ચોર અને ચકોરી - 38 Amir Ali Daredia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચોર અને ચકોરી - 38

(બાને કપડા સુકવતા જોઈને. નાના બાળક જેવી વર્તુણક જીગ્નેશે કરી. ચકોરી. ચકોરી. જો.બા. બા.)... હવે આગળ વાંચો..
બે અજાણ્યા છોકરાઓને પોતાના ઘરની સામે ઊભા રહીને. પોતાને આમ નિહાળતા જોઈને ગીતામાં કપડાં સૂકવતા સુકવતા ઊભા રહી ગયા. હથેળીથી કપાળ ઉપર નેજવુ કરીને બન્નેને દૂરથી જ ઓળખવાની કોશિશ કરી જોઈ. પણ કમજોર થઈ ગયેલી આંખોથી એ બેવ માથી એકેયને ના ઓળખી શક્યા. જીગ્નેશને તો એ નવ વર્ષનો સાવ નાનો. અબુધ બાળક હતો ત્યારે જોયેલો. અને હવે અગિયાર વર્ષે આમ સામે આવીને ઊભો રહશે એવુતો ગીતમાએ વિચાર્યું પણ ના હોય.ભર યુવાનીમાં પહોંચેલો સશક્ત. અને કસરતથી શરીર વાળા જીગ્નેશ ને ઓળખવો એમના માટે મુશ્કેલ જ નહી અતિ મુશ્કેલ હતુ. અને ચકોરીને પણ છેલ્લા પાંચ વર્ષથી એમણે જોઈ ન હતી. પાંચ વર્ષ પહેલા ચકોરી બાળા હતી અને આજે એ સોળ વર્ષની સુંદર યુવતી બની ગઈ હતી.એટલે દૂરથી એ બન્નેમાંથી એકેયને ના ઓળખી શક્યા. એટલે એમણે અવાજ આપ્યો.
" એલા છોકરાવ.કોણ છો તમે? અને ત્યાં ઉભા ઉભા કેમ મને જોઈ રહ્યા છો.?"
જીગ્નેશ તો જાણે પાષાણની મૂર્તિ બની ગયો હોય એમ સ્થિર થઈને. એકીટશે પોતાની જનેતાને જોઈ રહ્યો હતો. દોડીને બાને ભેટી પડવાની તીવ્ર ઈચ્છા એને થઈ આવી. બાળપણમા બાના પાલવને પોતાના માથે એ કેવી રીતે ઓઢી લેતો હતો એ દ્રશ્ય એની નજર સામે તરવરવા લાગ્યુ. પોતાની બાએ શું કહ્યુ એ પણ એને ના સંભળાયુ. તેની આંખોમાંથી અશ્રુની ધારા. પર્વત ઉપરથી જાણે ધોધ પડતો હોય એ રીતે વહેવા લાગી. અને ચકોરી દોડીને ગીતામાંના પગમાં પડી ગઈ.ગીતામા હેબતાઈને બે ડગલા પાછળ ખસ્યા. અને બોલ્યા.
"હં. હં. હં કોણ છો બેન તુ."
ચકોરીએ જ્યાં ઉપર ગીતામા તરફ ચહેરો કર્યો. તો ગીતામાંને અણસાર આવી ગયો. એ આશ્ચર્ય. અને આનંદના મિશ્રિત અવાજે બોલી ઉઠ્યા.
" અરે તું તો ચકોરી છોને."
અને ચકોરીની આંખોમાંથી પણ આંસુના રેલા નીકળવા લાગ્યા હતા. એને હા કહેવું હતુ. પણ એના શબ્દો એના ગળામાં જ અટવાઈ ગયા. ચહેરા પર સ્મિત ફરકાવતા એણે ફક્ત હકારમાં માથું હલાવ્યુ. ગીતા માએ એને બાવડેથી પકડીને ઊભી કરીને. ભેટી પડ્યા. અને બોલ્યા.
" ક્યાં હતી દીકરા? પાંચ. પાંચ વર્ષ સુધી તને તારી કાકીની યાદ ના આવી? કેમ છો તું? કેટલી મોટી થઈ ગઈ તું. ઓળખાતી પણ નથી. માંડ માંડ મેં તને ઓળખી."
એક સાથે પાંચ સવાલો ગીતામાં એ ચકોરી ને પૂછી નાખ્યા. અને ગીતામાના સવાલોના જવાબ ના બદલામા. ચકોરી ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી. ગીતામા એની પીઠ પર હાથ પસરાવતા એને સાત્વન દેવા લાગ્યા.
" રડ નહી બેટા. ચાલ છાની રહી જાતો. ચાલ આપણે પહેલા ઘરમાં જઈએ. પછી બધી માંડીને વાત કર. અત્યાર સુધી. એટલે કે છેલ્લા પાંચ વર્ષમાં તે શું કર્યું? અને ઓલા ભાઈ કોણ છે? એને પણ બોલાવી લે ઘરમા."
ગીતામાની સામે ચકોરી. જીગ્નેશને નામ લઈને ના બોલાવી શકી. એણે જીગ્નેશ ને આ રીતે હાથ મારી.
" એય. કેમ દુર ઊભા છો? ચાલો અંદર બા બોલાવે છે."
અને ચકોરીના આ બોલવાના લેહકાથી ગીતામાને ગેરસમજ થવી સ્વાભાવીક હતી.
" લે.એ તારો વર છે? તે લગનેય કરી લીધા. અને કાકીને લગનમાં બોલાવી પણ નહીં."
ગીતામાની વાત સાંભળીને જીગ્નેશ અને ચકોરી બંને હસી પડ્યા. જીગ્નેશના હસતા ચહેરાને ગીતામાં એકીટશે જોઈ રહ્યા. અને એમને પોતાનો બાળપણનો જીગ્નેશ યાદ આવી ગયો. તેમને થયું કે અગર આજે મારો જીગ્નેશ મારી સાથે હોત તો બરોબર આવડો જ હોત.

શુ ગીતામા જીગ્નેશને ઓળખી લેશે? શુ જીગ્નેશ ગીતામાં આગળ પોતાની ઓળખાણ છુપાવી શકશે? વાંચતા રહો ચોર અને ચકોરી..