સર્વે મીત્રો ને મારા એટલે કે ઠાકોર ભાઈ ના જય માતાજી,
આજ એક કાલ્પનિક અને કડવી વાર્તા કહેવા જઈ રહ્યો છુ,
એક મુસ્લિમ યુવતી ને એક હીન્દુ યુવક સાથે પ્રેમ થઈ જાય છે,યુવક નું નામ રામ અને યુવતી નું નામ સીમરન. બંને ને એક બીજાના જીવનસાથી બનવા ની ઈચ્છા હોવા છતાં નાત જાત ના વાડા નડતા હતા,
એક દિવસ બન્ને પ્રેમી પંખીડા રે નીર્ણય કરી લીધો કે એક બીજાના જીવનસાથી બની જવુ છે. અને મંદિર માં હીન્દુ ધર્મ અપનાવી ને રીતી રીવાજ મુજબ લગ્ન કરી લીધા,
પ્રેમી પંખીડા ને ખબર ના હતી કે સમાજ ને આ મંજુર નહીં હોય,
એક દીવસ યુવતી ના પરીવારે યુવતી પર પોલીસ કેસ કરીને મારપીટ પણ કરી, બંને પ્રેમી પંખીડા યે જાન થી મારી નાખવા ની ધમકી મળતાં પોલીસ પ્રોટેક્શન પણ માગ્યું હતું. છતાં યુવતી ના પરીવારે યુવક યુવતી પર નજર રાખી હતી, જ્યારે યુવક કામ થી બહાર ગયો અને પાછળ થી યુવતી ને એના પરીવારે જીવતી સળગાવી દીધી હતી. જ્યારે યુવક ને ખબર પડી ત્યારે પોતે એક પણ ક્ષણ નો વીચાર કર્યા વીના પોતે પણ પ્રેમીકાની પાછળ જીવતો સળગી ગયો. અને વધુ એક પ્રેમી પંખીડા સમાજ માંથી વીદાઈ લઈને હંમેશ માટે ચાલ્યા ગયા 😭, સમાજ ને અલવીદા કરી ને,.
સમાજ ને ધીકકાર કરીને...
એને નતી ખબર કે પ્રેમ કરવો ગુનો છે,
એક માણસ જાત પર વિશ્વાસ નથી થતો કે પોતે પ્રેમ ને આટલી નફરત કરે છે, પ્રેમ આંધળો હોય છે
વધુ એક પ્રેમી પંખીડા આ દુનીયા ને અલવીદા કરી ને જતા રહ્યા, સમાજ જીતી ગયો, નહીં સમાજ હારી ગયો, પ્રેમી પંખીડા જીતી ગયા, ફટટ છે સમાજ.... એક પ્રેમી પંખીડા મોત ને વહાલું કરી ને પણ જીતી ગયા. જીતી ગયા.
ઈશ્વર..
એ ઈશ્વર-ખુદા...તું ખોટું ન લગાડીશ...એક વાત કહું? તારી ઔકાત કે લાયકાત નથી આ ધરતી પરના માણસની જેમ જીવવાની અને જીરવવાની. ક્યારેય તું એક સામાન્ય માણસની તોલે નહિ આવી શકે. સામાન્ય માણસના પ્રેમ આગળ તારા બધા જ મંદિર- મસ્જીદ, તારા બધા જ ઉપદેશો અને ગ્રંથો, તારા જીવન અને તારી લીલાઓ, તારા દરેક સર્જન અને સંહાર...તું....તું ખુદ દોસ્ત....તું પણ એમના પ્રેમ આગળ નાનો છે. નાનો જ રહેશે. તારા જ બનાવેલા બે પ્રેમી પંખીડા તારા દરેક અવતાર કરતા વધુ શ્રેષ્ઠ જીવી ગયા એ કબુલ કરીલે દોસ્ત.
હવે તમે કહેશો કે ઠાકોર ભાઈ તે કારણ પણ ન કહ્યું.
કારણ? કારણ જોઈએ છે કે શા માટે તારાથી સારું જીવી ગયા? લે ને તારું જ જીવન જોઈ લે. તે જે અવતારમાં પ્રેમ કર્યો હોય એ મને કહે. હું તને સાબિત કરી દઈશ કે તું શ્રેષ્ઠ ન હતો. ચલ...રામ-સીતા અને બે પ્રેમી પંખીડાને ત્રાજવે બેસાડીએ. બંને રામાયણને તોલી લઈએ.
પ્રભુ માની લો ને...શા માટે આવું બધું કર્યું તેમની સાથે? શા માટે આ બધું દેખાડ્યું તમે? કે પછી તમે પણ ભડકે બળતા હતા તેમની ખુશીઓ જોઇને? મેં કહ્યુંને રામાયણના રામ ક્યારેય કળીયુગના પ્રેમીની તોલે નહી આવી શકે. કારણ કહું? કારણ કે દોસ્ત...તમે કદાચ તમારી સીતાને ધરતીમાં સમાતી જોઈ શકો...મારો કળીયુગનો પ્રેમી તેની પ્રેમિકાને ન જોઈ શકે. એ સાથે સમાઈ ગયો. પ્રભુ...તમે તેને એકલીને અગ્નિ પરીક્ષામાં મોકલી શકો...મારો પ્રેમી તેની સાથે સળગે છે. પ્રભુ...તમે એને જંગલમાં ચૌદ-ચૌદ વરસ સુધી સાથે રખડાવી શકો, અને પાછા ફરીને અયોધ્યા લાવો ત્યારે એક ધોબીની વાત સાંભળીને ફસાઈ શકો...પણ મારો પ્રેમી તેની પ્રેમિકા માટે સમાજને આજીવન છોડીને પણ સમાજ વચ્ચે રહી શકે છે! તેનું અયોધ્યા કે વનવાસ તો ત્યાં દુર સળગતા તેના મકાનમાં જ હતું. નાથ...તમે તમારી યાદ રૂપે હનુમાન સાથે નાનકડી વીંટી મોકલી શકો અને કહેડાવી શકો કે- સીતાજી, તમને રામ ખુબ યાદ કરે છે...જ્યારે મારા પ્રેમી તો ખુલ્લા પગે આ શહેરની ગલીઓ ખુંદી વળે જો તેની પ્રેમિકા ન મળે તો. વળી તમે કહેશો કે સીતા તો દુર લંકામાં હતી જ્યારે પ્રેમીકાતો શહેરમાં જ હતી. તો દોસ્ત...તમે પણ ભગવાન અને સર્વ-શક્તિમાન હતા.
પ્રભુ...તમે ધનુષ્ય ભાંગીને સ્વયંવર માંથી સીતાને જીતી આવો છો...ક્યારેક અહીં આવીને ગંધાતા સમાજને પૂછી તો જુઓ. સૌ તમારા જ જીવનના અને ગ્રંથોના ઉદાહરણ આપીને કહેશે કે- જુઓ કોઈ ભગવાને પણ બીજી જ્ઞાતિમાં લગ્ન કે પ્રેમ નથી કર્યો! તમે તમારી રામાયણમાં કહો છો કે તમે રાવણને માર્યો. સીતાને માટે તમે લંકા જઈને યુદ્ધ કર્યું...પણ સાચું કહું તો સીતાએ ખુદ જ રાવણને હરાવ્યો હતો. પ્રેમીકાની જેમ જ. રાવણ તો સીતા સામે પહેલેથી જ હારી ગયો હતો. પ્રભુ...તમે હારેલાને હરાવ્યો તેમાં વળી શું પૂજાઓ છો?
દોસ્ત...તમે ભલે ભગવાન કહેવાશો, છતાં હમણાં જ જીવીને ગયેલા પેલા બંનેની તોલે તો ન જ આવો. તમે પથ્થરમાં પૂજાઈ શકો, તમે સોને મઢાઈ શકો, તમે મંદિરમાં જડાઈ શકો, તમે સોળ શણગાર ધરીને મુસ્કુરાઈ શકો...પણ તમે એક ચોકની વચ્ચે લાશ બનીને સળગી શકો? હા...તમે સીતા માટે લડતા-લડતા મૂર્છિત થઇ શકો, પણ મરી ન શકોને? તો પછી તમે ભગવાન કેમ કહેવાશો? કઈ રામાયણને મંજુર છે કે તેમાં રાવણ જીતી જાય? કઈ રામાયણમાં રામ-સીતાના મૃત્યુથી અંત થાય છે? પ્રભુ...સાચું કારણ કહું તમે કેમ પ્રેમી પંખીડા કરતા શ્રેષ્ઠ નથી? કારણકે જો તમારી રામાયણમાં રામ-સીતાના મૃત્યુથી અંત આવે તો કહેવાશે કે રાવણ જીતી ગયો, શેતાન જીતી ગયો...પરંતુ અહીં પ્રેમી પંખીડા સળગશે તો પણ યાદ રાખજો દોસ્ત: પ્રેમ જીતી ગયો. છેલ્લે સુધી પ્રેમ જ જીતી ગયો. એ બંનેને સળગાવવામાં આવ્યા કેમકે પાપી શેતાનને સમજાઈ ગયું કે એ બંનેના પ્રેમ પર છેલ્લા શ્વાસ સુધી જીત મેળવી શકાય તેમ નથી. આ કળીયુગનો રામ પોતાની સીતાને એકલી ધરતીમાં નહિ સમાવા દે. તેના જીવન પર રામાયણ ન સર્જાય તો કઈ નહિ, પરંતુ તેનું જીવન પૂજવા લાયક જરૂર હતું. છેવટે તો દોસ્ત...તમે જે હો તે...ઈશ્વર-અલ્લાહ-ગોડ...તમે થોડું તો હાર્યા જ છો. ખોટું નાં લગાડતા...પણ સાચું કહેજો: આ તમારા ગ્રંથ પૂજાવા જોઈએ કે પેલા સળગી રહેલા સામાન્ય માણસોના જીવન? ફરી પાછા મને એમ ન કહેતા કે- ફકીર રામાયણ નહિ, પરંતુ મહાભારત, બાઈબલ, કે કુરાન જુઓ.
તમે સૌ એક જ છો. નવા નવા પાત્રો બનીને જીવ્યા કરો છો. બસ...પેલા શેતાનો એ જાણતા નથી અને રામ અને અલ્લાહને અલગ બનાવી ખુદના રામ અને અલ્લાહને જ મારી બેસે છે.
ઈશ્વર-અલ્લાહ હોય કે શેતાન...સામાન્ય માણસના પ્રેમ સામે એ હારી જ જશે.
મને એ ખબર નથી પડતી કે: કઈ રીતે એક સ્થળ...માત્ર એક જગ્યા...આટલી બધી પેઢીઓથી કેટલાયે માણસોના દુઃખ મિટાવી શકે? માત્ર ચીકણી માટીમાંથી બનાવેલી એક મૂર્તિ અને તેના પર થોડી શણગાર અને સજાવટ. માત્ર ઇંટોથી ચણેલી એક કબર અને તેના પર કાપડ ની ચાદર. બીજું કઈ નહિ. એક પથ્થરના ટુકડા સિવાય બીજું કઈ જ નહિ. જો ઈશ્વર પથ્થરના ટુકડામાં રહેતો હોય...તો પછી ભૂખ્યા મરી જતા લાચાર માણસોમાં નહિ રહેતો હોય? તમારી શ્રદ્ધાનું નામ દઈને તમે કહી દો છો કે- માણસને શ્રદ્ધા હોય તો પથ્થરમાં પણ ભગવાન દેખાય. પથ્થરની પણ પૂજા થાય! હું કહું છું કે- જો લોકોને પથ્થરના ચણેલા મંદિરમાં ભગવાન દેખાતો હોય તો પછી તેને ઘર વગરના માણસમાં પણ દેખાવો જોઈએ. ભૂખ્યા મરી જતા ભીખારીમાં પણ દેખાવા જોઈયે.
પ્રેમી પંખીડા...પહેલી નજરે ઉતાર-ચઢાવથી ઘવાયેલું લાગે...પરંતુ આ જિંદગીનું ઝરણું વહેતું હોય ત્યારે કેટલું આકર્ષક લાગે છે હેને? સારું થયુંને આપણે બંને સ્થિર પાણી ન બની ગયા...મને ડર હતો...સ્થિર પાણી હંમેશા સુકાય જાય છે, અથવા વાસ મારી જાય છે. બસ આવી રીતે જ આપણે બંને ઉછળતા-કુદતા રહીને જીવી લઈએ તો કેટલું સારું.
ઠાકોર ભાઈ 🙏