The Scorpion - 45 books and stories free download online pdf in Gujarati

ધ સ્કોર્પિયન - પ્રકરણ -45

સ્કોર્પીયન

પ્રકરણ : 45

દેવ અને દુબેન્દુ હોટલ પરથી મેનેજરની ઓફીસમાં ગયાં. મેનેજર રાહ જોતો હતો એણે કહ્યું દેવ સર... દેવે કહ્યું બોલો શું કહેવું છે ? જે તમે કહેવાં માંગો છો એ અમે જાણીએ છીએ. અમારાં ટુરીસ્ટનો સામાન પોલીસે જમા કર્યો છે અને તેઓ લઇ ગયાં છે તમારાં રૂમ ખાલી કરાવ્યાં છે ઍમજને ?

મેનેજરે કહ્યું સર વાત એ નથી...એ બધી તમને ખબરજ હોય અને એ જે થયું સારું થયું કંઈક વધારે જો ગરબડ થાત તો અમારી હોટલનું નામ પણ ખરાબ થાત.

દેવે કહ્યું હું સમજું છું પણ તમે શું કહેવા માંગતા હતાં ? મેનેજરે કહ્યું સર તમારા ટુરીસ્ટ સાંજે પાર્ટીમાં ગયાં પહેલાં અહીં રિશેપશન પર એક કવર જમા કરાવી ગયેલાં અને કહેલું કે દેવ સરને આ આપી દેજો...મને આશ્ચર્ય થયું કે તમને ડાઇરેક્ટ આપીજ શકે ને ? અહીં કેમ જમા કરાવ્યું ? પણ હું નહોતો અહીં સ્ટાફને આપીને નીકળી હોટેલની પાર્ટીમાં ગયેલાં.

પછીતો અહીં પોલીસ આવી એમનો બધો સામાન લઇ ગઈ આ તમને આપવાનું કવર અહીંજ રહી ગયેલું દેવે કહ્યું ઓહ...સોરી હું વાત સમજ્યો નહોતો...કોણ આપી ગયેલું ? રૂમ નંબર ? અને ક્યાં છે કવર ?

મેનેજરે કવર ડ્રોવરમાંથી કાઢીને દેવનાં હાથમાં આપતાં કહ્યું લો સર...એમ કહી કવર આપ્યું દેવે કવર હાથમાં લેતાં કહ્યું આતો વજન છે આમાં શું હશે ? પછી દુબેન્દુને આપતાં કહ્યું આ કવર સિદ્ધાર્થ સરની સામેજ ખોલીશુ કોઈ જોખમ લેવું નથી પછી એણે મેનેજરને ફરીથી પૂછ્યું આ કવર કોણે આપેલું ? સ્ટાફમાં કોને આપ્યું ?

મેનેજરે કહ્યું એક મીનીટ એમ કહી સીસીટીવી કેમેરાનું રેકોર્ડ એ સમયનુ ફૂટેજ ઓપન કરીને લેપટોપના સ્ક્રીન પર બતાવતાં કહ્યું તમારાં ટુરીસ્ટમાં છોકરાઓ સરખા દેખાય તમેજ જોઈ લો આપનાર કોણ છે.

દેવને હસું આવી ગયું એણે કહ્યું ઓકે ઓકે કહીને સીસીટીવીનું ફૂટેજ રેકોર્ડીંગ જોવા લાગ્યો અને જોયું કે માર્લોએ પેકેટ આપ્યું છે એની સાથે બીજું કોઈ છે નહીં.

દેવે મેનેજરનો આભાર માની પૂછ્યું બીજું કઈ તો છે નહીંને ? તપાસ કરી લો અમે અહીંથી સીધાંજ પોલીસ સ્ટેશન જઈએ છીએ...અને બધીજ વાતોનો માહિતીનો એક સાથે ખુલાસો થઇ જાય. મેનેજરે કહ્યું નો નો સર આટલીજ વાત હતી. દેવે ઓકે કહીને ત્યાંથી એ અને દુબેન્દુ નીકળ્યાં અને નીચે આવ્યાં ત્યાં જોસેફ રાહ જોઈ ઉભો હતો.

દેવે કહ્યું જોસેફ તું અહીંજ રહેજે બાકી બધાંતો અહીંથી ગયાં, સામાન પણ ગયો. આપણાં ત્રણનોજ સામાન અહીં છે અહીં રહીને નજર રાખજે વાન અમે દ્રાઇવ કરીને જઈએ છીએ. ટેઈક કેર...એમ કહીને જોસેફ પાસેથી વાનની ચાવી લીધી બધી સૂચના આપી દેવ અને દુબેન્દુ સિદ્ધાર્થ પાસે જવા માટે નીકળી ગયાં...દુબેન્દુએ રસ્તામાં કહ્યું આ કવરમાં શું હશે ? કેમ હોટલનાં રિસેપશન પર માર્લો જમા કરાવી ગયો ?

દેવે કહ્યું જે હશે એ પણ આપણે હવે કોઈ જોખમ ઉઠાવવું નથી...જયારે ખબરજ પડી ગઈ છે કે આ લોકો ક્રીમીનલ છે ડ્રગ પેડલર્સ છે તો પોલીસને જાણ કરી એમની સામેજ ખોલાવશું...

દુબેન્દુએ કહ્યું દેવ આપણે બચી ગયાં એવું મને લાગે...પણ માર્લો જ્હોન લોકઅપમાં છે સોફીયા-ડેનીસ ક્યાં છે ? ઝેબા મૉરીન...આ બધાં ક્યાં ગયાં ? કોની સાથે ગયાં ?

દેવે કહ્યું હવે પોલીસ સ્ટેશનજ પહોંચીયે છીએ થોડી ધીરજ રાખ મેં સમજીને ફોન નથી કર્યો સિદ્ધાર્થ સરને રૂબરૂજ વાત કરવી હતી.

આમ વાતો કરતાં કરતાં બંન્ને જણાં પોલીસ સ્ટેશન પહોંચ્યા...ત્યાં સિદ્ધાર્થ સર એમની ચેમ્બરમાં કોઈ સાથે સીરીયસલી વાત કરવામાં બીઝી હતાં. એમનાં ચહેરાં પર તાણ અને થાકની રેખાઓ સ્પષ્ટ જોવાં મળી રહી હતી એમણે ફોન...રીસીવર મૂક્યાં પછી બોલ્યાં દેવ સારું થયું તું આવી ગયો મારે ઈમ્પોર્ટન્ટ વાત ચાલુ હતી અને ફોન કપાઈ ગયો. ત્યાં અત્યારે મોબાઈલ લાગી નથી રહ્યો. સેટેલાઇટ ફોનથી માંડ સંપર્ક થયેલો પવનનો અને...ત્યાં એમનાં મોબાઈલ પર ફોન આવ્યો સ્ક્રીન પર નામ જોઈ સ્માઈલ આવી ગયું અને સિદ્ધાર્થે દેવ સામે જોયું...હાં સર...હાં સર...ઓકે સર... આટલું બોલીને ફોન મૂકી દીધો. દેવે આશ્ચર્યથી સિદ્ધાર્થની સામે જોયું અને શું થયું સર કોનો ફોન હતો ?

સિદ્ધાર્થે કહ્યું DGP સરનો તારાં ફાધરનો તેઓ અહીં આવવાં નીકળી ગયાં છે સાંજ સુધીમાં પહોંચી જશે ખાસ અગત્યની લીડ મળી છે બીજું કે એન્ટી નાર્કોટીક્સ ટીમ આવી પહોંચી છે અને અર્ધ લશ્કરી દળોની પણ પહોંચવાની તૈયારી છે...દેવ મને લાગે છે કે કોઈ મોટી માછલી ફસાવાની છે ચોક્કસ હજી હેડક્વાટરની માહિતી મળી નથી રહી પણ જે રીતે પગલાં લેવાઈ રહ્યાં છે એ પ્રમાણે કંઈક મોટું થવાનું છે.

દેવે કહ્યું જે થાય એ સારું થાય બસ એક બહુ મોટી લપેટમાંથી છૂટ્યો હોઉં એવો એહસાસ થાય છે. સિદ્ધાર્થે કહ્યું હજી છૂટ્યો નથી...તને હજી ઘણી જુબાની આપવાની છે એનાં પેપર્સ તૈયાર કરવાનાં છે. આ બધાં ટુરીસ્ટ તારી પાસે કેવી રીતે સંપર્કમાં આવ્યાં ? તમારે શું શું કોરેસ્પોન્ડેન્સ થયાં ? શું પુરાવા તારી પાસે છે? જે છે એ સાચા છે કે ખોટાં ?બધીજ તપાસ થશે.

દેવ તું ખુશનસીબ છે કે રાવ સરનો દીકરો છે કોઈ બીજો હોતતો શંકાનાં ઘેરાવામાં એજ આવી જાત. ત્યાં પોલીસ સ્ટેશનની બહાર ગાડીઓ ઉભી રહેવાનાં અવાજ આવ્યાં સિદ્ધાર્થ એની ચેર પરથી ઉભો થઇ ગયો અને બહાર આવ્યો ત્યાં એક મિલીટ્રી ઓફીસર આવ્યો અને બોલ્યો આઈ એમ મેજર અમન ગુપ્તા અને સિદ્ધાર્થે કહ્યું વેલકમ સર...પેલાએ કહ્યું અહીં આખી કુમક આવી ગઈ છે.

સમને ઓર્ડર મળ્યાં છે એ પ્રમાણે DGP સર પણ આવી રહ્યાં છે એમનાં આગમન પછી અમારે એક્શનમાં આવવાનું છે ત્યાં સુધી રીપોર્ટીંગ કરી લઈએ...તમારાં સ્ટાફને બહાર મોકલો.

સિદ્ધાર્થે કહ્યું યસ સર બધુંજ થઇ જશે એમ કહીને બીજા અસીસ્ટનને બહાર મોકલ્યો અને ત્યાં ગેટમાં બીજી જીપ આવી...દેવ અને દુબેન્દુ અવાજ સાંભળી બહાર આવ્યાં અને દેવની નજર...



વધુ આવતા અંકે પ્રકરણ 46


બીજા રસપ્રદ વિકલ્પો