The secret of Jnana Panchami books and stories free download online pdf in Gujarati

જ્ઞાન પંચમીનું રહસ્ય

*જ્ઞાન પંચમીનું રહસ્ય....*

જ્ઞાનપંચમીનો પવિત્ર દિવસ....... નૂતન વર્ષના મંગલમય પ્રારંભનું આ પહેલું પર્વ સૂચવે છે કે.....
શરીરના તમામ અવયવોથી શરીર સંપૂર્ણ હોય પણ જો આંખ ન હોય તો માણસ જ્યાં ત્યાં લથડીયા કે ઠોકરો ખાય છે, તેમ ધર્મની આરાધના દ્વારા જીવનશુદ્ધિના પંથે સફળતા મેળવવા માટે જરૂરી જ્ઞાનદ્રષ્ટિ વિનાનો શક્તિશાળી માણસ પણ ચોરાશીના ચક્કરમાં અથડાયા જ કરે છે. માટે વિશિષ્ટ જ્ઞાનદ્રષ્ટિના વ્યવસ્થિત વિકાસ માટે આજના પવિત્ર પર્વના રહસ્યને સમજવાની જરૂર છે.

જ્ઞાનના રહસ્યોને સમજીએ તે પહેલા જ્ઞાનના પ્રકારો વિશે જાણીએ

[1] *મતિજ્ઞાન:-* મન અને ઇન્દ્રિયોની સહાયતાથી ધર્મને જાણી શકવાની જ્ઞાનશક્તિ તે મતિજ્ઞાન છે

[2] *શ્રુતજ્ઞાન:-* શાસ્ત્રના વચન સાંભળવાથી થતા જ્ઞાનને શ્રુતજ્ઞાન કહે છે

[3] *અવધિજ્ઞાન:-* ઇન્દ્રિયોની સહાયતા વગર રૂપી પદાર્થોના ધર્મને જાણવાની શક્તિ કે મર્યાદિત દ્રવ્ય,ક્ષેત્ર વિગેરેને જાણવાની શક્તિ તે અવધિજ્ઞાન છે.

[4] *મન:પર્યવ જ્ઞાન:-* અઢીદ્વીપમાં રહેલા સંજ્ઞી જીવોના મનના ભાવોને જાણવાની શક્તિને મન:પર્યવ જ્ઞાન કહે છે

[5] *કેવલજ્ઞાન:-* ત્રણ કાળના સર્વ જીવોના સર્વ પર્યાયોને સંપૂર્ણપણે એક સાથે એક જ સમયે જાણી શકવાની શક્તિને કેવલજ્ઞાન કહે છે.

🌷 *પાંચ જ્ઞાનના ખમાસમણના પાંચ દુહા*

*(1) સમકિત શ્રદ્ધાવંતને, ઉપન્યો જ્ઞાન પ્રકાશ,*
*પ્રણમું પદ કજ તેહના,ભાવ ધરી ઉલ્લાસ*
ઓમ હ્રીમ શ્રી મતિજ્ઞાનાય નમો નમ:

*(2) પવયણ શ્રુત સિદ્ધાંત તે, આગમ સમય વખાણ,*
*પૂજો બહુવિધ રાગથી,ચરણ-કમલ ચિત્ત આણ*
ઓમ હ્રીમ શ્રી શ્રુતજ્ઞાનાય નમો નમ:

*(૩) ઉપન્યો અવધિજ્ઞાનનો, ગુણ જેહને અવિકાર,*
*વંદના તેહને માહરી, શ્વાસમાંહે સો વાર*
ઓમ હ્રીમ શ્રી અવધિજ્ઞાનાય નમો નમ:

*(4) એ ગુણ જેહને ઉપન્યો, સર્વ-વિરતી ગુણઠાણ,*
*પ્રણમું હિતથી તેહના,ચરણ-કમલ ચિત્ત આણ*
ઓમ હ્રીમ શ્રી મન:પર્યવજ્ઞાનાય નમો નમ:

*(5) કેવલ દંસણ નાણનો, ચિદાનંદ ધન તેજ,*
*જ્ઞાન-પંચમી દિન પૂજીએ, વિજય-લક્ષ્મી શુભહેજ*
ઓમ હ્રીમ શ્રી કેવલજ્ઞાનાય નમો નમ:

જ્ઞાન પદની આરાધના અર્થે જ્ઞાનને પ્રતિદિન ઉપરોકત દુહા બોલીને પાંચ ખમાસમણ દેવા જોઇએ.

જ્ઞાન શબ્દ જ્ઞા ધાતુને અન પ્રત્યય લાગવાથી બનેલ છે, જેનો ટૂંકો અર્થ *'જેનાથી જણાય તે જ્ઞાન'* થાય છે. તે ઉપરથી સ્થૂલબુદ્ધિ જગતે *જ્ઞાન* નો અર્થ *જાણકારી* કરી *'જે વધારે જાણતો હોય તે જ્ઞાની' 'જ્ઞાનની પરિસીમા વધારે જાણવામાં છે'* વગેરે અર્ધ સત્યો કે વિરૂપ સત્યો સ્વીકાર્યા છે, તેથી જ જગતમાં આજે જ્ઞાનની કહેવાતી માત્રા વધવા છતાં ચારે તરફથી જીવન અધોમાર્ગે વેગથી ધસી રહ્યું છે.

આ ગુંચ કે વિસંવાદને ઉકેલવા માટે આજના પવિત્ર દિવસે કરાતી આરાધનાના પ્રધાન લક્ષ્યરૂપ *જ્ઞાન* પદનો અતિ સૂક્ષ્મ ભાવાર્થ સમજવો જરૂરી છે.

દરેક પદાર્થોની સત્તા પોતે આપી શક્તા ફાળાની માત્રા પર હોય છે. તેથી જ્ઞાન માત્ર પદાર્થોની જાણકારીના ફાળાને આપીને રહી જાય તો તે એનું અપૂર્ણ કે વિકૃત સ્વરૂપ છે, ખરી રીતે તો જ્ઞાન માત્ર પદાર્થોની બાહ્ય માહિતી જ નથી પણ તેના આંતરિક તત્ત્વોની માહિતી આપીને તેની સારાસારતાના ઉંડાણ સુધી લઈ જાય છે.

*અર્થાત્ જગતના પદાર્થોની કક્ષાઓ જણાવી પ્રવૃત્તિ કરનારને કેટલા ટકા લાભ કે હાનિ મળશે? તે પણ જ્ઞાન નક્કી કરી આપે છે.*

આજે જ્ઞાન પદની આરાધના કરી પંડિતાઇ કે અક્ષરજ્ઞાનનો વધારો કરવાના ધ્યેયને બદલે હેય-ઉપાદેયનો યથાર્થ વિવેક અને શક્ય આચારશુદ્ધિ થઈ શકે તેવા અસલી જ્ઞાનની પ્રાપ્તિ માટે મથવું અને *'જ્ઞાનનું ફલ વિરતિ'* એ સૂત્રને જીવનમાં ઉતારવાનું બળ કેળવવું એ જ *જ્ઞાન પંચમી* નું રહસ્ય છે.

જ્ઞાન પાંચમ કેવી રીતે ઉજવીશું*

*૧. જ્ઞાનપાંચમના દિને આપણા સંઘમાં રહેલાં જ્ઞાનભંડારને સુગંધી ફુલોથી ડેકોરેશન કરવું.. જ્ઞાનભંડારનાં બધાજ કબાટો ખુલ્લા મુકવામા આવે.. પ્રતને પોથીમાંથી બહાર કાઢીને ટેબલ ઉપર ગોઠવવામાં આવે... સંઘના દરેક ભાઈ બહેનો આપણી પાસે રહેલા જ્ઞાન વારસાના દર્શન કરી શકે એવી વ્યવસ્થા કરવી...*

*૨. જ્ઞાનભંડારનાં પુસ્તકો અસ્ત વ્યસ્ત થઈ ગયા હોય તો વ્યવસ્થિત ગોઠવી દેવા...*

*૩. જ્ઞાનની સ્તુતી, સ્તવન આદીની ઓડીયો કેસેટ નું હળવું સંગીત ચાલુ રાખવું....*

*૪. વાસક્ષેપ પૂજા ફક્ત એકજ પ્રત ઉપર કરવામાં આવે જેથી તેની પાછળથી યોગ્ય કાળજીપુર્વક સફાઈ થઈ શકે. સુગંધી વાસક્ષેપ પ્રત પુસ્તકમાં રહી જશે તો તે અનુક્રમે નુકસાનકારક છે...*

*૫. જ્ઞાનપુજા માટે કોઈપણ પ્રકારની નોટબુક, ફુલસ્કેપ પેપર, ઈત્યાદી મૂકવું નહી.. તેના બદલે હસ્તલેખનની સામગ્રીનો સેટ દર્શન માટે અવશ્ય મુકવો...*

*૬. જ્ઞાનપાંચમ નિમિત્તે સંઘનો જ્ઞાનભંડાર એકદમ વ્યવસ્થિત કરાવી લેવો.. વ્યવસ્થિત હોય તો સમૃધ્ધ કરાવી લેવો.. સમૃધ્ધ હોય તો દર્શનીય કરાવી લેવો. દર્શનીય હોય તો વધુ ને વધુ ઉપયોગમાં આવી શકે તેવી વ્યવસ્થા કરવી ...*

*૭. જ્યાં આવશ્યક લાગે તેવા એક જ્ઞાનભંડારનો જિર્ણોધ્ધાર કરવો અથવા કરાવવો..*

*૮. જ્ઞાનભંડારનાં થોડાક સારા પુસ્તકો વાંચન માટે ઉપલબ્ધ કરી શકાય.. જે લોકો જ્ઞાનપુજા કરવા આવે તે ૧૫ મિનીટ માટે ત્યાંજ બેસીને પુસ્તક વાંચન કરી શકે તેવી વ્યવસ્થા કરી શકાય...*

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED