માધવી ખૂબ જ ટેન્શન મા આવી ગઈ હતી... ત્યાં લતા આવી.
"દીદી શું કીધું ડૉકટરે? "
"લતા! મમ્મીને ફેફસામાં ઈન્ફેક્શન લાગ્યું છે જો એનું સમયસર ઑપરેશન કરવામાં નહી આવે તો મમ્મી..... એનો ખર્ચ 5 લાખ રૂપિયા થાય એમ છે.. આટલાં બધાં રુપિયા આપણને કોણ આપશે? "
"દીદી એક માણસ છે મારી નજરમાં.. મને વિશ્વાસ છે એ જરૂર આપશે. "
"કોણ છે લતા એ? જલ્દી બોલ! "
"તમારા બોસ દીદી.. શરદસર"
"પણ લતા હજી તો 6 મહિના થયાં છે જોબ જોઈન્ટ કરે અને આટલી મોટી રકમ એ આપશે? "
"હા દીદી... તમે તો કહેતા હતા કે શરદસર બહુ ભલા માણસ છે."
"હા લતા..! તે ખૂબ સારા છે.. હું વાત કરી જોઉં. "
માધવી એ શરદને ફોન કર્યો;
"હલો સર"
"હા માધવી બોલો. "
"સર તમારી હેલ્પ જોઈતી હતી. મને આશા છે તમે મને નિરાશ નહિ કરો. "
"માધવી મારાથી થાય એવી હશે તો હું જરૂર મદદ કરીશ. "
"સર મારા મમ્મીને એડમિટ કર્યા છે હોસ્પિટલમાં.. અને એમનું ઓપરેશન કરાવવું ખૂબ જરૂરી છે.. પણ સર એનો ખર્ચ અંદાજે 5 લાખ જેટલો થશે.. અને અત્યારે... "
"સમજી ગયો માધવી... તમે મને હૉસ્પિટલ નું એડ્રેસ આપો. હું હમણાં આવું છું. "
થોડી વારમાં શરદ પૈસા લઈને ખુદ આવ્યો હતો. માધવી ને તો વિશ્વાસ નતો આવતો.. કે કોઈ આટલું પ્રેમાળ અને લાગણશીલ કેવી રીતે હોઈ શકે. ના કોઈ ઓળખાણ કે ના કોઈ સંબંધ તોય મદદ કરવા દોડી આવ્યા..
પૈસાની સગવડ થતા ઑપરેશન કરવામાં આવ્યું.. અને સફળ પણ થયું.
"માધવી તમે હમણાં તમારી મમ્મી ની કેર કરો.. હું તમને 15 દિવસની રજા આપુ છું. "
માધવી તો શરદને જોતી જ રહી ગઈ.. માધવી આભાર વ્યક્ત કરે એ પહેલાં તો શરદ ત્યાંથી જતો રહ્યો. ધીરે ધીરે આશાબેન સ્વસ્થ થઇ ગયા. રજા પૂરી થતાં માધવી જોબ પર હાજર થઈ ગઈ.
માધવી ઑફિસ જઈ સીધી શરદની કેબિન આગળ ગઈ.
"મેં આઈ કમ ઈન સર? "
"ઓહહહ.. માધવી આવો. કેમ છે તમારા મમ્મી હવે? "
"સારું છે સર હવે.. તમારો ખૂબ ખૂબ આભાર સર... તમે મદદ ના કરતાં તો હું મારી મમ્મી ને ખોઈ દેત.. તમારો આ ઉપકાર હું કયારેય નહિ ભૂલું.. સમય આવ્યે મારી જરૂર પડે તો કેજો હું જરૂર તમને મદદરૂપ થવાની કોશિશ કરીશ. "
"અરે બસ.. બસ... માધવી.. બહુ વખાણ ના કરો. "
માધવી હસતી હસતી જતી રહી અને એની જગ્યાએ બેસી ગઈ.. માધવી થોડી વાર થતી ને શરદને જોતી હતી. શરદની માસૂમિયત અને નેકદિલ માધવીને સ્પર્શી ગયું હતું.. એ અજીબ ખેંચાણ અનુભવી રહી હતી. "
શરદ માનસીબેનને લઈને ચિંતા મા હતો... માધવીબેને શરદને બોલાવ્યો..
"શરદ! આજે છેલ્લીવાર કહું છું કે લગ્ન કરી લે.. દાદા દાદી બનવાનું અમારું સૌભાગ્ય શું કામ છીનવે છે તું? "
"મમ્મી મને હવે આ સંબંધ પર ભરોસો રહયો નથી. "
"હવે મારાથી ખબર નહિ કેટલું જીવાશે.. કોઈ મરતાં માણસની ઈચ્છા તો પૂરી કર બેટા! "
"મમ્મી પ્લીઝ આવું ના બોલો.. તમારે પૌત્ર જોઈએ છે ને? મળી જશે બસ. "
માધવી બેનને હવે નિરાંત થઈ. શરદ બોલતા તો બોલી ગયો પણ હવે.. એમ થોડો પૌત્ર મળે? "
ઑફિસમાં શરદ કેબિનમાં બેઠો બેઠો વિચારતો હતો.. ત્યાં જ માધવી પર એની નજર પડી ગઈ. તે ને કોઈ વિચાર આવ્યો. તેણે માધવી ને બોલાવી.
"માધવી! આજે મને તમારી જરૂર પડી છે. કરશો મારી મદદ? "
હા કેમ નહિ સર.બોલો શું કરવાનું છે? "
"માધવી! મારા મમ્મી પણ બિમાર જેવા છે. એ મને બીજા લગ્ન માટે કહે છે. પણ મારે કરવા નથી. "
"તો એમાં હું શું મદદ કરુ સર? '
" માધવી મારા લગ્ન એકવાર થયેલા છે.. 10 વર્ષ ના સંબંધ ને તોડી એ ભાગી ગઈ. હવે મને લગ્ન પરથી ભરોસો નથી રહયો.. પણ મમ્મી માનતા નથી. હું કોઈની સાથે લગ્ન કરી કોઈ જાતનો દગો કરવા નથી માંગતી. "
"પણ સર તમારા મમ્મી ની ચિંતા પણ વ્યાજબી છે.. એમને એમના દીકરાની દેખભાળ રાખે એવું કોઈ હોય તો સારું એવી ઈચ્છા છે. તમને શું મદદ જોઈએ છે એ કહો. "
"માધવી! શું તું મારી સાથે કોન્ટ્રાક્ટ મેરેજ કરીશ? તને સંતાન થાય પછી તું છુટ્ટી! પછી આપણે બંને આ સંબંધથી આઝાદ.. બોલો કરશો મારી સાથે" હસ્તાક્ષરી વિવાહ "?
શું જવાબ હશે માધવીનો? શું શરદ અને માધવી એક બનશે કે માધવી આ વાતને અવગણી દેશે?
જાણવા માટે બન્યા રહો મારી સાથે......
" આ શાનદાર સફરમાં.... તમને શું લાગે છે.. માધવી શું જવાબ આપશે? પ્રતિભાવ મા જરૂર જણાવશો..