કલર્સ - 37 Arti Geriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કલર્સ - 37

રાઘવે પોતાની મેહનત અને હોશિયારીથી તેના મિત્રો અને પત્નીને અરીસાની બહાર તો કાઢ્યા,પણ હજી મુખ્ય અરીસામાંથી અને આ ટાપુની બહાર નીકળવાનું બાકી છે.તો જોઈએ આગળ રાઘવ અને તેના મિત્રો શું કરે છે...

એક એક કરીને બધા અરીસા માંથી બહાર આવી ગયા, અને બહાર આવવાની ખુશીમાં થોડીવાર બધા સમયચક્રને પણ ભૂલી ગયા,અને એકબીજાના હાલ વિશે પૂછવા લાગ્યા.

રાઘવ એક વાત તો કે દોસ્ત તને એ કેમ ખબર પડી કે અમે અહીથી જ બહાર આવીશું?? વાહીદે રાઘવ ને પૂછ્યું.

બહારની એટલે કે અરીસાની પેલી તરફ જે છે તે બધું જ અહી છે,હા માન્યું કે અહી થોડું વિરોધાભાસ છે,પણ છે ખરા!બસ એક આ દીવાલ પર રહેલો અરીસો જ નથી?
અને આપડે સૌથી પહેલી વાર નાયરા અને જાનવી ને અહી જ જોયા હતા,ત્યારબાદ પીટર અને રોઝ પણ તેમાં દેખાતા.બસ એક કોશિશ કરવાના બહાને મે આ કર્યું!અને પરિણામ તમારી સામે છે.રાઘવ હસવા લાગ્યો.

તો પછી તું કઇક મંત્ર બોલતો હતો એ? એ શું હતું?હવે લીઝા મેદાન માં આવી.

એ તો હું ફક્ત મારા સાચા મનથી અને શ્રધ્ધાથી ઈશ્વરને તમારી સલામતીની પ્રાર્થના કરતો હતો,આટલું કહી રાઘવે બધા સામે આંખ મિચકારી.

રાઘવનો આવો ઉડાવ જવાબ સાંભળીને બધા હસવા લાગ્યા,પણ લીઝાનું મન વધુ અશાંત થઈ ગયું.કેમ કે એ જાણતી હતી કે નક્કી કઇક તો છે જે રાઘવ અમારાથી છુપાવે છે,પણ અત્યારે તેને મૌન રહેવાનું યોગ્ય લાગ્યું.

ચાલો હવે જલ્દી અહીથી નીકળીએ...નીલે બધાને કહ્યું

તેઓ ત્યાંથી નીકળીને હવેલીના મુખ્યદ્વાર પર જવા લાગ્યા,અને ત્યાંજ કોઈ કોલાહલ સંભળાયો.

આ અવાજ કોનો છે??સીડી ચડતાં જ કોઈ દરવાજો જોરજોરથી ખખડાવતું હોઈ અને સાથે બરાડા પાડતું હોય તેવો અવાજ આવતા લીઝા એ પૂછ્યું.

હા...આ તો રાઘવનું નામ લઈને કોઈ બોલે છે!!કોણ છે રાઘવ? પીટરે રાઘવ ને પૂછ્યું.અને અહી આપડા સિવાય બીજું કોઈ પણ છે???

આ બધાના ચેહરાના ભાવ અને સવાલથી રાઘવને હસવું આવતુ હતુ,બધા તેની સામે પ્રશ્નાર્થ નજરે જોતા હતા.

રાઘવ જાણે બધાના ભાવ સમજી ગયો હોઈ તેમ બોલ્યો
જાનવી તું નાયરા અને પીટર મારી સાથે આગળ ચાલો. તેની પાછળ પાછળ તમે બધા ઊભા રહેજો એમાં પણ લીઝા, વાહીદ,નીલ અને રોન તમે ચારેય સાથે રહેજો.

રાઘવની વાત કોઈના મગજ માં બેસતી નહતી,તો પણ અત્યારે તેને કીધું એમ બધાએ કર્યું,અને રાઘવ મુખ્યદ્વાર પાસે પહોચ્યો,તેની સાથે પીટર જાનવી અને નાયરા હતા.

જેવો તેને દરવાજો ખોલ્યો,તેની સાથે રહેલા ત્રણેયની આંખો ચકિત થઈ ગઈ,આ શું!!

જીમ ઘડિયાળ તરફ વારંવાર નજર કરતો હતો,તેને અરીસાની બીજી તરફની એક ઝલક જોઈ હતી,તેના મનમાં ઉચાટ અને ડર બંને હતા,એક તરફ અરીસાની પાર ગયેલા તેમના સહયાત્રીઓની સલામતીનો ડર હતો,અને બીજી તરફ ટેન્ટ પર રહેલા તેમના બાળકો અને બીજા યાત્રીઓને શું જવાબ આપવો તેની ચિંતા.

મને નથી લાગતું હવે તે લોકો અરીસામાંથી બહાર નીકળી શકે!!નક્કી આપડે અહીજ રહી જવાના,કોઈને ખબર પણ નહી હોય ને આપડે મરી જવાના!!!હવે શું કરીશું???મિસ્ટર જોર્જ ફરી ચિંતા માં બબડાટ કરવા લાગ્યા.

મિસ્ટર જોર્જ એમ હિંમત હાર્યે કશું નહિ થાય,મને પૂરો વિશ્વાસ છે, એ લોકો અરીસાની બહાર નીકળી જસે,અને આપડે આ ટાપુ પરથી પણ બહાર નીકળી શકીશું.વિલી જોર્જને સમજાવતા બોલ્યો.

કેવી રીતે!કેવી રીતે આવશે એ લોકો!!અને આપડે અહીથી બહાર કેમ નીકળીશું?જોર્જની ચિંતા હવે વધવા લાગી હતી.

બીજી તરફ ટેન્ટ પર રહેલા યાત્રીઓ પણ ચિંતામાં હતા, હજી પુરી વાતથી તેઓ અજાણ હતા,પણ જેને જેટલો ખ્યાલ હતો તેટલી ચિંતા વધુ હતી.

આન્ટી મારા મોમ ડેડ ક્યાં ચાલ્યા ગયા?? તંદ્રા માં બેઠેલી મિસિસ જોર્જ ને એકાએક નીરજાએ પ્રશ્ન પૂછ્યો.

એ લોકો પાછા આવશે?શું હું મારા મોમ ડેડ ને ફરી જોઈ શકીશ??પ્લીઝ આન્ટી તમે તો સાચો આન્સર આપો??
નીરજા નીલ જેવી ચપળ અને જાનવીની જેમ હોશિયાર અને દૂરંદેશી હતી,તે શાંત અને સમજુ બાળકી હતી.તેના આવા અચાનક સવાલથી મિસિસ જોર્જ પણ મૂંઝાઈ ગયા.

તેમણે નીરજાને પોતાની પાસે બોલાવી તેને વહાલ કરતા કહ્યું,નાં બેટા તારા મોમ ડેડ બહુજ જલ્દી આવી જસે,અને પછી આપડે અહીથી સાથે ઘરે પણ જઈશું.

આન્ટી તમે મને સાચું કહી શકો છો,કેમ કે હું સમજુ છું કે ક્યારેય કોઈ વાત આપડા હાથમાં નથી હોતી,આપડે ફક્ત મહેનત કરવાની હોઈ છે,બાકી બધું ઈશ્વરના હાથમાં હોઈ છે.તમે ચિંતા ના કરો હું આ વાત બીજા કોઈ સાથે શેર નહિ કરું.આટલું બોલી નીરજા મિસિસ જોર્જ સામે શાંતિથી જોઈ રહી.

મિસિસ જોર્જ આવડી બાળકીની આટલી સમજદારી ભરી વાતથી ભાવુક થઈ ગયા,તેમને નીરજાને વહાલ કરી પોતાની ભાવના પર કાબૂ રાખીને કહ્યું,હા બેટા તારી વાત સાચી પણ તારા મોમ ડેડ થોડા સમયમાં જ આવી જસે,તું ચિંતા નહી કર અને બીજા બાળકો સાથે રમવા જા.

આટલું કહી મિસિસ જોરજે તેને તેના ટેન્ટ માં મોકલી દીધી,નીરજાની આવડી સમજદારી ભરી વાતથી તેમનું અશાંત મન પણ થોડું શાંત થયું,તેમને અત્યારસુધી રોકી રાખેલા આંસુ વેહવા લાગ્યા,પણ હોઠ પર એક સ્મિત આવ્યું,અને મનમાં કંઇક નક્કી કરી તે પોતાના ટેન્ટમાંથી બહાર આવ્યા.

બહાર નીકળીને તેને જોયું બધા બાળકો ઉદાસ બેઠા હતા,માં બાપ થી ઘણા દિવસથી દૂર રહેલા બાળકોના ચહેરા પરથી જાણે નૂર ઊડી ગયું હતું,કોઈને રમવાનું ખાસ ગમતું નહતું,તેમની આ દશા જોઈ મિસિસ જોર્જ થોડા દુઃખી થઈ ગયા,પણ પછી પોતાની જાતને સંભાળી બધા બાળકો પાસે ગયા.

હેલો કીડ્સ કેમ બધા ઉદાસ છો??મિસિસ જોર્જ ચહેરા પર પરાણે સ્મિત રાખીને બોલતા હતા.

બાળકોને સંભળાવવામાં અને સમજવામાં મિસિસ જોર્જ સફળ થશે?હવેલીના મુખ્યદ્વાર પર એવું તે શું જોયું કે બધા આશ્ચર્યચકિત થઈ ગયા?શું પીટર પોતાના યાત્રીઓને લઈને આ ટાપુની બહાર નીકળી શકશે?જાણવા માટે વાંચતા રહો...

✍️ આરતી ગેરિયા....