વીની આંખમાંથી સતત અશ્રુધારા નીકળી રહી હતી પેલો નરાધમ અગમ્ય અગ્નિથી બળી રહેલો. એનાં શરીરનાં માંસની બળવાની વાસ બધે પ્રસરી રહી હતી જ્યાં ગુલાબની સુવાસ હતી ત્યાં માનવીનાં શરીરનું માંસ બળવાની વાસ ગંધાઈ રહી હતી.
એનાં રૂમમાં એનાંથી અભડાયેલાં એનાં સ્પર્શમાં આવતાં બધાં કપડાં, પડદાં, સોફા, જાજમ બધુજ બળી રહ્યું હતું ધીમે ધીમે આખા ખંડમાં આગ પ્રસરી હતી.
સાવીનો ચહેરો પછી આ બધી અગ્નિની પરાકાષ્ઠા વધતી જોઈને ક્રૂર રીતે હસી રહ્યો હતો એનાં વાળ છુટા થઇ ગયાં હતાં એની આંખ ભયાનક રીતે વિસ્ફારીત થઇ ચુકી હતી એનો ચહેરો વિકરાળ લાગી રહ્યો હતો.
સાવીનાં ચહેરાં પર વિજયી હાસ્ય હતું પણ એમાં ખુબ પીડા હતી અંદરને અંદરથી એ બળી રહી હતી એનું સતિત્વ અભડાઈ ચૂક્યું હતું આ દાનવે એને રોળી નાંખી હતી એ સાવ સામાન્ય છોકરીની જેમ એનું પાવન શિયળ લૂંટાવી ચુકી હતી એને એનાં શરીર ઉપર નફરત થઇ રહી હતી એનાં શરીરમાંથી એ રાક્ષસનાં પરસેવા,લાળ અને વીર્યની ગંધ આવી રહી હતી એ સહી નહોતી શકતી એ વધુને વધુ ઉગ્ર થઇ રહી હતી એનો કાબુ હવે ગુસ્સા અને પીડાએ લીધો હતો સાવીને ગુરુજી પેલાં અઘોરી સાથે કરેલો હવનયજ્ઞ યાદ આવી ગયો...એ હવનયજ્ઞનાં અંત ભાગમાં પુર્ણાહુતીમાં અઘોરીએ શું કરેલું ?
સાવીને એ દ્રશ્યો યાદ આવી રહેલાં આજે એ આ બંન્ને દ્રશ્યોની સરખામણી કરી રહેલી અને એ સમયનાં ત્રાટકનાં દ્રશ્યો...ઓહ નો એને એ સમયે ઘૃણા થઇ ગઈ હતી એને ઉલ્ટી થઇ ગઈ હતી એણે બધું યાદ કરવાનું બંધ કરી મન શાંત કર્યું...
આગ ધીમે ધીમે બધે પ્રસરી રહી હતી જે જે રૂમોમાં છોકરીઓ અને સેવકો હતાં બધાં ચીસો પાડતાં પાડતાં બહાર તરફ ભાગી રહેલાં...એણે જોયું કે બધાં જીવ બચાવી આ મહેલ જેવા બિલ્ડીંગમાંથી દોડી રહ્યાં છે એમાં અન્વીને ભાગતી જોઈ...
સાવીનાં ભયાનક હાસ્યથી અન્વીની નજર એનાં ઉપર પડી. સાવી અને અન્વીની નજર મળી...સાવીએ વિચિત્ર રીતે હસતાં હસતાં કહ્યું ‘અન્વી તું તો મારી મોટી બહેન હતી મને એમ કે તને આ નરાધમે ફસાવી છે હું તને બચાવીને ઘરે લઇ જઉં...”
“હા...હા...હા...પણ તું તો એનામાં ભળેલી હતી તને એવું ના થયું ? વિચાર ના આવ્યો કે મારી બહેન સાવી અઘોરણ છે એને ખબર પડી જશે ? તારો તો ઈરાદો અને ઈચ્છા એની સાથે નિકાહ કરવાનો હતો હું તને ઉપર ચઢીને બચાવવા આવી ગઈ હું મૂર્ખ બની મેં મારું અઘોરણપણ દાવે લગાવ્યું હજી હું કાચી હતી તેં મારી બધીજ માહિતી એની પાસે ફોડી નાંખી હતી...બોલને મોટી... એવું કેમ કર્યું ?”
અન્વી આ બધું જોઈ ખાસ કરીને સાવીની હાલત જોઈ ખુબ ડરી ગઈ હતી ચારે બાજુ આગ પ્રસરી રહી હતી એણે રડતાં રડતાં કહ્યું “સાવી મને માફ કર હાં હાં મેં જ તારી બધી માહિતી આપી હતી એ મને ખુબ પ્રેમ કરતો હતો મારી સાથે નિકાહ કરવાનો હતો એ મારાં પ્રેમમાં...”
સાવીએ ગુસ્સામાં કહ્યું “અરે બેવકૂફ એ તારી સાથે બનાવટ કરી રહેલો અહીં કેટલી છોકરીઓ એનો શિકાર થઈને પડી છે કેટલાં નિકાહ કરે છે એ તને ખબર છે ? નિકાહ કરી બધાનું શિયળ લૂંટીને અહીં જે તે કામ કરાવે એની હવસ સંતોષે અને પછી આરબોને વેંચી કાઢતો...બહેન તું ફસાય ચુકી હતી પણ આજે મેં એનો ખાત્મો બોલાવી દીધો”.
“ધરતી ઉપરથી એક રાક્ષસ ઓછો થયો પણ એણે એનાં ધર્મનાં તાંત્રિક પાસે વિઘીઓ કરાવી હતી મારી સિદ્ધિઓને એણે બંધાવી હતી મને ખુબ મુશ્કેલી પડી એ નીચ મને પણ ક્યાંયની નથી રાખી હું મારુ બધું ગુમાવી બેઠી છું તને બચાવવા જતાં હું શિકાર થઇ તને કોઈ ફરક નથી પડી રહ્યો...”
અન્વી બધું સાંભળી રહી હતી એ ખુબ આક્રંદ કરી રહી હતી એકજ વાત બોલ્યાં કરતી હતી “સાવી મને માફ કર હું એનામાં ફસાઈ ગઈ હતી...મેં તને દગાથી...તારી ઈજ્જત લૂંટાવી તને પણ બરબાદ કરી મારી પાસે તારી માફી માંગવાની પણ હેસીયત નથી મેં બધું બરબાદ કરી દીધું..” એમ બોલતી રડતી દોડી અને બાલકનીમાંથી નીચે પડતું મૂકી દીધું...
સાવી ફાટી આંખે બધું જોઈ રહી કશુંજ ના કરી શકી એ સતત રડી રહી હતી એક પછી એક બનાવો એવાં બની રહેલાં જેની એને કલ્પના નહોતી સાવીએ આખાં બિલ્ડીંગમાં આગ લગાવી દીધી એ રડતી રડતી નીચે તરફ દાદરથી ઉતરી રહી હતી એનાં હાવભાવ એનાં રંગઢંગ કપડાં એવાં થઇ ગયેલાં કે જે જોતાં લોકો ડરી જતાં હતાં.
સાવી જેટલાં માળ ઉતરતી જતી એટલાં માળમાં આગ ફેલાવી રહી હતી એણે મનોમન જે નિર્ણય કર્યો એ દિશામાં આગળ વધી રહી હતી.
*****
સોહમ ઓફિસમાં આવી ગયો પણ એને ચેન જ નહોતું પડતું એને જીવ બળ્યાં કરતો હતો ના એનું કામમાં ચિત્ત ચોંટતું હતું...સોહમનાં મનમાં સાવીનાં શબ્દો ફર્યા કરતાં હતાં તારાં ઘરમાં કંઈક નકારાત્મક થવાનું હોય એવું લાગે છે સચેત રહેજે.
સોહમે કહ્યું સાવીનું બોલેલું સાચું ના પડે તો સારું એનું કશા કામમાં દીલ નહોતું લાગતું એનો જીવ વધુ ને વધુ બળી રહેલો એણે એનું લેપટોપ બંધ કર્યું અને સીધો એનાં બોસ પાસે ગયો.
સોહમે એનાં બોસને કહ્યું “સર મારે અત્યારે રજા જોઈએ છે મને કોઈ અગમ્ય ચિંતા સતાવી રહી છે મારાં ઘરમાં...” પછી ચૂપ થઇ ગયો...થોડીવાર ચૂપ રહીને બોલ્યો “સર હું કામ ઘરે પૂરું કરી નાંખીશ હમણાં મને રજા આપો.” એમ કહીને રજા લઈને એ ઓફીસની બહાર નીકળી ગયો...આજે એ સીધો અઘોરી...
વધુ આવતા અંકે -પ્રકરણ 37