કલર્સ - 10 Arti Geriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કલર્સ - 10

પીટર ની ટિમ ધોધ વળી જગ્યા એ ફરી જાય છે,જ્યાં જાનવી ને ત્યાં ના બંધારણ વિશે થોડું અચરજ જણાય છે,
વાહીદ અને તેની ટિમ આજે બીજી દિશા મા જાય છે, જ્યાં હજી સુધી તો તેમને કોઈ અચરજ જોવા મળતું નથી હવે આગળ...

રોઝ ને ઉદાસ જોઈ વાહીદ તેની ઉદાસી નું કારણ પૂછે છે..
સર મને તો એવું લાગે છે કે આપડે કોઈ ભૂલભુલામણી માં ફસાઈ ગયા છીએ.એમાંથી નિકળીશું કે કેમ એ મોટો પ્રશ્ન છે!!રોઝે પોતાની ચિંતા વ્યક્ત કરતા કહ્યું.

અરે તું આમ નિરાશ નહીં થા,કાંઈક રસ્તો ચોક્કસ મળશે.રોને પોતાની પત્ની ને સાંત્વના આપી.પણ અંદરથી તે પણ મૂંઝાતો હતો કે શું ખરેખર કોઈ રસ્તો નીકળશે?

અચાનક રોન ને શું થયું તેનો ડર ગુસ્સા માં પરિવર્તિત થઈ ગયો અને તેને એક મોટો પથ્થર ઉપાડી જોરથી નીચે ઘા કર્યો.બધા તેના આવા વર્તન થી ડઘાઈ ગયા,વાહીદે તેને શાંત કર્યો.પણ રોન મન થી એટલો દુઃખી હતો કે વાહીદ ને ભેટી ને રોવા લાગ્યો.

રોન આમ હિંમત ના હાર આપડે નક્કી અહીંથી નિકળીશું,અને એ માટે આપડે બધા એ એક થઈ ને મહેનત કરવી પડશે.હું તને પ્રોમિસ આપું છું હું તને અહીંથી સહી સલામત ચોક્કસ બહાર કાઢીશ.

વાહીદ ની વાત થી રોન ના મન ને થોડી શાંતિ મળી.

અરે આ શું?રોઝ જોરથી બોલી.

અને બધા એ પહેલાં રોઝ સામે અને પછી તેને ઈશારો કર્યો તે તરફ જોયું,ત્યાં રોને જે પથ્થર ઉપાડી ને ફેંક્યો હતો તે બે ટુકડા માં વહેંચાઈ ગયો હતો,જે ઉપરથી કાળો પણ અંદર થી કલરફુલ હતો!!

વાહીદે દોડી ને તે પથ્થર નો એક ટુકડો ઉઠાવ્યો.

આશ્ચર્ય!આ પથ્થર અંદરથી આટલો કલરફુલ કેમ?

વાહીદ ની સાથે બધા ના મન માં આ પ્રશ્ન ચાલતો હતો.વાહીદે એક બીજો પથ્થર ઉપાડી તેનો ઘા કર્યો,તેને જોઈ ને હવે બધા એ નાના મોટા પથ્થરો ને લઈ ને તોડવા માંડ્યા,અને તેમની ધારણા મુજબ બધા પથ્થર અંદરથી કલરફુલ હતા.

વાહીદ અને તેની ટિમ ત્યાંથી આગળ વધ્યા તેઓ પોતાના ટેન્ટ થી લગભગ પચીસેક કિલોમીટર દૂર નીકળી ગયા હતા,તેમને હવે આગળ એક નાની એવી ટેકરી દેખાતી હતી, જેના પર કોઈ ઇમારત હોય એવું પણ દેખાતું હતું,તેમણે ત્યાં જવાનું નક્કી કર્યું,પણ વાહીદે બધા ને એકસાથે ઉપર જવાની ના કહી,સલામતી ના કારણોસર ફક્ત વાહીદ અને રોન બે જણા જ તે ટેકરી પર ગયા.
આ તરફ નાયરા અને લિઝા કિનારા પર રહેલા બાકી ના યાત્રીઓ અને ટિમ મેમ્બર સાથે હતા,લગભગ બધી ટિમ મોડી સાંજ સુધી પરત થઈ જવાની હતી,જ્યારે તમે અસલામતી અનુભવો ત્યારે તમે સતત કોઈ નો સહવાસ ઝંખતા હોવ છો,અહીં પણ એવું જ થયું કિનારા પર રહેલી દરેક વ્યક્તિ એકબીજા ને સાથ સહકાર આપતી હતી. ઓલ્ડ એજ ગ્રૂપ ના બાકી રહેલા સાથીઓ એ ત્યાં નાના બાળકો ને સાંભળવાની જવાબદારી ઉઠાવી લીધી હતી, લિઝા અને નાયરા ઓછા ટિમ મેમ્બરો હોવાને લીધે તેમને કામ માં હેલ્પ કરતા હતા.ઉપર થી શાંત રહેલા દરેક ના મન માં એક ભય હતો.પણ હજી આ બધા આવનારા તોફાન થી બેખબર હતા.

આ તરફ વાહીદ અને રોન બંને તે ટેકરી પર ચડે છે,ટેકરી પર ચડવા નો રસ્તો ઢાળ વાળો અને પથરાળ હોઈ છે,રોન ચાલતા ચાલતા બે ત્રણ પથ્થર પોતાની સાથે લે છે,ટેકરી ખાસ ઉંચી નથી પણ તેનો ઢોળાવ વધુ હોવાથી વાહીદ અને રોન ને ખાસ્સી મહેનત કરવી પડે છે,રોન વચ્ચે આવતા એક ઝાડ ની જાડી ડાળી તોડી તેના બે ભાગ કરે છે,જેમાંથી એક તે વાહીદ ને આપે છે અને એક પોતે રાખે છે,જેથી ચડવા માં સરળતા રહે.

આમ થોડી મહેનત પછી તે બન્ને ટેકરી પર ચડી જાય છે.પણ જેવા તેઓ ત્યાં પહોંચે છે,બંને અચંબિત થઈ જાય છે,કેમ કે ત્યાં એક ગઝેબો જેવી ઇમારત હતી,જે સફેદ રંગ ની અને વર્ષો જૂની હોઈ તેવું લાગે છે,કેમ કે ઇમારત પરથી ક્યાંક કયાક સાવ રંગ ઉડી ગયો છે,અને કાલે જોયું તે મુજબ અહીં પણ આ ઇમારત ની આસપાસ માં રહેલા વૃક્ષો કાળા અને સફેદ કલર ના હોઈ છે,જાણે કોઈ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો!!

રોન અને વાહીદ એકમેક સામે જોતા રહી ગયા, આસપાસ આટલી હરિયાળી હોવા છતાં અહીં જ આવું કેમ?ફરી એ જ પ્રશ્ન.

મિસ્ટર જોર્જ અને તેમની પત્ની સાથે ડાન્સ ગ્રૂપ ના ચાર સભ્યો,જીમ, કેરી, વિલી અને મીની યુવાન અને હિંમતવાન હતા.તેઓ કિનારા ની પશ્ચિમ દિશા તરફ જ આગળ વધતા હતા,કિનારા ની આ તરફ જતા ઉંચો ઢોળાવ વાળો રસ્તો બનતો હતો,અહીંથી દરિયો થોડો નીચો હતો,અહીં મોટી મોટી પથ્થર ની શિલાઓ હતી જેની સાથે દરિયાનું પાણી અથડાતા તેમાં છિદ્રો થઈ ગયા હતા.જેમાં કારચલાઓ જોવા મળતા હતા.કિનારા ની આ તરફ વધુ પડતા પથ્થરો જ હતા,દૂર દૂર સુધી ફક્ત સમુદ્ર ના પાણી સિવાય કોઈ અવાજ નહતો,અને દૂર સામે ની તરફ જંગલ દેખાતું હતું,હરિયાળા મોટા ઉંચા વૃક્ષો જાણે હમણાં જ આકાશ ને આંબી જશે.

જિમ અને વિલી પોતાની હિંમત બતાવતા આગળ વધતા હતા,કિનારા ની આ તરફ થી તેમના ટેન્ટ દેખાતા નહતા,કેમ કે સીધો દેખાતો કિનારો અહીં થોડો વળાંક લેતો હતો,બધા લગભગ પચીસ ત્રીસ કિલોમીટર જેટલું ચાલ્યા હશે,આ તરફ શિલાઓ વધારે ઉંચી હતી એટલે સમુદ્ર ઘણો નીચો લાગતો હતો.પણ તેમને નીચે સમુદ્ર સામે જંગલ અને ઉપર આકાશ સિવાય કશું જ નવું કે અજુગતું જોવા ના મળ્યું.ઘણી વાર શોધખોળ કરી ને અંતે તેઓ એ પાછા ફરવાનું નક્કી કર્યું.

શું ટેકરી પર રહેલી ઇમારત અને ત્યાં નું દ્રશ્ય ફરી કોઈ નવું તોફાન લાવવાનું છે?શું વાહીદ અને તેની ટિમ ત્યાં થી હેમખેમ પરત ફરશે?શુ હશે નવી કસોટી હવે આગળ!!જોઈશું આવતા અંક માં...



✍️ આરતી ગેરીયા....