પ્રેમનો અહેસાસ - 9 Bhavna Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમનો અહેસાસ - 9

મને અઢળક પ્રેમ આપવાં બદલ આપ વાંચકોનો ખરાં દિલથી આભાર...બસ આમ જ અંત સુધી મારી સાથે જોડાયેલાં રહેજો.


શરદે કાવ્યાનો હાથ કસીને પકડયો અને બોલ્યો,

"કાવ્યા તું પણ મને પસંદ કરે છે એ જાણી ને હું ખુબ જ ખુશ થઈ ગયો હતો."

"હા..શરદ મને પણ તું ગમે છે. પણ મારે એક વાત ક્લિયર કરવી છે. આઈ હોપ તું સમજીશ."

"બોલી દે કાવ્યા.મને તારી બધી વાત મંજૂર છે."

"શરદ આપણે હમણાં લગ્ન નહિં કરીએ.જયાં સુધી સ્ટડીઝ પૂરી ના થાય. અને મારું સપનું છે કે હું મોડેલિંગમાં મારી કેરિયર બનાવું. અને તને ખબર છે કે મને જે જોઈએ એ હું મેળવીને જ રહું છું. પછી એનાં માટે કંઈ પણ કરવું પડે તો હું કરીશ."

"આઈ એગ્રી કાવ્યા.આપણે હમણાં લગ્ન નહી કરીએ.અને રહયો તારી કેરિયરનો સવાલ તો મને એથી કોઈ વાંધો નથી. "

"થેન્ક યુ સો મચ શરદ.તું કેટલો સારો અને સમજું છે."

"હા ! એ તો હું છું જ.ઓકે ..જસ્ટ વન મિનિટ."

"હેલ્લો કરણ !આવી જા."

કરણ એક કેક લઇ આવ્યો. કાવ્યાની ફેવરાઈટ ચોકલેટ કેક.ઉપર લખેલું હતું.."માય લવ કાવુ"

"ઓહહહ...શરદ...તું કેટલી સરપ્રાઈઝ આપીશ ?પહેલાં તારાં જ અવાજમાં સોન્ગ સાંભળ્યું પછી ચોકલેટ અને હવે કેક ?"

"હજી બીજી પણ છે..તું બસ જો."

કેક કટ કરી શરદ અને કાવ્યાએ સાથે મળી.પછી એક બીજાને ખવડાવી. શરદ કેક ખાતાં બોલ્યો,

"કાવ્યા હું ચાહું છું કે આપણાં સંબંધમાં પણ લાઈફટાઈમ આવી જ મીઠાસ રહે."

"બિલકુલ શરદ..પણ શરદ ઘરે આપણે વાત કેમ કેમ કરશું?"

"એ તું મારાં પર છોડી દે.ઓકે આ કાર્ડ લે."

કાર્ડ પર લખેલું હતું. માય ડ્રીમ ગર્લ..આઈ લાઈક યુ. કાવ્યાએ ખોલ્યું તો અંદર શરદનાં રાઈટીંગમાં એક કવિતા લખેલી હતી.


"જયારથી તને જોઈ હું હોંશ ખોઈ બેઠો,
તને મારી આંખોનો ઉજાસ માની બેઠો,

આરઝુ તને પામવાની હામ ભરી બેઠો,
તને મારાં દિલની રાણી માની બેઠો,

જિંદગી ભર માટે તને પોતાની માની બેઠો,
સવાર સાંજ તારી હું રાહ જોતો બેઠો.

આપીશ તને ખુશીઓનો ખજાનો યાર,
તું પણ નિભાવીશ સાથ એવી આશ લઈ બેઠો."


"ઓહોઓઓઓ...કવિરાજ શરદ...વાહ...બહું જ જોરદાર કવિતા.એય શરદ..મને કેને તું આ કવિતા કેમની લખે છે?"

"ઓહહહ મારી વહાલી કાવ્યા...એમાં એવું હોય કે કવિતા ત્યારે લખાય જયારે લાગણીઓ કોઈની સાથે જોડાય.એ લાગણીઓનો અહેસાસ થાય એટલે કવિતા આપોઆપ લખાઈ જાય."

"ઓહહહ...એવું છે એમ.ગ્રેટ "

"હવે પેલું બોકસ ખોલ."

કાવ્યાએ બોકસ ખોલ્યું. એમાં નેવી બ્યુ કલરની ચોલી હતી..આભલા ભરેલી ને નાની નાની ઘૂઘરી ભરેલી એની ભરાવદાર ઓઢણી.

"શરદ તને કંઈથી ખબર મને ચોલી પહેરવાનો બહું શોખ છે?અને નવરાત્રિ તો પતી ગઈ. તો અત્યારે?"

"કાવ્યા આ હું નવરાત્રિ વખત જ લાવ્યો હતો. અને મારાં દિલમાં તું નવરાત્રિમાં વસી ગઈ તો ફસ્ટ ગીફ્ટ પણ મેં ચોલી પસંદ કરી.તને ગમી?"

"હા..બહુ જ ગમી."

બંનેમાંથી એકેયને છુટાં પડવાનું મન નહતું પણ ઘણો સમય થઈ ગયો હતો.

"કાવ્યા હું મમ્મીને વાત કરીશ એ આગળ વાત કરશે.તું કહે તો હું તને ઘરે મુકી જાવ.?

"ઓકે"

શરદ કાવ્યાને મુકવા એનાં ઘરે ગયો.શિલ્પાબેન એકલાં ઘરે હતા.શરદને જોતાં બોલ્યાં,

"આવ શરદ,કેમ છે બેટા હવે તને?"

"હવે તો ઓકે છે આન્ટી."

"શું લઈશ બોલ ચા કે કોફી?"

"આન્ટી આપણે તો ચા ના દિવાના."કહેતો શરદ હસી પડયો.

"સારું તમે કાવ્યાને બંને બેસો હું ચા બનાવી દઉ."

"કાવ્યા હવે તો આ મારું પણ ઘર કહેવાય નઈ."

"ઓય ધીરે બોલ મમ્મી સાંભળી જશે. "

"હા તો શું છે?કહેવું તો પડશે જ ને?"

"ઓ પાગલ એ તારે કહેવાનું છે?"

"ઓહ હા...સોરી સોરી "

શિલ્પાબેન ચા નાસ્તો લઈને આવ્યાં. ચા નાસ્તો કરી શરદ ઊભાં થતાં બોલ્યો.

"થેન્કસ આન્ટી. હવે હું જાઉં "

"ભલે"

શરદ ઘરે આવીને માનસીબેનને શોધવાં લાગ્યો.

"મમ્મી....મમ્મી...કયાં છે?"

"અરે!આવી....આ રહી..બગીચામાં હતી શરદ.કેમ બૂમો પાડે છે?"

"ઓહહ મારી મમ્મી...મમ્મી...મમ્મી...આજે તો તારો આ શરદ ખુબ ખુશ છે."

શરદ માનસીબેનના હાથ પકડી હોલમાં ગોળ ગોળ ફરવા લાગ્યો.માનસીબેન થાકી ગયા એટલે શરદને કહેતાં બોલ્યાં,

"હવે બસ કર મને ચક્કર આવશે.ગાંડો થયો છે તું ? કાવ્યા માની ગઈ એમ ને?"

"હા મમ્મી. એ પણ મને પસંદ કરે છે. હવે તું પપ્પા ને વાત કરીશ ને મમ્મી?અને હા અમે સ્ટડી પુરી થશે પછી જ મેરેજ કરીશુ."

"હા બેટા ! હું આજે જ વાત કરીશ."

"થેન્ક યુ મારી વહાલી મમ્મી..."
અને શરદે માનસીબેનના કપાળે ચૂમી લીધું.

સાંજે બધાં જમીને પોતપોતાની રુમમાં ગયા.હેમંતભાઈ સોફા પર બેઠાં બેઠાં લેપટોપ પર કંઈક કામ કરી રહયાં હતાં. માનસીબેન બેડની ચાદર શંકોરતા બોલ્યાં,

"શરદનાં પપ્પા! મારે તમને એક વાત કરવી હતી."

"હા માનસી બોલને !"
હેમંતભાઈનું ધ્યાન કામમાં જ હતું.

"હું એમ કહેતી હતી કે આપણો શરદ અને કાવ્યા એક બીજાને પસંદ કરે છે. "

હેમંતભાઈના હાથ એક દમ કામ કરતાં અટકી ગયાં અને એ માનસીબેન સામે જોવાં લાગ્યાં.




શું જવાબ આપશે હેમંતભાઈ ? શરદ અને કાવ્યાનો સંબંધ સ્વીકારશે?

જાણવાં માટે બન્યાં રહો મારી સાથે... આ શાનદાર સફરમાં...વાંચતાં રહો,આમ જ તમારો સ્નેહ વરસાવતાં રહો અને તમારો મોંઘો અભિપ્રાય પણ આપતાં રહો.