Mrugtrushna - 24 books and stories free download online pdf in Gujarati

મૃગતૃષ્ણા - ભાગ 24

[ RECAP ]

( પાયલ આદિત્ય ને કોલ કરે છે. આદિત્ય ફોન ઘરે ભૂલી ગયા હોય છે એટલે ફોન રૂહાંન ઉઠાવે છે અને પછી રૂહાંન ને ખબર પડે છે કે આદિત્ય એ દિવ્યા સાથે બ્રેક અપ કરી લીધું. રૂહાંન બધી વાત દેવાંગી ને કરે છે. ધનરાજ ઓફિસ જતાં જતાં વચ્ચે ટ્રાફિક માં ફસાઈ છે અને ત્યાં એ પેહલી વાર દિવ્યા ને અજાણતાં જોવે છે. )

___________________________
NOW NEXT
___________________________


( ધનરાજ ઓફિસ માં આવી તરત આદિત્ય ના કેબિન માં જાઈ છે. )

ધનરાજ : આદિત્ય આવું હું અંદર?

આદિત્ય : હા...પપ્પા આવો ને.

( ધનરાજ કેબિન માં આવી ને આદિત્ય ના સામે ખુરશી પર બેસી જાય છે.)

ધનરાજ : આદિત્ય...કેવી રઈ તમારી રિસોર્ટ વાળી મિટિંગ?

( આદિત્ય અચાનક ચોંકી જાય છે અને એને એક વાર તો એવું લાગે છે કે ધનરાજ દિવ્યા સાથે ની મિટિંગ ની વાત કરી રહ્યા છે.પછી આદિત્ય થોડું વિચારી ધનરાજ ને જવાબ આપે છે. )

આદિત્ય : પપ્પા વાત થઈ ગઈ બધી.ડીલ સેટ જ છે.બસ હવે લીગલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા નું છે. એ પણ મે વકીલ સાથે વાત કરી લીધી છે.પેપર રેડી થશે એટલે હું તમને કહી દઈશ.


ધનરાજ : ઓકે... વેરી ગુડ...મને વાત નઈ કરતો ,તારી જાતે જ બધું ફાઇનલ કરી દેજે..વાંધો નઈ. આ આખી ડીલ તું તારી રીતે એકલા પતાવ...તને શિખવા મળશે..


આદિત્ય : ના એવું નઈ... એ ખાલી બસ વેરિફિકેશન માટે તમારી પાસે લઈ આવીશ...કોઈ મિસ્ટેક ના થાય એટલે...એક વાર જોઈ લેજો ને


ધનરાજ : મીસ્ટેક તારા થી સોલ્વ નઈ થઈ શકે એમ?


આદિત્ય : પપ્પા 5 મિનિટ લાગશે પેપર જોવા માં. તમે જોઈ લેશો તો મને શાંતિ થઈ જશે કે બરાબર છે બધું.


ધનરાજ :🤣ઓકે...ઓકે..જોઈ લઈશ.ચાલ હું જાવ છું કામ હોઈ તો ફોન કરજે.


આદિત્ય : હા...


( ધનરાજ હસતા હસતા આદિત્ય ની કેબિન માંથી બહાર જતા રહે છે.બીજે તરફ રાતે 7:30 વાગે પાયલ મન લગાવી PPT બનાવતી હોય છે. અને દિવ્યા રૂમ માં આવે છે. )


પાયલ : દી....એક વાત પૂછું , સેંટી નઈ થાવ તો જ પૂછીશ...

દિવ્યા : બોલ....


પાયલ : આદિત્ય સાથે તમારા લગ્ન નઈ થયા તો તમે બીજા કોઈ સાથે લગ્ન કરશો?


( દિવ્યા થોડું વિચારી , નાની સ્માઇલ આપી ને કહે છે. )


દિવ્યા : પાયલ આજ થી 4 મહિના પેહલા હું અને આદિ એક બીજા ને મળ્યાં. જ્યારે મે એમને પેહલી વાર જોયા ને તો મને લાગ્યું કે આ બોવ મોટો વ્યક્તિ છે એટલે આમાં બોવ ઈગો હસે. થોડી વાર પછી જ્યારે મારી ફ્રેન્ડ એ મને એમના સાથે વાત કરવી ને તો મને એવું લાગ્યું છે મારા જીવન નું મને કોઈ બોવ ખાસ વ્યક્તિ મળી ગયું. પણ મને ખબર હતી એમના અને મારા વચ્ચે એક બોવ મોટું અંતર છે અને એ હતું કલાસ નું અંતર...મિડલ ક્લાસ અપર ક્લાસ... એ દિવસ પછી મે આદિત્ય ને ભૂલવા નો બોવ ટ્રાય કર્યો પણ પોસીબલ નઈ થયું...અને થોડા સમય પછી એમનો કોલ આવ્યો કે આપડે મળીએ.પાયલ હું અને આદિત્ય બંને મળ્યા અને અમે બસ એ દિવસે મળીને બસ ચૂપ રહ્યા અને એ જ વિચાર્યું કે એવું તો શું છે અમારા વચ્ચે જેને વિચારવા અમારે ફરી મળવું પડ્યું.બસ ત્યાર ની હાલત અને આજ ની હાલત માં વધારે ફર્ક નથી.બસ એટલો ફર્ક છે કે ત્યારે અને અમારી શરૂઆત તરફ હતા અને આજે અંત તરફ છે.


પાયલ : દી...મે સવાલ શું કર્યો તમને...


દિવ્યા : પાયલ જવાબ મારી આ વાત માં જ છે. હું અને આદિત્ય નાના તો નથી કે એવી વાત કરીએ કે હવે જીવવા નું છોડી દેશું.જીવન છે ચાલવા નું જ છે.ખબર નઈ આગળ શું થશે.પણ મને એટલું ખબર છે કે આદિત્ય હવે મારા જીવન નું એક અંગ છે જેને હું ક્યારે પણ મારા થી અલગ નઈ કરી શકું. એ મારા થી દુર થયાં કોઈ વાંધો નઈ.પણ એમની યાદો ક્યારે પણ મારા થી દુર નઈ જઈ શકે.


પાયલ : જો તમને બીજા કોઈ સાથે પ્રેમ થઈ ગયો તો પણ નઈ?


દિવ્યા :( હસતા હસતા જવાબ આપે છે. ) થાય ત્યારે આવજે..બાકી આવા સવાલ ના જવાબ હું નઈ આપુ જેનું કોઈ ભવિષ્ય જ નથી 🤣🤣


પાયલ :🤣 બાપરે બોવ અઘરો તમારો પ્રેમ. મતલબ એક દમ આમ રૂમ નું વાતાવરણ જ ફિલ્મી થઈ ગયું🤣


દિવ્યા : એ હોશિયારી...તું હજી શાંતિ રાખ.થોડો સમય જવા દે.પછી હું જોવ છું.


પાયલ : એક મિનિટ... એક મિનિટ. દી..જો તમને એવું લાગતું હોય ને કે હું આ ટાઈપ ના પ્રેમ ના ચક્કર માં પડીશ.તો તો રેહવા જ દો. બિકોઝ આ મારા ટાઈપ નો પ્રેમ છે જ નઈ. સાચું કવ શું ફાયદો થયો તમને 4 મહિના પ્રેમ કરી ને.હું માનું છું છોકરો 100 % સારો હતો.પણ રડતાં મૂકી ને જ ગયો ને. દી... મારો એક જ ફંડા છે. જે ચાલે છે ને એને જીવવા નું. લફડા બાઝી માં હંમેશા રડવું જ પડે.મે આજ સુધી એવો વ્યક્તિ નઈ જોયો મારી લાઈફ માં જે ખરેખર કોઈ છોકરી ને એક સારા લેવલ નો પ્રેમ કરી શકે.અત્યારે લોકો સંબધ પ્રેમ માટે નઈ મતલબ માટે રાખે છે. એટલે નો ઇમોશન્સ ઑનલી એન્જોય.


દિવ્યા : તું બીજા ની વાત કરે છે પણ તું પોતે જ પ્રેમ માં તારો મતલબ સોધી રહી છે. તારે કોઈ ને પ્રેમ નથી કરવો કારણ કે કોઈ તને એકલું મૂકી ને ના જાઈ. મતલબ તું બસ એ વાત થી ડરે છે પાયલ...જો એક વાત કવ. જરૂરી સંબધ હોઈ કે ના હોય પણ એ સંબધ ની જે યાદો હોઈ ને એ જ બોવ જરૂરી હોઈ છે. અને એ યાદો આદિત્ય મને આપી ચૂક્યા છે.ભલે જે પણ થયું હોઈ. હું દુઃખી છું પણ મારા થી ખુશ પણ બીજું કોઈ નઈ હોઈ કારણ કે એ માણસ એ મને એટલો પ્રેમ આપ્યો.અને જો આદિત્ય મારા જીવન માં નઈ હોત ને તો હું પ્રેમ ને સમજી જ માં શકી હોત.આદિત્ય સાથે ની મારી આ યાદો જ મારું બાકી નું આગળ નું જીવન જીવવા માટે કાફી છે.મને ગર્વ છે મારા આદિત્ય પર કે જેને પોતાના ફાધર ની એક ના પર મને આઝાદ કરી દીધી. પાયલ દુનિયા માં છોકરી માટે મે બધાં બોવ છોકરા ને પોતાના માં બાપ ને છોડતા જોયા...પણ પોતાના ફાધર ની એક ના ઉપર કોઈ છોકરા એ પોતાના પ્રેમ ને એક ઝાટકે છોડી દીધો હોઈ ને આવા આદિત્ય પેલાં જોયા મે. વિચાર આ વ્યક્તિ પોતાના માં બાપ ને આટલો પ્રેમ કરે છે તો પોતાના જીવન સાથીને કેટલો કરશે.


( પાયલ થોડી વાર દિવ્યા સામે જોઈ રહે છે અને પછી શાંતિ થી જવાબ આપે છે. )


પાયલ : પણ એ જીવન સાથી તમે તો નઈ હોવ ને.


દિવ્યા : કંઈ વાંધો નઈ.બસ આદિત્ય ખુશ રહેવા જોઈએ. એ પછી હું હોય કે બીજુ કોઈ. અને એક વાત કવ એ જીવન સાથી જે પણ હસે છે એ બોવ અલગ હસે બીજા થી. કારણ કે મને ખબર છે આદિત્ય થી પસંદ. હું બસ એટલું ઈચ્છું છું કે એ ખુશ રેઇ. મારે બીજું કંઈ જ નથી હોતું.


પાયલ : વાહ....વાહ....વાહ...ક્યાં બાત હે.દી એક કામ કરીએ ને આપડે એક મસ્ત યુ ટ્યુબ ચેનલ ખોલીએ. અને નામ રાખીએ "How to move on after your break"🤣🤣.


( દિવ્યા પાયલ ને એક તકિયું મારે છે. અને પાયલ બેડ પર સુતા સુતા હસવા લાગે છે. )


પાયલ : 🤣🤣અરે સાચું કવ છું.ફેમસ થઈ જશો.પછી શું ખબર તમારા x સસરા તમારા લગ્ન માટે માની જાઈ 😆😆😆


દિવ્યા : ખરેખર તું એક દમ બેકાર છે. કોઈ વાત માં તો સિરિયસ થા.મજાક ચાલે છે આ.

પાયલ :😆😆એક વાત કવ...તમે લોકો થાકી નઈ જતાં આટલી ઈમોશનલ વાત કરી ને.😆🤣મારા કાન માંથી આંસુ આવવા લાગ્યા.મતલબ આટલો પ્રેમ.🤣🤣


_____________________________


( અનંત અને સંજય એક સાથે કાર માં ઘરે જતા હોય છે ત્યારે બંને વાત કરે છે. )

સંજય : અનંત નવા પ્રોજેક્ટ માં હજી તારે શું ઇમ્પ્રુવ કરવું છે? મારા ખ્યાલ થી પ્રોજેક્ટ એક દમ રેડી જ છે. હું એટલે કવ છું કે પ્રોજેક્ટ ફાઇનલ થાય તો જલ્દી કામ ચાલુ થાય.તું આમ જ ડીલે કર્યા રાખીશ તો પછી લેટ થશે પ્રોડક્શન માટે.


અનંત : તો એનો મતલબ એવો કે હું ગમે એ વસ્તુ ને જોયા વગર જ એપ્રુવ કરી દવ. જોવો એક વાત કવ મને કોઈ પણ વસ્તુ કે ડીલ હોઈ એ પરફેક્ટ રીતે કરવા નું ગમે પછી ગમે એ રીતે મારી મચેડી ને જવા જ દેવું હોઈ તો પછી બિઝનેસ કરવા નો કોઈ ફાયદો નથી. કોઈ પણ બિઝનેસ ત્યારે જ સક્સેસ છે જ્યારે પબ્લિક એને 100% અપ્રુવલ આપે. એટલે ભલે સમય લાગે પણ માટે આઈડિયા એક દમ યુનિક જોઈશે.કોઈ જલ્દી નથી મારે.


સંજય :🤣🤣ઓકે સર....જેવું તમે ચાહો એવું થશે.પણ એક કવ આજે તને માનવો પડે પાયલ ને એપ્રીસીએટ કરી તે😀ચાલો એનું કંઇક કામ તો તમે ગમ્યું.


અનંત :🤣🤣🤣 રીઅલી તમને એવું લાગે છે કે મને એનું પ્રેસેન્ટેશન ગમ્યું.

સંજય : હા...તો તે જ આપ્યા ને એને બીજા PPT બનાવવા.

અનંત : હા...આપ્યા...પણ એટલે નઈ કે મને એનું કામ ગમ્યું.પણ એટલે કારણ કે મારે મારા આ ન્યૂ પ્રોજેક્ટ માં એનું કોઈ જ ઇન્વોલ મેન્ટ નથી જોતું. અને આ જે PPT મે એને બનાવવા આપ્યા ને એ 3 વર્ષ પહેલાં ની ડીલ ની ઇન્ફોર્મેશન છે.જે ડીલ બોવ પેલા ખતમ થઈ ગઈ છે. ભલે બનાવ્યા રાખે PPT🤣


( સંજય થોડા આશ્ચર્ય માં આવી ને અનંત ને કહે છે. )

સંજય : ખરેખર તું અનંત છે.મને નથી લાગતું કે તું હોઈ.હોય તો આ રીતે નું વર્તન એમ્પ્લોઇ સાથે તો તું ના જ કરે. એ છોકરી આટલી મેહનત કરશે કોઈ વસ્તુ પાછળ જે નો કોઈ મતલબ જ નથી. અને શું પ્રોબ્લેમ છે એ આ પ્રોજેક્ટ માં હોઈ તો.અનંત પાયલ એક ભણેલી ગણેલી છોકરી છે. બિઝનેસ માં આપડા થી પણ વધારે સમજી શકે છે એ. એની હેલ્પ થી આપડી ઘણી ડીલ બોવ સારી રીતે પતી છે.તું ફક્ત તારા ગુસ્સા ના લીધે એનું કામ નઈ છીનવી શકે.અને આ વસ્તુ ખોટી છે.


અનંત : જોવો સંભાળો...મે તમારી વાત માની. હું એને કંઈ જ નથી કહેતો. એ કામ કરે મને કોઈ વાંધો નથી પણ હું જ્યાં સુધી અહીંયા છું ત્યાં સુધી એ છોકરી મારા પ્રોજેક્ટ માં ઇનવોલ નઈ થાય અને આ પ્રોજેક્ટ માં તો બિલકુલ પણ નઈ. અને હા હવે મારે આ ટોપિક પર કોઈ બક્વાસ નથી સાંભળવું.


સંજય : ઠીક છે હું જોઈ લઈશ.

અનંત : જેવી તમારી ઈચ્છા....

_________________________________


( ધનરાજ રાત્રે મોડા ઘરે આવે છે. એ જોવે છે કે ઘર માં બધાં સુઈ ગયા હોય છે.ધનરાજ કિચન માં જાઈ દેવાંગી ને સોધે છે.પણ દેવાંગી કિચન માં નથી હોતા.ધનરાજ થોડા ટેન્શન માં આવી જાય છે. )


ધનરાજ : ક્યાં ગયા આ મેડમ...રોજ તો જમવા નું તૈયાર કરી ને બેઠા હોય છે. આજે ક્યાં ગાયબ થઈ ગયા.


( ધનરાજ કિચન માંથી બહાર તરફ આવી પોતાના રૂમ તરફ જઈ રૂમ નો દરવાજો ખોલે છે અને જોવે છે કે દેવાંગી બેડ પર સુતા હોઈ છે.ધનરાજ તરત એમની પાસે જઈ એમની બાજુ માં બેસી જાય છે.અને એમના એમના માંથા પર હાથ ફેરવે છે. )


ધનરાજ : ચાલો ક્યારેક તો પોતાના માટે વિચાર્યું તમે🤣
( ધનરાજ શાંતિ થી ત્યાં થી રૂમ બંધ કરી ને બહાર આવી જાય છે. અને કિચન માં જાઈ છે. અનંત પોતાનું કામ પતાવી ઘરે આવી કિચન માં જઈ ને જોવે છે કે ધનરાજ ફ્રીઝ માંથી જમવા ની કાઢી રહ્યા હોઈ છે. )


અનંત : ભાઈ...


ધનરાજ : આવો...મહાશય... ઉપાડો વાસણ અને જમવાનું ગરમ કરો.


અનંત : 🤣કેમ...


ધનરાજ : કેમ શું...

અનંત : ભાભી ક્યાં છે.

ધનરાજ : સુઈ ગયા.હવે સવાલ નઈ પૂછ આ સુટ ઉતાર અને જમવા નું ગરમ કર.


(અનંત પોતાનું બ્લેજર સાઇડ માં મૂકી ધનરાજ પાસે થી જમવાનું લઈ ગેસ પર ગરમ કરવા મૂકે છે. )

ધનરાજ : કરો કરો કરો....થોડી મેહનત અહીંયા પણ કરો.

અનંત : 🤣તમે બેસો હું લઈ આવું.


ધનરાજ : ના ભાઈ....તૈયાર લેવા ની આદત નઈ પાડવી 🤣અને એમ પણ આજે અહીંયા જમીન પર જ બેસી ને જમો.


( અનંત બધું જમવા ની ગરમ કરી નીચે જમીન પર મૂકે છે અને ધનરાજ જમવા માટે બધાં વાસણ લઈ આવે છે. )

અનંત : MK ઇન્ડસ્ટ્રી માં માલિક આજે સેલ્ફ સર્વિસ કેમ કરે છે?

ધનરાજ : ભાઈ...મે ક્યાંક વાચ્યું તું.પત્ની ને થોડો આરામ આપો.જિંદગી હરામ થતાં બચી જશે.અને જો પત્ની પેલા થી જ નારાજ હોય તો તો પછી જાતે બધું કરવા લાગો.🤣🤣


અનંત : હા..હા.. એક્સપ્રિયન્સ સારો છે તમને ને.

ધનરાજ : અનંત મજાક નઈ સાચી વાત છે. હું ક્યારે પણ એવું નઈ ચાહું કે એ પોતાની ઊંઘ બગાડી મને સુવિધા આપે.હું સમજું છું કે વ્યક્તિ ની કામ કરવા ની એક લિમિટ હોઈ.પણ હા નથી ગમ્યું મને એ જ કે આજે આદિત્ય ની વાત ને લઈ ને અમારા વચ્ચે આ મતભેદ ચાલે છે.


અનંત : એ મતભેદ નો કોઈ ઉપાઈ નથી. એમની વાત એક જ છે કે લગ્ન કેમ નઈ. અને એમની રીતે વિચારી એ તો એ સાચા પણ છે. એક માં તરીકે જોઈએ તો એમના ઇમોશન્સ બરાબર છે પણ પછી આગળ નું આપડે કંઈ વિચારી એ જ નઈ એ તો ખોટું છે.


ધનરાજ : હું ખરેખર હવે આ વાત થી કંટાળ્યો છું. અને જો આવું જ રહ્યું તો અઘરું છે મારા માટે.


અનંત : જમવાનું બનાવતા સીખી જાવ.પછી વાંધો નઈ.

ધનરાજ : એ વાંધો નઈ વાળા.ચૂપ કરો. મને છે વાંધો....બોવ મોટો વાંધો છે.

અનંત : શું વાંધો છે?

ધનરાજ : બેટા લગ્ન કર પછી સમજાશે 🤣

અનંત : તમને દુઃખ શેનું છે ભાભી એ જમવા નું ના આપ્યું એનું કે નારાજ છે એનું?



ધનરાજ : હું એની વાત માનવા માટે રાજી નથી એનું🤣.મને ખબર છે એ શું વિચારે છે.હું સમજુ છું પણ પછી આગળ એને જ તકલીફ પડશે. અનંત હું નથી ચાહતો કે કોઈ પણ છોકરી આદિત્ય ના જીવન માં આવી જાય.હું ઈચ્છું છું કે આદિત્ય ના જીવન માં કોઈ એવું આવે જે ખરેખર આદિત્ય ને સંભાળે તો ખરા પણ સાથે સાથે એને જીવન માં આગળ વધવા ની પ્રેરણા પણ આપે. હું સીધી રીતે કવ તને તો હું ચાહું છું કે આદિત્ય ના જીવન માં કોઈ દેવાંગી ની પરછાઇ આવે. ધનરાજ માટે જે દેવાંગી છે. એટલું જ ખાસ આદિત્ય ના જીવન માં કોઈ હોઈ.



અનંત : તમને ખાતરી છે કે તમે એવું બીજું કોઈ સોધી શકશો?


ધનરાજ : હા...કેમ નઈ.પણ અનંત એના માટે સમય જોશે.હું એજ સમય દેવાંગી પાસે માંગુ છું.પણ એ કોઈ વાત માં સમજવા નથી માંગતા. હું જાણું છું આદિત્ય ને પ્રોબ્લેમ છે પણ આખું જીવન પ્રોબ્લેમ થાય એના કરતાં અત્યારે થોડો પ્રોબ્લેમ થાય એ મને ચાલશે.


અનંત : કંઈ નઈ...થોડો સમય ચાલશે આ બધું..પછી ધીરે ધીરે પતી જશે.વધારે વાંધો નઈ આવે.હવે તો આદિત્ય ને પણ ખબર પડી ગઈ એટલે એ ભાઈ પણ સમજી ગયા છે.


ધનરાજ : ગુડ...સારું સમજાઈ જાય તો.

___________________________


( સવારે દેવાંગી તૈયાર થઈ કિચન માં આવે છે અને ધનરાજ ને ચા બનાવતા જોવે છે. )

દેવાંગી : હું બનવા ની હતી ને?

ધનરાજ : કેમ હું બનાવીશ તો કડવી બનશે?

દેવાંગી : રૂમ માં જાવ હું લઈ ને આવું છું.

ધનરાજ : એક કામ કરો તમે રૂમ માં જાવ આજે હું લઈ ને આવું ચા...

દેવાંગી : પણ....

ધનરાજ : પણ કંઈ જ નઈ રૂમ માં જાવ હું આવું છું.

( દેવાંગી રૂમ માં જાઈ છે અને ધનરાજ એમની પાછળ પાછળ ટ્રે માં ચા ભરી ને કપ લઈ જાય છે. ધનરાજ દેવાંગી ની બાજુ માં બેસી એમને ચા નો કપ આપે છે. )


ધનરાજ : પીવો...એમ પણ પતી ના હાથે થી બોવ ઓછા લોકો ને ચા નસીબ થાય છે.

( દેવાંગી કંઈ જ બોલ્યા વગર ચા નો કપ લઈ ને ચા પીવા લાગે છે. )

ધનરાજ : હું શું કવ....જે મન માં હોઈ એ બોલી દો. વાત મન માં રાખશો તો પછી પ્રોબ્લેમ થશે એના કરતાં અત્યારે જ પ્રોબ્લેમ થઈ જાય એ સારું....

દેવાંગી : હવે આ વાત કોને ચાલુ કરી.

ધનરાજ : મે કરી...કારણ કે મને નઈ ચાલે આવું વિક્રમ વેતાળ જેવું...બોલો બસ શું કેહવુ છે તમારે.

દેવાંગી : સાંભળી ને શું કરશો?? એ વાત થી આમ પણ તમને કોઈ ફર્ક નઈ પડવાનો.


ધનરાજ : દેવાંગી આ વાત થી ફર્ક મારા સંબંધ ને પડે છે.અને કે જે હું જોઈ જ રહ્યો છું.શું કરવા આવી વાતો માટે પોતાની જાત ને તકલીફ આપો છો. કંઈ બોલવું હોઈ તો બોલી દો મારી સાથે.પણ આ રીતે નું વર્તન મને નઈ ચાલે. છેલ્લા 15 દિવસ થી હું જોવ છું. શું સાબિત કરવા માંગો છો મને મારો છોકરા ની કંઇજ નથી પડી એમ.


દેવાંગી : તમને પ્રોબ્લેમ શું છે? હું આદિત્ય ના લગ્ન ની વાત કરું છું એ કે તમારી સાથે આ ટોપિક પર વાત કરવા નથી માંગતી એ?

★★★★★


[ PREVIEW ]


( ધનરાજ એક આદિત્ય ના એક દોસ્ત પાસે દિવ્યા ની ઇન્ફોર્મેશન મંગાવે છે. નરેન દિવ્યા ને એના લગ્ન ની વાત કરે છે અને એક છોકરા ને મળવા કહે છે. પાયલ આદિત્ય ને મળવા જાઈ છે. )

BE BACK IN NEXT EPISODE ❤️
મૃગતૃષ્ણા✍️

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED