The Scorpion - 50 books and stories free download online pdf in Gujarati

ધ સ્કોર્પિયન - પ્રકરણ -50

ધ સ્કોર્પીયન

પ્રકરણ -50

 

દેવ અને દુબેન્દુ પોલીસ સ્ટેશન પહોંચ્યા. દેવ અને દુબેન્દુને ખાસ રૂમમાં બોલાવ્યાં ત્યાં દેવનાં પિતા અને DGP રોય બહાદુર રોય અને સિદ્ધાર્થ બેઠાં હતાં.

દેવ રૂમમાં ગયો...પહેલાં પિતાને નીચે નમીને પગે લાગ્યો અને સિદ્ધાર્થ સાથે હાથ મિલાવ્યા. દેવનાં ચહેરાં પર હજી આશ્ચર્યનાં હાવભાવ હતાં. રાયબહાદુર રોયે દેવને ફરીથી નજીક બોલાવાયો એને ગળે વળગાવી વહાલ કર્યું અને કપાળ ચુમતાં કહ્યું "દેવ આપણી પેઢીમાં મારાં સાથે આપણાં પૂર્વજો બધાં પોલીસ કે મિલિટ્રીમાં હતાં તું મારો દિકરો ખુબ ભણ્યો ભણતર-ગણતર બધું મળ્યું પણ પોલીસની સેવા કે ડીફેન્સમાં ના જોડાયો...પછી થોડીવાર અટક્યાં અને બોલ્યાં...

“દેવ છતાં તું આ વખતની તારી ટુરમાં નિમિત્ત બની દેશ માટે માધ્યમ બની ખુબ કામ આવ્યો... દરેક પરીક્ષામાં ઉત્તીર્ણ થયો તે ખુબ સાવધાની રાખી અને બધીજ માહિતીઓ તારી રીતે મેળવી...બધાંજ ન્યુઝ જોયાં પછી લાગ્યું હશે કે તને અંધારામાં રાખવામાં આવ્યો છે તને આગોતરી કોઈ જાણ કરવામાં નથી આવી એ મારીજ સૂચના અને વ્યૂહરચના હતી.”

“દેવ તને આખો પ્લાન જણાવી દેવામાં બે ભય સ્થાન હતાં...પહેલું તારો આ પ્રોફેશન છે એમાં ડ્રગીસ્ટ સફર કરવાનાં હોય તારી સાથે રહેવાનાં હોય એવું ખબર પડે તું તૈયાર ના થાત. અને તારું ધ્યાન સતત એ લોકો તરફ રહેત તારામાં મારુ લોહી ફરે છે એટલે તું સહી ના શકત...તો આખો પ્લાન સફળ થતાં પહેલાંજ ફ્લોપ થઇ જાત.”

“આ ટુરીસ્ટની રીકવેસ્ટ આવ્યાં પછી તેં મને જે મેઈલ સેન્ડ કરેલાં તારાં અભ્યાસ અવલોકનનાં જે તું કાયમ ટુર પુરી થયાં પછી મને શેર કરે છે એમાં આ ટુરીસ્ટ લોકોનો મેઈલ હતો એમાં એમની બધી ડીટેઇલ હતીજ એમનાં ફોટા હતાં.”

“દેવ એમાંય આ આફ્રીકન નીગ્રો છોકરીનો ફોટો અહીંના NCB વિભાગમાં હતોજ મેં જોયેલો...જેથી હું ચોંકેલો...જેનું નામ ઝેબા છે...એમ પણ ટુરીસ્ટનાં વીઝા રીલીઝ કરતાં પહેલાં હવે એમની પાસ્ટ હીસ્ટ્રી ચેક કરવામાં આવે છે.”

“એલોકો કોઈ ગુનાહીત કામમાં સંડોવાયેલાં નથીને ? આ બધી ચકાસણીમાં બધાંજ ફોલ્ટી હતાં.”

“તને ન કહેવાનું બીજું કારણ તને સાવ નેચરલ ટુરીઝમ કરાવવાં અને કોઈ ભયનાં પ્રેશરમાં નહોતો લેવો...તને પણ જીવનમાં આવો અનોખો અનુભવ થાય જરૂરી હતું...કુદરતીજ થાય એ અનુભવે અને વર્તે...અને પહેલેથી તને બધીજ ખબર હોય વર્તે એમાં બહું ફરક છે અને એમાં નાની પણ થયેલી ભૂલ આખાં મીશનને બરબાદ કરે.”

“સાચું કહું તો દેવ અમારાં ટાર્ગેટ પર આ ટુરીસ્ટ નહોતાં...પણ આ ટુરીસ્ટની પાસ્ટ હીસ્ટ્રી પરથી અમને એક આશા જાગી હતી કે સ્કોર્પીયન સુધી કદાચ પહોંચાશે કારણકે અત્યાર સુધીનો સ્કોર્પીયનનો અભ્યાસ અને તેની વર્તુણુંક અજીબ હતી એને ડ્રગનો ધંધો તો કરવોજ હતો પણ યુવાન છોકરીઓને ફસાવી સ્કોર્પીયનનાં દંશ આપી એની લાઈવ પીડા અને એ પછી એનો ચઢતો નશો જોવાનો શૌખ અને પછી એનું શરીર ચૂંથવાની ટેવ હતી અને આ વખતે એને આવું છટકું ગોઠવી સાણસામાં લેવાંની તજવીજ કરી હતી.”

“અમે મીશન સ્કોર્પીયન બનાવીને આખી ટીમે તને માધ્યમ બનાવીને કામ કરેલું...તારાં ઉપર અમારી તું કોલકોતાથી નીકળી કલીંપોંન્ગ પહોંચ્યો સતત નજર હતી તું કોઈ ફંદામાં ફસાઈ ના જાય એ જોવાનું હતું.”

દેવ એનાં પિતા રાયબહાદુર રોય સામે જોઈ રહ્યો હતો. એનાં નિર્દોષ ચહેરાનાં હાવભાવ બદલાયાં અને એ બોલ્યો “પાપા...આજે મને એવું થાય છે કે હું પોલીસમાં જોડાયો હોત તો હું દેશની કેટલી સેવા કરી રહ્યો હોત ? જે કંઈ થયું માધ્યમ બનીને પણ જેટલો કામ આવ્યો એનો મને આનંદ છે.”

રાય બહાદુરે હસતાં હસતાં પહેલાં સિદ્ધાર્થ સામે જોયું અને બોલ્યાં “હજી કંઈ સમય વીતી નથી ગયો હું તારી દરખાસ્ત મૂકી શકું છું સાચેજ જોડાવા વિચાર થાય તો જણાવજે.”

દેવે આશ્ચર્ય સાથે પૂછ્યું "સાચેજ પાપા " ? રાય બહાદુર રોયે કહ્યું “હાં સાચેજ આપણી તો ફેમીલી હીસ્ટ્રી છે તું તારી મહેનત અને પરફોર્મન્સ થી તરત સીલેક્ટ થઇ જઈશ...ટ્રેનીંગમાં બધુંજ શીખવવામાં આવે છે...”

દેવે કહ્યું “હાં પાપા એ બધું ખબર છે.” એમ કહી એણે દુબેન્દુની સામે જોયું.

દુબેન્દુનાં હાવભાવ જોઈ રાય બહાદુરે કહ્યું “આ બધી પછી વાત હવે હું રાત્રીની ફ્લાઈટમાં આઈ મીન ખાસ વિમાન દ્વારા કોલકોતા પાછો ફરીશ મારુ મીશન સફળ થઇ ગયું છે...તું કંઈ વિચારોમાં ના રહેતો. કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં ખુબ વિચારજે તું એવાં ત્રિભેટા ઉપર છે.”

“અરે...હાં દેવ તને ખાસ વાત કહેવાં તો ભૂલી ગયો તું પરમદિવસે મી.રુદ્ર રસેલને ત્યાં જજે એમણે કોઈ ખાસ પૂજા રાખી છે મને પણ આમંત્રણ હતું પણ હું આવી શકીશ કે નહીં ખબર નથી પણ તું અહીંજ છે તો જરૂરથી જજે સાથે દુબેને પણ લઇ જજે. ત્યાં તને મી. બરુઆ પણ મળશે. એની પાસે ઈન્ટરેસ્ટીંગ સ્ક્રીપટ છે "સ્કોર્પીયન" એમાં ઘણું જાણવાં મળશે મોટાં ભાગની ટ્રૂ સ્ટોરી છે...હું તને ફોન કરીશ જો આવવાનો હોઈશ તો...”

“દેવ.... એનો માણસ છે ગણપત ગોરખા...એને પણ શાંતિથી મળજે.” ત્યાં સિદ્ધાર્થ વચ્ચે બોલ્યો “સર અહીં મેં સ્કોર્પીયન માટે જે પાર્ટી રાખેલી ત્યાં આ બધાંજ આવેલાં રસેલ સર તો ચીફ ગેસ્ટ હતાં.”

રાય બહાદુરે કહ્યું “હાં સિદ્ધાર્થ એ બધીજ મને ખબર છે અને એ પાર્ટીની સ્ક્રીપટ મેજ લખી હતી” એમ કહીને કંઈક જુદુંજ હસ્યાં.

સિદ્ધાર્થ અને દેવ બંન્ને આશ્ચર્યથી રાય બહાદુર રોય સામે જોઈ રહ્યાં. એમણે કહ્યું “તમે હમણાં બહું વિચારો ના કરો આગળ જતાં બધું સમજાઈ જશે. તમારાં સ્કોર્પીયનને (શૌનિક બાસુ) કોલકોતા હોઈકોર્ટમાં હાજર કરવાનો છે એનો ઇતિહાસ નવો લખાશે.”

દેવ ઘણોં ગુંચવાયો પણ કંઈ બોલ્યો નહીં એણે પાપા સામે જોઈને કહ્યું “રસેલ સરને ત્યાં હું જઈશ પણ પાપા આ ટુરીસ્ટમાં સોફીયા ડેનીશ તમારાં સાક્ષી બની ગયાં ઠીક છે...”

“પણ સોફીયા જોડે શું થયેલું ? એની કોને કોને ખબર હતી ? એને મારનાર હેરાન કરનાર સ્કોર્પીયનજ હતો ?એ બધી વાતનો ખુલાસો મને જોઈએ છે ભલે હું માધ્યમ હતો પણ મારાં મનમાં બધાં વિચારો ભટકી રહ્યાં છે પ્લીઝ મને બધું જણાવો” અને DGPએ સિદ્ધાર્થ સામે જોયું...

 

વધુ આવતા અંકે પ્રકરણ -51

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED