હસ્તાક્ષરી વિવાહ - 1
"વક્રતુંડ મહાકાય સુર્યકોટી સમપ્રભઃ
નિર્વિઘ્નં કુરુમેદેવ સર્વ કાર્યષુ સર્વદા. "
પ્રથમ ગણેશજીને યાદ કરી,મારાં કાનાને સાથ લઈ,શિવનાં આશીર્વાદ સાથે આજે હું મારી જિંદગીનો નવો અનુભવ કરવાં જઈ રહી છું. ખુશી પણ છે તો થોડી કશ્મકશ પણ છે.આશા છે કે મારાં આ નવીન પગલાંમાં તમારાં બધાંનો સાથ અને વિશ્વાસ પણ મને મળી રહેશે....
આજે માધવી ખુબ ખુશ હતી.જિંદગીમાં ઘણાં ઉતાર ચઢાવ એને જોયાં હતાં..હજી તો માધવી 24 વર્ષની હતી..ઘરમાં એ સૌથી મોટી હતી.એનાં પપ્પા રઘુવીરસિંહ એ જયારે 7વર્ષની હતી ત્યારે બિમારીથી મૃત્યુ પામ્યાં હતાં. એનાં મમ્મી શારદાબેન ખુબ પ્રેમાળ અને મહેનતું હતાં. પતિનાં મોત પછી કમર બાંધીને માધવી,લતા અને રાજને ઉછેર્યા હતાં. માધવીએ પણ ઘણી મહેનત કરીને કોલેજ સુધીનો અભ્યાસ પુર્ણ કર્યો હતો.
આજે એક મોટી કંપનીમાં ઈન્ટરવ્યુ માટે માધવીને જવાનું હતું. એને આજે આશા હતી કે નોકરી એને મળી જ જશે..એ તૈયાર થઈને બહાર આવી.બ્લ્યુ કલરના ડ્રેસમાં માધવી ખીલી રહી હતી. એને શારદાબેનને બૂમ પાડી,
"મમ્મી!ઓ મમ્મી!ચાલ મને આશીર્વાદ આપ.હું ઈન્ટરવ્યુ આપવાં માટે જાઉં છું. "
"બેટા!આશીર્વાદ ભગવાનનાં લે.એ તારી બધી ઈચ્છા પુરી કરશે"
"અરે!મારી ભોળી મા તું જ તો મારી ભગવાન છે.અને તને તો હું કહું છું આશીર્વાદ આપવાં. "
"ચાલ!હવે જલ્દી મારાં માથે હાથ મુકી દે,તો હું જાઉં. નહિં તો હું લેટ થઈ જઈશ."
"આ છોકરી કયાં સુધી આવીને આવી રહેશે?આમ કહેતાં એ હસી પડ્યાં"
ઘરની અંદર એક નાનકડું મંદિર હતું. ત્યાં જઈને શારદાબેન બે હાથ જોડી ભગવાનને કરગરવા માંડ્યા.
"હે ભગવાન!તું તો અંતર્યામી છે.તું કયાં નથી જાણતો અમારી પરિસ્થિતિ?ભગવાન દયા કરજે.હવે તો મારાથી પણ આ કામનાં ઢસરડા નથી થતાં. માધવી પર અમીદ્રષ્ટિ રાખજે પ્રભુ."
માધવી ઓફિસ આગળ એનું નામ બોલાય એની રાહમાં બેઠી હતી.થોડાં ઉમેદવારો પછી પટાવાળો આવીને કહી ગયો કે માધવી જે હોય એ ઓફિસમાં આવી શકે છે.
માધવી ઊભી થઈ અને આફિસનો દરવાજો ખોલી ઊભી રહી અને બોલી,
"મે આઈ કમ ઈન સર?"
"યસ,કમ મિસ માધવી."
"થેન્કયુ સર."
"શીટ"
શરદે માધવીને ખુરશી પર બેસવા ઈશારો કર્યો,માધવી બેસી ગઈ.માધવી એ એની ઉમદા છાપ છોડી હતી શરદ આગળ. શરદે માધવીની ફાઈલ જોઈ અને બોલ્યો,
"જુઓ મિસ માધવી તમારી ફાઈલ અને તમારું વર્તન જોઈને આ જગ્યા માટે હું તમારી પસંદગી કરું છું..તમને કામ માટે સમજાવી દેવામાં આવશે.તમે કાલથી જોઈન્ટ કરી શકો છો. માધવીની ખુશીનો પાર નહોતો. માધવી એની માને આ ખુશખબર આપવાં ઉતાળવી થઈ રહી હતી.
માધવી લાસ્ટ ઉમેદવાર હતી.એનાં ગયાં પછી શરદ કોઈ યાદમાં ખોવાઈ ગયો.એને 10 વર્ષ પહેલાંનો એ દિવસ યાદ આવી ગયો હતો..ચાલો તમને પણ લઈ જાઉં એ દુનિયામાં.
શરદ અને કાવ્યા એક સાથે 11 ધોરણમાં અભ્યાસ કરતાં હતાં. શરદનાં પિતા અને કાવ્યાનાં પિતા સારાં દોસ્ત હતાં. બંને પરિવારોને અવાર નવાર મળવાનું થતું રહેતું. આથી બંનેને એક જ હાઈસ્કૂલમાં પ્રવેશ અપાવ્યો હતો.બંને સ્કુલમાં મળતાં અને કયારેક ઘરે પણ ભેગાં થઈ જતાં. નવરાત્રિ આવી..બંનેનાં પરિવારો એ નક્કી કર્યું કે એક જ જગ્યા પર ગરબા જોવાં જઈશું.
શરદને પણ શોખ હતો રમવાનો અને કાવ્યાને પણ..શરદ વાદળી કુર્તો પહેરીને તૈયાર થઈ ગયો.કાવ્યા પણ પિંક ચોલીમાં કોઈ પરી જેવી દેખાતી હતી..એનાં પહેરેલાં ઘરેણાં એનાં રુપમાં ચાર ચાંદ લગાવી રહયાં હતાં.
એની કાજળ આંજેલી આંખો કોઈની આરપાર ઊતરી જાય એવી લાગતી હતી. અને આજે તો એને ઝાંઝરી પણ પહેરી હતી.
નકકી કરેલાં સમયે નિયત કરેલ સ્થળે બંને પરિવાર પહોંચી ગયાં. "આજે કંઈક એવું થવાનું હતું કે એનો કોઈને અંદાજ ન હતો.જેની સાથે થવાનું હતું એને પણ નહીં." ગરબા થતાં હતાં તે જગ્યા પર શરદ જઈને ઊભો હતો.
કાવ્યાએ માનસીબેનને (શરદનાં મમ્મી)પૂછયું,
"આંટી! શરદ કયાં છે?"
"બેટા! એ ત્યાં ગ્રાઉન્ડ ઉપર ઊભો છે જા.એ તારી જ રાહ જોવે છે."
કાવ્યા જવાં પાછળ ફરી ત્યાં માનસીબેન બોલ્યાં,
"અહિંયા આવ તો ,કાવ્યા બેટા!"
"જી આંટી!"
"કેટલી સુંદર લાગી રહી છે તું. એમ કહી આંખેથી કાજળ લઈ એનાં કાન નીચે લગાવી દીધું. જા હવે."
એનાં ગયાં પછી માનસીબેન વિચારવાં લાગ્યાં,"કેટલી સુંદર અને ડાહી છે આ કાવ્યા!""જો મારાં ઘરમાં આવી જાય તો મારું ઘર દીપી ઊઠે એનાથી."
"કાવ્યા છમ્મ...છમ...છમ્મ..કરતી ગ્રાઉન્ડ તરફ ચાલી."શરદ એનાં મિત્રો સાથે વાત કરી રહ્યો હતો. ત્યાં કાવ્યાએ શરદને બૂમ પાડી,
"એય,શરદ!જો ને હું કેવી લાગું છું. "
"શરદ કાવ્યાનો અવાજ સાંભળી ને બોલતો બોલતો પાછળ તરફ ફર્યો,
"હવે કેવી લાગવાની તું? પેલી કાળી.....અને શરદ બોલતાં અટકી ગયો"
શું કહેશે હવે શરદ કાવ્યાને ? શું અહીંથી શરુ થશે બંનેનો નવો સફર?માનસીબેને જે સ્વપ્ન જોયું છે એનું કોઈ ભવિષ્ય હશે?
જાણવાં માટે વાંચો આ વાર્તાનો આગળનો ભાગ.તો બન્યાં રહો મારી સાથે...