આ દુનિયા જીતવાની ની કોશિશ હિટલર, નેપોલિયન અને સિકંદર એ કરી હતી. પણ એ લોકો આ દુંનિયા જીતવામાં નિષ્ફળ ગયા અને જે લોકો પ્રેમ થી આ દુનિયા ને એની જીતવા ગયા તે લોકો જીતી ગયા .
હવે સોચવા જેવી વાત આપણે શું કરી રહ્યા છે .આ દુનિયા માં લોકો જે માણસ દુનિયા જીતવા નો પ્રયત્ન કરે છે . તે હારી જાય છે. અને જે માણસ આ દુનિયામાં પ્રેમ થી જીતવાનો પ્રયાસ કરે છે . તે જીતી જાય છે.આ દુનિયા માં જેટલા પણ ભગવાન છે ભલે એ શ્રી કૃષ્ણ હોઈ કે , મહાવીર કે ,ગુરુ નાનક તે બધા ની મૂર્તિ કેમ મંદિર માં પૂજાઈ છે. કેમ કે ??? ભગવાને આ દુનિયા ને પ્રેમ થી જીતવાનો પ્રયત્ન કર્યો છે.
પ્રેમ એક એવી ભાષા છે જેમાં ના તો કોઈ જોડાક્ષર છે ના તો કોઈ વ્યંજનો છતાં પણ દરેક માણસ આ ભાષા સમજી શકે છે.દુનિયા ને જીતવા માટે ફક્ત એક સાચા દિલની જરૂર છે. એક સાચો પ્રેમ, જે કોઈ ભેદભાવ ના કરતો હોય. , ભગવાન માટે તો આ દુનિયા ના એકઇન્દ્રયીઓ થી માંડી ને ઝાડ પક્ષી અને પશુ ઓ ને પણ સમાન હતું . બધા જ જીવો પ્રત્યે તેમને પ્રેમ હતો.એટલા જ માટે તે આ દુનિયા પર રાજ કરી શક્યા છે . અને આ દુનિયા ને જીતી શક્યા.
નિસ્વાર્થ ભાવ નો પ્રેમ હંમેશા લોકો ને ગમે છે . જેમ કુતરો જે માણસ એને ખાવાનું આપે એને એ ક્યારે પણ ભૂલતો નથી.તે માણસ એની માટે ભગવાન બની જાય છે. પછી ભલે કોઈ પણ હોય એ એની માટે ભગવાન જ છે .
માણસ હંમેશા પ્રેમ નો ભૂખ્યો હોય છે . જ્યાં પ્રેમ મળે ત્યાં જ એ ખેંચાઈ જતો હોય છે . પ્રેમ જ માણસ ની જીંદગી જીવવાનું એક માત્ર પરિબળ છે . જે માણસ ને સાચી દિશા અને સાચી સમજણ આપી શકે છે . આજ ના જમાના માં લોકો પાસે પૈસા તો છે , પણ એક સાચી લાગણી જ માણસ ને જીંદગી જીવવાની સમજણ આપી શકે છે .
એક નિસ્વાર્થ પ્રેમ ફક્ત માં બાપ જ આપી શકે છે.એના સિવાય કોઈ પણ પ્રેમ ની અંત નો સમય નક્કી હોય છે . પણ માણસ હંમેશા જે પહેલા જેવો હોય એવો જ પ્રેમ ઝંખતો હોય છે . જે સમય જતા હમેશા પ્રેમ વધતો ઘટતો રહેતો હોય છે . પણ જે પ્રેમ બધા જ અગવડો ની વચ્ચે ટકી રહે છે તેજ જીતી જાય છે . પ્રેમ એક નાના છોડ જેવો હોય છે . જેમ જેમ એને લાગણી રૂપી પાણી મળે તેમ તેમ એ વધતો જાય છે.જ્યારે આ લાગણી ઘટી જાય ત્યારે પ્રેમ નો અંત થવાની શરૂવાત થાય છે .
પ્રેમ નો સાચી અનુભૂતિ માણસ ને ખાલી સાચા સમય માં જ માણસ ને થાય છે. મુસીબતો માં સમય માં માણસ સાચા પ્રેમ ની કદર થાય છે . મુશ્કેલી ના સમય માં જ માણસ નો પ્રેમ વધુ ગાઢ થાય છે. પ્રેમ માં જ માણસ ને માણસ ની સાચી કદર થાય છે.
એક પ્રેમ ની વ્યાખ્યા શું છે .પ્રેમ ની બધા નો અલગ હોય છે.પણ સૌથી શુદ્ધ પ્રેમ છે ભગવાન નો લોકો પ્રત્યે નો પ્રેમ જે લોકો ની માટે સમાન હોઈ છે. જે બધા જ ધર્મ નો આધાર અને બધા જ ભગવાન નો એક માત્ર આધાર છે વિશુદ્ધ પ્રેમ .એટલે જ પ્રેમ ની સાચી સમજણ જ સાચો ધર્મ છે.