખરાં કર , બધું જ કર પણ બોલી ને કર. મન માં રાખી ને નઈ.


દેવાંગી : કોઈ ફાયદો નથી બોલવા નો , જે હતું એની વાત પેહલા જ થઈ ગઈ છે. અને હા રાજ હવે આ બધી વાતો નો કોઈ મતલબ પણ નથી રહ્યો. આદિત્ય એ એમ પણ દિવ્યા ને ના કહી દીધી. પતી ગયું બધું હવે કોઈ પણ જરૂર નથી આ ટોપિક પર વાત કરવા ની.


ધનરાજ : તને કોને કીધું કે આદિત્ય એ એ છોકરી ને ના કીધી ?

દેવાંગી : ઓફિસ નથી જવું તમારે? રેડી થઈ જાવ.


( દેવાંગી ઊભા થઈ ને બાર જવા લાગે છે.ધનરાજ એમને રોકી ને કહે છે. )

ધનરાજ : દેવાંગી મે કંઇક પૂછ્યું.અને મારે એનો જવાબ જોઈએ છે. પછી તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ પેલા જવાબ આપો.


દેવાંગી : આદિત્ય ના ફોન પર દિવ્યા ની બેન નો કોલ આવ્યો હતો. એની રૂહાંન સાથે વાત થઈ.

ધનરાજ : અને રૂહાંન એ તમને ક્યારે કહ્યું?


દેવાંગી : કાલે સવારે..

ધનરાજ : તો તમે કાલે પણ કહી શકતા હતા મને. તો કેમ નથી કહ્યું.


દેવાંગી : શું મતલબ હોત હું તમને કેત તો?


ધનરાજ :( મોટો અવાજ કરી ને બોલે છે. ) મતલબ એટલે શું , મારા છોકરા ના જીવન ની કોઈ વાત જાણવા હવે માટે મતલબ સોધવા નો....જીદ સાંભળું છું,શાંત રવ છું , એનો મતલબ એ નથી કે તમને મન ફાવે તમે એ કરો.કાલે જો કોઈ વાત તમને ખબર પડી છે , જે વાત જરૂરી છે તો તમારો એટલો ફર્ઝ નથી કે એક વાર મને જણાવી શકો. એક વાત નઈ ભૂલશો ભલે ગમે એટલું લડો પણ મારા ઘર ની વાત મને નઈ ખબર હોય એવું નઈ ચાલે.


દેવાંગી : જે વાત તમારે માનવી નથી , જે વાત થી તમારા છોકરા ને પ્રોબ્લેમ છે એ વાત થી તમારે કોઈ પ્રોબ્લેમ નથી તો એવી વાત જાણી ને તમે શું કરશો. પડે છે હજી કોઈ તમને ફર્ક....જીદ મે કરી પણ થયું તો એ જ જે થવાનું હતું. રાજ પ્રોબ્લેમ મારા છોકરા ને થાય છે અને એ વાત નું દુઃખ મને છે. મારા માટે મારા છોકરાં થી વધારે કોઈ પણ નથી...કોઈ પણ નઈ. જેને જે સમજવું હોઈ એ સમજે જે બોલવું હોઈ એ બોલે હવે મને કોઈ ફર્ક નથી પડતો.


( દેવાંગી આટલું કહી રૂમ ની બાર જતાં રહે છે. )

ધનરાજ : તમને ફર્ક પડે કે નઈ પડે આ વાત થી મને ફર્ક પડે છે. અને હવે આ પ્રોબ્લેમ ને હું મારી રીતે સોલ્વ કરીશ.


______________________________

( ધનરાજ ઓફિસ માં જઈ તરત જ રિસેપ્શન પર તરુણ ને કોલ કરે છે. )

તરુણ : યસ સર


ધનરાજ : કેમ ટુ માઈ કેબિન , ઇમિડેટલી

તરુણ : ઓકે.... સર


( તરુણ જલ્દી થી ધનરાજ ની કેબિન તરફ જાય છે અને દરવાજો ખોલે છે. ધનરાજ પોતાના વર્કિંગ ટેબલ પાસે બેઠાં હોય છે. )

તરુણ : કમિંગ સર??

ધનરાજ : યા... કમ.

તરુણ : ટેલ મી સર....કોઈ જરૂરી કામ.

( ધનરાજ ઊભા થઈ પોતાના ટેબલ ની આગળ આવી તરુણ ને કહે છે. )

ધનરાજ : કામ જરૂરી પણ છે અને બોવ ખાસ પણ. તરુણ મારે આદિત્ય ના રીલેટેડ એક જરૂરી ઇન્ફોર્મેશન જોઈએ છે. અને મને ખબર છે કે તારા થી સારી રીતે આદિત્ય ની ખબર બીજા કોઈ ને જ નથી.


તરુણ : હા... સર. એ તો છે પણ થયું શું?

ધનરાજ : આ દિવ્યા કોણ છે?

( તરુણ થોડા વિચાર માં પડી જાય છે અને પછી જવાબ આપે છે. )

તરુણ : સર....દિવ્યા તો ફ્રેન્ડ છે, વધારે કંઈ ખાસ નઈ.

ધનરાજ : તરુણ તને ખબર છે મને ખોટી વાતો માં ટાઈમ ખરાબ કરવો પસંદ નથી. એટલે જે છે એ બોલ....અને જલ્દી.


તરુણ : સર...હું અને આદિત્ય દિવ્યા ને અમારા એક ફ્રેન્ડ ના લગ્ન માં મળ્યાં હતાં. આદિત્ય પણ એને ત્યાં જ મળ્યો હતો. આદિત્ય દિવ્યા ને પસંદ પણ કરે છે. અને દિવ્યા છોકરી પણ સારી છે. ડોક્ટર છે અને એક સમજદાર છોકરી છે. થોડા સમય પછી આદિત્ય એ સામે થી જ દિવ્યા ને કોન્ટેક્ટ કર્યો હતો. પછી બંને એક બીજા ને મળ્યાં, અને એકચ્યુલી આદિત્ય એ દિવ્યા ને લગ્ન માટે પણ પૂછ્યું હતું. અને દિવ્યા એ હા પાડી હતી.બસ મને આટલી જ જાણ છે એના પછી મારી આદિ સાથે વાત નથી થઈ.


ધનરાજ : ક્યાં રેઇ છે આ દિવ્યા?

તરુણ : વૉટ સર....

ધનરાજ : જે તે સાંભળ્યું એ જ પૂછું છું.

તરુણ : સર મને દિવ્યા ની આટલી જાણ પણ નથી.

ધનરાજ : ઓકે....તો હવે મને એ કે કે તું ક્યાં સુધી મને આ દિવ્યા ની બધી જ ડીટેલ આપીશ?

તરુણ : સર....કેમ બધી જ ડીટેલ?

ધનરાજ : સવાલ નઈ , મને મારા સવાલ નો જવાબ જોઈએ છે.અને એ પણ અત્યારે.

તરુણ : સાંજ સુધીમાં ચાલશે.

ધનરાજ : ચાલશે જાવ...
( તરુણ બાર જવા લાગે છે.પાછળ થી ધનરાજ એને રોકી ને કહે છે. )

ધનરાજ : તરુણ....આ વાત આપણાં વચ્ચે રેઇ ત્યાં સુધી સારું છે. થોડું ચેતી ને કામ કરવું.

તરુણ : ડોન્ટ વરી સર....વાત બાર નઈ જાઈ...

ધનરાજ : હમમ...
( તરુણ રૂમ ની બહાર જતો રહે છે અને ધનરાજ પોતાના મન માં વિચારવા લાગે છે. )

ધનરાજ : દેવાંગી તમે જે વાત નું વતેસર કર્યું છે એનું હવે હું મહા વતેસર કરીશ. મારા છોકરાં ના જીવન માટે હવે જો તમારે લડવું જ છે તો પછી બરાબર લેવલ પર લડીએ.

___________________________


( નરેન દિવ્યા અને પાયલ ના રૂમ માં આવે છે. )

નરેન : દિવ્યા....શું કરો છો બેટા?

દિવ્યા : હા...પપ્પા.બોલો ને કામ છે કોઈ...

નરેન : બેસો અહીંયા મારે વાત કરવી છે.

પાયલ : કાકા એવી તો શું ખાસ વાત કરવી છે.કાકી નો બર્થડે પ્લાન કરવાનો છે?😂પણ એ ને તો હજી વાર છે ને.

નરેન : નઈ કોઈ નો બર્થ ડે પ્લાન નથી કરવાનો. દિવ્યા એક વાત પૂછું..

દિવ્યા : હા...પૂછો ને પપ્પા.

નરેન : તને મારા પર વિશ્વાસ છે?

દિવ્યા : પપ્પા કેમ આમ પૂછો છો? તમે તમારાં પર વિશ્વાસ કેમ નઈ હોઈ? છે ને વિશ્વાસ

નરેન : દિવ્યા....તને ખબર છે તું જન્મી અને ક્યારે મોટી થઈ ગઈ ને એ મને હજી ખબર નથી પડી...હું ગોળ ગોળ વાત નઈ ફેરવું કારણ કે હું જાણું છું મારી દીકરી બોવ જ સમજદાર છે. દિવ્યા...રોહિત ભાઈ એ એક છોકરો જોયો છે તારા માટે...છોકરો સારો છે. હું જાણું છું કે તું તારી પસંદ થી જ લગ્ન કરીશ. પણ એક વાર પોતાના પપ્પા નું માન રાખી આ સંબધ ને એક વખત જોઈ લે. જો તને ગમશે તો જ આપડે વાત આગળ વધારીશું.


( દિવ્યા આ વાત સાંભળી એક દમ સ્તબ્ધ બની જાય છે. જાણે હમણાં જ કોઈ ભૂકંપ આવી ને શાંત થયો હોઈ.દિવ્યા શાંતિ થી એના પપ્પા તરફ જોઈ રહી હોય છે. પાયલ ફક્ત દિવ્યા ના ચેહરા તરફ નજર કરી દિવ્યા ને જોઈ રહી હોય છે. થોડી શાંતિ પછી પાયલ બોલે છે. )


પાયલ : કાકા...પણ અચાનક લગ્ન કેમ?


નરેન : અચાનક નઈ પણ મારી છોકરી આટલી હોશિયાર છે સમજદાર છે તો એના લગ્ન માટે રિશ્તા તો આવવા ના જ ને....દિવ્યા બેટા તું તારી રીતે વિચાર અને પછી મને જવાબ આપ કે તારો શું વિચાર છે. દિવ્યા હું એ છોકરા ને મળ્યો અને એટલે જ હવે હું ચાહું છું કે તું એને મળે...અને એને સમજ. જો તું ના પાડીશ તો પણ હું એવું નઈ પૂછું કે કેમ તે ના કહી...બસ એક વાર એને મળી લે.
દિવ્યા તું એક વાર તારી મમ્મી સાથે વાત કરી લે...પાયલ સાથે વાત કર...પછી જે હોઈ એનો મને જવાબ આપ.


દિવ્યા : પપ્પા ક્યારે મળવા નું છે ??
( દિવ્યા ને સાંભળી પાયલ અચાનક ચોંકી જાય છે. )


પાયલ : દી...આટલું જલ્દી કંઈ પણ નક્કી નઈ કરો.એક વખત વિચારી તો લો.

દિવ્યા : પાયલ વિચારવા નું શું છે.પપ્પા એ કહ્યું ને કે એમને મળી લીધું તોહ પછી બસ...પપ્પા તમે જેમ કેશો એમ હું કરીશ.
( નરેન દિવ્યા ના માંથા પર હાથ મૂકી ને કહે છે. )


નરેન : દિવ્યા...જો મને કોઈ જલ્દી નથી.આપડે તારા કહેવા પ્રમાણે ચાલશું. બરાબર. અને જો તું રાજી હોઈ તો આજે સાંજે જ એ છોકરાં ને મળી લે.હું તને એનો નંબર મોકલી દઈશ બરાબર...


દિવ્યા : વાંધો નઈ...

( દિવ્યા થી વાત થી ખુશ થઈ નરેન રૂમ માં થી જતાં રહે છે. )

પાયલ : દી...ખરેખર...તમને કોઈ વાંધો નથી ? અને શું કરવા આવા કામ કરો છો જેમાં તમે ખુશ નથી.

દિવ્યા : પાયલ ધીરે થી બોલ..


પાયલ : હું કેમ ધીરે થી બોલું...તમારા માં તો કેહવા થી હિંમત નથી પણ મારા માં છે.અને હું સાચું કહી ને રઈશ.
( પાયલ રૂમ માં થી બહાર જતી હોય છે અને દિવ્યા એને હાથ પકડી ખેંચી લેઇ છે. )


દિવ્યા : પાયલ પાગલ ના બનીશ.

પાયલ : હા...હું પાગલ છું.કારણ કે આંખી દુનિયાં ભર નું દિમાગ તો તમારા માં અને તમારા પેલા સત્યવાન માં છે ને....બંને માંથી એક માં પણ સચાઈ કબૂલ કરવા ની તાકાત નથી. કરવા શું માંગો છો તમે ,એક તરફ કહો છો આદિત્ય ને ભૂલી નઈ શકું અને બીજી તરફ કોઈ સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગયા.


દિવ્યા : પાયલ આમાં લગ્ન ની કોઈ વાત નથી.પપ્પા એ કીધું ને કે ખાલી મળી લે...


પાયલ : ઓહ એટલે હવે તમને બીજા કોઈ ને મળવું છે....તમને ખબર છે તમે શું કરી રહ્યા છો.


દિવ્યા : પાયલ બસ કર....કેટલું બોલીશ...અને હા મને ખબર છે હું શું કરું છું.મારા માટે પપ્પા ની વાત ઇમ્પોર્ટન્ટ છે. એ અહીંયા મારી ખુશી માટે આવ્યા હતાં અને જો એ કોઈ વાત માં મારા લીધે ખુશ છે તો હું એમની વાત માનીશ...


પાયલ : વાઉ....અજીબ લોકો છો હા તમે બંને...પેલા મને એક પાયલ લાગતું હતું હવે લાગે છે બંને ના સ્ક્રું ઢીલા છે.એક થી એક નંગ મળ્યા છો એક બીજા ને. પપ્પા ની ખુશી માં ને ખુશી માં તમારા બંને ની જીંદગી હરામ થઈ ગઈ એ નઈ દેખાતું તમને લોકો ને....


( દિવ્યા પોતાના માંથા પર હાથ રાખી એકલા ને એકલા રડવા લાગે છે. પાયલ એની પાસે જાઈ છે. )


પાયલ : દી...શું કરવા પોતાની જિંદગી ખરાબ કરો છો.તમે જ ખુશ નઈ હોવ તો અને બધા કંઈ રીતે ખુશ હોશું...


દિવ્યા : પાયલ હું શું કરું....મારા પાસે બીજો કોઈ રસ્તો નથી. અને મારે હવે આદિત્ય ની કોઈ વાત વિચારવી પણ નથી. હું ખરેખર નઈ સમજી શકતી હું શું કરું....


પાયલ : દી...કાકા ને બધું કહી દો...જે થશે એ જોયું જશે...પણ તમારાં મન ની વાત તો બધાં જાણશે...તમને અને આદિત્ય ને ફેમીલી સપોર્ટ ની જરૂર છે.એક વખત વાત તો કરી જોવો..આ રીતે હિંમત હારી ને આવા ફેંસલા લેશો તો તમારા બંને માંથી કોઈ પણ ખુશ નઈ રઈ શકે.


દિવ્યા : પાયલ નઈ...મારે કોઈ ને કઈ જ નથી કેહવુ..અને તું પણ કોઈ ને કઈ જ નઈ કેઈ...પપ્પા જેમ કેશે એમ કરીશું..મારે હવે બીજું કંઈ નથી સાંભળવું...
( દિવ્યા પોતાનું બેગ લઈ રૂમ ની બહાર નીકળવા જાઈ છે. )


પાયલ : મતલબ તમે આજે બીજા કોઈ અજાણ્યાં વ્યક્તિ ને મળશો....તમારા અને એના લગ્ન માટે?


દિવ્યા : હા...

પાયલ : તોહ આદિત્ય નું શું??


( દિવ્યા ત્યાં થી ફટાફટ જતાં રહે છે. )


★★★★★

____________________________________


[ PREVIEW ]


( પાયલ ને ખબર પડે છે કે અનંત એ એને પ્રોજેક્ટ માં ના રાખવા PPT બનાવવા આપ્યા...પાયલ અનંત સામે ગુસ્સે થઈ એને બધું બોવ સંભળાવી દેઇ છે. )


BE BACK IN NEXT EPISODE ❤️
મૃગતૃષ્ણા ✍️