ચોર અને ચકોરી - 43 Amir Ali Daredia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચોર અને ચકોરી - 43

(અગિયાર વર્ષથી ચોરી કરતો હોવાથી ચોરી પોતાની આદત તો નહી થય ગઈ હોયને આમ જીગ્નેશ વિચારતો હતો.હવે આગળ વાંચો..)
ચકોરીને પોતાના બા બાપુ ને સોંપીને જીગ્નેશ જવા માટે ઉભો થયો કે. ગીતામાએ એને ટપાર્યો.
"બેટા ક્યાં જઈશ તુ?."
" અહીં ગામમા જાઉં છુ.ક્યાંક રહેવાનો બંદોબસ્ત થઈ જાય તો જોઉં."
કહીને જીગ્નેશે ઉંબરાની બહાર પગ મૂક્યો. તો એની પાછળ પાછળ ચકોરી પણ બહાર આવી.
" જીગ્નેશ ક્યાં જઈશ તુ?."
એણે ચિંતાતુર સ્વરે પૂછ્યું.
" હમણાં તો રહેમાન પાસે જાઉં છુ. જો અહીયા રહેવાનો બંદોબસ્ત થઈ જાય તો પછી કોઈ નાનું મોટું કામ પણ શોધી લઈશ.પણ..."
પણ કહીને જીગ્નેશ અટક્યો. અને આ પણ ચકોરીને ખટકયો.
"પણ શુ જીગા? "
"શુ હુ કામ કરી શકીશ?"
જીગ્નેશને પોતાના ઉપર વિશ્વાસ ન હતો જીગો આટલું બોલીને રવાના થયો.અને એની પીઠ પાછળ એની બાના શબ્દો અથડાયા.
"બેટા આ તારું જ ઘર છે આવતો રહેજે."
બાના શબ્દો સાંભળીને જીગ્નેશના પગ ક્ષણભર થંભી ગયા. પછી એણે પીઠ ફેરવીને પોતાની બા તરફ એક દ્રષ્ટિ નાખી. આંખોમાં ઘસી આવતા ઝળઝળીયાને પાછા ઠેલવાની કોશિષ કરતા. ચહેરા પર સ્મિત ફરકાવતા. તે આટલું જ બોલ્યો.
"હા બા. આવતો રહીશ."
કહીને પીઠ ફેરવીને તેણે ઝડપથી પગ ઉપાડ્યા.
કાંતુ. એના સાથીઓ સાથે ફરીથી પાલી પહોંચ્યો. પેલી વાર એ જ્યારે સવારે અહીં આવ્યો. ત્યારે એ કેશવ ને ગોતી રહ્યો હતો.પણ કેશવ ને અહીં કોઈ ઓળખતું પણ ન હતુ.પણ રામપુરમા જ્યારે ચાની રેકડીવાળા પાસેથી એને જાણ થઈ કે પાલીમાં સોમનાથને ત્યાં કેશવ હોવો જોઈએ.
ત્યારે એ ફરીવાર પાલી આવ્યો. અને સોમનાથને તો એ સારી રીતે ઓળખતો પણ હતો. અને પાલી પણ કોઈ બહુ મોટું ગામ ન હતુ. એટલે એને ખાત્રી હતી કે એ સોમનાથને આસાનીથી ગોતી લેશે.
એણે પાલી પહોંચીને એક રાહદારીને પૂછ્યું કે.
" એ ભઈલા તમે સોમનાથભાઈ ને ઓળખો છો કે."
એ રાહદારીએ એને સંતોષ જનક જવાબ આપ્યો.
" હા પેલી સામેની પોળમાં છઠ્ઠા નંબરનું એમનું મકાન છે.પણ એ તમને ઘરે નહીં મળે."
" કેમ?"
કાંતુએ પૂછ્યુ
" એ તો કલાક પહેલા જ મેં એમને એમની પત્ની સાથે બહારગામ જોતા જોયા "
"ક્યાં ગયા છે?"
" એ તો મને નથી ખબર હો ભઈલા." કહીને એ રાહદારી પોતાના માર્ગે ચાલ્યો ગયો.કાંતુ પોતાના સાથીઓને ઉદેશીને બોલ્યો.
" નસીબ આપણાથી બે ડગલા આગળ આગળ ચાલતું લાગે છે.દોલતનગર જો ખાલી હાથ ગયા. તો અંબાલાલશેઠ આપણી ધુળ કાઢી નાખશે."
"તો હવે આપણે શું કરીશું?"
ડ્રાઇવર મેઘલાએ ચિંતા વ્યક્ત કરતા પૂછ્યુ.
ત્યા કાંતુંને અચાનક કંઈ યાદ આવતા એ ઝડપથી મોટરમાં બેસતા બોલ્યો.
" હાલ મેઘલા ગાડીને ઝટ ચંદનનગર લઈ લે."
"ચંદનનગર? ત્યાં શું લેવા?"
" ચોકોરીની માસી ચંદનનગરમાં રહે છે. એને કદાચ ખબર હોય કે ચકોરી ક્યાં જઈ શકે?"
" પણ એને તો કેશવ નો દીકરો ભગાડી ગયો હતો ને? તે ક્યાં લઈ ગયો હોય એની માસીને ક્યાંથી ખબર હોય?" મેઘલાએ પ્રશ્ન કર્યો. પણ કાંતુએ એને મોટરમાં બેસવાનો ઈશારો કરતા કહ્યુ.
" હવે ભાઈ ચાલને. મને લાગે છે કે માસી પાસેથી કંઈક સગડ તો મળી જ રહેશે."
અને મેઘલાએ કચવાતા મને ગાડી ચંદનનગર તરફ દોડાવી. માસીના ઘરે પહોંચ્યા તો માસીએ કાંતુને જોઈને પૂછ્યુ.
" કેમ ભાઈ આટલો આઘો ધક્કો ખાવો પડ્યો.?"
કાંતુએ માસીને માંડીને બધી વાત કરી કે કઈ રીતે કેશવના દીકરાએ ચકોરીને ત્યાંથી છોડાવીને લઈ ગયો.અને પછી માસીને પૂછ્યુ કે.
"તમે તો એને વેચી નાખી હતી. એટલે ચકોરી તમારી પાસે પાછી ન આવે એ દેખીતું છે. પણ તમારે ત્યાં ન આવે તો એ બીજે ક્યાં જઈ શકે તમને એનો કોઈ અંદાજ છે?" આ સવાલનો જવાબ દેતા. માસીને એક ક્ષણ પણ ના લાગી એમણે ત્વરિત જવાબ આપ્યો.
" એ સીતાપુર જઈ શકે."

શુ કાંતુ ફરીથી ચકોરીને અંબાલાલ પાસે લઈ જશે? વાંચતા રહો ચોર અને ચકોરી