Premno Ahesaas - 18 books and stories free download online pdf in Gujarati

પ્રેમનો અહેસાસ - 18

આપણે અગાઉ જોયું કે શરદે ડિવૉર્સ પેપર પર સહી કરી દીધી અને પછી કાવ્યાને સહી કરવા બોલાવી હવે આગળ....

મિસ્ટર શાહ બોલ્યા કે;

"જિંદગીમાં અણબનાવ તો થાય એમાં આમ ડિવૉર્સ થોડાં લેવાના હોય? "

"પપ્પા દશ વર્ષ થયાં પણ હવે મને નથી લાગતું કે અમારી લાઈફ હવે સાથે રહીને જીવી શકાય... કાવ્યાને ફક્ત એની કેરિયર વહાલી છે.. એને પરીવારની કે મારી કોઈ પરવાહ નથી. "

"કાવ્યા મેં તને કહ્યું હતું કે તારી અને શરદની વચ્ચે તારી કેરિયરને કયારેય ન લાવતી નહીં તો તારી કેરીયર તો બની જશે પણ તારી જિંદગી બરબાદ થઈ જશે. "

"શરદ પેપર્સ લાવ. ક્યાં સહી કરવાની છે? હું કરી દઉં. "

કાવ્યાએ શરદ ના હાથમાંથી પેપર્સ લઈને સહી કરી દીધી. શરદે પેપર્સ લઈને વકીલ ને આપી દીધાં.

"કાવ્યા હવે તું અહીં થી જઈ શકે છે. તારી જિંદગી તને મુબારક. ખુશ રહે અને સફળ બને એજ મારી આશા છે. "

કાવ્યા ત્યાથી ચાલી જાય છે. કાવ્યા ને જતી જોઈ શરદ પોતાની જાતને રોકી શકતો નથી. અને એની રૂમમાં જતો રહે છે. મિસ્ટર શાહ અને માનસીબેન પણ ઘણા દુઃખી થઈ જાય છે.

રૂમમાં જઈ ને શરદ છુટ્ટા મોં એ રડી પડે છે. અને રડતાં રડતાં બોલે છે.

"કાવ્યા તને હું સાચાં દિલથી ચાહું છું. તારા વિના હું કેવી રીતે રહીશ. મને તો તારી આદત પડી ગઈ છે. તને મારી આદત કેમ ના પડી? મારાં પ્રેમ મા તને શું ખોટ લાગી કે મને છોડીને ચાલી ગઇ? હું નહિ જીવી શકુ તારા વિના.. અને શરદ જોરથી રડવા લાગ્યો. એટલા મા ફોનની રિંગ વાગી. ડિસપ્લે પર નામ હતું. કરણ,.

શરદ થોડો સ્વસ્થ થયો અને કૉલ રીસીવ કર્યો.

" હા કરણ બોલ. "

"કેમ આજે તું હજી ના દેખાયો? તારી તબિયત તો સારી છે ને? "

"હા યાર.. કંઈ નથી થયું મને. બસ થોડું જરૂરી કામ આવી ગયું હતું.. બસ આવું જ છું ઑફિસમાં. પછી નિરાંતે વાત કરીએ.."

"ઑકે બ્રૉ.. પણ વહેલો આવ. "

શરદ ફ્રૅશ થઈ ને નીચે આવતો હતો. સીડી ઉતરતા એને માનસીબેન અને મિસ્ટર શાહ વચ્ચે ની વાત સાંભળી લીધી.

"શરદના પપ્પા.. આપણા શરદનુ હવે શું થશે? કાવ્યા પાછળ તો પાગલ છે.. આપણે એક કામ કરીએ તો? એના બીજા લગ્ન કરાવી દઈએ તો? એ કાવ્યા ને ભુલી પણ જશે અને આપણને વારસદાર પણ મળી જશે. "

"હા માનસી તું સાચું કહે છે પણ મને તો નથી લાગતું કે શરદ આ માટે તૈયાર થશે! "

એટલામાં શરદ આવતા બંને ચૂપ થઇ જાય છે.

"મમ્મી હું ઑફિસ જવ છું. "

"સાચવીને જજે બેટા. "

"હા મમ્મી. તમે ચિંતા ના કરતા. હું ધીરે ડ્રાઈવ કરીશ બસ. "

શરદ આવીને ગાડી લઈને નીકળે છે. આજે એનું મન બિલકુલ લાગતું નથી. માઈન્ડ ફ્રૅશ કરવા એ એફ એમ ચાલુ કરે છે. અને ગીત વાગતું હોય છે.

મીલકે ભી હમ ના મિલે તુમસે ના જાને કયું
મિલો કે હૈ ફાન્સલે તુમસે ના જાને કયુ
અન્જાને હૈ સિલસિલે તૂમસે ના જાને કયુ
સપને હૈ પલકો તલે તૂમસે ના જાને કયુ..

કૈસે બતાયે કયું તુમકો ચાહે
યારા બતા ના પાયે... તું જાને ના...
તું જાને ના... તું જાને ના..

શરદની આંખો થી પાણી સતત વહી રહ્યું હતું. એને કાવ્યા ની યાદ આવી રહી હતી. શરદ એ સૉન્ગ સ્ટૉપ કરી દીધું. શરદ ઑફિસ પહોચ્યો તો કરણ એની રાહ જ જોઈ રહ્યો હતો. શરદ એની કેબિન મા જઈને બેઠો એટલે કરણ એની પાસે ગયો. શરદનો મુરઝાઈ ગયેલો ચહેરો જોઇ સમજી ગયો કે કંઈક વાત છે.

"શરદ શું થયું? "

"કોને? "

"તને? "

"મને કયાં કંઈ થયું છે? તને પણ ના કામની વાતો કરવાની આદત પડી ગઈ છે. "

"જુઠ્ઠુ ના બોલ. તારી આંખો સાચું બોલે છે અને તું જૂઠું. "

"અરે કંઈ નથી થયું મારા ભાઈ. "

"ભાઈ પણ કહે છે ને મારાથી છુપાવે પણ છે. તને તારાં આ ભાઈની કસમ છે બોલ શું થયું છે? "

શરદ કરણને કાવ્યા અને એના ડિવૉર્સ ની વાત કરે છે. વાત કરતા કરતા પણ એનું ગળું ભરાઈ આવે છે. કરણ શરદને ગળે લગાવી દે છે.

"શરદ મન ભરીને રડી લે ભાઈ. તને સારૂં લાગશે. "

શરદ હળવો થઈ જતાં કરણ એને પાણી પિવડાવી ને કહે છે.

"શરદ કાવ્યા તારી લાયક હતી જ નહીં. એને એ રતન ગુમાવ્યું છે જેનો અહેસાસ એને થશે ત્યારે એને બહું પસ્તાવો થશે.. તારાં મમ્મી પપ્પા નું વિચાર.. એમનાં સપનાનું વિચાર.. એક સપનું સમજીને ભુલી જા એને. "

શરદ રોજ ઑફિસ આવે છે અને ઘરે જાય છે.. હવે એને ગીત ગાવાનું પણ છોડી દીધું છે અને કવિતા લખવાનું પણ.. ખાલી જીવવા ખાતર જીવે છે.. માનસી બેન ઘણી વાર સમજાવી ચૂકયા છે બીજા લગ્ન માટે પણ શરદ માનતો નથી... કરણથી પણ શરદની આ હાલત જોવાતી નથી. કાવ્યા ને ગયે ૨ મહિના વીતી ગયા છે પણ શરદ હજી એ પળને ભૂલી શકયો નથી. શરદ અને કરણ લન્ચ કરવા બેસે છે..

"યાર કરણ બોસે કાલે જ મારા પી.એ સિલેકટ કરવા માટે ઈન્ટરવ્યુ લેવા કહયુ છે. તું પ્લીઝ એની જાહેરાત ઓનલાઇન કરી દેને. "

"ઑકે હું કરી દઉં છું. "

(હતો શરદનો ભૂતકાળ. હવે જોઈએ કે સમય શરદને કેવાં મુકામ પર લઈ જાય છે.)

માધવી ઈન્ટરવ્યુ મા સિલેક્ટ થઈ જાય છે.. એને બહાર જતા શરદ કોઈ વિચારો મા ખોવાઇ જાય છે. કરણ કેબિન મા આવીને બોલે છે..

"શરદ..,.. શરદ કયા ખોવાય ગયો? ઈન્ટરવ્યુ પતી ગયું અને સિલેક્શન પણ થઈ ગયું છે પછી શાના વિચાર કરે છે..?. "

શરદના વિચારો મા આજે પણ કાવ્યા જ હોય છે.

"કંઈ નહિ કરણ... એમ જ. "

"માધવી તો આજે આકાશમાં ઊડી રહી હતી. ઘેર જવાની ઉતાવળ હતી... અને કેમ ના હોય? આજે એનું સપનું સાકાર થયું હતું. માને મદદરૂપ થવાની ઈચ્છા આજે પૂરી થતા નજર આવી રહી હતી.

શારદાબેનને માધવી કેવી રીતે વધામણી આપશે? જાણવા માટે બન્યા રહો મારી સાથે..... આ શાનદાર સફરમાં... મારો ઉત્સાહ તમે દિનપ્રતિદિન વધારી રહ્યા છો. .. આશા છે આગળ પણ મને આટલો જ પ્રેમ આપતા રહેશો... વાર્તા ગમે તો પ્રતિભાવ જરૂર આપજો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED