ધ સ્કોર્પિયન - પ્રકરણ -49 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ સ્કોર્પિયન - પ્રકરણ -49

ધ સ્કોર્પીયન

પ્રકરણ -49

 

લોકલ ન્યુઝ પર પ્રેસ કોન્ફરેન્સ ની તૈયારી થઇ ગયેલી. સ્ટેજ પર DGP,સિદ્ધાર્થ ,મેજર અમન બેઠેલાં હતાં અને લઘભઘ બધીજ ન્યુઝ ચેનલનાં પત્રકારો લાઈવ હતાં... દેવ દુબેન્દુ બંન્ને એક પછી એક ખુલાસાથી નવાઈ પામી રહ્યાં હતાં. એમને થયું હવે શું રહસ્ય ? જ્યાં જ્યાં ટીવીનાં ન્યુઝ જોવાતાં હતાં ત્યાં બધે ગણગણાટ થઇ રહેલો કે સ્કોર્પીયન કોણ હતો એ ખબર પડી ગઈ પકડાઈ ગયો હજી શું રહસ્ય ?

બધાનાં કાન સાંભળવા અધિરા થયાં અને આંખો જોવા સમજવામાં જાણે તલ્લીન થઇ ગઈ હતી...દેવે કહ્યું દુબે હજી શું બાકી છે ? આ લોકોએ તો...ત્યાં સિદ્ધાર્થે બોલવાનું શરૂ કર્યું...

બધે એકદમજ શાંતિ પ્રસરી ગઈ...બધાં એક ચિત્તે સાંભળવામાં મશગુલ થઇ ગયાં. સિદ્ધાર્થે બધાની ધીરજનો અંત લાવતાં કહ્યું “આ આખા ઓપરેશનમાં રાય બહાદુર સરનો દિકરો દેવ નિમિત્ત બન્યો છે..”.એમ કહી થોડીવાર શાંત થઇ ગયો. દેવે દુબેન્દુની સામે જોઈ કહ્યું “ હું ? હું શું આમાં જાણું છું હું કેવી રીતે નિમિત્ત ?”

સિદ્ધાર્થે કહ્યું “દેવ જ્યાં હશે ત્યાંથી આ ન્યુઝ જોઈ રહ્યો હશે તો એને આશ્ચર્ય થશે કે એનાં જાણમાં આમાંનું કંઈજ નથી તો એ નિમિત્ત કેવી રીતે ? હું બધું વિગતવાર સમજાવું છું...”

સિદ્ધાર્થે અને રાય બહાદુર રોયે એકબીજાની સામે જોયું અને સ્માઈલ આપ્યું...દેવ તો દિગમૂઠ થઇ ગયેલો એ આગળ સાંભળવા અધીરો થયો.

સિદ્ધાર્થે કહ્યું “ રાય બહાદુર રોય નો દિકરો ટુરીસ્ટ કંપની ચલાવે છે ઘણાં વર્ષથી ચાલે છે એને એનો અનુભવ છે અને એને ખુબ શોખ છે.”

“વાત આપણે આ કેસને ધ્યાનમાં રાખીને કરીએ તો...કોલકોતાની દેવની ઓફીસમાં યુરોપથી 6 ટુરીસ્ટની રીકવેસ્ટ આવેલી કે તે એમનો ગાઈડ બનીને એમને અહીં પશ્ચિમ બંગાળની જોવા લાયક જગ્યાઓ પર લઇ જાય...એનાં માટે ખુબ ઊંચી ફી ચૂકવવા તૈયાર હતાં. સામાન્ય પણે પરદેશથી ટુરીસ્ટ આવતાં હોય તો એમની ઈન્કવાયરી થાય છે અને એમનાં વીઝા મંજુર થતાં પહેલાં એમની બધી વિગતનો અભ્યાસ થાય છે એમનો ભારતમાં કોઈ પણ ભાગમાં જવા માટે એમનો હેતુ તપાસવામાં આવે છે.”

દેવ દુબેન્દુ ખુબ રસ પૂર્વક બધું સાંભળી રહેલાં...ત્યાં દેવે બીજા ડ્રીંકનો ઓર્ડર આપ્યો. બાર માલિક પણ હવે આ લોકોને જાણે ઓળખી ગયેલો અને સર, સર કહીને સર્વિસ આપી રહેલો...દેવનાં ધ્યાનમાં આવ્યું પણ એને આ રહસ્ય જાણવામાં રસ હતો.

સિદ્ધાર્થે આગળ જણાવતાં કહ્યું “આ ટુરીસ્ટની અરજી અંગે વીઝા કાર્યાલય તરફથી એમની બધીજ ડીટેઈલ્સ મોકલીને પોલીસ તપાસમાં આવી ત્યાં એ છ જાણામાંથી ત્રણ જણનો ભૂતકાળ ડ્રગ્સનો હતો અને આ જાણ રાય બહાદુર સરને થઇ...ત્યાંજ એમણે અકળ નિર્ણય લીધો અને વિઝા ઓફિસને જણાવી દીધું કે આ લોકોને વીઝા રીલીઝ કરો અને દેવની ટુર પર નિગરાની રાખો સમય આવે પૂરતાં પુરાવા સાથે એરેસ્ટ કરીશું આમાં મારો દિકરો દેવ નિમિત્ત બનશે તો વાંધો નથી એલોકોની સિક્યુરીટીની જવાબદારી હિંમતવાન ઓફીસર સિદ્ધાર્થને સોંપું છું...”

દેવ અને દુબેન્દુ બંન્ને આ સાંભળીને સાવ સડક થઇ ગયાં એકબીજાની સામે જોયું અને દેવે દુબેન્દુને કહ્યું “દુબે હવે ટીવી પર ન્યુઝમાં બધું નથી સાંભળવું હવે તો રૂબરૂ મળીનેજ બધું જાણવું પડે કે એલોકોએ શું વ્યૂહરચના કરી હતી અને મને કેમ ના જણાવ્યું ?”

દુબેન્દુએ કહ્યું “તને જણાવે તો તું એલર્ટ થઇ જાય અને ટુરીસ્ટને મોકળાશથી ફેરવી ના શકે નેચરલ ના રહેત કંઈ તું એલોકો પર નજર રાખે...શંકાઓ કરે તો બાજી બગડી જાય...યાર સાવ સામાન્ય વાત છે તને શા માટે કહે ? અને આપણી સિક્યુરીટીની જવાબદારીનો સિદ્ધાર્થ સરને આપીજ હતી...”

ત્યાં સિદ્ધાર્થ સરનો અવાજ મોટો થયો અને દેવ -દુબેન્દુનું ધ્યાન ટીવી પર ફરીથી ગયું...સિદ્ધાર્થ સરે ફરીથી મોટું રહસ્ય ખોલ્યું અને બોલ્યાં “અમારાં આ ઓપરેશનમાં એજ ટુરીસ્ટનાં બે વ્યક્તિઓએ સહકાર આપ્યો છે તેઓ પોલીસનાં ખબરી અને ગુનાનાં સાક્ષી બની ગયાં જેથી ખુબ સરળ થવામાં મદદ મળી.  દેવે કહ્યું “આ તો એક પછી એક સસ્પેન્સ ખોલી રહ્યાં છે શું વાત છે આવી તો સ્ક્રીપટ કોઈ ફિલ્મમાં નહીં હોય,” ત્યાં સિદ્ધાર્થ સરે પવન અરોડાને ઈશારો કર્યો અને પવને બે વ્યક્તિને કેમેરા સામે બોલાવી...એ જોઈને દેવ બોલી ઉઠ્યો...”ઓહ સોફીયા...ડેનીશ...” ત્યાં સોફીયા અને ડૅનીશ નમસ્કાર મુદ્રામાં કેમેરાં સામે ઉભા હતાં...સોફીયા ખુબજ ખુશ હતી એ તાળી પાડવા માંડી અને ત્યાં અચાનક એને ચક્કર આવ્યા એ પડવા ગઈ અને સિદ્ધાર્થે ટેકો આપ્યો.

થોડીવાર કેમેરા શાંત થઇ ગયો...પ્રસારણ બંધ થઇ ગયું...દેવને ચિંતા થઇ પાછું શું થયું એને ? અને પાછું પ્રસારણ શરૂ થયું ત્યારે પણ સિદ્ધાર્થ સ્ક્રીન પર હતો એણે કહ્યું “વચ્ચે બ્રેક પડવા બદલ માફી ચાહું છું અમારી સાક્ષી બનેલી યુવતી કોઈ કારણ સર બેશુદ્ધ થઇ છે એને હોસ્પીટલ મોકલી આપી છે...”

“હાલ આટલી વિગત અમે જણાવીએ છીએ સ્કોર્પીયન રહેલ સૌનિકબાસુને કડક માં કડક સજા ફાંસી જ થાય એવી ભલામણ કરવાનાં છીએ એનાં અંગેનાં પુરાવા ઘણાં મળી ચૂક્યાં છે અને ઘણાં બધાં એકત્ર કરાઈ રહ્યાં છે. અને એટલેજ આજે આખા કેસ માટે અમે જનતા જનાર્દન ને શાક્ષી બનાવી છે...આભાર...જયહિંદ...વંદે માતરમ” કહીને બ્રેકીંગ ન્યુઝ પુરા થયાં.

દેવ અને દુબેન્દુએ પેગ પૂરો કર્યો...દેવે કહ્યું “દુબે આજે કંઈક જુદોજ દિવસ છે મને એક વાતનો ગર્વ અને ખુશી છે અને થોડું દુઃખ પણ છે...યાર...”

દુબેન્દુએ કહ્યું “ગર્વજ છે ને... ? એમાં દુઃખ શું ?” દેવે કહ્યું “ગર્વ છે કે હું નિમિત્ત બન્યો પણ દુઃખ એ છે કે મને છેક સુધી કંઈ ખબરજ ના પડી ના મને વિશ્વાસમાં લીધો...”

ત્યાં દેવનાં મોબાઈલની રીંગ વાગી એણે જોયું પાપાનો ફોન છે...એણે તરતજ ઉપાડ્યો અને બોલ્યો “હાં...પાપા...હાં ન્યુઝ જોયાં પણ ...”

દેવ આગળ બોલે પહેલાં પાપાએ કહ્યું “બસ બાકીની વાતો રૂબરૂમાં પણ... નાંખ પાણીમાં ચલ આવીજા પોલીસ સ્ટેશન પછી વાત...”

 

વધુ આવતા અંકે પ્રકરણ -50