કલર્સ - 5 Arti Geriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કલર્સ - 5

અગાઉ આપડે જોયું કે પીટરે આઇલેન્ડ પર પહોંચતા જ બધા માટે સરસ રહેવા માટે ટેન્ટ અને બીજી વ્યવસ્થા કરી દીધી,તે દિવસે દરેક વ્યક્તિ એ ત્યાં જ ખૂબ મજા કરી.હવે આગળ..

આપડે બધા અત્યારે અહીં થી જંગલ તરફ ફરવા જવાના છીએ,કેમ કે અજાણ્યું જંગલ છે સો..બધા પોતાના ગ્રૂપ માં જ રહેશો અને મારી સાથે જ ચાલશો. અહીં ની કોઈપણ વનસ્પતિ કે ફ્રુટ ખાવું કે અડકવું હિતકારી નથી તો ખાસ બાળકો એ કઈ પણ અડકવું નહિ.અને કેમ કે અહીં મોબાઇલ નેટવર્ક નથી તો કોઈ એક પણ અલગ થયું તો તેમને શોધવું મુશ્કેલ થશે. સો...પ્લીઝ...પ્લીઝ સ્ટે ટુગેધર એન્ડ કો ઓપરેટ મી.

આટલું કહી પીટર બે ક્ષણ થોભ્યો,અને પછી બધા ને તેની પાછળ આવવા કહ્યું.ક્રુઝ પર પીટર ની ટિમ ના અમુક સભ્યો,કૂક અને તેના હેલ્પર વગેરે હતા.બાકી બધા જંગલ માં ફરવા ગયા હતા.

જંગલ તરફ જવા બધા ખૂબ જ ઉત્સાહ માં હતા, આગળ પીટર અને તેની ટિમ ના અમુક સભ્યો પછી રાઘવ વાહીદ અને નિલ નું ગ્રૂપ ત્યારબાદ ઓલ્ડ એજ ગ્રૂપ અને અંત માં અમેરિકન કપલ વાળું ગ્રૂપ અને ડાન્સ ગ્રૂપ અને છેલ્લે પીટર ની ટિમ ના બીજા સભ્યો.પીટરે પોતાની ટિમ ને એ રીતે ગોઠવી હતી કે કોઈ પણ યાત્રી ને કોઈ પ્રોબ્લેમ ના થાય.

જંગલ માં ખૂબ ઉંચા અને ઘેઘુર વૃક્ષો હતા,જેના લીધે દિવસે પણ અંધારું લાગતું હતું,પીટર પાસે લગભગ દરેક મુસીબત નો સામનો કરવા માટે સાધનો હતા,એટલે તેને ચાર મોટી ટોર્ચ કાઢી જે અમુક અંતરે અમુક લોકો ના હાથ માં આપી.વૃક્ષો એટલા ઉંચા હતા કે તેની ટોચ પણ જોઈ શકાતી નહતી,સાથે જ લાંબી ડાળીઓ અને તેમાં ઉગેલા અમુક ગંધ વાળા ફૂલો.અમુક ડાળીઓ તો એક ઝાડ થી બીજા ઝાડ સુધી વીંટળાયેલા હતી.જે અત્યારે થોડી ડરામણી લાગતી હતી.

બાળકો આ બધું જોઈ ને ઘડીક ખુશ થતા તો ઘડીક ડરી જતા,કોઈક બાળક કોઈ ફૂલ કે ડાળી ને જોઈ ને તેને અડકવાનો પ્રયાસ કરતું તો તરત જ તેને ટોકવામાં આવતું.

જેમ જેમ જંગલ માં અંદર જતા તેમ તેમ તમરા,પતંગિયા અને જંગલી પક્ષીઓ ના ડરામણા અવાજ વધતા જતા હતા.વૃક્ષો ની ઉંચાઈ ને લીધે કશું ખાસ દેખાતું નહિ પરંતુ દિવસે પણ આવતા આવા આવજો થી બાળકો ડરી જતા. આસપાસ વૃક્ષો માંથી ચળાઈ ને સૂર્યપ્રકાશ આવતો હતો, અને એ પ્રકાશ માં સૂર્ય ના કણો દેખાતા હતા,પરંતુ એ પણ આ વાતાવરણ માં અસ્પષ્ટ હતા.

જંગલ માં જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ ડર સાથે રોમાંચ પણ વધતો ગયો,અને અચાનક જ એક અવાજ સંભળાવા લાગ્યો,જાણે કોઈ ઉંચી જગ્યાએ થી જોરદાર પાણી વહેતુ હોઈ તેવો અવાજ હતો એ અને સાથે જ પક્ષીઓ નો અવાજ પણ નજીક સંભળાયો.

અવાજ સાંભળી બધા ના પગ માં જાણે નવું જોમ આવી ગયું,બધા ઝડપથી એ અવાજ તરફ વધવા લાગ્યા.જેમ જેમ આગળ વધતા તેમ તેમ અવાજ વધુ તીવ્ર થવા લાગ્યો.હવે તો જાણે બધા એ રીતસર ની દોટ જ મૂકી અને થોડી જ વાર માં તેઓ એક ઉંચી ટેકરી ની નજીક પહોંચી ગયા,જેના પરથી પાણી નીચે પડતું હતું,અને નીચે એક નાનકડું તળાવ હતું.જેની આસપાસ માં ઘણા બધા ફળોથી લાદેલા વૃક્ષો હતા,અને પાણી માં સફેદ અને કાળા રંગ ની માછલીઓ હતી.બધા આ બધું જોઈ ને ખૂબ રાજી થઈ ગયા.

પણ ...રાઘવ અને પીટર કંઈક ચિંતા માં જણાયા.

અરે યાર આમ બાધા ની જેમ શું જોવો છો ચાલો બધા સાથે સેલ્ફી લઈએ ,જોવો તો સહી કેટલી સરસ જગ્યા છે!!કેટલો સુંદર નજારો!!વાહીદે આમ કહી પીટર અને રાઘવ ને ખેંચ્યા..

વાહીદ એક મિનિટ ..એક મિનિટ વાહીદ આમ કહી રાઘવે તેના હાથ માંથી પોતાનો હાથ છોડાવ્યો અને કહ્યું,તને કઈ અજીબ નથી લાગતું?

અજીબ શું?અજીબ વાહીદે તે બંને ના ચેહરા સામે જોઇ ને પછી આસપાસ નજર દોડાવી.તે બંને ના ચેહરા સફેદ પડી ગયા હતા,આ જોઈ વાહીદ ને અચરજ સાથે ભય નું લખલખું પસાર થઈ ગયું.

જો સામે જો કાળા પથ્થર પરથી પડતું સફેદ દૂધ જેવું પાણી નું ઝરણું જાણે કોઈ સફેદ હરણું કોઈ સાથે પકડા પકડી રમતું હોઈ, જો ખરેખર કોઈ ધ્યાન દઈ ને સાંભળે તો લાગે કે તેના પગ નો અવાજ પણ સંભળાઈ છે! અને સામે....સામે જો વૃક્ષો સુકાઈ તો તેના પાન પીળા થાય પણ આ તો સફેદ???અને એક નહિ અહીં આસપાસ ના દરેક વૃક્ષ આવા કેમ?આખું જંગલ હરિયાળું છે તો અહીં આ ઝરણું અને તળાવ છે છતાં આમ કેમ??રાઘવ ના અવાજ માં થોડો ડર વર્તાયો.

તળાવ મા પણ ફક્ત કાળા અને સફેદ રંગ ની માછલી ઓ જ છે.અને જો ઘણા સમય થી આ પાણી આમ જ પડતું હોય તો પથ્થર પર લિલ જામવી જોઈ એના બદલે ત્યાં ફક્ત કાળા અને સફેદ નિશાન જ દેખાય છે,ઉપર આકાશ પણ જાણે કાળા વાદળો થી ઘેરાયેલું છે,અને આ સફેદ વૃક્ષ પર ફળો પણ કાળા??એવું લાગે છે કે કોઈ એ અહીં ના બધા રંગ ઉડાવી દીધા હોઈ!અને કા તો આપડે કોઈ બ્લેક એન્ડ વ્હાઇટ પેઇન્ટિંગ જોતા હોઇ અથવા તો કોઈ પેન્સિલ સ્કેચ???પીટરે પણ પોતાનું અનુમાન જણાવ્યું.

વાહીદે હવે ધ્યાનથી પોતાની આસપાસ નજર દોડાવી અને તે પણ આ બધું જોઈ ભયભીત થઈ ગયો...

એકાએક સુંદર લાગતા આ ટાપુ પર આ કેવું દ્રશ્ય?કે પછી કોઈ જાદુ?કે પછી ખરેખર આ લોકો કોઈ ચિત્ર માં કેદ થઈ ગયા છે?શું આ કોઈ નવી મુસીબત ના એંધાણ છે?આઆ બધા પ્રશ્નો ના જવાબ જાણવા વાંચતા રહો..
કલર્સ...

✍️ આરતી ગેરીયા...