પ્રેમનો અહેસાસ - 19 Bhavna Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમનો અહેસાસ - 19

માધવી ઘરે આવી ત્યારે શારદા બેન સિલાઈ મશીન પર બેસી કોઈ ઑડર સીવી રહયાં હતાં... માધવી ઘરે આવતા જ બોલી ઊઠે છે.


"મમ્મી! હવે બસ... આજથી તારે આરામ કરવાનો અને તારી આ લાડકી પૈસા કમાઈ લાવશે. હવે મારો વારો. "

એમ કહેતા માધવી શારદા બેનને વળગી પડી. શારદાબેન ની આંખો પણ ભીની થઈ ગઈ.

"મતલબ ભગવાને મારી સાંભળી ખરી.. ભગવાન મારી લાડોને આમ જ સફળ બનાવે. "

"મમ્મી લે આ મીઠાઈ.. તારું મોઢું મીઠું કર... મમ્મી લતા અને રાજ કયાં છે.. હવે એમની જવાબદારી પણ મારી.. "

"દીદી અમે અહીં છીએ.. તમને ખૂબ ખૂબ અભિનંદન.. "

રાજ અને લતા આવ્યા.. બંને બહુ ડાહ્યા અને સમજુ હતાં.

"અરે પણ તને નોકરી શાની મળી છે એ તો કહે? "

"મમ્મી...જેવી તેવી નથી મળી.. પી.એ નીનોકરી મળી છે મને.. અમારા બોસની પર્સનલ આસીસ્ટન્ટ. "

"સારું.. બેટા મન લગાવીને પુરી ઈમાનદારી થી નોકરી કરજે. "

"હા મમ્મી.. અમને બાળપણથી એ જ શીખવાડ્યું છે કે દરેક કામ ઈમાનદારી થી કરવું. "

બીજા દિવસે માધવી સમયસર ઑફિસ પહોચી ગઈ. ફટાફટ એને બધું કામ શીખી લીધું.. એનો હસમુખો મિલનસાર સ્વભાવને લીધે બધાને તે પ્રિય બની ગઈ હતી. તે દરેક કામ સમયસર પૂર્ણ કરી દેતી.. કોઈ દુઃખી હોય કે ઉદાસ હોય એ એની પાસે પહોંચી જતી અને એની વાતો સાંભળી એને હસાવી દેતી..

જેમ ઘરમાં બધાની લાડલી હતી એમ ઑફિસમાં પણ લાડલી બની ગઈ હતી.. માધવી બધાને માનથી બોલાવતી અને આના લીધે બધાં એને પસંદ કરતા હતા... શરદ આ બધું જોતો.. એને પણ માધવીના કામથી સંતોષ હતો.


6 મહિના એમ જ વીતી ગયા. માનસીબેનની પણ તબિયત દિવસે ને દિવસે બગડતી જતી હતી..

આજે રવિવાર હતો.. અને માધવી ઘરે હતી.. શારદા બેન બેઠા હતાં બહાર ખાટલો ઢાળીને બેઠાં હતાં. લતા અને રાજ લેશન કરતાં હતાં. માધવી રસોડામાં રસોઈ બનાવી રહી હતી.. અચાનક લતાએ બૂમ પાડી. 👏

"દીદી....... "

"માધવી રસોડામાંથી દોડીને બહાર આવી ગઈ. જોયું તો શારદાબેન છાતી પકડીને નીચે વાંકા વળી ને બૂમો પાડી રહયા હતા.

" માધવી.... માધવી મને અચાનક છાતીમાં ઘણું દુખવા લાગ્યું છે... મને ગભરામણ થઈ રહી છે. "

"મમ્મી કંઈ નહિ થાય હમણાં મટી જશે. આપણે હાલ જ દવાખાને જઈએ છીએ. લતા રાજ કયાં છે? "

"દીદી હું ગાડી લેવા ગયો હતો. ચાલો મમ્મી ને હોસ્પિટલમાં લઈ જઈએ. "

"હા તું મને થોડી મદદ કર મમ્મી ને પકડવામાં. મમ્મી તું બસ થોડી વાર હિંમત રાખ. "

માધવી, લતા અને રાજ આશાબેન ને લઇ હોસ્પિટલમાં આવ્યા. આશાબેનને અસહ્ય પીડા થઈ રહી હતી.. ડૉક્ટર આવ્યા ને થોડી સારવાર કરી ને આશાબેન ઊંઘી જાય એવું ઈન્જેક્શન આપી દીધું જેથી એ આરામ કરી શકે.

ડૉક્ટરે માધવી ને કહ્યું,

"માધવી..આપ મારી કેબિનમાં આવો. એક જરૂરી વાત કરવી છે. "

"જી ડૉક્ટર! હું આવી. "

"માધવી આશાબેનને ઘણી ગંભીર બીમારી થઈ છે.. જો સમયસર સારવાર કરવામાં આવે તો બચી શકે.. નહિ તો.... "

"પણ થયું છે શું ડૉક્ટર મારી મમ્મી ને? "

"માધવી એમનાં ફેફસામાં ઈન્ફેક્શન લાગ્યું છે.. ઓપરેશન કરવું પડશે અને એનો અંદાજીત ખર્ચ રૂપિયા પાંચ લાખ જેવો થશે. "

"હે ભગવાન.. "

માધવી કપાળ પકડીને ખુરશી પર ફસડાઈ પડી..

"ડૉક્ટર અમારી હાલત એવી નથી કે અમે આટલા પૈસા આપી શકીએ.

" હું સમજું છું તમારી વાત માધવી.. પણ આ મારાં હાથમાં પણ નથી.. જો આ ઑપરેશન મારે કરવાનું હોત તો હું એક પાઈ પણ ના લેતો. પણ આ ઑપરેશન માટે સ્પેશિયલ ડૉક્ટર ને બોલાવવા પડશે અને આટલી ફી તો એ લેશે જ.. જો ઑપરેશન સમયસર કરવામાં નહિ આવે તો તમે આશાબેન ને ખોઈ દેશો.. તમે કોઈ ને વાત તો કરી જૂઓ. કદાચ કોઈ હરીનો લાલ મળી જાય. "

માધવી નું માથું ટેન્શન થી ફાટી રહયું હતું. શું કરે? એને કંઈ સમજાઈ રહ્યું નહતું.તે રડી પડી.. આજે એને પપ્પા ની યાદ આવતી હતી.

"પપ્પા, તમારી બહુ યાદ આવે છે.. તમારા ગયાં પછી મમ્મી એ અમને સાચવ્યા, ભણાવ્યા. આજે મમ્મી બિમાર છે.. પણ હું શું કરું? આટલાં બધાં પૈસા કયાંથી લાવું? કોની પાસે માંગું?


કોણ કરશે માધવી ની મદદ? કે પછી પૈસાના અભાવે માધવી માનો છાયો ગુમાવી દેશે?

જાણવાં માટે બન્યાં રહો મારી સાથે..,... " આ શાનદાર સફરમાં.. વાંચતા રહો અને આમ જ તમારો પ્રેમ વરસાવતાં રહો..