સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -29 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

શ્રેણી
શેયર કરો

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -29

સ્ટ્રીટ નંબર- 69

પ્રકરણ -29

 

    સાવી બોલી “એ સ્ત્રીનાં બધાંજ કપડાં ઉતારી નાંખ્યાં મારી નજર સામે એક જુવાન સ્ત્રીનું સાવ નગ્ન શબ હતું મને શરમ આવી રહી હતી હું માત્ર 17 વર્ષની આસપાસની છોકરી આવું જોવા ટેવાયેલી નહોતી તાંત્રિક જાણે સમજી ગયાં હોય એમ બોલ્યાં...ચાલ આપણાં આસન લાવ આપણે અહીં આની સામેજ બેસીશું અને હવનયજ્ઞ બીજી વિધી કરીશું...”

“એક સ્ત્રીનાં શરીરને જોઈને તારે મારે વિઘી કરવાની છે એમાં એક સ્ત્રીની એટલે કે તારી જરૂર છે. એ પણ ઉભા થઇ ગયાં એમણે હવનકુંડ એ સ્ત્રીની સામે સરસથાપિત કર્યો મેં આસન ગોઠવ્યાં મને કહે તું આ આસન પર બેસી જાં. બાકી બધાં દ્રવ્યો, ઘી -હોમવાનો દંડ વગેરે એ લાવીને મૂક્યું...”

  “મને મનમાં એટલાં બધાં વિચાર પ્રશ્નો હતાં સંધ્યાકાળ વિતીને રાત્રીનો પ્રથમ પ્રહર ચાલુ થઇ ગયેલો નદીમાં કે પટ પર કોઈ ચહલપહલ નહોતી બહુ દૂર દૂર આછી વીજળી દેખાઈ રહી હતી હું મારાં આસને બેઠી હતી એમણે યજ્ઞની બધીજ એમનાં પ્રમાણે તૈયારી કરી દીધી હતી...”

“હું કુતુહલ અને આશ્ચર્ય વચ્ચે બધું જોઈ રહી હતી આગળ શું કરશે એવાંજ વિચાર કર્યા કરતી હતી મનમાં પ્રશ્ન થયેલો કે શા માટે આ સુંદર યુવાન સ્ત્રીનું મૃત શરીર લાવ્યા ? એમનાં કપડાં કાઢી નાંખ્યાં ? એવી તો શું વિધિ કરશે ? અને મૃત શરીરનો એમાં ઉપયોગ શા માટે ? મારાં મનમાં બેઠાં બેઠાં અનેક પ્રશ્નો સર્જાઈ રહેલાં...”

“સોહુ મને નહોતી ભૂખ કે તરસ...બસ આ બધું જોવામાં વિચારવામાં જાણે બધુંજ ભૂલી હતી બધું જાણવાની જીજ્ઞાસા હતી...”

“ત્યાં એ તાંત્રિક ગુરુની આંખો બંધ થઇ એ કંઈક ગણગણ્યાં અઘોર શ્લોક, ઋચાઓ બોલ્યાં અને પછી હાથ આકાશ તરફ લંબાવીને કંઈક મંત્રો બોલી રહેલાં...એમાં મગ્ન થઇ ગયાં...”

“થોડીવારમાં એમણે મારી સામે જોયું...થોડીવાર જોઈજ રહ્યાં અને બોલ્યાં એય છોકરી...સાવી હવે આપણે મારાં ગુરુને બોલાવીએ છીએ એમને અહીં બોલાવી એમને ઉત્તમ સ્થાન આપીએ છીએ...મારાં માટે મારાં ગુરુજ મારાં ઈશ્વર છે એજ ઈશ્વર મારાં ગુરુ છે કોઈપણ રીતે વિચારો એ મારાં સર્વસ્વ છે હું એમનું આહવાન કરું છું તું હાથ જોડીને અહીં ધ્યાન કેન્દ્રીત કર...”

“સાવી તારી આ પ્રથમ કસોટી છે તું આગળ અઘોરણ તરીકે ભણી શકીશ...બની શકીશ કે કેમ એ આનાં પર આધારીત છે આજેજ ખબર પડી જશે એમાં તું ઉત્તિર્ણ થઇ તો આગળ તું મારી સાથેજ રહીશ નહીંતર સવારે તને તારાં ઘરે પહોંચતી કરી દઈશ...”

“આવું સાંભળી હું એકદમ સ્વસ્થ સાથે જાગૃત થઇ ગઈ મેં બે હાથ જોડીને કહ્યું ગુરુજી હું તમારી સાથેજ છું તમારી ક્રીયાઓમાંજ ધ્યાન આપીશ તમે જે આદેશ આપશો એનું પાલન કરીશ મારાં સાવ કોરાં નિર્દોષ મનમાં માત્ર અઘોરણ બનીને ઈચ્છીત વસ્તુઓ મેળવવી એજ ધારણાં છે એજ મેળવવા આપનાં શરણમાં આવી છું.”

“ મારાં મનમાં જે હતું એ બધુંજ બોલી ગઈ અને સોહમ એજ સત્ય હતું મેં પછી માત્ર એમનામાં ધ્યાન કેન્દ્રીત કર્યું આગળ જે થવાનું હશે તે થશે હવે હું માત્ર એમનેજ માનીશ અનુકરણ કરીશ...”

તાંત્રિક ગુરુએ હાસ્ય કરીને કહ્યું...”વાહ જલ્દી સમજી ગઈ ચાલ હવે ગુરુજીનું આહવાન કરીએ છીએ મનમાં કોઈ પ્રશ્ન શંકા ના રાખીશ આમાં તમારી પ્રબળ શ્રદ્ધાજ સાચી શક્તિ છે શ્રદ્ધાથીજ સાધનાનું સાધ્ય થાય છે એ યાદ રાખજે. શંકા, ડર, વહેમ કે કોઈ પણ બીજો વિચાર તમારી શક્તિને...રૂંધશે તમારી સફળતાને અટકાવશે એટલે એક દ્રષ્ટિ, વિશ્વાસ, શ્રદ્ધા મારી તરફ નજર...એમ કહી ચૂપ થઇ ગયાં.”

“સોહમ, ધ્યાનથી સંભાળજે...તાંત્રિક ગુરુએ પછી આહવાન કરવા માંડ્યું...એ સમયનો માહોલ કંઈક જુદો હતો એમનાં મોઢેથી અસંખલિત શ્લોકો મને સંભળાઈ રહેલાં...”

“સોહુ એમનાં શ્લોકો ભલે સમજાતાં નહોતાં પણ એક ચોક્કસ ભાવ મને સમજાઈ રહેલો એ એમનાં ગુરુનું આહવાન કરી પ્રાર્થી રહેલાં એમને બીજી કઈ જાણે ખબર નહોતી એમની કાલકુદી શ્લોકમાં પણ મને સ્પર્શી રહેલી...”

“મને ભલે શ્લોક સમજાતાં નહોતાં પણ એમનો ભાવ મને સ્પર્શી રહેલો મારી આંખમાંથી આંસુ વહેવાં લાગેલાં એમની આંખોથી પહેલેથીજ અશ્રુઓ વરસી રહેલાં...વાતાવરણ એકદમ પવિત્ર હતું.”

“ગુરુજીએ હવનકુંડમાં ઘી વાળી દિવેટ લાકડાં છાણાં બધુંજ સરસ રીતે ગોઠવી રાખેલું એમની આહવાનની વિઘી ચાલી રહેલી...”

“સોહુ એક બાળક એની માં ને બોલાવે કરગરે વિનવે એવું હું અનુભવી રહેલી...તેઓ એક મંત્ર બોલેલાં મને જાણે થોડો સમજાયો મારાં હોઠ ફફડવા માંડ્યા મેં કીધું હે ગુરુદેવ કરુણા કરો તમારાં બાળક તમને બોલાવે છે આપ પધારો યથાયોગ્ય સેવા કરીશું તમને સમર્પિત છીએ પ્રભુ પધારો...”

“મારાં હોઠથી પ્રાર્થના નીકળી...સાવ સાદા સરળ શબ્દોમાં હું જાણે એમાં એકાગ્ર થઇ ચુકી હતી એ શબ્દનાં લયમાં બંધાઈ ગઈ હતી મારી આંખોથી અશ્રુ વહી રહેલાં ભલે એમાં કોઈ ફરિયાદ નહોતી માત્ર સ્વાગતનો ભાવ હતો.”

“ખબર નહીં એકદમજ કંઈક અવાજ આવ્યો હવનકુંડમાં રહેલાં લાકડાંમાં અચાનક અગ્નિ પ્રગટ્યો...ગુરુજીએ મારી સામે...”

 

વધુ આવતા અંકે -પ્રકરણ 30