કલર્સ - 40 - અંતિમ ભાગ Arti Geriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કલર્સ - 40 - અંતિમ ભાગ

આપડે જોયું કે પેલા સાત દરવાજા પાર કાર્ય બાદ તે રૂમની અંદર બીજા તેવા જ સાત દરવાજા આવે છે,પણ લીઝા તે ખોલવાની ના કહે છે.હવે આગળ....

કેમ કે આ વખતે પેલા દરવાજા કરતા ઊંધું છે.આ વખતે રાઘવ જાનવીની જગ્યા એ ઊભો રહેશે અને ત્યાંથી બધા આગળ ઊભા રહેશે.

ઓહ્ એવું?પીટરને તો પરસેવો વળી ગયો.

ચાલો રાઘવ લીઝા કહે તેમ કરો!આમ કહી વાહીદ લીઝા ને ચિડવતા ચીડવતા પોતાની જગ્યા બદલી નાખી.

અને ફરી એકવાર લીઝાના ઇશારાથી આ બીજા દરવાજાને બધા એ ધક્કો માર્યો. જેવો બધાએ ધક્કો માર્યો એ સાથે જ દરવાજો ખૂલ્યો,પણ આગળનો દરવાજો બંધ થઈ ગયો.એક સાથે બધા જ રૂમના આગળના દરવાજા બંધ થઈ જતાં બધા મૂંઝાઈ ગયા,કેમ કે હવે અહીથી નીકળવું કેવી રીતે??

આપડે અત્યારે આ તરફ ધ્યાન આપીએ,કોઈ ને કોઈ રસ્તો જરૂર મળી જસે!! પીટરે હંમેશની જેમ બધાને હિંમત આપતા કહ્યુ

બધા આગળ વધ્યા અને દરવાજાની બહાર જોયું તો લગભગ બધા ડઘાઈ જ ગયા.કેમ કે ત્યાં હવેલીનો પાછળનો ભાગ નહિ પરંતુ રાઘવ જે ગુફામાં ગયો હતો તે ગુફા વાળી ટેકરી તરફ જતો રસ્તો હતો.

આ....આ...કાઈ જગ્યા છે?લીઝા ચિંતામાં બોલી ઉઠી.

લીઝા તું ભૂલી ગઈ!!આ એ જ જગ્યા છે જેની વાત રાઘવે કરી હતી,જ્યાં તે ગયો હતો.નાયરા એ લીઝાને કહ્યું.

હા...મતલબ નક્કી આ ગુફા જ રહસ્યમયી છે,નક્કી આ ગુફામાં જ આપડો અહીથી અને આ ટાપુ પરથી બહાર નીકળવાનો રસ્તો મળશે.રાઘવ આંખમાં ચમક સાથે મક્કમ અવાજે બોલ્યો.

ઓકે રાઘવ હવે તું અને નીલ આગળ ચાલી અમને માર્ગદર્શન આપો અને ગુફા તરફ જવાનો રસ્તો બતાવો,અને હંમેશાની મુજબ આપડે અહી પણ બે ટીમ બનાવીશું,એક નીલ અને બીજી રાઘવ ગાઈડ કરશે.

પીટર બે ટીમ નું શું કામ છે?આપડે આમ જ આગળ વધીએ બધા સાથે જ, કેમકે ગુફા સામે છે,તો બીજી શું તકલીફ?વાહીદ ચિડાયો.

આપડે એક સાથે ઉપર ચડી ગયા અને ત્યાં કોઈ ખતરો હોઈ તો?જેમ અહી રાઘવે તમારા ડુપ્લીકેટનો સામનો કર્યો,ત્યાં કંઈ બીજું હોઈ તો?બેકઅપ તો રાખવું જ જોઈએ ને!!

હા પીટરની વાત બરાબર છે,આપડે બે ટીમ દ્વારા જ જઈશું. રાઘવે પીટરની વાત માં સુર પુરાવ્યો.અને બધા ચાલવા લાગ્યા.રસ્તામાં જ બે ટીમ નક્કી થઈ ગઈ.

રાઘવ, નાયરા,પીટર અને રોન એક ટીમ માં,બીજી ટીમ માં નીલ,જાનવી,રોઝ,લીઝા અને વાહીદ.રાઘવની ટીમ પહેલા ઉપર ચડવાની હતી,રોન અને રાઘવ આગળ ચડતાં હતાં,ટેકરી થોડી ઉંચી અને સીધી ચડાણ વાળી હતી,એટલે થોડી વાર માં એ લોકો થાકી ગયા,પણ અહીથી બહાર નીકળવાની અને પોતાના ઘરે પાછા ફરવાની આશા તેમના માં હિંમત જગાવતી અને તેઓ આગળ વધતા જતા.

તે લોકોના ગયા બાદ થોડીવાર પછી બીજી ટીમે ઉપર ચડવાનું શરૂ કર્યું.

અહીંયા તો કાઈ જ નથી ચાલો ફરી નીચે ઊતરો!!રાઘવ કઇક ગુસ્સા માં લાગતો હતો.

શું... શું થયું?તું કેમ આમ બોલે છે રાઘવ??વાહીદે રાઘવ ને પૂછ્યું,અને બીજા બધા ક્યાં?

એ લોકો મારી પાછળ જ આવે છે,પણ અહી નક્કી કંઇક ખતરો છે,અને હું તમારો જીવ જોખમ માં ના મુકી શકું એટલે ચાલો...ચાલો અહીથી પાછા જઈએ!!. રાઘવ આટલું બોલી ઝટઝટ નીચે ઉતરવા લાગ્યો.

રાઘવ...રાઘવ...મારી વાત તો સાંભળ!! વાહીદ બૂમ પડતો રહ્યો,પણ રાઘવે એનો હાથ પકડી એને નીચે ઢસડવા
માંડ્યો, અચાનક વાહીદે પોતાનો હાથ ઝટકાભેર છોડાવ્યો,અને તે ઉપરની તરફ જોવા લાગ્યો,ઉપર ઉભેલા બધા તેની રાહ જોતા હતા.

નીલ..વાહીદે બૂમ પાડી,નીલ તું જાનવી અને રોઝને લઈને પીટર પાસે જા તે આવતો જ હશે,અને લીઝા તું નાયરાને શોધ,હું રાઘવ સાથે અહી તમારી રાહ જોવ છું.આટલું કહી વાહીદે નીલ સામે આંખ મિચકારી અને કઇક ઈશારો કર્યો.

વાહીદનો ઈશારો નીલ સમજી ગયો અને તે કાઈ પણ બોલ્યા વગર બધાને સાથે લઈને ઉપર ચડવા લાગ્યો.અને વાહીદ પાછળ પાછળ રાઘવ સાથે વાત કરતો ચડવા લાગ્યો.

અરે આપડે ઉપર નથી જવાનું!મે કીધુ ને ત્યાં કાઈ જ નથી,તું પણ મારી સાથે નીચે ચાલ... રાઘવે વાહીદ ને નીચે લઇ જવાનો પ્રયાસ કર્યો.

અરે પણ એકવાર મને તે જગ્યા જોઈ તો લેવા દે!કેમ કે મને ત્યાં જવાની ખૂબ ઇચ્છા છે.વાહીદે પરાણે રાઘવ ને ખેંચ્યો.

જો સાંભળ ત્યાં જઈશું તો પછી આપડે મોડું થઈ જસે.રાઘવ વાહીદ સાથે પરાણે ઢસડાતા ઢસડાતા બોલ્યો.

કોણ મોડું કરે છે? વાહીદની સામે રાઘવ આવીને ઉભો રહ્યો,અને તેના હાથ પકડેલો નક્લી રાઘવ ગાયબ થઈ ગયો.બંને મિત્રો એક બીજા સામે હસવા લાગ્યા,અને જલ્દીથી ઉપર ચડી ગયા,જ્યાં બીજા તેમની રાહ જોતા હતા.

ચાલો મિત્રો બધા ઝડપથી આ ગુફાની અંદર જઈએ,અને ત્યાં શું છે,તેનો તોડ કાઢીએ.પીટર હવે સમય ગુમાવવા નહતો માંગતો.તે ઝડપથી ગુફાની અંદર ગયો. બધા તેને અનુસર્યા.

અંદર જઈ ને બધા એ જોયું કે એક અંદર ફક્ત એક વૃક્ષ હતું જેની ઉપર સાત અલગ અલગ કલરના ફળ હતા.લીઝાએ ફરી ઈશારો કર્યો અને બધા એ પોતપોતાના રંગ વાળું ફળ ઉતારી લીધું,અને એ સાથે જ એક ધમાકો થયો,આકાશમાં એક મેઘધનુષ બની આવ્યું,અને એ જાણે પોતાના રંગ બધે ફેલાવી રહ્યું હતું,જાણે એ મેઘધનુષના રંગ એ ટાપુ પર રહેલી રંગહીન જગ્યા માં રંગ ભરવા લાગ્યું.

ધમાકાનો અવાજ સાંભળી હવેલીમાં રહેલા બધા મૂંઝાઈ ગયા,મિસ્ટર જોર્જ ખૂબ ડરી ગયા.જીમ અને વિલી પણ હવે અરીસાની પેલી પાર શું થયું હશે તેની ચિંતામાં પડી ગયા.

બીજી તરફ ટેન્ટ પર રહેલા વૃધ્ધો અને બાળકો પણ આ ધમાકો સાંભળી ડરી ગયા,મિસિસ જોર્જે બધાને શાંત પાડ્યા,જો કે તે પોતે મનોમન ચિંતા માં હતા.

અરીસાની પેલે પાર રહેલા તે ધમાકા સાથે જ થોડીવાર માં સીધા અરીસાની બહાર આવી ગયા,તેમને જોઈને બધા ખૂબ જ રાજી થઈ ગયા.ત્યાંથી બધા ઝડપથી બહાર નીકળ્યા,અને ઉતાવળા પગે ટેન્ટ તરફ જવા લાગ્યા.

બધા થોડી જ વાર માં ટેન્ટ પાસે પહોંચી ગયા,બાળકો અને માતા પિતાનું પ્રેમાળ મિલન જોઈ બધાની આંખમાં હર્ષાશ્રુ આવી ગયા,આટલા સમય પછી મળેલા માં બાપ અને બાળકો એકબીજાને છોડતા નહતા,અને ત્યાં જ...

પીટર સર....પીટર સર....આ તરફ જોવો..રોન નો અવાજ સાંભળી બધા ટેન્ટ થી બહાર નીકળી ને જોવા લાગ્યા,તો સામે તેમનું કૃઝ સહીસલામત ઉભુ હતું.આ જોઈને પીટર પણ જાણે પોતાના કોઈ સ્વજનને મળતો હોય તેમ દોડ્યો.આખું કૃઝ ફરીને પીટરે બધાને ઇશારાથી આવવાનું કહ્યું,અને એ સાથે જ બધા ચિચયારી કરતા, કૃઝ પર ગયા.
**************
વાચકમિત્રો આ સાથે જ કલર્સ ને અહી પૂર્ણ કરું છું,આશા છે આપ સહુ ને આ રોમાંચક સફર માં મજા આવી હશે...

✍️ આરતી ગેરીયા....