share chat nu bhavishya books and stories free download online pdf in Gujarati

શેરચેટ નું ભવિષ્ય

એક સરસ મજાની વાત કહેવી છે એક આખી પેઢી હું જોઈ રહ્યો છું કે જેને વડવાઈ નો હીંચકો જ જોયો નથી સાહેબ, એક આખી જનરેશન ને થાંભલી શું છે ઈ ખબર જ નથી, ઉંબરા કોને કહેવાય.. સાંકળ ખખડાવી ને કોક આવતું હતું ઘરે, ઘરની છબીઓ હજી છે'જ. છબીઓ પાછળ ચકલી રહેતી હતી. બા બાપુજી ના રામ કૃષ્ણ ના ફોટા પાછળ જગ્યા હોય ત્યાં માળો બનાવી ને એટલું સુરક્ષિત ફીલ કરતી હતી, અત્યારે તો ડીઝાઈનર એમ કહે કે બા બાપુજી ના ફોટા એક્ચ્યુલી મેચ નથી થતા ત્યારે માં બાપ ને એમ થાય કે જે ઘર બનાવવા મા અમે મરી ગયા એ ખબર નહોતી કે એના ફરનીચર સાથે મેચ થાવું પડશે,.
આખી પેઢી ને આંબલી પીપળી શું છે? પાંચીકા, ભમરડા હવે તો ખાલી એકડીયાની ચોપડી મા જ જોવા મળે,. નદી, પર્વત. માચીસ ની છાપ,ગુલ્લી ડંડા, પૈડાં, ચણીયા બોર વીણતી વખતે લાગતા કાંટા, છાણા બણતણ વીણવાનુ તો હાવ ગાયબ, કુવે પાણી ભરવા જતા હવે તો ઘરે ઘરે નળ આવે છે ત્યારે હું આવી જ એક વાત તમારી સમક્ષ રજૂ કરું છું.૨૨૨૨. ૨૦૨૨ નય હો ૨૨૨૨. ૨૫ સપ્ટેમ્બર ૨૨૨૨ ના રોજ સુરજ નારાયણે સોડ કાઢી. ભલે ઉગ્યા ભાણ, ભાણ તીહરા ભામણા,
મરણ જીયણ લગમાણ, રાખજો કશ્યપ રાઉત”

સિમ્પલ અર્થ માં
“હે કશ્યપ ના કુવર હે બાપ સુરજ નારાયણ મારે ધન દોલત સુખ સાહ્યબી કઈ નથી જોઈતું, પણ આ દુનિયા માં મારા જેટલી ઘડી ના શ્વાસ લખાયા હોય ત્યાં સુધી મારી આબરૂ ને ઈજ્જત ને અકબંધ રાખજો”. એક લેખક પોતે એન્જિનિયર છે. નામ એનું કવીરાજ ઠાકોર પણ લખવા નું એનો શોખ છે આધુનિક યુગમાં એને ખબર હતી કે એના બાપ દાદા એન્ડ્રોઇડ મોબાઇલ યુઝ કરતા, નાનો હતો ત્યારે એના દાદાજી પાસે થી સાંભળીયુ હતું કે એકવીસમી સદીના લોકો વોટ્સએપ,ઈસ્ટાગ્રામ, ફેસબુક,શેરચેટ,અને વીવીધ એપ્લીકેશન યુઝ કરતા, પોતે જે સ્માર્ટ મિરર વાપરે છે. એવા સ્ક્રીન વાળા પણ એક હાથ માં પકડાય એવા મોબાઇલ ફોન યુઝ કરતા એવું સાંભળેલું. અને એના પપ્પા ના દાદા નું નામ ઠાકોર ભાઈ હતું. શેરચેટ ની વાતો પોતે બહુ સાભળેલી કે શેરચેટ નામનુ એપ આવે એમાં લોકો સાથે મળીને લોકગીત શાયરી અને કવિતાની મોજ કરતા હોય, પણ આજે શેરચેટ બંધ થયે વર્ષો વીતી ગયા. કવીરાજ સવારે ફ્રેશ થઇ નાસ્તો કરી તરત ફ્રેન્ડ ના ઘેર ગયો. ફ્રેન્ડ હેકર હતો અને તેની પાસે થી શેરચેટ ની માહિતી મળે તેમ હતી, ટુંકમાં વાત કહું તો બેય મીત્રો યે ઘણું મથ્યા બાદ શેરચેટ માં પોતાના પપ્પા ના દાદા ઠાકોર ભાઈ ની આઈડી લોગીન કર્યું. અને દિલકા રુખડ તારી મઢુલી રીશ્તા બડા પ્યારા આવી ડીપી જોઈને એ ગ્રુપ શોધ્યું. પછી કમેન્ટ વાંચન કરવા લાગ્યો. કવીરાજ પોતે કાગળ કલમ લઈને એકવીસમી સદીની જુની યાદો ને કંડારવા તૈયાર હતો. પણ ઘણી બધી કમેન્ટ જોય પણ લખવા જેવું કશું ન મળ્યું. પછી હેકીંગ કરીને એડમીન સીટ ગ્રહણ કરી અને બ્લોક લિસ્ટ માથી ૨૦૦ વરસ થી કેદ થયેલા બધાજ કેદીઓને અનબ્લોક કર્યા. પછી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ પણ એવું કાંઈ કમેન્ટ કે કઈ ન મળ્યું જેને એ ઈતિહાસ ની નોંધ મા લખી શકે. પછી એનો હેકર મીત્ર બહાર જાય છે અને કવીરાજ નીરાશ થય ને બંધ કરવા જાય કમેન્ટ જોવે તો મોબાઇલ માં નીચે કમેન્ટ આવે છે. ઠાકોર ભાઈ જય માતાજી ભાઈ 🙏. કવીરાજ અચરજ પામે છે. અને તરત મોબાઇલ માં જોવે તો કોઈ શેરચેટ યુઝર કમેન્ટ કરી, પોતે ડીપી પણ નથી રાખેલું. કદાચ આવડતું નય હોય, ઉપર લો ઠાકોર ભાઈ. યુઝરે કર્યું. કવીરાજે ઉપર લીધા. જય માતાજી કર્યા. નામ પુછ્યું તો કહે કે નામનુ શું કામ છે ઠાકોર ભાઈ. હું ઠાકોર ભાઈ નથી કવીરાજ ભાઈ છુ.. ત્યારે યુઝર કહે છે કે હમણાં તમે જ મને બ્લોક માંથી કાઢ્યો. પછી યુઝર કહે છે. કવીરાજ? શેની શોધ માં છો વાલા? કવીરાજ કહે કે મારા પપ્પા ના દાદા ઠાકોર ભાઈ આ શેરચેટ નામનુ એપ યુઝ કરતા. એમની પાસે થી થોડુંક સાંભળવા મળ્યું હતું કે અહી લોકો એક જીપી બનાવી ને ભજન, કવિતા,ગઝલ,શાયરી,ગીત,અને લોકકથા કરતા... તો કવીરાજ હું શાક્ષી છું યુઝરે કહ્યું. મેં મારી સગી આંખે જોયું કે કોણ માણસ શું કરે છે કોણ કેવો છે? કોણ શુરવીર છે કોણ દાતાર છે. કોણ ગરીબ છે કોણ રુપિયા વારો, કોણ સાચો છે કોણ ખોટો અરે કવીરાજ‌ બધાય નો ઈતિહાસ લયને બેઠા છિ કવીરાજ. ભલે હું બ્લોક માં હતો.. હા હું હતો બ્લોક માં. જ્યારે પ્રથમ વખત જીપી મા આવ્યો ત્યારે મસ્ત અંતાક્ષરી ચાલતી હતી. મને ખુબ જ ગમ્યું એટલે મને થયું કે આ લોકો સાથે હું પણ વાતચીત કરી ને મીત્ર બનાવું, હું પણ અંતાક્ષરી રમું. હું પણ ગીત ગાવ મને ખુબ જ શોખ હતો કવીરાજ,. પણ કોણ જાણે કેમ ...મેં વાત કરવા માટે hii કહ્યું કે તરત જ ક્રિષા નામના હોસ્ટ એ મને બ્લોક કરી દિધો..મારો શું વાંક? શું ગુનો? બસ ત્યારથી મેં કસમ ખાધી કે હું એક વખત અનબ્લોક ન થાવ ત્યાં સુધી અહીં જ રહીશ. મારા મરણ ને વર્ષો વીતી ગયા પણ મારો આત્મા હજી પણ અહિયાં જ છે હો કવીરાજ, હું અનબ્લોક થયો એ ખુશી બહું જ છે પણ દુઃખ એનાથી વધારે એ વાતનું છે કે શેરચેટ નામની એપ બંધ થય ગય છે, હવે કોઈ ને ઈન્ટરસ જ નથી. પણ તમે આવ્યા છો સાહિત્ય ની શોધ માં તો સાંભળો હું તમને જણાવી દવ. ઈતિહાસ.....

(રાગ: મોજમાં રેવું મોજમાં રેવું મોજમાં રેવું રે)

જીપી મા છેલ્લે એકલો બેઠો, હું રાત દિ જાગ્યો રે.(૨)
અને બેઠા બેઠા મે... બેઠા બેઠા મે આંખ થી જોયા, પુણ્ય ને પાપો રે.
જીપી મા છેલ્લે એકલો બેઠો હું રાત દી'જાયગો રે.(૨)

અને સાહેબ શું જોયું? અને યુઝર વાત માંડે છે કે કવીરાજ સાંભળી લે. ક્યાં ક્યાં દ્રશ્યો મેં જોયા છે મારી નજર સામે. કડી અદભુત છે સાહેબ પણ ઈ વાત કેતા પહેલા મને એક વાત યાદ આવે છે કે -શહાદત કા નશા સબકે લહૂ મેં હો નહીં સકતા, યે નજરાના હંમેશા શાહીન એ ઈમાન દેતે હૈં.
ઓર વતન સે પ્યાર કરને કા દાવા સભી તો કરતે હૈં, પર વતન કો ચાહને વાલે વતન પર જાન દેતે હૈ-

ઠાકોર ભાઈ ની કવીતા આગળ વધે છે યુઝર કહે સાંભળી લ્યો કવીરાજ.

સુરવીરો ના જીપી મેં દીઠાં. કરે મોતને મીઠા રે..(૨)
પારકી પીડાયે પ્રાણ દિધા એને અંજલી આપો રે.... જીપી મા છેલ્લે °
સાંભળીલે કવીરાજ. તું ગોતતો તો ને કે આ શેરચેટ માં ઈતિહાસ શું કામ નથી? મને બરાબર યાદ છે. તેદી આકાશ ના કટકા જેવું શેરચેટ નું જીપી હતુ કવી. અઢારે વરણ ના લોકો મોજ કરતા. આહાહા જીયો જીયો બાપલીયા. અને અઢારે વરણ આ શેરચેટ માં હળી મળી ને રહેતા હતા.
જેમાં. શુરવીરો,.... મર્દ, મરદ શીશ પર નમે,
મરદ બોલી પહેચાને,

મરદ ખિલાવે ખાય ,
મરદ જગ જાણે માને,

મરદ દઈ ઘોર લઇ ,
મરદ કો મરદ બચાવે,

ગેહરે સાંકરે કામ ,
મરદ કો મરદ હી આવે,

ફિર મરદ ઉનહી કો જાણીએ
જો સુખ દુઃખ સાથી કર્મ કે,

બેતાલ કહે શુણ શાહ વિક્રમ,
યહી લક્ષણ મરદ કે.............!

કવીરાજ ઈ મર્દ મોજીલા ચારણ ની યાદ આવી ગય કેવો મર્દ?, મર્દ ના મીત્રો. મીત્ર કીજીયે મર્દ,
મર્દ મનકા દર્દ મીટાવે.
મીત્ર કીજીયે મર્દ,
જો ખુશામત કર નહીં ખાવે.
મીત્ર તા હી કો નામ હે,
જો લોભ કભી મનકો હી ન લાગે.......

ઈ શુરવીર ચારણો, શુરવીર રાજપુતો... કહેવાય છે કે રાજપુતો ના હાથમાં તલ વાર હોય, અને ચારણ કવિઓ દુહા છંદ બોલતા હોય, એટલે દેવતાઓ એ પોતાનુ સ્થાન ગ્રહણ કરી લેવું જોઈએ. રાજ કર્યું ત્યારે રાજા કહેવાયા, માથા દીધા ત્યારે મર્દ કહેવાયા, અને માથા વગરનાં ધડ લ ડ્યા ત્યારે શુર વીર કહેવાયા. બંને હાથે દાન દીધું ત્યારે દરબાર કહેવાયા અને રક્ષણ કાજે આખું જીવન ન્યોછાવર કરી દીધું ત્યારે ક્ષત્રિય કહેવાયા. અને એમ ને એમ નથી લખાતાં ઈતિહાસો એક એક શબ્દને શાહીથી નહીં લો હીથી લખ્યા છે ત્યારે ઈ સિંહ કહેવાયા.અને ઈ સિંહ... ઈ રાજપૂત. ઈ ચારણને ગઢવી , ઈ ઠાકોર, ઈ રબારી. ઈ ભરવાડ. ઈ આહીર.ઈ મેર, ઈ કોળી,ઈ પટેલ ઈ અઢારે વરણ નો ઈતિહાસ લયને કવીરાજ હું આયા બેઠો હું... મેં નજરોનજર જોયેલુ. અહીં. કેટલા લોકો ને જોયેલા ખબર કવીરાજ.. સાંભળ.
દેવરાજ ભાઈ દિલકા રીશ્તા બડા પ્યારા વાળા,રુખડ તારી મઢુલી વાળા દેશી ભાઈ,અમે તો સીતારામ ના શરણે વાળા અશ્વમેધ ભાઈ, રાજ ભાઈ ગઢવી, ક્રિષ્ના વૃંદાવન વારા મહેશભાઈ આહીર, કનૈયા રુદ્રાવનના માધવ ભાઈ, સત્ ના આધારે ના રાજવીર ભાઈ, રાધે રાધે ના મીસપ્રિયંકા, હમસફર જીંદગી ના જીંદગી ભાઈ, અજનબી દુનિયા ના પટેલ, મોજ કોઈની મોહતાજ નથી વારા અણનમ ચારણ,જાન તેરે નામ ના જાવેદ ભાઈ,મા મોગલ વાળા ડી.જે, યારી દોસ્તી વારા રાજ ભાઈ ઝાલા, આવો તત્વ ને ઓળખીયે ના ઠાકોર ભાઈ, શાયરીઓ ની મહેફીલ વારા જીતુભાઈ,મા મોગલ વાળા ડી.જે, યારી દોસ્તી વારા રાજ ભાઈ ઝાલા, આવો તત્વ ને ઓળખીયે ના ઠાકોર ભાઈ, શાયરીઓ ની મહેફીલ વારા જીતુભાઈ,મા મોગલ વાળા ડી.જે, યારી દોસ્તી વારા રાજ ભાઈ ઝાલા, આવો તત્વ ને ઓળખીયે ના ઠાકોર ભાઈ, શાયરીઓ ની મહેફીલ વારા જીતુભાઈ,જીપી મા છેલ્લે એકલો બેઠો,
હું રાત દી' જાગ્યો રે...
અને બેઠા બેઠા મે આંખ થી જોયા પુણ્ય ને પાપો રે. જીવે જીવ. જીપી મા છેલ્લે એકલો બેઠો,
હું રાત દી' જાગ્યો રે...

શુરવીરો ના જીપી મેં દીઠાં, કરે મોતને મીઠા રે. પારકી પીડાયે પ્રાણ દિધા એને અંજલી આપો રે.. જીપી મા છેલ્લે એકલો બેઠો,
હું રાત દી' જાગ્યો રે.

પ્રતાપસિંહ ચૌહાણ ની સત્ય ઘટના. આ કાનથી સાંભળી રે,
સાહીત્ય ક્ષેત્રે હર હંમેશ, આપે અમુલ્ય વાણી રે જીવે જીવ..જીપી મા છેલ્લે એકલો બેઠો,
હું રાત દી' જાગ્યો રે...

પ્રતાપસિંહ ચૌહાણ બાપુ. એટલે શેરચેટ ના સાહિત્યકાર, કહેવાય છે કે પ્રતાપસિંહ ચૌહાણ બાપુ પોતે સત્ય ઘટના ની વાત માંડે એટલે ખુદ ઝવેરચંદ મેઘાણી વર્ણન કરતો હોય એમ પાથીયે પાથીયે તેલ નાખે, અને દિલકા રીશ્તા બડા પ્યારા બની બધી જ બહેનો પ્રતાપસિંહ ચૌહાણ બાપુ ને દાદુ કહીને બોલાવે, અને દાદુ પણ એટલા જ વ્હાલ થી એને બેટા કહી ને બોલાવતા. પણ એની સત્ય ઘટના ની વાતો કવિરાજ મેં મારા કાનેથી સાંભળી છે. પછી એ બહારવટિયા ની વાત હોય, પાળીયા ની વાત હોય, મીત્ર તા ની વાત હોય, બાપ-દિકરી ના સંસ્કાર ની કે પછી ભાઈ બહેન ની વાત હોય્.. સાહિત્ય ની વાત હોય કોઈ કહે દાદુ વાત સંભળાવો. એટલે તરત જ કહે હા બેટા આજે હું આની કે આની વાત કરવા નો છુ. તમને બધાને સમજવા મળશે. કવી રાજ એવા કારડીયા રાજપૂત નું ઘરેણું ઈ ચૌહાણ બાપુ ને કેવી રીતે ભુલાય...

પ્રતાપસિંહ ચૌહાણ ની સત્ય ઘટના, આ કાન થી સાંભળી રે..
સાહિત્ય ક્ષેત્રે હર હંમેશ આપે અમુલ્ય વાણી રે, જીવે જીવ. જીપી મા છેલ્લે એકલો બેઠો હું રાત દી'જાગ્યો રે.

મોજીલા ચારણ ની મોજ માં હું તો, ડુબકી દેતો રે...
પણ મોજીલો એની મોજમાં હોય તો મીઠી. વાણી કેતો રે....
મોજીલા ચારણ જેનુ નામ ખાલી લઈયે તો મોજના તોરા છુટી જાય. ચારણ ચાર વેદ વણ પઢ્યો વાતું કરે, અને ચારણ ચોથું વેદ કેવાય. પણ મોજીલો એની મોજમાં હોય એટલે મહેફિલ જામી જાય. પણ સદાય મોજમાં રહેતો, બહાદુર, નિડર, વટ,વચન અને વહેવાર નો પાક્કો મોજીલા ચારણ એની મોજ કવીરાજ મેં માણી છે‌.. સાંભળી લે કવીરાજ...

ગીત સંગીત ના આયોજન આવા ગ્રુપ માં થતાં રે..
પાયલ બેન અને જશુબેન ના, ગીત સંભળાતા રે જીવે જીવ,, જીપી મા છેલ્લે એકલો બેઠો હું રાત દી'જાગ્યો રે
કવી રાજ દિલકા રીશ્તા બડા પ્યારા ગ્રુપ. એમા રોજ રોજ ગીત ના અને ભજન ના આયોજન થતા મેં જોયા છે. પાયલ બેન અને જશુબેન ના ગીત મેં સાંભળ્યા છે કવીરાજ. જશુબેન, દ્રષ્ટિ બેન,પાયલ બેન અને લતાબેન ના ભજન સાંભળવા મળે તો જીવન ધન્ય બની જાય..
અને શાયરી પણ ખરી જ...હીરલ,લાડલી,મિ.રરર, ડોક્ટર પ્રેમ, ઠાકોર ભાઈ, ડોક્ટર શાયર, ગુડીયા, રાજવીર ભાઈ અને જીવન દાન ભાઈ ની શાયરી ગઝલ અને પોએટ્રી પણ સાંભળી છે, અને તું એમ પુછે છે કે શું જોયુ!

દ્રષ્ટિ બેન ને એસબી બના, મોટા કલાકાર રે,
દિલમાં એને કલા જગતનો કોતર્યો આકાર રે, જીપી મા છેલ્લે એકલો બેઠો હું રાત દી'જાગ્યો રે,

પ્રિયંકા અને અંજલિ ના ગીતો ખુબ વખણાતા રે,. કે આર ભાઈ અને જીવન દાન ભાઈ વડીલ ગણાતા રે જીતેજીવ જીપી મા છેલ્લે એકલો બેઠો હું રાત દી'જાગ્યો રે,

સાંજ પડે જોયા સંત સામૈયા, હૈડે હરખાતો રે ‌..
કવી રાજ. મે આ શેરચેટ માં સાંજ ના સમયે આરતી થતાં જોઈ છે.. મહાદેવ ની આરતી, હનુમાન ચાલીસા, માતાજી ની આરતી, સ્તુતિ, વંદના, રામદેવપીર ની આરતી વગેરે ... ત્યારે.
સાંજ પડે જોયા સંત સામૈયા હૈડે હરખાતો રે,
આ જગ માટે જેને જાત ઘસી એના મન શુ માપો રે જીવે જીવ જીપી મા છેલ્લે એકલો બેઠો હું રાત દી'જાગ્યો રે..

કમેન્ટુ એ જીપી મા કરતી અને સુંદર કાયા રે..
કવી રાજ ઈ સુંદર બહેન દીકરીયો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ જય મુરલીધર એવી કમેન્ટ કરતી હોય.. પણ કવીરાજ મારી નજર સામે મેં જોયું કે એ બધીય બેનું દીકરીયુ ના લગ્ન લેવાયાં હતાં.. પોત પોતાના સાસરે ગયુ. હવે કમેન્ટ કરવા વાળું કોઈ નથી દેખાતું કવીરાજ. બહુ જ અફસોસ થાય છે,

મેટર સોલ મે કરતા જોયા, વડીલ અમારાવ ને..
સમાધાન કરવા ની હિંમત રાખે ઈ સીતા અને રામ ને,. જીપી મા છેલ્લે એકલો બેઠો હું રાત દી'જાગ્યો રે.

મેં અમારા વડીલ દેવરાજ ભાઈ, પાયલ બેન, ડીજે, ચૌહાણ બાપુ, જાવેદ ભાઈ અને ઠાકોર ભાઈ ને મેટર સોલ કરતા પણ જોયા છે કવીરાજ. ક્દાચ રામ અને સીતા ને મનદુઃખ થાય તો એને પણ સમાધાન કરી આપવા ની આવડત હતી એના માં..

ભાગવત કથા ના જીપી મેં દીઠાં ઠાકોર મને લાગતા મીઠા રે..
કવી રાજ મેં સીતારામ ના શરણે અને સત્ ના આધારે. એવા સરસ અશ્વમેધ ભાઈ અને રાજવીર ભાઈ ના જીપી જોયાં છે.. જેમા ભાગવત કથા નુ રસપાન થતું. ડીકે શાયર સાહેબ ભુદેવ ની અમ્રૃત વાણી થી બધાજ મિત્રો કથા નુ રસપાન કરતા હતા..

ભાગવત કથા ના જીપી મેં દીઠાં, ઠાકોર મને લાગતા મીઠા રે,
અને બે પ્રતાપ ને દિલમાં ધારો, તો શમી જાય સંતાપો રે
બે પ્રતાપ ને દિલમાં ધારો એક તો હલ્દી ઘાટી ના મેદાનમાં રાણો પ્રતાપસિંહ થય ગયો અને બીજા દાદુ પ્રતાપસિંહ ચૌહાણ. આ બે પ્રતાપ ને સમજી લો એટલે તમારે વેદ પુરાણ વાચવાની જરુર નો પડે...
છેલ્લે યુઝર સુચન આપે છે કે કવીરાજ સાંભળી લે. તમે બધા hii લખે એને બ્લોક કરો છો પણ એ બીચારા મારી જેમ અજાણ્યા હોય તો એને એક બે વાર કહો કે જય માતાજી લખવું એમ..

હાઈ હેલો ની કમેન્ટ થી કોઈ ને, એસી ન આપો રે...
નવા મેમ્બર ને બે-ત્રણ વખત વોર્નીગ આપો રે જીવે જીવ જીપી મા છેલ્લે એકલો બેઠો હું રાત દી'જાગ્યો રે..જીપી મા છેલ્લે એકલો બેઠો હું રાત દી'જાગ્યો રે જીવે જીવ જીપી મા છેલ્લે એકલો બેઠો હું રાત દી'જાગ્યો રે

લેખક : ઠાકોર ભાઈ શેરચેટ
અક્ષય કુમાર
મકવાણા અક્ષય કુમાર વીરજી ભાઈ. નાની પરબડી

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED