સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -25 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -25

સોહમે સાવીને એની મનોસ્થિતિ કીધી અને જણાવ્યું “અમારી સ્થતિ સાવ ગરીબ…. બાબાની સામાન્ય સરકારી નોકરીમાં માં ની ઓછી આવક. અમે ત્રણ જણાં ભણનારા ખાનારા...મને નવી નવી નોકરી મળી હતી ઉપરથી હું તાંત્રિકને આપવાનાં પૈસા ક્યાંથી લાવું ? જો મારે રોકાણજ કરવું હોય તો હું એવું રોકાણ કરું મારાં પૈસા -પરિશ્રમ અને શ્રદ્ધાનું કે મારાં કાયમીજ ઉકેલ આવી બધીજ ઈચ્છાઓ પુરી થાય.”

“સાવી આપણાં બંન્નેની ઘણી વાતોમાં સામ્ય છે પણ તું તારી વાત આગળ વધાર..” .સાવી સોહમ સામે જોઈ રહી હતી...સોહમ દુકાનનાં શટરને ટેકો દઈને બેસી ગયો એણે પગ લાંબા કર્યા...સાવી તો સોહમનાં ખોળામાંજ સુઈ ગઈ...સોહમે એનું કપાળ ચૂમી લીધું સાવીએ હસતાં હસતાં કહ્યું “હવે આપણે શાંતિથી વાતો કરીએ...હવે કોઈ ડિસ્ટર્બ નહીં કરે મેં આપણી આસપાસ ચોકો બાંધી દીધો છે એમ કહી આંખો બંધ કરીને મંત્ર ભણ્યાં...”

સોહમે કહ્યું “વાહ આવું સારું તો તારે ક્યારનું કરી દેવું જોઈએને? તારાં આ સુરક્ષિત ચોકામાં હું તને...” એમ કહી લુચ્ચું હસ્યો અને સાવીનાં હોઠ પર હોઠ મૂકી દીધાં. એનાં હોઠ ચૂસવા લાગ્યો એને સ્પર્શ કરીને સેહલાવા લાગ્યો.

સાવીએ સોહમનાં ગાલને પંપાળતાં કહ્યું “મારાં સોહુ મારી પાસે ઘણી સિદ્ધિ છે હું ઘણું કરી શકું પણ મને સામાન્ય જીવવું વધુ ગમે છે એમાં એક આનંદ છે એક પડકાર એક ઉત્તેજના છે હું ચોકો બાંધી પ્રેમ કરી લઉં એમાં મજા નથી લોક લાજની આમન્યામાં મીઠો પ્રેમ એ જુદીજ અનુભૂતિ છે...” એમ કહી હસી... પછી બોલી “જરૂર પડ્યે એવું પણ કરીશ...ધીરજ રાખ.”

સોહમે કહ્યું “સાવી તારી વાત અધૂરી છે પહેલાં મને બધું જણાવ મને જાણવાની ખુબ ઉત્કંઠા છે.” સાવીએ કહ્યું “નાની તન્વીની સાવ ક્ષુલ્લ્ક માંગ હતી એક માત્ર ડોલ જોઈતી હતી એકદમ સાદી એ ડોલમાં એણે એને દુનિયાભરનું સુખ મળી જવાનું હતું પણ એ ડર હું... મેં મારાં પાપાને કહ્યું પાપા મને એ અઘોરી તાંત્રિક જે હોય એમની પાસે લઇ જાવ હું વિદ્યા શીખવા માંગુ છું”.

માં એ કહ્યું “તારું ભણવાનું ચાલુ છે...આમ કેમ આવી જીદ કરે છે ? શું કામ જિંદગી ફેંકવાં માંગે છે ? મોટીએ તો છોડી દીધું ભણવાનું હવે તું અને નાનકી પર આશા છે કે તમે ભણશો”.

મેં માં ને કહ્યું “માં ભણીગણીને જે સુખ સમૃદ્ધિ મેળવવાની છે એ હું આ વિદ્યા ભણીને પણ મેળવી શકીશ.ભણ્યાં પછી કામ કે નોકરીની ગેરન્ટી નથી પણ આ વિદ્યા શીખી હું બધુંજ મેળવીશ એની ગેરેન્ટી છે. તમારાં બધાંનું હું ધ્યાન રાખી શકીશ...મારી એકનાં ભોગથી આખાં કુટુંબનું ભાગ્ય બદલાતું હોય તો માં મને કરવા દે પ્લીઝ સમજવાની કોશીશ કર...આ નાનકીની નિર્દોષ આંખમાં અત્યારે એવો ભાવ છે કે હું એની ડોલ લાવી આપીશ...કેટલી શ્રદ્ધા છે કેટલી આશથી મારી સામે જોઈ રહી છે...એને ક્યાં ખબર છે કે વાસ્તવિકતામાં હું ડોલ શું એક નાની ચકેડી કાગળની લાવી શકું એમ નથી...માં આખી જિંદગી આમ આવી રીતે કેમ કરી વીતશે ? માં માં મેં નિશ્ચય કરી લીધો હવે તું વચ્ચે ના આવીશ.”

“પાપા તમે મને ક્યારે લઇ જશો ?”. પાપાએ પહેલાં મારી સામે પછી મારી માં સામે જોયું અને બોલ્યાં “બેટા તું નાહી ધોઈ સ્વચ્છ કપડાં પહેરીને તૈયાર થઇ જા... પેલાં યોગી નીકળી જાય પહેલાંજ એમને મળી લઈએ વાત કરી લઈએ...”

પછી પાપાએ માં સામે જોઈને કહ્યું “કમલા હું મારી દીકરીને છતી આંખે કુવામાં નહીં નાંખું સારું લાગશે...સારું લાગશે તો જ હું સાવીને વિદ્યા શીખવા માટે હા પાડીશ...યોગીજી કોલકોતાજ રહેવાનાં હશે તો જ હાં પાડીશ...કોલકોતાથી બહાર ક્યાંય નહીં મોકલું ચિંતા ના કરીશ કાળીની ઈચ્છા હશે એજ થશે”.

“માંએ હારી થાકીને હા પાડી...સોહમ હું પછી અમારાં કપડાંથી પડદો બનાવી બનાવેલ બાથરૂમમાં ન્હાવા ગઈ...પાપા ઘરની બહાર જઈને રાહ જોતાં બેઠાં હું ન્હાઈ તૈયાર થઇ ગઈ. માં નાં આશીર્વાદ લીધાં.”

માં એ રડતી આંખે કહ્યું “મને કઈ સમજ નથી પડતી મને એટલીજ સમજણ પડે છે કે તું જીદમાં છે હું વિવશ છું મોટી અને નાની તરફ એક નજર કરી...નાની પાસે દોડી એને વહાલ કરી ચૂમી લીધી અને રડતી આંખે સીધી ઘરની બહાર નીકળી ગઈ.”

“જેવી ઘરની બહાર નીકળી પાપાએ કહ્યું બેટા પેડલ રીક્ષા ઉભી છે ચાલ બેસી જા ચાલતા ખુબ સમય નીકળી જશે આપણે છેક યોગીજી પાસે નદી કિનારે જવાનું છે હું કંઈ બોલ્યાં વિના વિરોધ વિના બેસી ગઈ..”.

“પાપા રસ્તા તરફ જોઈ રહેલાં બધી ભીડ વળોટીને રિક્ષાવાળો પેંડલ ચલાવી રહેલો હું આગળ જતાં શું થશે ? એ અઘોર તાંત્રિક કેવાં હશે ? શું કહેશે ? શું કરશે ? એનાં વિચારોમાં થોડીક ડરેલી બેસી રહી હતી હું બધી વિદ્યા શીખી અને ઘરનું દુઃખ દૂર કરીશને ? મને કેટલો સમય લાગશે ? ત્યાં શું કરવાનું હશે ? એ બધાં વિચારોમાં ઘેરાયેલી પેંડલ રીક્ષા ક્યારે નદીએ પહોંચી મને ખબર ના પડી પાપાએ બૂમ પાડી...સાવી...સાવી...બેટા સાવી આવી ગયું ક્યાં ખોવાઈ ગઈ ?”

“પાપાએ પેંડલ રીક્ષાવાળાને મજૂરી ચૂકવી અને પાપાએ મારો હાથ પકડેલો એમની હથેળીમાં પરસેવો વળી રહેલો...મને ખબર પડી ગઈ કે પાપા લાવ્યા તો છે પણ એમનાં મનમાં મનોમંથન ચાલી રહ્યું છે મેં પાપાને અટકાવ્યાં અને બોલી પાપા કેમ ગભરાવ છો? ત્યારે મેં જોયું પાપાનો ચહેરો આંસુઓથી ખરડાયેલો હતો”.

એમણે કહ્યું “હું એક વિવશ - નિષ્ફ્ળ અને ગરીબ બાપ છું મારી જુવાનીનાં ઉંમરે આવેલી દીકરીને વિદ્યા શીખવા નું કારણ આપી કોઈ અજાણ્યાં તાંત્રિકને હવાલે કરી રહ્યો છું હું બાપ નથી હેવાન છું. એમ કહીને પટમાં બેસી પડ્યાં એમણે કહ્યું ચાલ સાવી આપણે ઘરે પાછા જઈએ નસીબમાં હશે એમ જીવી લઈશું. આમ તને એકલી હું ક્યાંય નહીં મુકું... મેં કીધું પાપા...”


વધુ આવતા અંકે પ્રકરણ - 26