હવેલીની બહાર કોઈને જોઈને રાઘવના બધા મિત્રો સ્તબધ થઈ જાય છે,બીજી તરફ નીરજાની સમજદારી ભરી વાતો મિસિસ જોર્જ માં નવી આશા જગાડે છે.હવે આગળ...
હેલો કીડ્સ કેમ બધા ઉદાસ છો??
આન્ટી અમારા મોમ ડેડ વગર ગમતું નથી,તે ક્યારે આવશે?ક્રિશ બોલ્યો.
જો બેટા આપડે રેસ કરતા હોઈ તો જેમ રેસ લાંબી હોઈ તેને પૂરી કરતા વાર લાગે?મિસિસ જોર્જ બાળકો ને સમજવાની કોશિશ કરતા હતા.
બધા એ ફ્કત હકારમાં માથુ ધુણાવ્યું.
તો તમારા બધાના મોમ ડેડ ખૂબ જ બ્રેવ છે,એટલે તેઓ આપડે અહીથી જલ્દી ઘરે જઈ શકીએ તેના માટે એક રેસ જીતવા ગયા છે,જે થોડી લાંબી છે,તમને ટ્રસ્ટ છે ને કે તમારા મોમ ડેડ કેટલા બ્રેવ છે!
બધા બાળકો યસ...યસ...કરતા કૂદવા લાગ્યા.
તો પછી તે બધા તેમની રેસ પૂરી કરીને આવશે ત્યારે તમને આવા ઉદાસ જોશે તો તેમને ગમશે?
નો...નો...એકવાર ફરી વાતાવરણ બાળકોની ચીસોથી ગુંજી ઉઠ્યું.
તો પછી ચાલો બધા ખુશી ખુશી રમો,કેમ કે તમારા મોમ ડેડ જ્યારે રેસ જીતીને આવશે ત્યારે તમારા હસતા ચહેરા જોઈને તેઓ વધુ ખુશ થઈ જશે.
મિસિસ જોર્જની વાત સાંભળી બાળકોમાં થોડી હકારાત્મકતા આવી,અને તેઓ રમવા લાગ્યા.
કેટલું સારું હોય જો આપડું મન પણ આ બાળકો ના મન જેવું હોત!હે ને??થોડીવાર માં ઉદાસી કેવી ખુશી માં ફેરવાઈ ગઇ. કાશ આપડે પણ આપણા મનને આમ ઉલ્લુ બનાવી શકતા હોત??ક્યારના દૂરથી આ બધું જોઈ રહેલા મેકથી અનાયાસે બોલાય ગયું.
મિસિસ જૉરજે તેના ખભે સાત્વના ભર્યો હાથ મૂક્યો, અને ચેહરા પર સ્મિત રાખવાનું સૂચવી પોતાના ટેન્ટ તરફ પાછા વળ્યા.
મિસ્ટર જોર્જ કેટલા ઉતાવળા અને નેગેટિવ પર્શન છે?મિસિસ જોર્જ તેમનાથી બિલકુલ વિપરીત.મેક મનમાં વિચાર કરતો હતો.
જીમ...જીમ વેઇટ!!મીનીની ચીસ સાંભળી બધાનું ધ્યાન એ તરફ દોરાયું.જીમ અરીસાની અંદર જવાની કોશિશ કરતો હતો,પણ મીનીએ તેને સમજાવીને રોકી રાખ્યો હતો,પણ હવે તે વધુ વિહવળ થઈ ગયો હોઈ,તે બસ અરીસાની અંદર રહેલા પોતાના સહયાત્રીઓ ને બચાવવા ઈચ્છતો હતો.અને તે માટે ગમે તે કરવાનું જૂનુન ધરાવતો હતો.
વિલી મિસ્ટર જોર્જ ને સમજાવતો હતો,ત્યાંથી દોડીને તે જીમ પાસે પહોંચી ગયો.
જીમ તું સમજવાની કોશિશ કર! એ લોકો જલ્દી બહાર આવી જસે,તું પણ આમ હિંમત હારી જઇશ તો અમે બધા શું કરીશું!!!
જીમ બધા સામે એક નજર ફેરવતા બોલ્યો,આઇ નો ફ્રેન્ડ્સ પણ મને એવું લાગે છે કે હું રાઘવ સર ને કોઈ જાતની મદદ નથી કરી શકતો.હું કાઈજ કામનો નથી.
ના જીમ એવું બિલકુલ નથી!આપડે બધા ભલે અહી રહ્યા પણ અલગ અલગ રીતે આપડે સહુ આ લડાઇ લડી રહ્યા છીએ,ઈશ્વરે દરેકને અલગ અલગ રોલ પ્લે કરવા આપ્યા છે,જે આપડે બખૂબી નિભાવીને બતાવાનો છે.
સો પ્લીઝ કોઈ પણ પોતાની કિંમત ઓછી ન આંકો...
મીની ના હકારાત્મક વિચારો બધાના મન પર જાદુ કરી રહ્યા હતા,બધાના મનમાં હિંમત ભરી રહ્યા હતા.
હા જીમ આપડે અહી રહીને તેમની રાહ જોઈશું તેઓ
જલ્દી અને સુરક્ષિત પાછા ફરે એ માટે આપડે પ્રે કરીશું.
વિલીએ બધાને હિંમત આપતા કહ્યું.
હવે ફકત થોડો સમય છે ચાલો...અને બધા પોતપોતાના ભગવાનનું નામ લેવા લાગ્યા..
આ...કોણ...છે?પીટર જોરથી બોલવા ગયો,પણ રાઘવે તેને ચૂપ કરાવી દીધો.તેમની પાછળ રહેલા બધા પણ આગળનું દ્ર્શ્ય જોઈને ચકિત થઈ ગયા.
રાઘવે બધાને ઇશારાથી ચૂપ રહેવાનું કહ્યું,અને ધીમેથી રાઘવ,પીટર,જાનવી અને નાયરા ત્યાંથી ખસી ગયા.તેમની પાછળ ઉભેલા નીલ,રોન,લીઝા અને વાહીદ આગળ આવ્યા,અને સામે જ પોતાના જેવા દેખાતા લોકોને જોતા જ રહી ગયા.
પણ હજી કોઈ કાઈ બોલે એ પહેલા જ એ નક્લી લોકો ગાયબ થઈ ગયા,અને બધા આશ્ચર્યથી રાઘવ સામે જોઈ રહ્યા,રાઘવ બધાની સામે જોઈને હસ્તો હતો.
રાઘવ આ શું હતું?નીલે રાઘવને પૂછ્યું.
હા યાર આ બધું જોઇને મને તો મૂંઝવણ થઈ ગઈ!પીટર નાટક કરતા બોલ્યો...
કહું છું...કહી છું.. સાંભળો.બધા રાઘવને વાત ધ્યાનથી સાંભળતા હતા, રાઘવે તે અરીસાની આ તરફ કઈ રીતે આવ્યો,અને ત્યારબાદ જે કઈ પણ થયું તે બધું કહ્યું.
તો પછી તને એ કેમ ખબર પડી કે આ લોકો અસલી નથી??નાયરા એ પૂછ્યું.
પાપ ને પડછાયા હોઈ?? રાઘવે બધા સામે પ્રશ્ન મૂક્યો.
બધા હજી તેની સામે જોતા હતા,બસ નાયરા હસતી હતી.
મતલબ? વાહીદ બોલ્યો.
મતલબ જ્યારે એ લોકો સાથે બીચ પર ગયો,ત્યારે સૂરજ માથા પર હતો,મને ખૂબ ગરમી લાગી રહી હતી,અને બીજા બધા નોર્મલ હતા,અને જ્યારે હું પાણીમાં ચહેરો ધોવા ગયો ત્યારે મારું ધ્યાન નીચે ગયું,તો કોઈ ના પડછાયા નહતા!!
પહેલા તો હું અંદરથી ધ્રુજી ગયો,પણ પછી મારું ધ્યાન નકલી લીઝાના હાથમાં રહેલી અસલી બુક અને નકશા તરફ ગયું,મને સમજાઈ ગયું કે આ લોકોએ તમારી પાસેથી આ પડાવી લીધું છે,એટલે મે તેને થોડી આડીઅવળી વાતો માં પરોવી તે બંને વસ્તુ મારી પાસે લઈ લીધી અને પછી હું પૂરું જોર લગાવી હું હવેલી તરફ ભાગ્યો અને અહી આવીને મે આ દરવાજો બંધ કરી દીધો. રાઘવે મુખ્યદ્વાર તરફ આંગળી ચીંધીને કહ્યું.
પણ રાઘવ તને એ કેમ ખબર કે અમે આ અરીસામાં જ છીએ?લીઝા ફરી ફરીને રાઘવને એક જ પ્રશ્ન પૂછતી હતી.
એ લોકો મને હવેલીની બહાર લઈ ગયા,અને અહીથી દૂર લઈ જવા માંગતા હતા,બીજું કે તેઓ વારેવારે અરીસામાં કાઈ જ નથી એવી વાતો કરતા હતા.બસ મારા મનમાં થયું કે મને જ્યાં જવા રોકે છે,નક્કી ત્યાં જ કઇક છે.અને મે એક કોશિશ કરી,અને જોવો અત્યારે આપડે સાથે છીએ.
હવે લિઝાના મનને થોડી રાહત થઈ.
મિસિસ જૉર્જની સમજદારીથી બાળકો તો સમજી ગયા,પણ તે ક્યાં સુધી??રાઘવ હવે આગળનો રસ્તો કેવી રીતે પાર કરશે?શું તેઓ આ જંગ જીતી ગયા કે હવે જ ચાલુ થશે અસલી જંગ??જાણવા માટે વાંચતા રહો...
✍️ આરતી ગેરિયા....