ઓહ દરવાજા ની બહાર ઊભેલા પોતાના જેવા જ માણસો ને જોઈને બધા આશ્ચર્ય ચકિત થઈ ગયા,પણ રાઘવ પાસેથી બધી વાત સાંભળી હવે બધા માં આગળ વધવાની હિંમત વધી ગઈ,અને લીઝાનાં મનને પણ હવે સંતોષ થયો.હવે આગળ...
લીઝા હવે આગળનો રસ્તો તારે બતાવવાનો છે,હવે આપડે શું કરવાનું છે!રાઘવ ફરી સતર્ક થઈ ગયો કેમ કે સમયચક્ર તેની પૂર્ણતા તરફ આગળ વધી રહ્યું હતું.
લીઝાએ જરાપણ સમય ગુમાવ્યા વિના તરત જ પેલો નકશો અને બુક ખોલ્યા,તે બંને વસ્તુનું નિરીક્ષણ કરી રહી હતી,બધા ઉત્સુકતાથી તેની સામે જોતા હતા,અને તેના જવાબની રાહ જોતા હતા.
રાઘવ, વાહીદ હવે આપડે પેલા સાત રૂમ તરફ જવાનું છે,ચાલો જલ્દી કરો.લીઝા ઝડપથી ડગલાં ભરતી સીડી તરફ જવા લાગી,બધા તેને અનુસર્યા.
લીઝા ત્યાં જઈને બોલી,આ રૂમને કોઈ જ પ્રકારનું લોક નથી,આપડે ફક્ત તેને હળવેથી ધક્કો મારીને ખોલવાના છે.
ઓહો એટલું સહેલું ચાલો હું ખોલી નાખું,આમ કહી વાહીદ એક દરવાજાને ધક્કો મારવા ગયો,પણ તે ખૂલ્યો નહિ,તેને વધુ જોરથી ધક્કો માર્યો પણ કાઈ જ થયું નહિ.
બધા આશ્ચર્યથી અને પ્રશ્નાર્થ નજરે લીઝા સામે જોવા લાગ્યા.
અરે વાહીદ એમ નહિ એક મિનિટ..આમ કહી લીઝા એ પહેલાં બધા ને એક એક દરવાજા સામે ઊભા રેહવાનું કહ્યું,રોન અને રોઝ ને અલગ ઊભા રાખ્યા.લીઝાએ ઈશારો કરીને બધાને એકસાથે ધક્કો મારવાનું કહ્યું,જેવી લીઝાએ ત્રણ આંગળી ઊંચી કરી ને વન.. ટુ... થ્રી..એમ કહ્યું એવું બધાએ એક સાથે દરવાજા ને ધક્કો માર્યો.
પણ કોઈ દરવાજો ખુલ્યો નહિ,લીઝા એ ફરી બધાને અલગ રીતે ગોઠવ્યા,આ વખતે રોન અને રોઝ ને વારાફરથી લીધા અને રાઘવ ને બહાર રાખ્યો,અને ફરી લીઝા એ ઈશારો કર્યો,એટલે બધાએ એકસાથે દરવાજાને ધક્કો માર્યો,પણ ફરી નિષ્ફળ. બધા એ લીઝા સામે જોયું,લીઝા એ ફરી એકવાર બુક અને નકશો કાઢીને જોયું,બધું બરાબર તો લાગે છે!તો પછી દરવાજા ખુલ્યા કેમ નહિ?લીઝા મનોમાં બબડી..
શું થયું લીઝા?પ્રોબ્લેમ શું છે? વાહીદ લીઝા ની નજીક જઈને પૂછવા લાગ્યો.રાઘવ અને નીલ પણ ત્યાં જોડાયા.
આ બુક મુજબ આ દરવાજા સાત એવી વ્યક્તિ ખોલી શકશે,જેમના નામ રેનબો કલર સાથે મેચ થતા હોઈ!!!
તો આપડા નામ કેવી રીતે ફિટ બેસે? વાહીદે પૂછ્યું.કેમ કે આપડા માંથી કોઈ ના નામ નો ફસ્ટ લેટર ડબલ્યુ થી તો સ્ટાર્ટ નથી થતો??અને આઇ...એનાથી પણ..!!! વાહીદ લીઝા પર પ્રશ્નો વરસાવતો હતો.
અરે સાંભળ...હું ક્રિશચન છું,પણ તું અને આપડા મિત્રો તો ગુજરાતી ખરા ને!લીઝા એ તેને શાંતિ થી સમજાવવાની કોશિશ કરતા કહ્યું.
હા તો??
તો સાંભળ..જાનવી નો જ...
નીલ નો ન...
તારો વ...
મારો એલ...
પીટર નો પ...
નાયરા નો ન..
અને રાઘવ રોઝ કે રોન નો આર...
બસ મે કઇક આ રીતે ગોઠવણી કરી.આ બુક મુજબ કોઈપણ રેમ્બો કલર ના નામ વાળા વ્યક્તિઓ આ દરવાજા ખોલી શકશે તો...લીઝા એ જરા મૂંઝવણ માં કહ્યું.
ઓહ્ એનો મતલબ આ સાત દરવાજા ગુજરાતી રેમ્બો મુજબ ખુલશે!! વાહીદ થોડો ચિડાયો..
જો યાર આ નકશા મુજબ તો એવું જ છે,અને મે એક કોશિશ કરી કે જે આપડા નામ સાથે ફિટ થતી હતી...લીઝા હજી અવઢવ માં હતી...
અરે લીઝા...આ અમેરિકા નજીક આવેલો ટાપુ છે,અહી કોઈ ગુજરાતી વર્ણમાલા થોડી ચાલવાની? વાહીદ નો ગુસ્સો વધતો જતો હતો.
એક મિનિટ.....એક મિનિટ.....રાઘવ તે બંનેના ઝગડા માં વચ્ચે જ કૂદી પડ્યો.લીઝા તે શું કહ્યું!! રેમ્બો કલર ના નામ વાળા વ્યક્તિ!!!આમ કહી રાઘવે લીઝા ને એક દરવાજા ની સામે ઉભી રાખી.
રાઘવે લીઝા ને જે સાત દરવાજા માં વચ્ચે હતો ત્યાં ઊભી રાખી હતી,ત્યારબાદ તેને બંને તરફ જોયું અને પોતે લીઝા ની જમણી તરફ રહેલા સૌથી છેલ્લા દરવાજા પાસે જઈ ને ઉભો રહ્યો,તેને પોતાની બાજુ માં નાયરા ને ઊભી રાખી,ત્યારબાદ પીટર, પીટર ની બાજુ માં લીઝા હતી જ.લીઝા ની બાજુ માં વાહિદ,અને તેની બાજુ માં નીલ અને લાસ્ટ માં જાનવી ને ઊભા રાખ્યા.
રાઘવ બધાને ગોઠવી ફરી પોતાની જગ્યાએ આવીને ઊભો રહ્યો અને લીઝા ને ઈશારો કર્યો,લીઝા હજી મુંઝાતી હતી, રાઘવે તેને હિંમત આપી,અને ફરી ખોલવાનું કહ્યું.
લીઝા એ ફરી થ્રી કાઉન્ટ કર્યા અને બધા ને એક સાથે જ દરવાજા ને ધક્કો મારવાનું કહ્યું,અને તેમ કરતાં જ બધા દરવાજા એક સાથે ખુલી ગયા.
દરવાજા ખુલતા જ અંદરથી જોરદાર પ્રકાશ આવવા લાગ્યો અને એ પણ મેઘધનુષી રંગોનો પ્રકાશ.બધા એકબીજા ની સામે માંડ જોઈ શકે છે,ત્યાં જ પીટર નો અવાજ આવે છે કે તમારી સામે જે દરવાજો ખુલ્યો તેમાં અંદર પ્રવેશ કરો,બધા હિંમત કરી પોતપોતાના દરવાજા વાળા રૂમ માં પ્રવેશ કરે છે,જેવા તેઓ અંદર જાય છે પ્રકાશ બંધ થઈ જાય છે!!
અંદર ના રૂમ સંપૂર્ણ ખાલી હોઈ છે,થોડો ગંદા થોડો અંધારિયા અરીસાની આ પાર આ પેલી એવી જગ્યા હતી જે આવી ગંદી હતી.રૂમ માં કઈ ખાસ તો હોતું નથી,ફ્કત દરેક રૂમ ને એક બીજા સાથે જોડતો હોઈ તેમ અંદર જ એક દરવાજા જેવી કમાન હોઈ છે,જેના દ્વારા એક રૂમ માંથી બીજા રૂમમાં જઈ શકાય.આ કમાન થી તેઓ એકબીજા ને જોઈ શકે છે,અને રૂમ ના અંત માં બીજા સાત દરવાજા હોઈ છે.
રાઘવ ફરી એકવાર કરીએ! વાહીદે રાઘવ સામે હસતા હસતા પૂછ્યું.
એ તો લીઝા ને પૂછવું પડે!શું કે છે લીઝા થઈ જાય!!!
નહિ!લીઝા એ સતાવહી અવાજ માં કહ્યું!!
પણ કેમ? બધા એકસાથે બોલી ઉઠ્યા...
લીઝા બીજા દરવાજાને ખોલવાની ના કેમ કહે છે?શું હશે બીજા સાત દરવાજાની પાછળ?શું આ દરવાજા જ તેમને આ ટાપુ પરથી નીકળવાની મહત્વની કડી બનશે?જાણવા માટે વાંચતા રહો..
✍️ આરતી ગેરિયા....