ચોર અને ચકોરી - 39 Amir Ali Daredia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચોર અને ચકોરી - 39

(ગયા અંકમાં તમે વાંચ્યું કે ગીતમાને પોતાનો જીગ્નેશ યાદ આવી ગયો.આજે મારો જીગ્નેશ સાથે હોત તો આવડો જ હોત.).. હવે આગળ વાંચો.
"કોણ આવ્યું છે મહેમાન?"
કહેતાક ને જીગ્નેશ ના પપ્પાએ ઘરમાં પ્રવેશ કર્યો. ઘરમા પગ મુકતા જ.પહેલી નજર એમની જીગ્નેશ ઉપર પડી. પણ ગીતામાની જેમ એ પણ. જીગ્નેશને અગિયાર વર્ષે જોતા હોવાથી એને ઓળખી ન શક્યા. પછી એમણે પોતાની નજર ચકોરી ઉપર સ્થિર કરી. ત્યાં ગીતામાં બોલવા ગયા.
" એ આતો આપણી...."
પણ ત્યાં હાથના ઇશારા થી ચકોરીએ તેમને રોક્યા. એ જોવા માંગતી હતી કે કિશોર કાકા પોતાને ઓળખે છે કે નહી.પણ કાકા ચકોરીને બરાબર ઓળખી ગયા હતા.
" આ તો આપણી દીકરી ચકોરી."
ચકોરી ઊઠીને કાકાને પગે લાગી.
" ચિરંજીવી રહે બેટા. મા ગામદેવી. તારી દરેક મનોકામના પૂરી કરે."
ચકોરીને આશિષ આપતા પોતાના જન્મદાતાને જીગ્નેશ અહોભાવથી જોઈ રહ્યો હતો. એને યાદ આવ્યું જ્યારે પોતે પિતાની સાથે કોઈ યજમાનને ત્યા પુજા કરાવવા જતો.ત્યારે બાપુ આરીતે જ આશિષ આપતા.એને પણ પોતાના પિતાના ચરણ સ્પર્શ કરવાની ઈચ્છા થઈ. એ આગળ આવ્યો. અને પોતાના પિતાના ચરણોનો એણે સ્પર્શ કર્યો.એની આંખો ભીની થઈ ગઈ હતી. અને હૃદય અંદોરોઅંદર વલોવાય રહ્યું હતુ. પિતાના ગળે વળગીને ભરાયેલા હૈયાને એણે ઠાલવી નાખવું હતુ. પણ એ એવું ના કરી શક્યો. અને એના પિતાને ક્યાં ખબર હતી કે. આ પોતાનુ જ ખોવાયેલું રતન છે. એમણે જીગ્નેશના મસ્તક ઉપર હાથ રાખીને આર્શીવચન ઉચ્ચાર્યા.
" મહાદેવ તને શક્તિ આપે. ખુશ રાખે. અને ચિરંજીવી રાખે.બેટા કોણ છો તુ?" અને પછી ચકોરીની તરફ જોઈને એમણે અનુમાન લગાવતા ચકોરીને પૂછ્યુ.
" જમાઈ છે?"
ચકોરી હા કે ના માં જવાબ આપે એ પહેલા જીગ્નેશ હવે પોતાની બા તરફ વળ્યો. અને બાને પગે લાગ્યો. એણે જેવો પોતાની જનેતાના ચરણોને સ્પર્શ કર્યો એની આંખોમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. પોતાના ચરણ ઉપર ઝૂકેલા જીગ્નેશના આંસુ પોતાના પગ ઉપર ગીતામાએ અનુભવ્યા.એમનુ હૃદય જોરશોર ધડકવા લાગ્યુ. અને જાણે એમને કહેવા લાગ્યુ.
" કે હોય ના હોય.આ તારો જીગ્નેશ છે ગીતા. આ તારું જ સંતાન છે."
પણ એ પુછી ના શક્યા. અને ધ્રુજતો હાથ જીગ્નેશના માથા પર રાખ્યો.
" જીવતો રે દીકરા."
કહી રુંધાયેલા સ્વરે આશીર્વાદ આપ્યા.
"હવે કહે જોઈ કે તું કોણ છો?" જીગ્નેશનું હૈયું પણ ભરાયેલું હતુ. એ બાના પ્રશ્નનો જવાબ આપી શકે એવી સ્થિતિમાં ન હતો. એટલે ચકોરીએ સુકાન પોતાના હાથમાં લીધુ.
" હું કહું છું કે કોણ છે એ."
કિશોર કાકા અને ગીતામાં બંને ચકોરીની વાત સાંભળવા ઉત્સુક થયા.
" કાકા તમે મને પાંચ વર્ષ પહેલા ચંદનનગર મારા માસી ને ત્યા મૂકી ગયા હતા. પહેલા પહેલા તો માસીએ મને ઘણા લાડ લડાવ્યા. પણ પછી અચાનક એમની વર્તણકમાં ફેરફાર થવા લાગ્યો. કામવાળીની જેમ ઘરનું બધું કામ મારી પાસે કરાવતા. અને ગામના લોકોના ઘરમાં પણ મને વેતરું કરવા મોકલવા લાગ્યા. કામના જે પૈસા આવે એ પોતાની પાસે રાખતા. મેં જ્યારે એમને સવાલ કર્યો કે માસી શું કામ મારી પાસે ઘરના તો ઠીક પણ પારકાના પણ કામ કરાવો છો. તો માસી કહે કાં તને કાલ સવારે પરણાવી નહિ પડે? મારા બનેવી કાઈ ગલ્લો નથી મને આપતા ગયા.
અને એક દિવસ મને કહે દોલતનગરમાં એક શેઠની હવેલીમાં તારે કામ કરવા જવાનું છે. સારો એવો પગાર આપશે. માસી. આ દોલત નગર ક્યાં આવ્યું? મેં પૂછ્યુ"
પુજારી અને ગીતામાં ઘણા ધ્યાનથી ચકોરીનું જીવન વૃતાંત સાંભળી રહ્યા હતા અને જીગ્નેશ પણ.
શુ ચકોરી જીગ્નેશની હકીકત છુપાવી શકશે?.. વાંચો આવતા અંકમાં..