ધ સ્કોર્પિયન - પ્રકરણ -38 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ સ્કોર્પિયન - પ્રકરણ -38

ધ સ્કોર્પીયન

પ્રકરણ -38

 

        સિદ્ધાર્થે પવનને સૂચના આપી અને શૌનીકબાસુનો ખાસ ચમચો ચિંગા લીઝ પણ હોલની બહાર નીકળવા લાગ્યો. દેવે સિદ્ધાર્થની સામે જોયું...સિદ્ધાર્થ બધી ગતિવિધિ જોઈ રહેલો એણે સીધો ચાન્સ લીધો અને સીધો શૌમીક બાસુ પાસે ગયો અને બોલ્યો “સર બોલો શું બીજું લેશો ?”

  -શૌમીક બાસુ એટલો ખંધો હતો એણે દાઢમાં હસતાં કહ્યું “અરે સિદ્ધાર્થ બાબુ ક્યારનાં તો અમે તમારી પરોણાગત માણી રહ્યાં છીએ...વાહ મજા આવી ગઈ...હવે અમે પણ જઈએ...આમ પણ મહેફીલ ધીમે ધીમે ખાલી થઇ રહી છે કોઈ નારાજ થઈને કોઈ આનંદમાં મદહોશ થઈને જઈ રહ્યાં છે...આતો પાર્ટી છે વ્યક્તિગત કેટલા ને સંભાળી શકાય...પછી એણે દેવ તરફ આંગળી કરીને કહ્યું સિદ્ધાર્થબાબુ પેલો જુવાન છોકરો હમણાંથી ક્લીંમપોંગમાં આવ્યો છે એ એકલો કેમ છે ? એની સાથે ઘણાં ટુરીસ્ટ હતાં ને ?”

   સિદ્ધાર્થે શૌમીકની વાક્યચતુરીમાં ફસાયાં વિના કહ્યું “એ જુવાન છોકરો દેવ રાય બહાદુર છે એ ટુરીસ્ટ લઈને ફરવા આવ્યો છે બીજું કે અહીં નવો નવો નથી આવ્યો એ ઘણીવાર આવી જઈ ચુક્યો છે ફરીથી આવ્યો છે ખુબ બહાદુર અને હુંશિયાર છે એ કોલકોતા DGPનો એકનો એક છોકરો છે...અરે શૌનિક બાસુ તમને નથી ખબર ? બધાને જાણ છે અહીં તો...”

શૌનિક બાસુએ ચમકીને ફ્ટથી દેવ તરફ જોયું અને બોલ્યો “ઓહ...ઓકે ...વો રાય બહાદુર સાહબ લડકા હૈ...સચ્ચીમેં મુજે નહીં માલુમ...ઓકે ઓકે ...DGPકા લડકા હૈ બહાદુર હી હોગા...પછી કહ્યું આપકે સાથ હૈ તો...કોઈ બાત નહીં બોલના કભી હમારી ઓફીસ ભી આયે...આપકે સાથ...હમ ભી આપકી સેવામેં રહેંગે એમ કહી ભદદુ હસવા લાગ્યો...”

સિદ્ધાર્થને ખબર પડી ગઈ કે આને હવે દારૂ માથે ચઢ્યો છે...એણે કહ્યું “દેવકો બુલાતા હું આપકે સાથ મુલાકાત કરવાં લું...કભી કામ આયેગા...” એમ કહી દેવને બૂમ પાડી બોલાવ્યો...

દેવ અને દુબેન્દુ બંન્ને જણાં સાથે શૌનિક બાસુ અને સિદ્ધાર્થની નજીક આવ્યા. શૌનિક બાસુએ હાથ લંબાવી પોતાની ઓળખ આપી અને હલ્લો કીધું...

દેવે હસતાં હસતાં હસ્તધુનન કર્યું અને બોલ્યો “સર આપકે બારેમેં કાફી કુછ સૂના હૈ...શૌનિકે હસતાં હસતાં કહ્યું અચ્છા...જો સૂના વો અચ્છા હી સૂના હોગા...હમ તો પબ્લીક સર્વન્ટ હૈ ઔર લોગોંકી સેવા કરતે હૈ ! ઓર સિદ્ધાર્થ બાબુ તો અચ્છી તરહ જાનતે હૈ” એમ કહીને સિદ્ધાર્થ સામે જોયું. દેવે કહ્યું “સહી બાત હૈ...આપકી સેવા કી જરૂરત પડી હમ જરૂર આયેંગે...”

શૌનિક બાસુએ કહ્યું “અરે અરે ઐસેભી હમારી ઓફીસ આનાં મામલતદાર કચેરી યહી ચૌરાહે કે પાસ હી હૈ કભી ભી આઓ આપકી સેવામેં રહેંગે...એમ કહી લુચ્ચું હસતાં હસતાં કહ્યું હમ પહાડી આદમી હૈ યહાં કે મૌસમ જંગલ પહાડ...સભીકે દીવાને હૈ વૈસે હમ રંગીન હૈ...” એમ કહીને કારણ વિનાનું હસવા લાગ્યો...”આપ તો જવાન હૈ...કભી આઓ...કાફી સેવા કરેંગે...”

દેવે વિચાર્યું હવે ઘણું થયું આની જોડે હમણાં બહુ વાત કરવા જેવી નથી દારૂ ચઢી ગયેલો છે એ “થેન્ક્સ સર” કહીને આઘો જતો રહ્યો. શૌનિક બાસુ ચારેબાજુ નજર કરતો બહાર નીકળવા તરફ જઈ રહ્યો.

દુબેન્દુએ દેવને બાજુમાં લઇ જઈને કહ્યું “ દેવ એક ગરબડ છે આ મામલતદારનો ચમચો એક નંબરનો વૈશી ડ્રગીસ્ટ છે ચિંગા લીઝ...સાલો ચાઇનીઝ અને બંગાળી બંન્નેની હાઈબ્રીડ ઓલાદ છે...એની માં ચાઈનીઝ અને બાપ અહીંનો બંગાળી ગુંડો છે...અને મામલતદારે એને પાળેલો છે...આ જ્હોન અને એનું ગ્રુપ જેવું બહાર નીકળ્યું પેલો પાછળ ને પાછળ ગયો છે...”

ત્યાં સિદ્ધાર્થ નજીક આવીને બોલ્યો “દુબેન્દુ તારો ભય સાચો છે પણ મેં પવનને પાછળ માણસ મોકલવાં કહ્યું છે. ચિંતા ના કરીશ...”

દેવે દુબેન્દુને કહ્યું “યાર ક્યાં સુધી બધાની ચિંતા કર્યા કરશું ? આપણે કંઈ ડીટેક્ટીવ કે સરની જેમ પોલીસ છીએ ? છેલ્લાં 3-4 દિવસથી મારુ માથું ભમી ગયું છે બીલકુલ નિશ્ચિંન્તતા નથી ચિંતા -ભાગદૌડ અને જાસૂસી ? ભાડમાં ગયાં બધાં જેને જે કરવું હોય એ કરે પેલો જ્હોન સર અને બધાની સામે બોલીને બધાને લઈને નીકળી ગયો કે અમે સ્કૂલની ટુરમાં નથી આવ્યાં...યાર આપણે માણસ છીએ... ખબર નહીં આ ટુર...ક્યારેય કોઈ આપણી ટ્રીપમાં આવું નથી ફીલ કર્યું.”

સિદ્ધાર્થે દેવ સામે જોયું અને હસવા લાગ્યો અને બોલ્યો “કૂલ...કૂલ...દેવ યાર હું સમજુ છું તું કંટાળ્યો છે આઈ નો ...પણ મેં પાછળ માણસ રાખ્યો છે તારે ફ્રેશ થવાની જરૂર છે... ટેઈક યોર ટાઈમ...અને સિદ્ધાર્થે એક ટેબલ તરફ હાથ કરીને કહ્યું ચાલો આપણે ત્યાં બેસીએ તેં સરખું ડ્રીંક લીધું ના પાર્ટી માણી...”

દેવે કહ્યું “સર એવું નથી પણ ક્ષણે ક્ષણે આપણે એલર્ટ રહેવાનું ? આપણને ચેઇન્જ જોઈએ કે નહીં ? દુબેન્દુ એલોકોને ફોન કરીને કહી દે કે એમને જ્યાં જવું હોય ત્યાં જાય પણ રાત્રે સુવા સમયે હોટલ પર પહોંચી જાય...”

દુબેન્દુએ કહ્યું “મેં જોહનને ઓલરેડી મેસેજ કરી દીધો છે...પેલો જોસેફ પણ બોર થઇ રહ્યો છે ક્યારનો એમ કહી જોસેફ તરફ જોયું...દેવે કહ્યું એને પણ અહીં બોલાવી લે એ માત્ર દ્રાઇવર નથી આપણો સાથી છે.” ત્યાં બેરો ટ્રેમાં બધાં માટે ડ્રીંક અને બાઈટીંગ લઈને આવી ગયો.

સિદ્ધાર્થે બધાને સર્વ કરવા કહ્યું અને સિદ્ધાર્થે કહ્યું “હવે કોઈ ચર્ચા વિના શાંતિથી આપણે પાર્ટી માણીએ... મારો નક્કી કરેલો ગોલ સક્સેસ થઇ ગયો...આઈ એમ હેપ્પી”.

દેવે સિદ્ધાર્થ તરફ જોયું એને આશ્ચર્યથી પૂછ્યું “શું ગોલ ? એમ કહેતાં પૂછતાં સિદ્ધાર્થે એનાં હાથમાં પેગ પકડાવતાં કહ્યું પહેલાં ડ્રીંક લે એમ બોલી ચીયર્સ કર્યું...દુબેન્દુ -દેવ-સિદ્ધાર્થ -જોસેફ ચારેય ડ્રીંક ની મજા માણી રહેલાં.

સિદ્ધાર્થ ડ્રીંક લેતાં પાર્ટીમાં ડાન્સ જે લોકો હજી કરી રહેલાં એમનાં તરફ નજર નાંખીને બેઠો હતો એની નજર વારે વારે ડાન્સ કરતાં લોકો તરફ જતી હતી...એવું લાગતું હતું કે એ અહીં ડ્રીંક લઇ રહ્યોં છે પણ કોઈ મોકાની રાહ જોઈ રહ્યો છે...ત્યાં દરવાજામાંથી પવનને આવતો જોયો...એણે પવન તરફ નજર કરી... પવન એને કંઈક...સિદ્ધાર્થે ઈશારો કરી ચૂપ રહેવા કહ્યું અને પછી દેવ અને દુબેન્દુ તરફ જોયું બંન્ને જણાં ડ્રીંક એન્જોય કરી રહેલાં.

 

વધુ આવતા અંકે પ્રકરણ -39